Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 281–286 of 286
2:281
وَ اتَّقُوا يَوْماً تُرْجَعُونَ فيهِ إِلَى اللهِ ثُمَّ تُوَفَّى كُلُّ نَفْسٍ ما كَسَبَتْ وَ هُمْ لا يُظْلَمُونَ

و از روزى بپرهیزید [و بترسید] که در آن روز، به‌سوى خدا بازگردانده مى‌شوید؛ سپس به هرکس، [پاداشِ] آنچه را انجام داده، به طور کامل بازپس داده‌ مى‌شود؛ ‌و به آنها ستم نخواهد شد.

And guard yourselves against a day in which you shall be returned to Allah; then every soul shall be paid back in full what it has earned, and they shall not be dealt with unjustly.

અને તે દિવસથી ડરો કે જે દિવસે અલ્લાહની હજૂરમાં તમો પાછા ફેરવવામાં આવશો; પછી દરેકને તેના કાર્યોનો પૂરેપુરો બદલો મળશે અને તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નહિ.

2:282
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِذا تَدايَنْتُمْ بِدَيْنٍ إِلى أَجَلٍ مُسَمًّى فَاكْتُبُوهُ وَ لْيَكْتُبْ بَيْنَكُمْ كاتِبٌ بِالْعَدْلِ وَ لا يَأْبَ كاتِبٌ أَنْ يَكْتُبَ كَما عَلَّمَهُ أللهُ فَلْيَكْتُبْ وَ لْيُمْلِلِ الَّذي عَلَيْهِ الْحَقُّ وَ لْيَتَّقِ أللهَ رَبَّهُ وَ لا يَبْخَسْ مِنْهُ شَيْئاً فَإِنْ كانَ الَّذي عَلَيْهِ الْحَقُّ سَفيهاً أَوْ ضَعيفاً أَوْ لا يَسْتَطيعُ أَنْ يُمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهُ بِالْعَدْلِ وَ اسْتَشْهِدُوا شَهيدَيْنِ مِنْ رِجالِكُمْ فَإِنْ لَمْ يَكُونا رَجُلَيْنِ فَرَجُلٌ وَ امْرَأَتانِ مِمَّنْ تَرْضَوْنَ مِنَ الشُّهَداءِ أَنْ تَضِلَّ إِحْداهُما فَتُذَكِّرَ إِحْداهُمَا الْأُخْرى وَ لا يَأْبَ الشُّهَداءُ إِذا ما دُعُوا وَ لا تَسْئَمُوا أَنْ تَكْتُبُوهُ صَغيراً أَوْ كَبيراً إِلى أَجَلِهِ ذلِكُمْ أَقْسَطُ عِنْدَ اللهِ وَ أَقْوَمُ لِلشَّهادَةِ وَ أَدْنى أَلاَّ تَرْتابُوا إِلاَّ أَنْ تَكُونَ تِجارَةً حاضِرَةً تُديرُونَها بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُناحٌ أَلاَّ تَكْتُبُوها وَ أَشْهِدُوا إِذا تَبايَعْتُمْ وَ لا يُضَارَّ كاتِبٌ وَ لا شَهيدٌ وَ إِنْ تَفْعَلُوا فَإِنَّهُ فُسُوقٌ بِكُمْ وَ اتَّقُوا أللهَ وَ يُعَلِّمُكُمُ أللهُ وَ أللهُ بِكُلِّ شَيْ‌ءٍ عَليمٌ

اى کسانى که ایمان آورده‌اید! هنگامى که بدهى مدّت‌دارى [به‌خاطر وام یا داد و ستد] به یکدیگر پیدا کنید، آن را بنویسید. و باید نویسنده‌اى از روى عدالت، [سند را] در میان شما بنویسد. و کسى که قدرت بر نویسندگى دارد، نباید از نوشتن ‌ همان‌طور که خدا به او تعلیم داده ‌ خوددارى کند! پس باید بنویسد. و آن‌کس که حقّ بر عهده‌ی اوست، باید املا کند؛ ‌و از خدا که پروردگار اوست بپرهیزد؛ ‌و چیزى را از آن فروگذار ننماید. و اگر کسى که حقّ بر عهده‌ی اوست، سفیه یا ضعیف [و دیوانه] است، یا [به‌ خاطر لال‌بودن، ] توانایى بر املا‌کردن ندارد، باید ولىّ او [به جاى او، ] با رعایت عدالت، املا کند. و دو نفر از مردان [عادل] خود را [بر این حقّ] شاهد بگیرید؛ ‌و اگر دو مرد نبودند، یک مرد و دو زن، از کسانى که مورد رضایت و اطمینان شما هستند، انتخاب کنید! تا اگر یکى از آن دو انحرافى یافت، دیگرى به او یادآورى کند. و هنگامى که شهود را [براى اداى شهادت] دعوت مى‌کنند، نباید خوددارى نمایند. و از نوشتن بدهىِ مدّت‌دار، چه کوچک باشد یا بزرگ، ملول نشوید [هر‌چه باشد بنویسید]. این‌کار، در نزد خدا به عدالت نزدیکتر، و براى شهادت مطمئن‌تر، و براى جلوگیرى از تردید [و نزاع] بهتر مى‌باشد؛ مگر این که داد و ستد نقدى باشد که بین خود، دست به دست مى‌کنید. در این صورت، باکى بر شما نیست که آن را ننویسید. ولى هنگامى که خرید و فروش [نقد] مى‌کنید. شاهد بگیرید. و نباید به نویسنده و شاهد، [به‌ خاطر حق‌گویى،] زیانى برسد. و اگر چنین کنید، از فرمان پروردگار خارج شده‌اید. از [مخالفت فرمان] خدا بپرهیزید. و خداوند به شما تعلیم مى‌دهد؛ ‌خداوند به همه چیز داناست.

O you who believe! when you deal witheach other in contracting a debt for a fixed time, then write it down; and let a scribe write it down between you with fairness; and the scribe should not refuse to write as Allah has taught him, so he should write; and let him who owes the debt dictate, and he should be careful of (his duty to) Allah, his Lord, and not diminish anything from it; but if he who owes the debt is unsound in understanding, or weak, or (if) he is not able to dictate himself, let his guardian dictate with fairness; and call in to witness from among your men two witnesses; but if there are not two men, then one man and two women from among those whom you choose to be witnesses, so that if one of the two errs, the second of the two may remind the other; and the witnesses should not refuse when they are summoned; and be not averse to writing it (whether it is) small or large, with the time of its falling due; this is more equitable in the sight of Allah and assures greater accuracy in testimony, and the nearest (way) that you may not entertain doubts (afterwards), except when it is ready merchandise which you give and take among yourselves from hand to hand, then there is no blame on you in not writing it down; and have witnesses when you barter with one another, and let no harm be done to the scribe or to the witness; and if you do (it) then surely it will be a transgression in you, and be careful of (your duty) to Allah, Allah teaches you, and Allah knows all things.

અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે કોઈ ચોક્કસ મુદ્દત માટે પરસ્પર કર્ઝની લેવડદેવડ કરો તો તે લખી લ્યો; અને એક લખનાર તમારી વચ્ચે ઇન્સાફથી લખે, અને જેવી રીતે અલ્લાહે લખનારને શીખવ્યું છે તેવી રીતે લખવાથી ઇન્કાર ન કરે, અને જે કર્ઝ લેનાર હોય તે લખનાર પાસે લખાવે અને તેના માટે જરૂરી છે કે અલ્લાહથી ડરીને લખાવે અને કર્ઝ આપનારનો કોઈ હક ઓછો કરે નહિ; પછી જો તે કર્ઝ લેનાર મૂર્ખ અથવા કમજોર હોય અને તે લખાવી શકતો ન હોય તો તેનો વાલી ન્યાયસર લખાવે; અને તમારામાંથી બે પુરૂષોને ગવાહ રાખો, પછી જો બે પુરૂષો (હાજર) ન હોય તો એક પુરૂષ અને બે ઔરતો, જે તમે ગવાહ માટે પસંદ કરો તેને ગવાહ બનાવો કે જેથી તેમાંથી એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે; અને તે ગવાહોને બોલાવવામાં આવે ત્યારે તેઓ ઈન્કાર કરે નહિ; અને તમે નાના કે મોટા મામલા માટે મુદ્દત લખવામાં અણગમો ન રાખો (મૌખિક) ગવાહી કરતા (લેખિત) અલ્લાહ પાસે વધુ ન્યાયસર છે અને પુરાવા (માટે)ની વધારે સબળ સાબિતી છે, જેથી તમને શંકા ઉત્પન્ન થાય નહિ, સિવાય કે રોકડ લેવડ-દેવડ હોય. જે તમે આપસમાં કરો તે કદાચને તમે લખો નહિ તો તે માટે તમારા ઉપર કાંઈ હરજ નથી; અને જે વેળા તમે આપસમાં લેવડદેવડ કરો ત્યારે ગવાહ રાખો, અને લખનાર તથા ગવાહને (હક બયાન કરવાના કારણે) કોઇ નુકસાન ન પહોંચાડો અને જો તમે (નુકસાન પહોંચાડયું તો) નાફરમાની કરી, અલ્લાહની (નાફરમાનીથી) બચો; તે તમને (સહી ઇલ્મ) શીખવાડે છે; અને અલ્લાહ દરેક વસ્તુની સંપૂર્ણ જાણ રાખે છે.

2:283
وَ إِنْ كُنْتُمْ عَلى سَفَرٍ وَ لَمْ تَجِدُوا كاتِباً فَرِهانٌ مَقْبُوضَةٌ فَإِنْ أَمِنَ بَعْضُكُمْ بَعْضاً فَلْيُؤَدِّ الَّذِي اؤْتُمِنَ أَمانَتَهُ وَ لْيَتَّقِ أللهَ رَبَّهُ وَ لا تَكْتُمُوا الشَّهادَةَ وَ مَنْ يَكْتُمْها فَإِنَّهُ آثِمٌ قَلْبُهُ وَ أللهُ بِما تَعْمَلُونَ عَليمٌ

اگر در سفر بودید و نویسنده‌اى نیافتید، [طلبکار، چیزى را] گروگان بگیرد و اگر به یکدیگر اطمینان [کامل] داشته ‌باشید، [گروگان لازم نیست، و] باید کسى که [بدون گروگان] امین شمرده شده، امانت [و بدهى خود را به‌موقع] بپردازد؛ ‌و از خدایى که پروردگار اوست، بپرهیزد. و شهادت را کتمان نکنید. و هر‌کس آن را کتمان کند، قلبش گناهکار است. و خداوند، به آنچه انجام مى‌دهید، داناست.

And if you are upon a journey and you do not find a scribe, then (there may be) a security taken into possession; but if one of you trusts another, then he who is trusted should deliver his trust, and let him be careful (of his duty to) Allah, his Lord; and do not conceal testimony, and whoever conceals it, his heart is surely sinful; and Allah knows what you do.

અને જો તમે મુસાફરીમાં હોવ અને કોઈ લખનાર ન મળે તો તે ગિરવી (રાખી) લેવામાં આવે; પણ જો તમારામાંથી એક બીજાને અમાનતદાર સમજે તો જેને અમાનતદાર સમજવામાં આવ્યો હોય તેના માટે જરૂરી છે કે આપનારની અમાનત પાછી સોંપી દે અને (આ બાબતે) અલ્લાહની (નાફરમાનીથી) બચો કે જે તેનો પરવરદિગાર છે; અને તમે ગવાહીને સંતાડો નહિ; અને જે તે (ગવાહી)ને સંતાડશે તેનું દિલ ખરેખર ગુનેહગાર છે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.

2:284
لِلهِ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ إِنْ تُبْدُوا ما في أَنْفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحاسِبْكُمْ بِهِ أللهُ فَيَغْفِرُ لِمَنْ يَشاءُ وَ يُعَذِّبُ مَنْ يَشاءُ وَ أللهُ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

آنچه در آسمان‌ها و زمین است، از آنِ خداست. و اگر آنچه را در دل‌هایتان دارید، آشکار سازید یا پنهان، خداوند شما را مطابق آن، محاسبه مى‌کند. سپس هر‌کس را بخواهد [و شایسته باشد]، مى‌بخشد؛ ‌و هر‌کس را بخواهد [و استحقاق داشته ‌باشد]، مجازات مى‌کند. و خداوند بر هر چیزى تواناست.

Whatever is in the heavens and whatever is in the earth is Allah's; and whether you manifest what is in your minds or hide it, Allah will call you to account according to it; then He will forgive whom He pleases and chastise whom He pleases, and Allah has power over all things.

જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને જે કાંઈ તમારા દિલોમાં છે તે તમે જાહેર કરો યા છૂપાવો. અલ્લાહ તેનો હિસાબ તમારી પાસેથી લેશે; પછી જેને ચાહશે માફ કરી દેશે અને જેને ચાહશે સજા કરશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

2:285
آمَنَ ألرّسول بِما أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَ الْمُؤْمِنُونَ كُلٌّ آمَنَ بِاللهِ وَ مَلائِكَتِهِ وَ كُتُبِهِ وَ رُسُلِهِ لا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَ قالُوا سَمِعْنا وَ أَطَعْنا غُفْرانَكَ رَبَّنا وَ إِلَيْكَ الْمَصيرُ

پیامبر، به آنچه از سوى پروردگارش بر او نازل شده، ایمان آورده است؛ ‌و همه‌‌ی مؤمنین [نیز]، به خدا و فرشتگانش و کتاب‌هاى او و فرستادگانش، ایمان آورده‌اند؛ ‌ [و گفتند:] «ما در میان هیچ یک از پیامبران او، فرق نمى‌گذاریم [و به همه ایمان داریم]». و گفتند: «شنیدیم و اطاعت کردیم. پروردگارا! به آمرزشِ تو امیدواریم؛ ‌و بازگشت [ما] به‌سوى توست».

The apostle believes in what has been revealed to him from his Lord, and (so do) the believers; they all believe in Allah and His angels and His books and His apostles; We make no difference between any of His apostles; and they say: We hear and obey, our Lord! Thy forgiveness (do we crave), and to Thee is the eventual course.

રસૂલ તેના પર ઈમાન લાવ્યા છે* જે તેના પર તેના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે. અને બધા મોઅમીનો (પણ); અલ્લાહ પર તથા તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે; (એમ કહીને કે) અમે તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા નથી; અને તેઓ (વળી એમ પણ) કહે છે કે અમોએ સાંભળ્યું તથા ઇતાઅત કરી, અય અમારા પરવરદિગાર! અમે તારી જ મગફેરત ચાહીએ છીએ અને (અમારૂં) પાછું ફરવાનું તારી જ તરફ છે.

2:286
لا يُكَلِّفُ أللهُ نَفْساً إِلاَّ وُسْعَها لَها ما كَسَبَتْ وَ عَلَيْها مَا اكْتَسَبَتْ رَبَّنا لا تُؤاخِذْنا إِنْ نَسينا أَوْ أَخْطَأْنا رَبَّنا وَ لا تَحْمِلْ عَلَيْنا إِصْراً كَما حَمَلْتَهُ عَلَى الَّذينَ مِنْ قَبْلِنا رَبَّنا وَ لا تُحَمِّلْنا ما لا طاقَةَ لَنا بِهِ وَ اعْفُ عَنَّا وَ اغْفِرْ لَنا وَ ارْحَمْنا أَنْتَ مَوْلانا فَانْصُرْنا عَلَى الْقَوْمِ الْكافِرينَ

خداوند هیچ کس را، جز به اندازه‌ي تواناییش، تکلیف نمى‌کند. [انسان،] هر کار [نیکى] را انجام دهد، به‌ سود خود انجام داده؛ ‌و هر کار [بدى] کند، به زیان خودکرده‌است. [مؤمنین مى‌گویند:] «پروردگارا! اگر ما فراموش یا خطا کردیم، ما را مؤاخذه مکن. پروردگارا! تکلیف سنگینى بر ما قرار مده، آن‌چنان که [به‌خاطر گناه و طغیان، ] بر کسانى که پیش از ما بودند، قرار دادى. پروردگارا! آنچه طاقت تحمّل آن را نداریم، بر ما مقرّر مدار و ما را عفو کن و بیامرز و مورد رحمت خود قرار ده. تو مولا و سرپرست مایى، پس ما را بر جمعیّت کافران، پیروز گردان».

Allah does not impose upon any soul a duty but to the extent of its ability; for it is (the benefit of) what it has earned and upon it (the evil of) what it has wrought: Our Lord! do not punish us if we forget or make a mistake; Our Lord! do not lay on us a burden as Thou didst lay on those before us, Our Lord do not impose upon us that which we have not the strength to bear; and pardon us and grant us protection and have mercy on us, Thou art our Patron, so help us against the unbelieving people.

અલ્લાહ કોઈ નફસ (વ્યક્તિ)ને તેના ગજા ઊપરાંત જવાબદારી સોંપતો નથી, તેણે જે (નેકી) હાંસિલ કરી છે તેનો (અજ્ર) તેના જ માટે છે અને જે (બૂરાઇ) હાંસિલ કરી છે તેની (સજા પણ) તેના જ માટે છે; અય અમારા પરવરદિગાર! જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહિ, અને અય અમારા પરવરદિગાર! અમારા પર એવો (જવાબદારીનો) બોજો નાખજે નહિ જેવો કે અમારી પહેલાં થઈ જનારાઓ પર નાખ્યો હતો, અને અય અમારા પરવરદિગાર ! અને જેની અમારામાં શકિત નથી એવો (જવાબદારીનો) બોજ અમારા ઊપર ન નાખ અને અમારાથી દરગુજર કર, અને અમને માફ કરી દે, અને અમારા પર રહેમ કર, તું (જ) અમારો સરપરસ્ત છો માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર.

← Surah 1 Surah 3 →