سورة مريم
Maryam
از اينرو كه براى خداوند رحمان فرزندى قائل شدند!
That they ascribe a son to the Beneficent Allah.
કે તેઓ રહેમાન (અલ્લાહ)ને ફરઝંદ હોવાનો દાવો કરે છે.
درحالىكه سزاوار نيست خداوند رحمان، فرزندى اختيار كند!
And it is not worthy of the Beneficent Allah that He should take (to Himself) a son.
પરંતુ રહેમાન (અલ્લાહ) માટે યોગ્ય નથી કે પોતાના માટે ફરઝંદ પસંદ કરે.
تمام كسانى كه در آسمانها و زمين هستند، تنها بهسوى خداوند رحمان مىآيند درحالىكه بندهی اويند.
There is no one in the heavens and the earth but will come to the Beneficent Allah as a servant.
આસમાન તથા ઝમીનમાં કોઇપણ એવો નથી સિવાય કે તે રહેમાન (પરવરદિગાર)ની પાસે બંદો બનીને આવશે.
خداوند همهی آنها را احصا كرده، و كاملاً شمارش كرده است.
Certainly He has a comprehensive knowledge of them and He has numbered them a (comprehensive) numbering.
બેશક અમે તેઓની ગણતરી કરી, સંપૂર્ણ રીતે ગણતરી કરી.
و همگى روز رستاخيز، تك و تنها نزد او حاضر مىشوند.
And every one of them will come to Him on the day of resurrection alone.
અને તેમાંનો દરેક કયામતના દિવસે તેની પાસે એકલો આવશે.
بهيقين كسانى كه ايمان آورده و كارهاى شايسته انجام دادهاند، بهزودى خداوند رحمان محبّتى براى آنان [در دلها] قرار مىدهد!
Surely (as for) those who believe and do good deeds for them will Allah bring about love.
બેશક જેઓ ઇમાન લાવ્યા તથા નેક અમલ કર્યા નજીકમાં જ રહેમાન (અલ્લાહ) તેઓ માટે (દિલોમાં) મોહબ્બત* પૈદા કરી દેશે.
و ما فقط قرآن را بر زبان تو آسان ساختيم براى آنكه پرهيزگاران را بهوسيلهی آن بشارت دهى، و گروه دشمنان سرسخت را با آن انذاركنى.
So We have only made it easy in your tongue that you may give good news thereby to those who guard (against evil) and warn thereby a vehemently contentious people.
હકીકતમાં અમોએ આ (કુરઆન) તારી ઝબાન પર સહેલું કરી દીધું છે. જેથી તું પરહેઝગારોને ખુશખબર સંભળાવે અને ઝઘડાખોરોને અઝાબે ઇલાહીથી ચેતવે.
چه بسيار اقوام [بىايمان و گنهكارى] را كه پيش از آنان هلاك كرديم؛ آيا [اثرى] از هيچيك از آنها احساس مىكنى؟! يا كمترين صدايى از آنان مىشنوى؟!
And how many a generation have We destroyed before them! Do you see any one of them or hear a sound of them?
અને અમોએ તેમની પહેલાં કેટલીયે નસ્લોનો નાશ કરી નાખ્યો છે. શું તું તેઓમાંથી કોઇ એકના હોવાનો અહેસાસ કરે છે? અથવા તેમનો ધીમો અવાજ સાંભળે છે?