سورة البقرة
Al Baqara
اگر صدقات [و انفاقهاى خود] را آشکار کنید، خوب است؛ و اگر آنها را مخفى ساخته و به نیازمندان بدهید، براى شما بهتر است؛ و از گناهان شما مىکاهد؛ و خداوند به آنچه انجام مىدهید، آگاه است.
If you give alms openly, it is well, and if you hide it and give it to the poor, it is better for you; and this will do away with some of your evil deeds; and Allah is aware of what you do.
જો તમે (તમારા) સદકા ખુલ્લી રીતે આપો તો તે સારૂં છે, અને જો તમે છૂપું રાખીને મોહતાજોને આપો તો તે તમારા હકમાં બેહતર છે; અને તેના થકી તમારા અમુક ગુનાહો માફ થઇ જશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.
هدایت آنها [بهطور اجبار] بر تو نیست؛ [بنابراین، ترک انفاق به غیر مسلمانان، براى اجبار به اسلام، صحیح نیست؛] ولى خداوند، هرکه را بخواهد [و شایسته باشد]، هدایت مىکند. و آنچه را از اموال نیکو انفاق مىکنید، به سود خودتان است؛ [و خدا به آن نیازى ندارد] ولى جز براى رضاى خدا، انفاق نکنید. و آنچه از اموال نیکو انفاق مىکنید، [پاداش آن] به طور کامل به شما بازگردانده مىشود؛ و به شما ستم نخواهد شد.
To make them walk in the right way is not incumbent on you, but Allah guides aright whom He pleases; and whatever good thing you spend, it is to your own good; and you do not spend but to seek Allah's pleasure; and whatever good things you spend shall be paid back to you in full, and you shall not be wronged.
(અય પયગંબર જબરદસ્તી સાથે) તેઓની હિદાયતની જવાબદારી તારા માથે નથી (તેઓ ઊપર ખર્ચ કરવાથી હાથ રોકો નહી) પણ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત કરે છે; અને તમે જે કાંઈ રાહે ખુદામાં વાપરો છો તે તમારા પોતાના જ માટે છે; અને તે ઇન્ફાક (ખર્ચ) અલ્લાહની ખુશી હાંસિલ કરવા સિવાય બીજા કોઈ હેતુસર કરો નહિ; અને તમારા માલમાંથી જે કાંઈ પણ તમે ખૈરમાં ઇન્ફાક (ખર્ચ) કરો છો તેનો પૂરેપૂરૂ વળતર તમને આપવામાં આવશે અને તમારી સાથે જરાપણ ઝૂલ્મ કરવામાં આવશે નહિ.
[بهتر است انفاق شما] براى نیازمندانى باشد که در راه خدا، در تنگنا قرار گرفتهاند؛ و نمىتوانند [براى تأمین هزینهی زندگى] مسافرتى کنند [و سرمایهاى بهدستآورند؛] و افراد ناآگاه آنها را از شدّت خویشتندارى، بىنیاز مىپندارند؛ امّا آنها را از چهرههایشان مىشناسى؛ و هرگز با اصرار از مردم درخواست نمىکنند. [این است مشخّصات آنها!] و هر چیز خوبى [در راه خدا] انفاق کنید، خداوند از آن آگاه است.
(Alms are) for the poor who are confined in the way of Allah-- they cannot go about in the land; the ignorant man thinks them to be rich on account of (their) abstaining (from begging); you can recognise them by their mark; they do not beg from men importunately; and whatever good thing you spend, surely Allah knows it.
(ખયરાત એવા મોહતાજોનો હક છે કે) જેઓ અલ્લાહની રાહમાં ઘેરાઈ ગયા હોય અને કોઈપણ રીતે ઝમીન પર (રોઝી મેળવવા માટે) મુસાફરી કરી શકતા ન હોય; જાહીલ લોકો તેમને તેમના ઇફફતના કારણે (સવાલ ન કરતા હોવાથી) માલદાર ધારે છે, (પણ) તું તેમની નિશાનીઓથી તેમને ઓળખી જઇશ, તેઓ લોકો પાસે ઇસ્રાર સાથે (ભારપૂર્વક) માંગતા નથી; અને તમે જે કાંઇ સારી ચીઝ ઇન્ફાક (ખર્ચ) કરશો, બેશક અલ્લાહ તેનાથી વાકેફ છે.
کسانى که اموال خود را، شب یا روز، پنهان یا آشکار، انفاق مىکنند، مزدشان نزد پروردگارشان [محفوظ] است؛ نه ترسى بر آنهاست، و نه اندوهگین مىشوند.
(As for) those who spend their property by night and by day, secretly and openly, they shall have their reward from their Lord and they shall have no fear, nor shall they grieve.
જે લોકો રાત દિવસ પોતાનો માલ છુપી રીતે અને ખુલ્લી રીતે ઇન્ફાક કરે છે,* તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર હશે અને ન તેઓ ગમગીન થશે.
کسانى که ربا مىخورند، [در قیامت] مانند کسى که بر اثر تماس شیطان، دیوانه شده [و تعادل خود را از دست داده] بر مىخیزند. این، بهخاطر آن است که گفتند: «بیع [و داد و ستد] مانند ربا است» در حالىکه خدا بیع را حلالکرده، و ربا را حرام. [زیرا فرق میان این دو، بسیار است.] و اگر کسى اندرزى از جانب پروردگارش به او رسد، و [از رباخوارى] خوددارى کند، سودهاى پیشین [و قبل از تحریم] از آن اوست؛ و کار او به [عفو] خدا واگذار مىشود؛ امّا کسانى که [به ربا خوارى] بازگردند اهل دوزخند؛ و جاودانه در آن خواهندبود.
Those who swallow down usury cannot arise except as one whom Shaitan has prostrated by (his) touch does rise. That is because they say, trading is only like usury; and Allah has allowed trading and forbidden usury. To whomsoever then the admonition has come from his Lord, then he desists, he shall have what has already passed, and his affair is in the hands of Allah; and whoever returns (to it)-- these are the inmates of the fire; they shall abide in it.
જે લોકો વ્યાજ ખાય છે તેઓ (કબરમાંથી નીકળી) ઊભા થશે નહિ પણ તેની જેમ કે જેને શેતાને અડકીને પાગલ કરી નાખ્યો હોય; આ (શિક્ષા) એ માટે કે તેઓ કહેતા હતા કે વેપારની મિસાલ વ્યાજ જેવી જ છે; જોકે અલ્લાહે વેપારને હલાલ કર્યો છે અને વ્યાજ હરામ ઠરાવ્યો છે; અને જો કોઇ પાસે તેના પરવરદિગાર તરફથી નસીહત આવી અને તે (વ્યાજ ખાતા) અટકી ગયો તો જે કાંઈ અગાઊ હાંસિલ કરેલ વ્યાજ તેના માટે (બક્ષી દેવામાં આવેલ) છે; અને તેનો મામલો અલ્લાહને હવાલે છે; અને જેઓ ફરીથી એ કામ અંજામ આપે, તો પછી તેઓ જહન્નમવાસી છે, જેમાં તેઓ હંમેશ ત્યાં રહેનાર છે.
خداوند، ربا را نابود مىکند؛ و صدقات را افزایش مىدهد و خداوند، هیچ ناسپاسِ گنهکارى را دوست نمىدارد.
Allah does not bless usury, and He causes charitable deeds to prosper, and Allah does not love any ungrateful sinner.
અલ્લાહ વ્યાજને નાબૂદ કરી દે છે અને સદકાને વધારી દે છે; અને અલ્લાહ કોઈપણ નાશુક્રા ગુનેહગારને દોસ્ત રાખતો નથી.
کسانى که ایمان آوردند و کارهاى شایسته انجام دادند و نماز را برپا داشتند و زکات را پرداختند، اجرشان نزدِ پروردگارشان [محفوظ] است؛ نه ترسى بر آنهاست، و نه اندوهگین مىشوند.
Surely they who believe and do good deeds and keep up prayer and pay the poor-rate they shall have their reward from their Lord, and they shall have no fear, nor shall they grieve.
બેશક જે લોકો ઈમાન લાવે તથા નેક અમલ કરે તથા નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તેમના માટે તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
اى کسانى که ایمان آوردهاید! از [مخالفت فرمان] خدا بپرهیزید و آنچه را از [سود] ربا باقى مانده، رها کنید؛ اگر ایمان دارید.
O you who believe! Be careful of (your duty to) Allah and relinquish what remains (due) from usury, if you are believers.
અય ઈમાન લાવનારાઓ! જો તમે મોઅમીન છો તો અલ્લાહની (નાફરમાનીથી) બચો અને વ્યાજમાંથી બાકી રહેલ (ઊઘરાણી) છોડી દો.
اگر چنین نمىکنید، بدانید خدا و رسولش، به شما اعلان جنگ مىکنند. و اگر توبه کنید، سرمایههایتان [بدون سود]، از آن شماست [و به این صورت]؛ نه ستم مىکنید، و نه بر شما ستم مىشود.
But if you do (it) not, then be apprised of war from Allah and His Apostle; and if you repent, then you shall have your capital; neither shall you make (the debtor) suffer loss, nor shall you be made to suffer loss.
પછી જો તમે તેમ ન કરો તો (જાણે) અલ્લાહ તથા તેના રસૂલ સાથે લડવાનુ એલાન કર્યુ, અને જો તમે તૌબા કરી લો તો તમને તમારી મૂળ રકમ મળશે, ન તમે ઝુલ્મ કરો ન તમારા પર ઝુલ્મ કરવામાં આવશે.
و اگر [بدهکار، ] قدرتِ پرداخت نداشته باشد، او را تا هنگام توانایى، مهلت دهید؛ و هرگاه براى خدا به او ببخشید بهتر است؛ اگر آگاه باشید.
And if (the debtor) is in straitness, then let there be postponement until (he is in) ease; and that you remit (it) as alms is better for you, if you knew.
અને જો તે (દેવાદાર) તંગદસ્ત હોય તો (તેનો) બેનિયાઝીનો સમય (આવે ત્યાં) સુધીની મોહલત આપો; અને જો તમે (અસલ લેણું પણ) સદકો આપી દયો તો તે તમારા માટે વધુ સારૂં છે અગર તમે જાણતા હોવ તો.