Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 101–110 of 200
3:101
وَكَيْفَ تَكْفُرُونَ وَ أَنْتُمْ تُتْلى عَلَيْكُمْ آياتُ اللهِ وَ فيكُمْ رَسُولُهُ وَ مَنْ يَعْتَصِمْ بِاللهِ فَقَدْ هُدِيَ إِلى صِراطٍ مُسْتَقيمٍ

و چگونه كفر مى‌ورزيد، با اينكه [در دامان وحى قرار گرفته‌ايد، و] آيات خدا بر شما خوانده ‌مى‌شود، و پيامبر او در ميان شماست؟! [بنابراين، به خدا تمسّك جوييد]. و هركس به خدا تمسّك جويد، به راهى راست، هدايت‌ شده ‌است.

But how can you disbelieve while it is you to whom the communications of Allah are recited, and among you is His Apostle? And whoever holds fast to Allah, he indeed is guided to the right path.

અને તમે કેવી રીતે ઈન્કાર કરી શકો જયારે કે તમને અલ્લાહની આયતો વાંચી સંભળાવવામાં આવે છે, અને વળી તમારામાં તેનો રસૂલ પણ મોજૂદ છે; અને જે કોઈ અલ્લાહથી વાબસ્તા રહ્યો, ખરેજ તેને સેરાતે મુસ્તકીમની હિદાયત મળી ગઇ.

3:102
يا أَيُّهَا الَّذينَ آمَنُوا اتَّقُوا اللهَ حَقَّ تُقاتِهِ وَ لا تَمُوتُنَّ إِلّا وَ أَنْتُمْ مُسْلِمُونَ

اى كسانى‌ كه ايمان آورده‌ايد! آن‌گونه كه حقّ تقوا و پرهيزگارى است، از [مخالفت فرمان] خدا بپرهيزيد؛ و جز بر آيين اسلام از دنيا نرويد.

O you who believe! be careful of (your duty to) Allah with the care which is due to Him, and do not die unless you are Muslims.

અય ઈમાન લાવનારાઓ! અલ્લાહ(ની નાફરમાની)થી એવી રીતે બચો જેવી રીતે કે તેનાથી બચવાનો હક છે, અને હરગિઝ ન મરજો, સિવાય કે તમે મુસ્લીમ (ફરમાંબરદાર) હોવ.

3:103
وَاعْتَصِمُوا بِحَبْلِ اللهِ جَميعاً وَ لا تَفَرَّقُوا وَ اذْكُرُوا نِعْمَتَ اللهِ عَلَيْكُمْ إِذْ كُنْتُمْ أَعْداءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُمْ بِنِعْمَتِهِ إِخْواناً وَ كُنْتُمْ عَلى شَفا حُفْرَةٍ مِنَ النّارِ فَأَنْقَذَكُمْ مِنْها كَذالِكَ يُبَيِّنُ اللهُ لَكُمْ آياتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ

و همگى به ريسمان خدا (قرآن، و هرگونه وسيله‌ی وحدت الهى)، چنگ زنيد، و پراكنده نشويد؛ ونعمتِ [بزرگِ] خدا را بر خود، به ياد آريد كه چگونه دشمن يكديگر بوديد، و او ميان دل‌هاى شما، الفت برقرار ساخت، و به بركتِ نعمتِ او، برادر شديد! و شما بر لبِ حفره‌اى از آتش بوديد، خدا شما را از آن نجات داد؛ اين چنين، خداوند آيات خود را براى شما آشكار مى‌سازد؛ شايد هدايت شويد.

And hold fast by the covenant of Allah all together and be not disunited, and remember the favor of Allah on you when you were enemies, then He united your hearts so by His favor you became brethren; and you were on the brink of a pit of fire, then He saved you from it, thus does Allah make clear to you His communications that you may follow the right way.

અને (તમે બધા) અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લો* અને એકબીજાથી અલગ થાવ નહિ, અને અલ્લાહની નેઅમત જે તમારા ઉપર છે તેને યાદ કરતા રહો, જ્યારે તમે એક બીજાના દુશ્મન હતા ત્યારે તેણે તમારા દિલોને જોડયા. અને તેની નેઅમતથી તમે એક બીજાના ભાઈ બની ગયા; અને તમે (જહન્નમની) આગના કાંઠે હતા, પછી તેણે તમને તેનાથી બચાવી લીધાં; આ રીતે અલ્લાહ તમારા માટે પોતાની આયતો વાઝેહ કરે છે કે કદાચને તમે હિદાયત મેળવો.

3:104
وَ لْتَكُنْ مِنْكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَ يَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَ أُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

و [براى رسيدن به وحدت] بايد از ميان شما، جمعى دعوت به نيكى، و امر به معروف و نهى از منكر كنند. و رستگاران آن‌ها هستند.

And from among you there should be a party who invite to good and enjoin what is right and forbid the wrong, and these it is that shall be successful.

અને તમારામાંના થોડાક લોકો એવા હોવા જોઈએ કે જે નેકી તરફ બોલાવે તથા અમ્ર બિલ મઅરૂફ અને નહી અનીલ મુન્કર કરે તેઓ જ કામ્યાબ છે.

3:105
وَلا تَكُونُوا كَالَّذينَ تَفَرَّقُوا وَ اخْتَلَفُوا مِنْ بَعْدِ ما جاءَهُمُ الْبَيِّناتُ وَ أُولئِكَ لَهُمْ عَذابٌ عَظيمٌ

و مانند كسانى نباشيد كه پس از آنكه نشانه‌هاى روشن [پروردگار] به آنان رسيد، پراكنده ‌شدند و اختلاف كردند؛ و آن‌ها عذاب عظيمى دارند.

And be not like those who became divided and disagreed after clear arguments had come to them, and these it is that shall have a grievous chastisement.

અને તે લોકોના જેવા (એહલે કિતાબ જેવા) થાઓ નહિ કે જેઓ પાસે ખુલ્લી દલીલો આવ્યા પછી વેરવિખેર થઇ ગયા અને આપસમાં ઇખ્તેલાફ કર્યો, અને તેઓ માટે સખ્ત અઝાબ છે.

3:106
يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَ تَسْوَدُّ وُجُوهٌ فَأَمَّا الَّذينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَ كَفَرْتُمْ بَعْدَ إيمانِكُمْ فَذُوقُوا الْعَذابَ بِما كُنْتُمْ تَكْفُرُونَ

[آن عذاب عظيم] روزى خواهد بود كه چهره‌هايى سفيد، و چهره‌هايى سياه مى‌گردد؛ امّا آن‌ها كه صورت‌هايشان سياه‌ است، [به آن‌ها گفته مى‌شود]: آيا بعد از ايمان، [و برادرى در سايه‌ی آن]، كافر شديد؟! پس بچشيد عذاب را، به‌سبب آنچه انكار مى‌كرديد!

On the day when (some) faces shall turn white and (some) faces shall turn black; then as to those whose faces turn black: Did you disbelieve after your believing? Taste therefore the chastisement because you disbelieved.

તે દિવસે અમુક ચહેરા સફેદ થઈ જશે અને અમુક ચહેરા કાળા, પછી જેમના ચહેરા કાળા થયા હશે (તેમને કહેવામાં આવશે કે) તમે ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો ? પછી તમારા ઈન્કાર કરવાના લીધે અઝાબની મજા ચાખો.

3:107
وَ أما الَّذينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفي رَحْمَتِ اللهِ هُمْ فيها خالِدُونَ

و امّا آن‌ها كه چهره‌هايشان سفيد است، در رحمتِ خداوند، جاودانه خواهند بود.

And as to those whose faces turn white, they shall be in Allah's mercy; in it they shall-abide.

અને જેમના ચહેરા સફેદ હશે, તેઓ અલ્લાહની રહેમતમાં હશે(અને) તેમાં હંમેશા રહેશે.

3:108
تِلْكَ آياتُ اللهِ نَتْلُوها عَلَيْكَ بِالْحَقِّ وَ مَا اللهُ يُريدُ ظُلْماً لِلْعالَمينَ

اين‌ها آيات خداست؛ كه آن را به‌حق بر تو مى‌خوانيم. و خداوند [هيچ‌گاه] ستمى بر [احدى از] جهانيان روا نمى‌دارد.

These are the communications of Allah which We recite to you with truth, and Allah does not desire any injustice to the creatures.

આ અલ્લાહની આયતો છે. જે અમે તને હક સાથે વાંચી સંભળાવીએ છીએ, અને અલ્લાહ દુનિયાવાળાઓ પર ઝુલ્મ કરવા નથી ચાહતો.

3:109
وَ لِلهِ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ إِلَى اللهِ تُرْجَعُ الْأُمُورُ

و [چگونه ممكن است خدا ستم كند؟! درحالى‌كه] آنچه در آسمان‌ها و آنچه در زمين است، از آن خداست؛ و همه‌ی امور، به‌سوى خدا باز مى‌گردد.

And whatever is in the heavens and whatever is in the earth is Allah's; and to Allah all things return

અને જે કાંઈ આસમાનોમાં તથા ઝમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને તમામ મામલા અલ્લાહની જ તરફ રજૂ થશે.

3:110
كُنْتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَ تَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَ تُؤْمِنُونَ بِاللهِ وَ لَوْ آمَنَ أَهْلُ الْكِتابِ لَكانَ خَيْراً لَهُمْ مِنْهُمُ الْمُؤْمِنُونَ وَ أَكْثَرُهُمُ الْفاسِقُونَ

شما بهترين امّتى بوديد كه به سود انسان‌ها آفريده ‌شده‌ايد؛ [چه اينكه] امر به معروف و نهى از منكر مى‌كنيد و به خدا ايمان داريد. و اگر اهل كتاب، [به چنين برنامه و آيين درخشانى]، ايمان مى‌آوردند، براى آن‌ها بهتر بود؛ [ولى تنها] كمى از آن‌ها با ايمانند؛ و بيشتر آن‌ها فاسقند، [و خارج از اطاعت پروردگار].

You are the best of the nations raised up for (the benefit of) men; you enjoin what is right and forbid the wrong and believe in Allah; and if the followers of the Book had believed it would have been better for them; of them (some) are believers and most of them are transgressors.

તમો એ બહેતરીન ઉમ્મત* છો કે જેને લોકો માટે પૈદા કરવામાં આવી. તમે નેકી કરવા માટે હુકમ કરો છો તથા બદીથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન રાખો છો; અને જો કિતાબવાળાઓ પણ ઈમાન લઈ આવતે તો તેમના માટે સારૂં થતે; તેઓમાંથી અમુક તો મોઅમીનો છે અને તેઓમાંથી વધુ પડતા ફાસિકો છે.

← Surah 2 Surah 4 →