سورة الكهف
Al Kahf
حمد مخصوص خدايى است كه اين كتاب را بر بنده [برگزيده] اش نازل كرد، و هيچگونه كژى در آن قرار نداد.
(All) praise is due to Allah, Who revealed the Book to His servant and did not make in it any crookedness.
તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેણે પોતાના બંદા ઉપર કિતાબ નાઝિલ કરી અને તેમાં કોઇ વક્રતા રાખી નથી.
درحالىكه پايدار و بر پا دارندهی [ديگر كتب آسمانى] است؛ تا از جانب او [بدكاران را] از عذاب شديدى بترساند؛ و مؤمنانى را كه كارهاى شايسته انجام مىدهند، بشارت دهد كه پاداش نيكويى براى آنهاست.
Rightly directing, that he might give warning of severe punishment from Him and give good news to the believers who do good that they shall have a goodly reward,
સીધો રસ્તો દેખાડનારી (કિતાબ છે) કે જેથી તેના તરફથી આવનાર સખત અઝાબથી (ગુનેહગારોને) ડરાવે અને મોઅમીનો કે જેઓ નેકી કરે છે તેમને ખુશખબર આપે કે તેમના માટે સારો બદલો છે.
[همان بهشت برين] كه جاودانه در آن خواهند ماند.
Staying in it for ever;
જેમાં તેઓ હંમેશા રહેશે:
و [نيز] آنها را كه گفتند: «خداوند، فرزندى اختيار كرده است»، انذار كند.
And warn those who say: Allah has taken a son.
અને જેઓ એમ કહે છે કે અલ્લાહે એક ફરઝંદ પસંદ કર્યો છે, તેઓને અલ્લાહના અઝાબથી ડરાવે.
نه آنها [هرگز] به اين سخن يقين دارند، و نه پدرانشان. سخن بزرگى از دهانشان خارج مىشود! آنها فقط دروغ مىگويند!
They have no knowledge of it, nor had their fathers; a grievous word it is that comes out of their mouths; they speak nothing but a lie.
ન તેઓને તેનું ઇલ્મ છે, ન તેઓના બાપદાદાઓને હતું, તેઓના મુખેથી મોટી વાત નીકળે છે; તેઓ જૂઠું બોલે છે.
گويى مىخواهى، خود را به خاطر اعمال آنها از غم و اندوه هلاك كنى اگر به اين گفتار ايمان نياورند!
Then maybe you will kill yourself with grief, sorrowing after them, if they do not believe in this announcement.
અગર તેઓ આ વાત ઉપર ઇમાન નહિં લાવે, તો જાણે અફસોસમાં તુ તારી જાતને હલાક કરી નાખીશ!
ما آنچه را روى زمين است زينت آن قرارداديم، تا آنها را بيازماييم كه كداميك داراى بهترين عمل هستند.
Surely We have made whatever is on the earth an embellishment for it, so that We may try them (as to) which of them is best in works.
ખરેખર અમોએ ઝમીન પર જે કાંઇ છે તેને સુશોભિત બનાવ્યું કે જેથી અમે તેઓને અજમાવીએ કે તેમનામાંથી સૌથી સારા કાર્ય કરનાર કોણ છે.
[ولى اين زيورها پايدار نيست]، و ما [سرانجام] آنچه را بر روى زمين است خاك بىحاصلى قرار مىدهيم.
And most surely We will make what is on it bare ground without herbage.
અને (છેવટે) અમે તેની ઉપર જે કાંઇ છે તેને ઉજ્જડ મેદાનની ધૂળ બનાવી દેશું.
آيا گمان كردى اصحاب كهف و رقيم از آيات شگفتانگيز ما بودند؟!
Or, do you think that the Fellows of the Cave and the Inscription were of Our wonderful signs?
અથવા શું તું એવું ગુમાન કરે છે કે અસ્હાબે કહફ (ગુફાવાળા) તથા અસ્હાબે રકીમ (શીલા લેખવાળાઓ) અમારી અજબ જેવી નિશાનીઓમાંથી હતા?!
زمانى را [به خاطر بياور] كه آن جوانان به غار پناه بردند، و گفتند: «پروردگارا! از سوى خودت رحمتى به ما عطا كن، و از كار [فرو بسته] ما راه نجاتى بر ايمان فراهم ساز».
When the youths sought refuge in the cave, they said: Our Lord! grant us mercy from Thee, and provide for us a right course in our affair.
જ્યારે નવયુવાનોએ ગુફામાં પનાહ લીધી ત્યારે તેમણે કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમને તારી પાસેથી રહેમત અતા કર અને અમારા કાર્યોમાં અમને હિદાયત આપ.