Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 8

سورة الأنفال

Al Anfal

સુરએ અનફાલ
75 verses Madani Verses 61–70 of 75
8:61
وَ إِنْ جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَها وَ تَوَكَّلْ عَلَى اللهِ‌ إِنَّهُ هُوَ السَّميعُ الْعَليمُ

و اگر تمايل به صلح نشان دهند، تو نيز از در صلح درآى؛ و بر خدا توكّل‌كن، كه او شنوا و داناست.

And if they incline to peace, then incline to it and trust in Allah; surely He is the Hearing, the Knowing.

અને જો તેઓ સુલેહ તરફ જૂકે તો તું પણ તે માટે નરમ બની જા અને અલ્લાહ પર આધાર રાખ; બેશક તે સાંભળનાર અને જાણનાર છે.

8:62
وَ إِنْ يُريدُوا أَنْ يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللهُ هُوَ الَّذي أَيَّدَكَ بِنَصْرِهِ وَ بِالْمُؤْمِنينَ

و اگر بخواهند تو را فريب دهند، خدا براى [حمايت] تو كافى است؛ او همان كسى است كه تو را، با يارى خود و مؤمنان، تأييد كرد.

And if they intend to deceive you-- then surely Allah is sufficient for you; He it is Who strengthened you with His help and with the believers

અને જો તેઓ તને છેતરવા ચાહે તો બેશક અલ્લાહ તારા માટે બસ છે; તે એ જ છે જેણે પોતાની મદદ વડે તથા મોઅમીનોની (મદદ) વડે તને ટેકો આપ્યો.

8:63
وَ أَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ لَوْ أَنْفَقْتَ ما فِي الْأَرْضِ جَميعاً ما أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَ لكِنَّ اللهَ‌ أَلَّفَ بَيْنَهُمْ إِنَّهُ عَزيزٌ حَكيمٌ

و دل‌هاى آن‌ها را با هم، پيوند داد. اگر تمام آنچه را روى زمين است صرف مى‌كردى كه ميان دل‌هاى آنان پيوند دهى، نمى‌توانستى؛ ولى خداوند در ميان آن‌ها پيوند ايجاد كرد. زيرا او توانا و حكيم است.

And united their hearts; had you spent all that is in the earth, you could not have united their hearts, but Allah united them; surely He is Mighty, Wise.

અને તેમના દિલોને જોડી દીધા છે જો ઝમીનમાં જે કાંઇ છે તે સઘળું જ તું ખર્ચી નાખતે તો પણ તેમના દિલોને જોડી શકતે નહિ, પણ અલ્લાહે તેમના દિલોને જોડી દીધા છે કારણકે અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

8:64
يا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللهُ وَ مَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنينَ

اى پيامبر! خداوند و مؤمنانى كه از تو پيروى مى‌كنند، براى [حمايت] تو كافىست [فقط بر آن‌ها تكيه كن].

O Prophet! Allah is sufficient for you and (for) such of the believers as follow you.

અય નબી ! અલ્લાહ તારા માટે પૂરતો છે અને તે મોઅમીનો માટે* પણ કે જેઓ તને અનુસરે છે.

8:65
يا أَيُّهَا النَّبِيُّ حَرِّضِ الْمُؤْمِنينَ عَلَى الْقِتالِ إِنْ يَكُنْ مِنْكُمْ عِشْرُونَ صابِرُونَ يَغْلِبُوا مِائَتَيْنِ وَ إِنْ يَكُنْ مِنْكُمْ مِائَةٌ يَغْلِبُوا أَلْفاً مِنَ الَّذينَ كَفَرُوا بِأَنَّهُمْ قَوْمٌ لا يَفْقَهُونَ

اى پيامبر! مؤمنان را به جنگ [با دشمنان خطرناك] برانگيز. هرگاه از شما بيست نفر با استقامت باشند، بر دويست نفر غلبه مى‌كنند و اگر صد نفر باشند، بر هزار نفر از كسانى‌كه كافر شدند، پيروز مى‌گردند، چراكه ‌آن‌ها گروهى هستند كه نمى‌فهمند.

O Prophet! urge the believers to war; if there are twenty patient ones of you they shall overcome two hundred, and if there are a hundred of you they shall overcome a thousand of those who disbelieve, because they are a people who do not understand.

અય નબી ! મોઅમીનોને જેહાદ માટે હોસલા અફઝાઇ (પ્રોત્સાહિત) કર; અગર તમારામાંથી વીસ સબ્ર કરનારા (અડગ રહેનાર) હશે તો તેઓ બસો ઉપર ગાલીબ રહેશે, અને જો તમારામાંથી એક સો હશે તો એક હજાર નાસ્તિકો પર ગાલીબ થશે, એ માટે કે તે એવી કોમ છે કે જે સમજી શકતી નથી.

8:66
الْآنَ خَفَّفَ اللهُ عَنْكُمْ وَ عَلِمَ أَنَّ فيكُمْ ضَعْفاً فَإِنْ يَكُنْ مِنْكُمْ مِائَةٌ صابِرَةٌ يَغْلِبُوا مِائَتَيْنِ وَ إِنْ يَكُنْ مِنْكُمْ أَلْفٌ يَغْلِبُوا أَلْفَيْنِ بِإِذْنِ اللهِ‌ وَ اللهُ مَعَ الصَّابِرينَ

هم اكنون خداوند به شما تخفيف داد و دانست كه در شما نوعى ضعف است، بنابراين هرگاه از شما يكصد نفر با استقامت باشند، بر دويست نفر پيروز مى‌شوند و اگر يك‌هزار نفر باشند، به خواست خدا بر دوهزار نفر غلبه خواهند كرد و خدا با صابران است.

For the present Allah has made light your burden, and He knows that there is weakness in you; so if there are a hundred patient ones of you they shall overcome two hundred, and if there are a thousand they shall overcome two thousand by Allah's permission, and Allah is with the patient.

અલ્લાહે તમારી કમજોરી જાણીને તમારા બોજને હળવો કર્યો માટે હવે જો તમારામાંથી સો સબ્ર કરનારા હશે તો તેઓ અલ્લાહના હુકમથી બસો ઉપર ગાલીબ રહેશે, અને તમારામાંથી જો હજાર હશે તો બે હજાર ઉપર ગાલીબ થશે; અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.

8:67
ما كانَ لِنَبِيٍّ أَنْ يَكُونَ لَهُ أَسْرى حَتَّى يُثْخِنَ فِي الْأَرْضِ تُريدُونَ عَرَضَ الدُّنْيا وَ اللهُ يُريدُ الْآخِرَةَ وَ اللهُ عَزيزٌ حَكيمٌ

هيچ پيامبرى حق ندارد اسيرانى [از دشمن] بگيرد تا زمانى‌كه كاملاً بر آن‌ها غلبه كند. شما متاع ناپايدار دنيا را مى‌خواهيد [و مايليد اسيران بيشترى بگيريد، تا با گرفتن فديه آزاد كنيد] ولى خداوند، سراى ديگر را [براى شما] مى‌خواهد و خداوند توانا و حكيم است.

It is not fit for a prophet that he should take captives unless he has fought and triumphed in the land; you desire the frail goods of this world, while Allah desires (for you) the hereafter; and Allah is Mighty, Wise.

જ્યાં સુધી દુશ્મનોને ઝમીન ઊપર કમજોર ન બનાવી દે ત્યાં સુધી કોઇ નબી પાસે કેદીનું હોવુ મુનાસિબ (યોગ્ય) નથી, તમે માલે દુનિયા ચાહો છો, જયારે કે અલ્લાહ (તમારા માટે) આખેરત ચાહે છે, અને અલ્લાહ જબરદસ્ત, હિકમતવાળો છે.

8:68
لَوْ لا كِتابٌ مِنَ اللهِ‌ سَبَقَ لَمَسَّكُمْ فيما أَخَذْتُمْ عَذابٌ عَظيمٌ

اگر آنچه خداوند از قبل مقرّر‌ داشته، نبود [كه بدون ابلاغ، هيچ امّتى را كيفر ندهد] به ‌خاطر چيزى [اسيرانى] كه گرفتيد، مجازات بزرگى به شما مى‌رسيد.

Were it not for an ordinance from Allah that had already gone forth, surely there would have befallen you a great chastisement for what you had taken to.

જો અલ્લાહે (કોઇને હુકમ પહોંચાડ્યા સિવાય નાફરમાની બાબતે સજા કરવી નહી એવુ) લખ્યુ ન હોત તો ખરેખર જે કાંઇ તમોએ (બદ્રના કૈદીઓ પાસેથી) લીધું છે તેના સબંધમાં તમારા ઉપર ઘણો મોટો અઝાબ નાઝિલ કરત.

8:69
فكُلُوا مِمّا غَنِمْتُمْ حَلالاً طَيِّباً وَ اتَّقُوا اللهَ إِنَّ اللهَ غَفُورٌ رَحيمٌ

از آنچه به غنيمت گرفته‌ايد، حلال و پاكيزه بخوريد و از [مخالفت فرمان] خدا بپرهيزيد، خداوند آمرزنده و مهربان است.

Eat then of the lawful and good (things) which you have acquired in war, and be careful of (your duty to) Allah; surely Allah is Forgiving, Merciful.

તો હવે તમોએ ગનીમત તરીકે જે કાંઇ લીધું છે તેમાંથી હલાલ અને પાક ખાઇ લો અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

8:70
يا أَيُّهَا النَّبِيُّ قُلْ لِمَنْ في أَيْديكُمْ مِنَ الْأَسْرى إِنْ يَعْلَمِ اللهُ في قُلُوبِكُمْ خَيْراً يُؤْتِكُمْ خَيْراً مِمَّا أُخِذَ مِنْكُمْ وَ يَغْفِرْ لَكُمْ وَ اللهُ غَفُورٌ رَحيمٌ

اى پيامبر! به كسانى ‌كه در دست شما اسيرند بگو: «اگر خداوند، خيرى در دل‌هاى شما ببيند، [و نيّات پاكى داشته باشيد] بهتر از آنچه از شما گرفته شده به شما مى‌دهد و شما را مى‌بخشد و خداوند آمرزنده و مهربان است».

O Prophet! say to those of the captives who are in your hands: If Allah knows anything good in your hearts, He will give to you better than that which has been taken away from you and will forgive you, and Allah is Forgiving, Merciful.

અય નબી ! જે કૈદીઓ તમારા કબ્જામાં છે તેમને કહી દે કે અગર અલ્લાહ તમારા દિલોમાં નેકી (સારો ઇરાદો) જોશે તો તમારી પાસેથી જે કાંઇ (લઇ) લેવામાં આવ્યું છે તે કરતાંય બેહતર તમને આપશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

← Surah 7 Surah 9 →