ઇમામ સાદિક (અલયહિસ્સલામ): મસૂલે અલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) એ પંદર સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને તેમાંથી તેર સાથે સંભોગ કર્યો, અને વફાત સમયે તેમની નવ પત્નીઓ હતી. તે બે પત્નીઓ કે જેમની સાથે મસૂલે અલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) એ સંભોગ કર્યો નહોતો તે અમ્રા અને શન્બા હતી, અને તે પત્નીઓ જેમની સાથે મસૂલે અલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) એ સંભોગ કર્યો હતો તે આ પ્રમાણે હતી: ખદીજા બિન્તે ખુવૈલિદ, સૌદા, ઉમ્મે સલમા [જેમનું નામ હિન્દ બિન્તે અબી ઉમય્યા છે], ઉમ્મે અબ્દુલ્લાહ આયશા બિન્તે અબૂબક્ર, હફ્સા બિન્તે ઉમર, ઝૈનબ બિન્તે ખુઝૈમા બિન હારિસ ઉમ્મુલ મસાકીન, પછી ઝૈનબ બિન્તે જહશ, ઉમ્મે હબીબ રમ્લા બિન્તે અબૂ સુફિયાન, મયમૂના બિન્તે હારિસ, ઝૈનબ બિન્તે ઉમૈસ, જુવૈરિયા બિન્તે હારિસ, પછી સફિય્યા બિન્તે હુયય્ય બિન અખ્તબ. અને તે સ્ત્રી કે જેણે પોતાનું મહર મસૂલે અલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) ને બક્ષી દીધું અને હિબા (દાન) ના માધ્યમથી મસૂલે અલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) સાથે લગ્ન કર્યા, તે ખવ્લા બિન્તે હકીમ સલમી હતી. તદુપરાંત મસૂલે અલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) ની બે સુર્રિય્યાઓ (દાસીઓ) હતી કે જેમની સાથે તેઓ પોતાની પત્નીઓ ઉપરાંત પોતાની હાજરી વહેંચતા હતા, મારિયા કિબ્તિય્યા અને રયહાના ખન્દકિય્યા. પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) ની તે નવ પત્નીઓ કે જે વફાત સમયે તેમની પાસે હતી, તે આ છે: આયશા, હફ્સા, ઉમ્મે સલમા, ઝૈનબ બિન્તે જહશ, મયમૂના બિન્તે હારિસ, ઉમ્મે હબીબ બિન્તે અબૂ સુફિયાન, સફિય્યા બિન્તે હુયય્ય બિન અખ્તબ, જુવૈરિયા બિન્તે હારિસ અને સૌદા બિન્તે ઝમઅઃ.