سورة آل عمران
Aal I Imran
الم
Alif Lam Mim.
અલિફ. લામ. મીમ.
معبودى جز خداوند يگانه زنده و پاينده، نيست.
Allah, (there is) no god but He, the Everliving, the Self-subsisting by Whom all things subsist
અલ્લાહ જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશા જીવતો અને સ્વબળથી કાયમ છે.
[همان كسى كه] كتاب را به حق بر تو نازل كرد، كه با نشانههاى كتب پيشين، هماهنگ است و «تورات» و «انجيل» را نيز آفريد.
He has revealed to you the Book with truth, verifying that which is before it, and He revealed the Tavrat and the Injeel aforetime, a guidance for the people, and He sent the Furqan.
તેણે તારા પર તે બરહક કિતાબ નાઝિલ કરી છે, જે તમારી પાસે મોજૂદ (કિતાબો)ની તસ્દીક કરે છે, અને તેણે તૌરેત તથા ઇન્જીલ પણ નાઝિલ કરી છે.
پيش از آن، براى هدايت مردم فرستاد و [همچنين قرآن، كتاب] جدا كنندهی حق از باطل را نازل كرد؛ كسانىكه به آيات خدا كافر شدند، كيفر شديدى دارند و خداوند [بر كيفر آنها] توانا و داراى مجازات است.
Surely they who disbelieve in the communications of Allah they shall have a severe chastisement; and Allah is Mighty, the Lord of retribution.
આના પેહલાં લોકોની હિદાયત માટે અને હક તેમજ બાતિલને જુદા પાડનાર કિતાબ નાઝિલ કરી છે, બેશક જે લોકો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે; તેના માટે સખ્ત અઝાબ છે, અને અલ્લાહ તાકતવર (તેમજ) સખ્ત ઇન્તેકામ લેવાવાળો છે.
هيچچيز، نه در آسمان و نه در زمين، بر خدا مخفى نمىماند. [بنابراين]، تدبير آنها بر او مشكل نيست.
Allah-- surely nothing is hidden from Him in the earth or in the heaven.
બેશક અલ્લાહ એ જ છે કે જેનાથી ઝમીન તથા આસમાનની કોઈપણ વસ્તુ છૂપી નથી.
او كسى است كه شما را در رحم [مادران]، آنچنان كه مىخواهد تصوير مىكند. معبودى جز خداوند توانا و حكيم، نيست.
He it is Who shapes you in the wombs as He likes; there is no god but He, the Mighty, the Wise
એ જ તે છે કે જે માના રહેમ (ગર્ભાશય)માં જેવી ચાહે છે તેવી તમારી સુરતો બનાવી દે છે; તેના સિવાય કોઇ ઇબાદતને લાયક નથી તે ઇઝઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
او كسى است كه اين كتاب آسمانى را بر تو نازل كرد كه بخشى از آن، آيات «محكم» (صريح و روشن) است كه اساس اين كتاب مىباشد؛ [و پيچيدگى آيات ديگر، را برطرف مىكند]. و بخشى ديگر، «متشابه» [و پيچيده] است. امّا آنها كه در قلوبشان انحراف است، بهدنبال آيات متشابهاند، تا فتنهانگيزى كنند [و مردم را گمراه سازند] و تفسير [نادرستى] براى آن مىطلبند؛ درحالىكه تفسير آنها را، جز خدا و راسخان در علم، نمىدانند. [آنها كه بهدنبال درك اسرار آيات قرآنند] مىگويند: «ما به آن ايمان آورديم؛ تمامى آن از جانب پروردگار ماست». و جز خردمندان، متذكّر نمىشوند [و اين حقيقت را درك نمىكنند].
He it is Who has revealed the Book to you; some of its verses are decisive, they are the basis of the Book, and others are allegorical; then as for those in whose hearts there is perversity they follow the part of it which is allegorical, seeking to mislead and seeking to give it (their own) interpretation. but none knows its interpretation except Allah, and those who are firmly rooted in knowledge say: We believe in it, it is all from our Lord; and none do mind except those having understanding.
એ જ તે છે કે જેણે તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી છે જેની અમુક આયતો મોહકમ (એક અર્થી) છે અને એ આયતો કિતાબનું મૂળ છે. બીજી મુતશાબેહ (બહુઅર્થી) છે; હવે જે લોકોના દિલોમાં ખોટ છે તેઓ તેમાંની બહુઅર્થી આયતોને અનુસરે છે ફિત્નો ફેલાવવાના હેતુથી, અને તેનો અર્થ (પોતાની) ઈચ્છા મુજબ કરવાના હેતુથી. જો કે તેનો (ખરો) અર્થ અલ્લાહના અને તેમના સિવાય કે જેઓ ઇલ્મમાં રાસીખ (જ્ઞાનમાં પ્રવિણ)* છે અન્ય કોઈ જાણતું નથી; અને તેઓ કહે છે કે અમે આ કિતાબ પર ઈમાન લાવ્યા, અને દરેક આયતો અમારા પરવરદિગાર તરફથી છે, અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ સમજી શકતુ નથી.
[راسخان در علم، مىگويند]: «پروردگارا! دلهايمان را، بعد از آنكه ما را هدايت كردى، [از راه حق] منحرف مگردان؛ و از سوى خود، رحمتى بر ما ببخش، زيرا تويى بخشنده!
Our Lord! make not our hearts to deviate after Thou hast guided us aright, and grant us from Thee mercy; surely Thou art the most liberal Giver.
અય અમારા પરવરદિગાર! અમારી હિદાયત કર્યા પછી અમારા દિલોમાં ખોટ પૈદા થવા દેજે નહિ અને અમને તારી પાસેથી રહેમત અતા કર, કારણકે તું અતા કરનાર છે.
پروردگارا! تو مردم را براى روزى كه ترديدى در آن نيست، جمع خواهى كرد؛ زيرا خداوند از وعدهی خود تخلّف نمىكند. [ما به تو و رحمت بىپايانت، و به وعدهی رستاخيز و قيامت ايمان داريم].
Our Lord! surely Thou art the Gatherer of men on a day about which there is no doubt; surely Allah will not fail (His) promise.
અય અમારા પરવરદિગાર ! બેશક તું તે (કયામતને) દિવસે માણસોને ભેગા કરનાર છે કે જે દિવસના વિશે કાંઈ જ શંકા નથી; કારણકે અલ્લાહનો વાયદો ખોટો હોતો નથી.
اموال و فرزندان كسانى كه كافر شدند، هرگز نمىتواند، چيزى از [عذاب] خداوند را از آنان بكاهد [و از كيفر، رهايى بخشد]. و آنان خود، آتشگيرهی دوزخند.
(As for) those who disbelieve, surely neither their wealth nor their children shall avail them in the least against Allah, and these it is who are the fuel of the fire.
બેશક જેઓ ઈમાન લાવ્યા નથી તેમના માલ તથા ઔલાદ તેઓને અલ્લાહ (ના અઝાબ)થી બચાવી શકશે નહિ અને તેઓ જ જહન્નમનું બળતણ બનશે;