سورة النحل
An Nahl
شکر گزار نعمتهاى او بود؛ خدا او را برگزید؛ و به راهى راست هدایت نمود.
Grateful for His favors; He chose him and guided him on the right path.
તે અલ્લાહની નેઅમતોનો શુક્ર કરનારો હતો: અલ્લાહે તેને મુન્તખબ કરી લીધો હતો અને તેને સીધા રસ્તાની હિદાયત કરી હતી.
ما در دنيا به او (همّت) نيكويى داديم؛ و در آخرت از نيكان است!
And We gave him good in this world, and in the next he will most surely be among the good.
અને અમોએ તેને આ દુનિયામાં ભલાઇ આપી, અને ખરેખર આખેરતમાં (પણ) તે સાલેહીનમાંથી હશે.
سپس به تو وحى فرستادیم که از آیین ابراهیم که ایمانى خالص داشت و از مشرکان نبود پیروى¬کن.
Then We revealed to you: Follow the faith of Ibrahim, the upright one, and he was not of the polytheists.
પછી અમોએ તારી તરફ વહી કરી કે તું ઇબ્રાહીમના દીને હનીફની તાબેદારી કર; અને તે મુશરિકોમાંથી ન હતો.
[تحریمهاى] روز شنبه [براى یهود] یک مجازات بود، که در آن هم اختلاف کردند؛ و پروردگارت روز قیامت، در آنچه اختلاف داشتند، میان آنها داورى مى کند.
The Sabbath was ordained only for those who differed about it, and most surely your Lord will judge between them on the resurrection day concerning that about which they differed.
સબ્ત (શનિવાર)નો હુકમ ફકત તે લોકો માટે હતો કે જેમણે તેમાં ઇખ્તેલાફ કર્યો હતો; અને બેશક તારો પરવરદિગાર તેમની વચ્ચે કયામતના દિવસે તે બાબતનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ આપસમાં ઇખ્તેલાફ કર્યા કરતા હતા.
با حکمت و اندرزِ نیکو، به راه پروردگارت دعوت نما؛ و با آنها به روشى که نیکوتر است، استدلال و مناظره کن. پروردگارت، از هرکسى بهتر مى داند چه کسى از راه او گمراه شده است؛ و او هدایت یافتگان را بهتر مى شناسد.
Call to the way of your Lord with wisdom and goodly exhortation, and have disputations with them in the best manner; surely your Lord best knows those who go astray from His path, and He knows best those who follow the right way.
તું તારા પરવરદિગારના રસ્તા તરફ હિકમત સાથે તથા નેક નસીહત સાથે (લોકોને) બોલાવ અને તેમની સાથે બહેતરીન રીતે દલીલ રજૂ કર; બેશક તારો પરવરદિગાર તેમનાથી સારી રીતે વાકેફ છે કે જેઓ તેના રસ્તાથી ગુમરાહ થઇ ગયા છે અને તેમનાથી પણ સારી રીતે વાકેફ છે કે જેઓ હિદાયત પામેલા છે.
و هر گاه خواستید مجازات کنید، تنها همان گونه که به شما تعدّى شده کیفر دهید؛ و اگر شکیبایى کنید، این کار براى شکیبایان بهتر است.
And if you take your turn, then retaliate with the like of that with which you were afflicted; but if you are patient, it will certainly be best for those who are patient.
અને જો કોઇને સજા આપો તો એટલા પ્રમાણમાં આપો જેટલા પ્રમાણમાં તમારા ઊપર ઝુલ્મ કરવામાં આવ્યો હોય, અને જો તમે સબ્ર કરો તો ખરેજ તે સબ્ર કરનારાઓ માટે બહેતર છે.
شکیبایى کن و شکیبایى تو فقط براى خدا [و به توفیق خدا] باشد؛ و به خاطر [کارهاى] آنها، اندوهگین و [دلسرد] مشو؛ و از توطئه هاى آنها، در تنگنا قرار مگیر.
And be patient and your patience is not but by (the assistance of) Allah, and grieve not for them, and do not distress yourself at what they plan.
અને તમે સબ્ર કરો, અને તમારૂં સબ્ર ફકત અલ્લાહ (ની મદદ)થી છે, અને તેઓના બારામાં અફસોસ ન કરો અને તેઓ જે મક્કારી કરે છે તેનાથી દિલગીર ન થાવ.
زیرا خداوند با کسانى است که تقوا پیشه کرده اند و کسانی که نیکوکارند.
Surely Allah is with those who guard (against evil) and those who do good (to others).
કારણકે અલ્લાહ તેમની સાથે છે કે જેઓ (બૂરાઇથી) બચતા રહે છે, અને જેઓ નેકી કરે છે.