Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 81–90 of 206
7:81
إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجالَ شَهْوَةً مِنْ دُونِ النِّساءِ بَلْ أَنْتُمْ قَوْمٌ مُسْرِفُونَ

آيا شما از روى شهوت به‌جاى زنان، به سراغ مردان مى‌رويد؟!، آرى شما گروه اسرافكار [و منحرفى] هستيد».

Most surely you come to males in lust besides females; nay you are an extravagant people.

બેશક તમે ઔરતોને મૂકી મર્દો પાસે શહવત (કામવાસના) માટે આવો છો; બલ્કે તમે ઇસરાફ કરનાર (હદ બહાર જનાર) લોકો છો.

7:82
وَ ما كانَ جَوابَ قَوْمِهِ إِلّا أَنْ قالُوا أَخْرِجُوهُمْ مِنْ قَرْيَتِكُمْ إِنَّهُمْ أُناسٌ يَتَطَهَّرُونَ

ولى پاسخ قومش چيزى جز اين نبود كه گفتند: «اين‌ها را از شهر و ديار خود بيرون كنيد، كه اين‌ها مردمى هستند كه پاكدامنى را مى‌طلبند [و با ما هم‌صدا نيستند].»

And the answer of his people was no other than that they said: Turn them out of your town, surely they are a people who seek to purify (themselves).

અને તેમની કોમનો બીજો કોઇ જવાબ ન હતો સિવાય કે તેઓએ કહ્યું કે તેઓને તમારા શહેરમાંથી કાઢી મૂકો, બેશક તે લોકો પાક-પાકીઝા બને છે.

7:83
فَأَنْجَيْناهُ وَ أَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كانَتْ مِنَ الْغابِرينَ

[چون كار به اينجا رسيد]، ما او و خاندانش را رهايى بخشيديم؛ جز همسرش، كه از بازماندگان [و هلاك‌شدگان در شهر] بود.

So We delivered him and his followers, except his wife; she was of those who remained behind.

પછી અમોએ તેને તથા તેના ખાનદાનને બચાવી લીધા સિવાય તેની ઔરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી.

7:84
وَ أَمْطَرْنا عَلَيْهِمْ مَطَراً فَانْظُرْ كَيْفَ كانَ عاقِبَةُ الْمُجْرِمينَ

و آن‌چنان بارانى [از سنگ] بر آن‌ها فرو ريختيم؛ [كه آن‌ها را در هم كوبيد و نابود ساخت]. پس بنگر سرانجام مجرمان چگونه بود!

And We rained upon them a rain; consider then what was the end of the guilty.

અને પછી અમોએ તેમના ઉપર પત્થરનો વરસાદ વરસાવ્યો; જેથી જોઇ લે કે ગુનેહગારોનો અંજામ કેવો આવ્યો.

7:85
وَ إِلى مَدْيَنَ أَخاهُمْ شُعَيْباً قالَ يا قَوْمِ اعْبُدُوا اللهَ‌ ما لَكُمْ مِنْ إِلهٍ غَيْرُهُ قَدْ جاءَتْكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ فَأَوْفُوا الْكَيْلَ وَ الْميزانَ وَ لا تَبْخَسُوا النَّاسَ أَشْياءَهُمْ وَ لا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلاحِها ذلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنينَ

و به‌سوى مدين، برادرشان شعيب را [فرستاديم]؛ گفت: «اى قوم من! خدا را بپرستيد، كه جز او معبودى براى شما نيست. دليل روشنى از طرف پروردگارتان براى شما آمده است؛ بنابراين، حقّ پيمانه و وزن را ادا كنيد؛ و از اموال مردم كم نگذاريد؛ و در روى زمين، بعد از آنكه [در پرتو ايمان و دعوت انبياء] اصلاح شده است، فساد نكنيد. اين براى شما بهتر است اگر باايمان هستيد.

And to Madyan (We sent) their brother Shu'aib. He said: O my people! serve Allah, you have no god other than Him; clear proof indeed has come to you from your Lord, therefore give full measure and weight and do not diminish to men their things, and do not make mischief in the land after its reform; this is better for you if you are believers:

અને મદયન તરફ (અમોએ) તેમના ભાઇ શોઅયબને મોકલ્યો; તેણે કહ્યું કે અય મારી કોમ ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે ખુલ્લી સાબિતી આવી ચૂકી છે, માટે તોલ-માપ પૂરેપૂરૂ આપો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, ઝમીનમાં સુઘારણા થઇ ગયા પછી તેમાં ફસાદ ફેલાવો નહિ; અગર તમે મોઅમીન હોવ તો આ વાત તમારા માટે ઘણી જ સારી છે.

7:86
وَ لاتَقْعُدُوا بِكُلِّ صِراطٍ تُوعِدُونَ وَ تَصُدُّونَ عَنْ سَبيلِ اللهِ مَنْ آمَنَ بِهِ وَ تَبْغُونَها عِوَجاً وَ اذْكُرُوا إِذْ كُنْتُمْ قَليلاً فَكَثَّرَكُمْ وَ انْظُرُوا كَيْفَ كانَ عاقِبَةُ الْمُفْسِدينَ

و بر سر هر راه ننشينيد تا كسانى را كه به خدا ايمان آورده‌اند تهديد كنيد و از راه خدا باز داريد، و بخواهيد [با القاى شبهات]، آن را كج و منحرف سازيد. و به خاطر بياوريد زمانى را كه اندك بوديد، و او شما را فزونى بخشيد؛ و بنگريد سرانجام مفسدان چگونه بود!

And do not lie in wait in every path, threatening and turning away from Allah's way him who believes in Him and seeking to make it crooked; and remember when you were few then He multiplied you, and consider what was the end of the mischief-makers.

દરેક રસ્તા ઊપર ન બેસો કે ઇમાનવાળાને ડરાવવો અને અલ્લાહના રસ્તામાં રૂકાવટ બનો અને તેને વાંકોચૂકો બનાવવાની કોશિશ કરો અને યાદ કરો કે જ્યારે તમે થોડા હતા ત્યારે તેણે તમને વધારી દીધા, અને જૂઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો આવ્યો?

7:87
وَ إِنْ كانَ طائِفَةٌ مِنْكُمْ آمَنُوا بِالَّذي أُرْسِلْتُ بِهِ وَ طائِفَةٌ لَمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتّى يَحْكُمَ اللهُ بَيْنَنا وَ هُوَ خَيْرُ الْحاكِمينَ

و اگر گروهى از شما به آنچه من به آن فرستاده شده‌ام ايمان آورده‌اند، و گروهى ايمان نياورده‌اند، صبر كنيد تا خداوند ميان ما داورى كند، كه او بهترين داوران است».

And if there is a party of you who believe in that with which am sent, and another party who do not believe, then wait patiently until Allah judges between us; and He is the best of the Judges.

અને જો તમારામાંથી એક જમાઅત તે (હુકમ) પર કે જેની સાથે હું મોકલાએલો છું ઇમાન લઇ આવે અને બીજી જમાઅત ઇમાન ન લાવે તો જ્યાં સુધી અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરે નહિ ત્યાં સુધી તમે સબ્ર ધરો, અને તે સૌથી બહેતરીન ફેંસલો કરનાર છે.

7:88
قالَ الْمَلَأُ الَّذينَ اسْتَكْبَرُوا مِنْ قَوْمِهِ لَنُخْرِجَنَّكَ يا شُعَيْبُ وَ الَّذينَ آمَنُوا مَعَكَ مِنْ قَرْيَتِنا أَوْ لَتَعُودُنَّ في مِلَّتِنا قالَ أَ وَ لَوْ كُنَّا كارِهينَ

اشراف مستكبر قوم او گفتند: «اى شعيب! به‌يقين، تو و كسانى را كه با تو ايمان آورده‌اند، از شهر و ديارمان بيرون خواهيم راند يا اينكه به آيين ما بازگرديد». گفت: «آيا [مى‌خواهيد ما را بازگردانيد] اگرچه مايل نباشيم»؟!

The chiefs, those who were proud from among his people said: We will most certainly turn you out, O Shu'aib, and (also; those who believe with you, from our town, or you shall come back to our faith. He said: What! though we dislike (it)?

તેની કૌમના આગેવાનો કે જેઓ મુતકબ્બીર (અભિમાની) હતા તેમણે કહ્યું કે અય શોઅયબ! તને અને તારી સાથે જેઓ ઇમાન લાવ્યા છે તેઓને અમારા શહેરમાંથી જરૂર કાઢી મૂકીશું અથવા અમારા દીનમાં પાછા આવવું પડશે તેણે કહ્યું, શું અમે (તમારા ધર્મને) નાપસંદ કરતા હોઇએ (તો પણ)?

7:89
قَدِ افْتَرَيْنا عَلَى اللهِ كَذِباً إِنْ عُدْنا في مِلَّتِكُمْ بَعْدَ إِذْ نَجَّانَا اللهَُ مِنْها وَ ما يَكُونُ لَنا أَنْ نَعُودَ فيها إِلاَّ أَنْ يَشاءَ اللهَُ رَبُّنا وَسِعَ رَبُّنا كُلَّ شَيْ‌ءٍ عِلْماً عَلَى اللهِ تَوَكَّلْنا رَبَّنَا افْتَحْ بَيْنَنا وَ بَيْنَ قَوْمِنا بِالْحَقِّ وَ أَنْتَ خَيْرُ الْفاتِحينَ

اگر ما به آيين شما بازگرديم، بعد از آنكه خدا ما را از آن نجات بخشيده، به خدا دروغ بسته‌ايم؛ و براى ما ممكن نيست كه ما به آن بازگرديم مگر اينكه خدايى كه پروردگار ماست بخواهد؛ علم پروردگارما، به همه‌چيز احاطه دارد. تنها بر خدا توكّل كرده‌ايم. پروردگارا! ميان ما و قوم ما به‌حق داورى كن، كه تو بهترين داورانى».

Indeed we shall have forged a lie against Allah If we go back to your religion after Allah has delivered us from It, and it befits us not that we should go back to it, except if Allah our Lord please: Our Lord comprehends all things in His knowledge; in Allah do we trust: Our Lord! decide between us and our people with truth; and Thou art the best of deciders.

અલ્લાહ અમને તેનાથી નજાત આપી ચૂક્યા પછી પણ જો અમે તમારા દીનમાં પાછા આવીએ તો ખરેખર અમોએ અલ્લાહ પર જૂઠો આરોપ મૂક્યો કહેવાશે; અને અમારા માટે આ યોગ્ય નથી કે અમે તેમાં પાછા આવીએ. સિવાય કે અમારો પરવરદિગાર એવુ ઇચ્છે; અમારા પરવરદિગારના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; અમો અલ્લાહ ઉપર જ આઘાર રાખીએ છીએ; અય અમારા પરવરદિગાર! તું અમારી તથા અમારી કોમ વચ્ચે ખરો ફેંસલો કરી દે, અને તું જ સૌથી બહેતરીન ફેંસલો કરનારો છે.

7:90
وَ قالَ الْمَلَأُ الَّذينَ كَفَرُوا مِنْ قَوْمِهِ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْباً إِنَّكُمْ إِذاً لَخاسِرُونَ

اشراف كافر قوم او گفتند: «اگر از شعيب پيروى كنيد، به‌يقين شما زيانكار خواهيد شد».

And the chiefs of those who disbelieved from among his people said: If you follow Shu'aib, you shall then most surely be losers

અને તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું કે જો તમોએ શોઅયબની તાબેદારી કરી તો તમે બેશક નુકસાન ભોગવનારા થઇ જશો.

← Surah 6 Surah 8 →