Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 91–100 of 200
3:91
إِنَّ الَّذينَ كَفَرُوا وَ ماتُوا وَ هُمْ كُفّارٌ فَلَنْ يُقْبَلَ مِنْ أَحَدِهِمْ مِّلْءُ الْأَرْضِ ذَهَباً وَ لَوِ افْتَدى بِهِ أُولئِكَ لَهُمْ عَذابٌ أَليمٌ وَ ما لَهُمْ مِنْ ناصِرينَ

كسانى كه كافر شدند و درحال كفر از دنيا رفتند، اگر صفحه‌ی زمين پر از طلا باشد، و آن را به‌عنوان فديه [و كفّاره اعمال بد خويش] بپردازند، هرگز از هيچ‌يك آن‌ها پذيرفته نخواهد‌ شد؛ و براى آنان، مجازاتِ دردناكى است؛ و هيچ ياورى ندارند.

Surely, those who disbelieve and die while they are unbelievers, the earth full of gold shall not be accepted from one of them, though he should offer to ransom himself with it, these it is who shall have a painful chastisement, and they shall have no helpers.

બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યુ અને કુફ્રની હાલતમાં મરી ગયા, તેઓમાંથી અગર કોઈ એટલું સોનું આપવા ચાહે કે જેનાથી આખી દુનિયા ભરાઈ જાય તો પણ તેનો એ ફિદયો (મુક્તિદંડ) કબૂલ કરવામાં આવશે નહિ; એ તેઓ જ છે કે જેમના માટે દર્દનાક અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નહિ હોય.

3:92
أَنْ تَنالُوا الْبِرَّ حَتّى تُنْفِقُوا مِمّا تُحِبُّونَ وَ ما تُنْفِقُوا مِنْ شَيْءٍ فَإِنَّ اللهَ بِهِ عَليمٌ

هرگز به [حقيقتِ] نيكوكارى نمى‌رسيد مگر اينكه از آنچه دوست مى‌داريد، [در راه خدا] انفاق كنيد؛ و آنچه انفاق مى‌كنيد، خداوند از آن آگاه است.

By no means shall you attain to righteousness until you spend (benevolently) out of what you love; and whatever thing you spend, Allah surely knows it.

હરગિઝ તમે નેકીના બુલંદ દરજ્જા સુધી પહોંચી નહી શકો જ્યાં સુધી જે વસ્તુઓ તમને વહાલી છે તેમાંથી અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) નહી કરો અને જે કાંઈ તમે (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો છો તે બેશક અલ્લાહ સારી રીતે જાણે છે.

3:93
كُلُّ الطَّعامِ كانَ حِلاًّ لِبَني إِسْرائيلَ إِلّا ما حَرَّمَ إِسْرائيلُ عَلى نَفْسِهِ مِنْ قَبْلِ أَنْ تُنَزَّلَ التَّوْراةُ قُلْ فَأْتُوا بِالتَّوْراةِ فَاتْلُوها إِنْ كُنْتُمْ صادِقينَ

همه‌ی خوردنى‌ها بر بنى‌اسرائيل حلال بود، جز آنچه اسرائيل (يعقوب)، پيش از نزول تورات، بر خود تحريم‌كرده بود؛ بگو: «اگر راست مى‌گوييد تورات را بياوريد و بخوانيد [تا معلوم شود اين نسبت‌هايى كه به پيامبران پيشين مى‌دهيد، حتى در تورات تحريف‌شده ‌شما نيست]».

All food was lawful to the children of Israel except that which Israel had forbidden to himself, before the Taurat was revealed. Say: Bring then the Taurat and read it, if you are truthful.

દરેક જાતનો ખોરાક બની ઈસરાઈલ માટે હલાલ હતો સિવાય તેના કે જે ઈસરાઈલે તૌરેત નાઝિલ થવા પહેલાં પોતાના માટે હરામ કરી લીધો હતો; તું કહે કે જો તમે સાચા હોવ તો તૌરેત લાવીને પઢો.

3:94
فَمَنِ افْتَرى عَلَى اللهِ الْكَذِبَ مِنْ بَعْدِ ذالِكَ فَأُولئِكَ هُمُ الظّالِمُونَ

بنابراين، آن‌ها كه بعد از اين [علم و آگاهى] بر خدا دروغ مى‌بندند، ستمكارند.

Then whoever fabricates a lie against Allah after this, these it is that are the unjust.

જે કોઈ આ (તૌરેત પઢયા) પછી પણ અલ્લાહ પર બોહતાન મૂકે તો (જાણી લે કે ખરેખર) તેઓ જ ઝૂલમગાર છે.

3:95
قُلْ صَدَقَ اللهُ فَاتَّبِعُوا مِلَّةَ إِبْراهيمَ حَنيفاً وَ ما كانَ مِنَ الْمُشْرِكينَ

بگو: «خدا راست گفته [و اين‌ها در آيين پاك ابراهيم نبوده] است. بنابراين، از آيين ابراهيم پيروى‌ كنيد، كه به حق گرايش داشت، و از مشركان نبود».

Say: Allah has spoken the truth, therefore follow the religion of Ibrahim, the upright one; and he was not one of the polytheists.

કહે કે અલ્લાહે સાચું ફરમાવ્યું છે માટે તમે ઈબ્રાહીમના દીનની પૈરવી કરો કે જેનો દીન હનીફ (હક) હતો; અને તે મુશરિકોમાંથી ન હતા.

3:96
إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنّاسِ لَلَّذي بِبَكَّةَ مُبارَكاً وَ هُدىً لِلْعالَمينَ

نخستين خانه‌اى كه براى مردم [و نيايش خداوند] بنا نهاده‌ شد، همان است كه در سرزمين مكّه است؛ كه پربركت، و مايه‌ی هدايت جهانيان است.

Most surely the first house appointed for men is the one at Bekka, blessed and a guidance for the nations.

બેશક સૌથી પહેલું ઘર કે જે લોકો (ની ઈબાદત) માટે બનાવવામાં આવ્યું તે એજ (કાઅબા) છે જે મક્કામાં છે તે (ઘર) બરકતવાળું છે તેમજ તે તમામ દુનિયા(ના લોકો) માટે હિદાયત છે.

3:97
فيهِ آياتٌ بَيِّناتٌ مَقامُ إِبْراهيمَ وَ مَنْ دَخَلَهُ كانَ آمِناً وَ لِلّهِ عَلَى النّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطاعَ إِلَيْهِ سَبيلاً وَ مَنْ كَفَرَ فَإِنَّ اللهَ غَنِيٌّ عَنِ الْعالَمينَ

در آن، نشانه‌هاى روشن، [از جمله] مقام ابراهيم است؛ و هركس داخل آن [حرم] شود، در امان خواهد بود و براى خدا بر مردم [واجب] است كه آهنگ خانه‌ی [او] كنند، آن‌ها كه توانايى رفتن به‌سوى آن دارند. و هركس كفر ورزد [و حجّ را ترك كند، به خود زيان رسانده]، و خداوند از همه‌ی جهانيان، بى‌نياز است.

In it are clear signs, the standing place of Ibrahim, and whoever enters it shall be secure, and pilgrimage to the House is incumbent upon men for the sake of Allah, (upon) every one who is able to undertake the journey to it; and whoever disbelieves, then surely Allah is Self-sufficient, above any need of the worlds.

તેમાં ખુલ્લી નિશાનીઓ છે, મકામે ઈબ્રાહીમ છે, અને જે કોઈ તેમાં દાખલ થશે તે મહેફુઝ થઈ જશે; અને તે લોકો કે જે ત્યાં સુધી પહોંચવાની શક્તિ ધરાવતા હોય તેમના ઉપર અલ્લાહના માટે એ ઘરની હજ કરવી વાજિબ કરવામાં આવી છે; અને જે કોઇ (આ હુકમની) નાફરમાની કરે તો બેશક અલ્લાહ તમામ દુનિયા(ના લોકો)થી બેનિયાઝ છે.

3:98
قُلْ يا أَهْلَ الْكِتابِ لِمَ تَكْفُرُونَ بِآياتِ اللهِ وَ اللهُ شَهيدٌ عَلى ماتَعْمَلُونَ

بگو: «اى اهل كتاب! چرا به آيات خدا كفر مى‌ورزيد؟! و درحالى‌كه خدا بر اعمالى كه انجام مى‌دهيد، گواه ‌است».

Say: O followers of the Book! why do you disbelieve in the communications of Allah? And Allah is a witness of what you do.

(અય રસૂલ!) કહે કે અય કિતાબવાળાઓ! તમે અલ્લાહની આયતોનો શા માટે ઈન્કાર કરો છો? જોકે તમે જે કાંઈ કરો છો તેનો અલ્લાહ ગવાહ છે.

3:99
قُلْ يا أَهْلَ الْكِتابِ لِمَ تَصُدُّونَ عَنْ سَبيلِ اللهِ مَنْ آمَنَ تَبْغُونَها عِوَجاً وَ أَنْتُمْ شُهَداءُ وَ مَا اللهُ بِغافِلٍ عَمّا تَعْمَلُونَ

بگو: «اى اهل كتاب! چرا افرادى را كه ايمان آورده‌اند، از راه خدا باز مى‌داريد، و مى‌خواهيد اين راه را منحرف‌ كنيد؟! درحالى‌كه شما [به‌درستى اين راه] گواه‌ هستيد؛ و خداوند از آنچه انجام مى‌دهيد، غافل نيست».

Say: O followers of the Book! why do you hinder him who believes from the way of Allah? You seek (to make) it crooked, while you are witness, and Allah is not heedless of what you do.

કહે કે અય કિતાબવાળાઓ! ઇમાન લાવનારાઓને રાહે ખુદાથી શા માટે રોકો છો? અને તેમાં કજી (વળાંક)ની તલાશ કરો છો, જયારે કે તેના (હક હોવાના) તમે ગવાહ છો અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

3:100
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِنْ تُطيعُوا فَريقاً مِنَ الَّذينَ أُوتُوا الْكِتابَ يَرُدُّوكُمْ بَعْدَ إيمانِكُمْ كافِرينَ

اى كسانى‌كه ايمان آورده‌ايد! اگر از گروهى از اهل كتاب، [كه كارشان نفاق افكنى است] اطاعت كنيد، شما را پس از ايمان، به كفر باز مى‌گردانند.

O you who believe! if you obey a party from among those who have been given the Book, they will turn you back as unbelievers after you have believed.

અય ઈમાન લાવનારાઓ ! જો તમે તે લોકો કે જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ-માંના એક સમૂહનું કહ્યું માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને પાછા કુફ્ર તરફ ફેરવી દેશે.

← Surah 2 Surah 4 →