سورة الأنفال
Al Anfal
امّا اگر بخواهند به تو خيانت كنند، [تازگى ندارد] آنها پيش از اين [نيز] به خدا خيانت كردند و خداوند [شما را] بر آنها پيروز كرد، خداوند دانا و حكيم است.
And if they intend to act unfaithfully towards you, so indeed they acted unfaithfully towards Allah before, but He gave (you) mastery over them; and Allah is Knowing, Wise.
અને અગર તેઓ તારી સાથે ખયાનત (કરવા)નો ઇરાદો કરે તો (તે કાંઇ નવી વાત નથી) તેઓ અલ્લાહ સાથે અગાઉ પણ ખયાનત કરી ચૂક્યા છે, પણ અલ્લાહે (તમને) તેમના પર કાબૂ આપી દીધો છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
كسانى كه ايمان آوردند و هجرت نمودند و با مال و جان خود در راه خدا جهاد كردند و كسانى كه [به مؤمنان مهاجر] پناه دادند و يارى نمودند، آنها پشتيبان يكديگرند و آنها كه ايمان آوردند و مهاجرت نكردند، هيچگونه ولايتى (تعهّدى) در برابر آنها نداريد تا هجرت كنند. و [تنها] اگر در [حفظ] دين [خود] از شما يارى طلبند، بر شماست كه آنها را يارى كنيد، جز برضدّ گروهى كه ميان شما و آنها، پيمان [ترك مخاصمه] است و خداوند به آنچه انجام مىدهيد، بيناست.
Surely those who believed and fled (their homes) and struggled hard in Allah's way with their property and their souls, and those who gave shelter and helped-- these are guardians of each other; and (as for) those who believed and did not fly, not yours is their guardianship until they fly; and if they seek aid from you in the matter of religion, aid is incumbent on you except against a people between whom and you there is a treaty, and Allah sees what you do.
બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી છે, અને જેમણે અલ્લાહની રાહમાં પોતાના માલ તથા જાનથી જેહાદ કર્યો છે, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી છે, તેઓ એકબીજાના મદદગાર છે; અને જેઓ ઇમાન લાવ્યા છે પણ હિજરત કરી નથી, જ્યાં સુધી તેઓ હિજરત ન કરે ત્યાં સુધી તેઓ પર તમારી કોઇ જવાબદારી નથી, સિવાય કે હિજરત કરે; અને જો તેઓ તમારી પાસે દીન(ની હિફાઝત) બાબતે મદદ માંગે તો તેમને મદદ આપવી તમારા ઉપર લાઝિમ છે, તે સિવાય કે તેમના દુશ્મનો અને તમારી વચ્ચે (લડાઇ ન કરવાનો) કરાર હોય; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ નિહાળે છે.
كسانى كه كافر شدند، اولياء و پشتيبان يكديگرند، اگر اين [دستور] را انجام ندهيد، فتنه و فساد عظيمى در زمين روى مىدهد.
And (as for) those who disbelieve, some of them are the guardians of others; if you will not do it, there will be in the land persecution and great mischief.
અને જે લોકો ઇમાન નથી લાવ્યા, તેઓ (આપસમાં) એક બીજાના મદદગાર છે; અગર તમે (આપસમાં એકબીજાની મદદ કરવાના હુકમ પર) અમલ નહિ કરો તો ઝમીન પર ફિત્નો અને ભયંકર ફસાદ થઇ જશે.
و كسانى كه ايمان آوردند و هجرت نمودند و در راه خدا جهاد كردند، و كسانى كه [به آنها] پناه دادند و يارى نمودند، آنان مؤمنان حقيقىاند، براى آنها، آمرزش [و رحمت خدا] و روزىِ با ارزشى است.
And (as for) those who believed and fled and struggled hard in Allah's way, and those who gave shelter and helped, these are the believers truly; they shall have forgiveness and honorable provision.
અને જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી અને અલ્લાહની રાહમાં જિહાદ કર્યો, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી તેઓ જ હકીકી મોઅમીન છે; તેઓ માટે મગફેરત અને ઉમદા રોઝી છે.
و كسانى كه بعداً ايمان آوردند و هجرت كردند و همراه شما جهاد نمودند، از شما هستند و خويشاوندان نسبت به يكديگر، در احكامى كه خدا مقرّر داشته، [از ديگران] سزاوارترند، خداوند به هر چيزى داناست.
And (as for) those who believed afterwards and fled and struggled hard along with you, they are of you; and the possessors of relationships are nearer to each other in the ordinance of Allah; surely Allah knows all things.
અને જે લોકો ત્યારબાદ ઇમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જેહાદ કર્યો તેઓ તમારામાંથી જ છે; જો કે અલ્લાહના હુકમ પ્રમાણે સગાં વહાલાં એકબીજાના (વારસા) માટે (બીજા લોકો કરતા) વધારે હકદાર છે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.