Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 81–90 of 165
6:81
وَ كَيْفَ أَخَافُ مَا أَشرَْكْتُمْ وَ لَا تَخَافُونَ أَنَّكُمْ أَشرَْكْتُم بِاللهِ‌ مَا لَمْ يُنزَِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَنًا فَأَيُّ الْفَرِيقَينْ‌ِ أَحَقُّ بِالْأَمْنِ إِن كُنتُمْ تَعْلَمُون

چگونه من از آنچه همتاى خدا قرار مى‌دهيد بترسم؟! در‌حالى‌كه شما از اين نمى‌ترسيد كه براى خدا، همتايى قرار داده‌ايد كه هيچ‌گونه دليلى درباره‌ی آن، بر شما نازل نكرده است. [راست بگوييد] كدام‌يك از اين دو دسته [مشركان و خداپرستان]، شايسته‌تر به ايمنى [از مجازات] هستند اگر مى‌دانيد؟!

And how should I fear what you have set up (with Him), while you do not fear that you have set up with Allah that for which He has not sent down to you any authority; which then of the two parties is surer of security, if you know?

અને જે વસ્તુઓને તમે (તેની) શરીક બનાવો છો તેનાથી હું કેવી રીતે ડરૂં? જ્યારે તમે એ વાતથી નથી ડરતા કે અલ્લાહનો શરીક (એવાને) બનાવો છો કે જેના વિશે તમારા પર કોઇ દલીલ નાઝિલ થઇ નથી; પછી જો તમે જાણતા હોવ તો કહો કે બંને ફીરકામાંથી ક્યો ફીરકો સલામતી બાબતે વધારે હકદાર છે?

6:82
الَّذينَ آمَنُوا وَ لَمْ يَلْبِسُوا إيمانَهُمْ بِظُلْمٍ أُولئِكَ لَهُمُ الْأَمْنُ وَ هُمْ مُهْتَدُونَ

آن‌ها كه ايمان آوردند، و ايمان خود را با هيچ ستم [و شرك] نيالودند، ايمنى تنها از آن آن‌هاست؛ و آن‌ها هدايت يافتگانند».

Those who believe and do not mix up their faith with iniquity, those are they who shall have the security and they are those who go aright.

જેઓ ઇમાન લાવ્યા અને પોતાના ઇમાનને ઝુલ્મ વડે ખરાબ નથી કર્યુ તેમના જ માટે સલામતી છે અને તેઓજ હિદાયત પામેલા છે.

6:83
وَ تِلْكَ حُجَّتُنا آتَيْناها إِبْراهيمَ عَلى قَوْمِهِ نَرْفَعُ دَرَجاتٍ مَنْ نَشاءُ إِنَّ رَبَّكَ حَكيمٌ عَليمٌ

اين‌ها دلايل ما بود كه به ابراهيم در برابر قومش عطا كرديم. درجات هركس را بخواهيم [و شايسته ببينيم]، بالا مى‌بريم؛ پروردگار تو، حكيم و داناست.

And this was Our argument which we gave to Ibrahim against his people; We exalt in dignity whom We please; surely your Lord is Wise, Knowing.

અને આ અમારી દલીલ હતી જે અમોએ ઇબ્રાહીમને તેની કૌમના મુકાબલામાં અતા કરી હતી; અમે ચાહીએ તેના દરજ્જા બુલંદ કરી દઇએ છીએ; બેશક તારો પરવરદિગાર હિકમતવાળો, જાણકાર છે.

6:84
وَ وَهَبْنا لَهُ إِسْحاقَ وَ يَعْقُوبَ كُلاًّ هَدَيْنا وَ نُوحاً هَدَيْنا مِنْ قَبْلُ وَ مِنْ ذُرِّيَّتِهِ داوُدَ وَ سُلَيْمانَ وَ أَيُّوبَ وَ يُوسُفَ وَ موسى وَ هارُونَ وَ كَذلِكَ نَجْزِي الْمُحْسِنينَ

و اسحاق و يعقوب را به او (ابراهيم) بخشيديم؛ و همه را هدايت كرديم؛ و نوح را [نيز] پيش از آن هدايت نموديم؛ و از فرزندان او، داود و سليمان و ايوب و يوسف و موسى و هارون را [هدايت كرديم]؛ اين‌گونه نيكوكاران را پاداش مى‌دهيم.

And We gave to him Ishaq and Yaqoub; each did We guide, and Nuh did We guide before, and of his descendants, Dawood and Sulaiman and Ayub and Yusuf and Musa and Haroun; and thus do We reward those who do good (to others).

અને અમોએ તેને (ઇબ્રાહીમ અ.સ.ને) ઇસ્હાક અને યાકૂબ અતા કર્યા; દરેકને હિદાયત આપી, અને નૂહને પણ તે પહેલાં હિદાયત આપી હતી અને તેની ઔલાદમાંથી દાવૂદ તથા સુલયમાન તથા ઐયુબ તથા યૂસુફ તથા મૂસા અને હારૂનને પણ (હિદાયત આપી); અને અમે નેકી કરનારાઓને એવી જ રીતે (સારો) બદલો આપીએ છીએ:

6:85
وَ زَكَرِيَّا وَ يحَيىَ‌ وَ عِيسىَ‌ وَ إِلْيَاسَ كلُ‌ٌّ مِّنَ الصَّالِحِين

و [همچنين] زكريا و يحيى و عيسى و الياس را؛ كه همگى از صالحان بودند.

And Zakariya and Yahya and Isa and Ilyas; every one was of the good;

અને ઝકરીયા તથા યહ્યા તથા ઇસા તથા ઇલીયાસને; દરેક સાલેહીનમાંથી હતા:

6:86
وَ إِسْمَاعِيلَ وَ الْيَسَعَ وَ يُونُسَ وَ لُوطًا وَ كُلاًّ فَضَّلْنَا عَلىَ الْعَلَمِين

و اسماعيل و اليسع و يونس و لوط را؛ و همه را بر جهانيان برترى داديم.

And Ismail and Al-Yasha and Yunus and Lut; and every one We made to excel (in) the worlds:

અને ઇસ્માઇલ તથા યસઅ તથા યૂનુસ તથા લૂતને; અને દરેકને દુનિયાવાળાઓ પર ફઝીલત આપી.

6:87
وَ مِنْ ءَابَائهِمْ وَ ذُرِّيَّاتِهِمْ وَ إِخْوَانِهِمْ وَ اجْتَبَيْنَاهُمْ وَ هَدَيْنَاهُمْ إِلىَ‌ صرَِاطٍ مُّسْتَقِيم

و از پدران و فرزندان و برادران آن‌ها [افرادى را برترى بخشيديم] و آنان را برگزيديم و به راه راست، هدايت نموديم.

And from among their fathers and their descendants and their brethren, and We chose them and guided them into the right way.

અને તેમના બાપ દાદાઓ તથા તેમની ઔલાદ તથા તેમના ભાઇઓમાંથી પણ (ફઝીલત આપી); અને અમોએ તેમને ચૂંટી કાઢ્યા અને સેરાતે મુસ્તકીમની હિદાયત કરી.

6:88
ذلِكَ هُدَى اللهِ يَهْدي بِهِ مَنْ يَشاءُ مِنْ عِبادِهِ وَ لَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ ما كانُوا يَعْمَلُونَ

اين، هدايت خداست؛ كه هركس از بندگان خود را بخواهد با آن راهنمايى مى‌كند. و اگر مشرك شوند، آنچه [از اعمال نيك] انجام داده‌اند، نابود مى‌گردد [و نتيجه‌اى عايد آن‌ها نمى‌شود].

This is Allah's guidance, He guides thereby whom He pleases of His servants; and if they had set up others (with Him), certainly what they did would have become ineffectual for them.

આ અલ્લાહની હિદાયત છે; જેના વડે પોતાના બંદાઓમાંથી જેની ચાહે છે હિદાયત કરે છે; અને જો તેમણે (કોઇને અલ્લાહનો) શરીક કર્યો હોત તો ખરેજ તેઓના (નેક) આમાલ બરબાદ થઇ જતે.

6:89
أُولئِكَ الَّذينَ آتَيْناهُمُ الْكِتابَ وَ الْحُكْمَ وَ النُّبُوَّةَ فَإِنْ يَكْفُرْ بِها هؤُلاءِ فَقَدْ وَكَّلْنا بِها قَوْماً لَيْسُوا بِها بِكافِرينَ

آن‌ها كسانى هستند كه كتاب آسمانى و حكم و نبوّت به آنان داديم؛ و اگر اين گروه [مشركان] نسبت به آن كفر ورزند، [آيين حق زمين نمى‌ماند؛ زيرا] كسان ديگرى را نگاهبان آن مى‌سازيم كه نسبت به آن، كافر نيستند.

These are they to whom We gave the book and the wisdom and the prophecy; therefore if these disbelieve in it We have already entrusted with it a people who are not disbelievers in it.

તેઓ એ જ છે કે જેમને અમોએ કિતાબ તથા હુકમ તથા નબુવ્વત અતા કરી. પછી જો અગર તેઓ (કૌમના લોકો) તેનો ઇન્કાર કરે તો અમોએ તે એક એવી કોમ*ને (આ જવાબદારી) સોંપી દઇશુ કે જે તેનો ઇન્કાર નહિં કરશે.

6:90
أُولئِكَ الَّذينَ هَدَى اللهُ فَبِهُداهُمُ اقْتَدِهْ قُلْ لا أَسْئَلُكُمْ عَلَيْهِ أَجْراً إِنْ هُوَ إِلاَّ ذِكْرى لِلْعالَمينَ

آن‌ها كسانى هستند كه خداوند هدايتشان كرده؛ پس به هدايت آنان اقتدا كن؛ [و] بگو: «در برابر اين [رسالت و تبليغ]، پاداشى از شما نمى‌طلبم؛ اين [رسالت، چيزى] جز يك يادآورى براى جهانيان نيست. [و اين وظيفه من است]».

These are they whom Allah guided, therefore follow their guidance. Say: I do not ask you for any reward for it; it is nothing but a reminder to the nations.

તેઓ એ જ છે કે જેમની અલ્લાહે હિદાયત કરી છે; માટે તેમની હિદાયતની જ પૈરવી કર; તું કહે કે હું તમારી પાસે તે માટે (તબલીગ માટે) કાંઇ બદલો માંગતો નથી; એ (તબલીગ) તો બીજું કાંઇ નથી પણ દુનિયાવાળાઓ માટે એક યાદદહાની છે.

← Surah 5 Surah 7 →