Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 101–110 of 176
4:101
وَ إِذا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُناحٌ أَنْ تَقْصُرُوا مِنَ الصَّلاةِ إِنْ خِفْتُمْ أَنْ يَفْتِنَكُمُ الَّذينَ كَفَرُوا إِنَّ الْكافِرينَ كانُوا لَكُمْ عَدُوًّا مُبيناً

هنگامى‌كه سفر مى‌كنيد، گناهى بر شما نيست كه نماز را كوتاه كنيد در‌صورتى‌كه از فتنه [و خطر] كافران بترسيد؛ زيرا كافران، دشمن آشكارى براى شما هستند.

And when you journey in the earth, there is no blame on you if you shorten the prayer, if you fear that those who disbelieve will cause you distress, surely the unbelievers are your open enemy.

અને જયારે તમે સફરમાં હોવ અને કાફિરોના ફિત્નાનો ડર હોય ત્યારે નમાઝને કસ્ર પઢવામાં કોઇ વાંધો નથી કારણકે નાસ્તિકો તમારા ખુલ્લા દુશ્મન છે.

4:102
وَ إِذا كُنْتَ فيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلاةَ فَلْتَقُمْ طائِفَةٌ مِنْهُمْ مَعَكَ وَ لْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذا سَجَدُوا فَلْيَكُونُوا مِنْ وَرائِكُمْ وَ لْتَأْتِ طائِفَةٌ أُخْرى لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَ لْيَأْخُذُوا حِذْرَهُمْ وَ أَسْلِحَتَهُمْ وَدَّ الَّذينَ كَفَرُوا لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَ أَمْتِعَتِكُمْ فَيَميلُونَ عَلَيْكُمْ مَيْلَةً واحِدَةً وَ لا جُناحَ عَلَيْكُمْ إِنْ كانَ بِكُمْ أَذىً مِنْ مَطَرٍ أَوْ كُنْتُمْ مَرْضى أَنْ تَضَعُوا أَسْلِحَتَكُمْ وَ خُذُوا حِذْرَكُمْ إِنَّ اللهَ‌ أَعَدَّ لِلْكافِرينَ عَذاباً مُهيناً

و هنگامى‌كه در ميان آن‌ها باشى، و [در كنار ميدان جنگ] براى آن‌ها نماز را برپا كنى، بايد دسته‌اى از آن‌ها با تو [به نماز] برخيزند، و سلاح‌هايشان را [با خود] برگيرند؛ و هنگامى‌كه سجده كردند [و نماز را به پايان رساندند]، بايد در پشت سر شما قرار گيرند [و به ميدان بازگردند] و آن دسته‌ی ديگر كه نماز نخوانده‌اند [و مشغول پيكار بوده‌اند]، بيايند و با تو نماز بخوانند؛ آن‌ها بايد وسايل دفاعى و سلاح‌هايشان را [در‌حال نماز با خود] برگيرند؛ [زيرا] كافران آرزو دارند كه شما از سلاح‌ها و وسايل خود غافل شويد تا يك‌باره به شما هجوم آورند. و اگر از باران ناراحتيد، و يا بيمار [و مجروح] هستيد، گناهى بر شما نيست كه سلاح‌هاى خود را بر زمين بگذاريد؛ ولى وسايل دفاعى [مانند زره و خُود] را برگيريد. خداوند، عذاب خواركننده‌اى براى كافران فراهم ساخته است.

And when you are among them and keep up the prayer for them, let a party of them stand up with you, and let them take their arms; then when they have prostrated themselves let them go to your rear, and let another party who have not prayed come forward and pray with you, and let them take their precautions and their arms; (for) those who disbelieve desire that you may be careless of your arms and your luggage, so that they may then turn upon you with a sudden united attack, and there is no blame on you, if you are annoyed with rain or if you are sick, that you lay down your arms, and take your precautions; surely Allah has prepared a disgraceful chastisement for the unbelievers.

અને (અય રસૂલ સ.અ.વ.) જ્યારે તું તેમની દરમ્યાન હોય અને તું તેઓ (મુજાહેદીન) માટે નમાઝ કાએમ કરે તો લાઝિમ છે કે તેઓ માંહેનુ એક ટોળું તારી સાથે નમાઝ પઢવા ઊભું થઈ જાય અને પોતાના હથિયાર પણ સાથે રાખે; પછી જ્યારે તેઓ સજદો કરી ચૂકે તો તેમને લાઝિમ છે કે તમારી પાછળ (હિફાઝત માટે) ગોઠવાઇ જાય, અને બીજા ટોળું કે જેણે હજી નમાઝ પઢી નથી તે આગળ આવીને તમારી પાછળ નમાઝમાં જોડાઇ જાય, અને તેમને પણ લાઝિમ છે કે તેઓ હિફાઝતની વસ્તુઓ તથા હથિયારો સાથે જ રાખે; નાસ્તિકો (એવું) ઈચ્છે છે કે તમે હથિયાર અને સામાન બાબતે ગાફિલ થાવ જેથી તેઓ એકી સાથે ઓચિંતો તમારા પર હુમલો કરી દે; અને જો તમને વરસાદથી તકલીફ થતી હોય અથવા તમે માંદા હોવ તો તમે હથિયાર મૂકી દો પણ હિફાઝતના સામાન (ઝિરાહ વિગેરે) સાથે રાખો તો તેમાં તમારા પર કાંઈ હરજ નથી, બેશક અલ્લાહે નાસ્તિકો માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર કર્યો છે.

4:103
فَإِذا قَضَيْتُمُ الصَّلاةَ فَاذْكُرُوا اللهَ‌ قِياماً وَ قُعُوداً وَ عَلى جُنُوبِكُمْ فَإِذَا اطْمَأْنَنْتُمْ فَأَقيمُوا الصَّلاةَ إِنَّ الصَّلاةَ كانَتْ عَلَى الْمُؤْمِنينَ كِتاباً مَوْقُوتاً

و هنگامى‌كه نماز را به پايان رسانديد، خدا را ياد كنيد؛ ايستاده، و نشسته، و در‌حالى‌كه به پهلو خوابيده‌ايد. و هرگاه آرامش يافتيد [و حالت ترس زايل گشت]، نماز را [به‌طور معمول] بر پا داريد، زيرا نماز، براى مؤمنان وظيفه‌اى است ثابت و داراى اوقات معيّن.

Then when you have finished the prayer, remember Allah standing and sitting and reclining; but when you are secure (from danger) keep up prayer; surely prayer is a timed ordinance for the believers.

પછી જ્યારે તમે નમાઝથી ફારીગ થાવ તો ઊભા ઊભા અને બેઠા બેઠા તથા પડખાભેર સૂતા સૂતા અલ્લાહને યાદ કરતા રહો; પછી જ્યારે તમે મુત્મઇન થઈ જાવ ત્યારે નમાઝ પઢો; બેશક મોઅમીનો પર મોઅય્યન સમયે નમાઝ પઢવાનું લખી દેવામાં (વાજિબ કરવામાં) આવ્યું છે.

4:104
وَ لا تَهِنُوا فِي ابْتِغاءِ الْقَوْمِ إِنْ تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَما تَأْلَمُونَ وَ تَرْجُونَ مِنَ اللهِ‌ ما لا يَرْجُونَ وَ كانَ اللهُ‌ عَليماً حَكيماً

و در تعقيب دشمن، [هيچ‌گاه] سست نشويد؛ [زيرا] اگر شما درد و رنج مى‌بينيد، آن‌ها نيز همانند شما درد و رنج مى‌بينند؛ در‌حالى‌كه شما اميدى از خدا [براى پاداش] داريد كه آن‌ها ندارند؛ و خداوند، دانا و حكيم است.

And be not weak hearted in pursuit of the enemy; if you suffer pain, then surely they (too) suffer pain as you suffer pain, and you hope from Allah what they do not hope; and Allah is Knowing, Wise.

અને તું દુશ્મનનો પીછો કરવામાં સુસ્તી ન કર; જો તમને કાંઈ તકલીફ પડે છે તો તેમને પણ એવી જ રીતે તકલીફ પડે છે, પણ તમે અલ્લાહથી (સવાબની) ઉમ્મીદ રાખો છો તેવી ઉમ્મીદ તેઓ રાખતા નથી; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

4:105
إِنَّا أَنْزَلْنا إِلَيْكَ الْكِتابَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِما أَراكَ اللهُ‌ وَ لا تَكُنْ لِلْخائِنينَ خَصيماً

ما اين كتاب را به‌حق بر تو نازل كرديم؛ تا به آنچه خداوند به تو آموخته، در ميان مردم قضاوت كنى؛ و از كسانى مباش كه از خائنان حمايت نمايى.

Surely We have revealed the Book to you with the truth that you may judge between people by means of that which Allah has taught you; and be not an advocate on behalf of the treacherous.

બેશક અમોએ તારી તરફ આ કિતાબ હક સાથે નાઝિલ કરી છે કે જેથી અલ્લાહના બતાવ્યા મુજબ તું લોકો વચ્ચે ઇન્સાફ કરે; અને તું ખયાનત કરનારાઓની તરફદારી કરનાર બનજે નહી;

4:106
وَ اسْتَغْفِرِ اللهَ إِنَّ اللهَ كاَنَ غَفُورًا رَّحِيمًا

و از خداوند، طلب آمرزش نما، كه خداوند، آمرزنده و مهربان است.

And ask forgiveness of Allah; surely Allah is Forgiving, Merciful.

અને અલ્લાહની બારગાહમાં ઇસ્તગફાર કર; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

4:107
وَ لا تُجادِلْ عَنِ الَّذينَ يَخْتانُونَ أَنْفُسَهُمْ إِنَّ اللهَ‌ لا يُحِبُّ مَنْ كانَ خَوَّاناً أَثيماً

و از آن‌ها كه به خود خيانت كردند، دفاع مكن؛ زيرا خداوند، افراد خيانت پيشه گنهكار را دوست ندارد.

And do not plead on behalf of those who act unfaithfully to their souls; surely Allah does not love him who is treacherous, sinful;

અને જેઓ પોતાના નફસો સાથે ખયાનત કરે છે તેઓ વતી તું (લોકો સામે) તેઓનો બચાવ કર નહિ; બેશક અલ્લાહ ખયાનતકાર (અને) ગુનેહગારને દોસ્ત રાખતો નથી;

4:108
يَسْتَخْفُونَ مِنَ النَّاسِ وَ لا يَسْتَخْفُونَ مِنَ اللهِ‌ وَ هُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ ما لا يَرْضى مِنَ الْقَوْلِ وَ كانَ اللهُ‌ بِما يَعْمَلُونَ مُحيطاً

[آن‌ها زشتكارى خود را] از مردم پنهان مى‌دارند؛ امّا از خدا پنهان نمى‌دارند؛ و هنگامى‌كه در مجالس شبانه، سخنانى كه خدا راضى نبود مى‌گفتند، خدا با آن‌ها بود؛ خدا به آنچه انجام مى‌دهند، احاطه دارد.

They hide themselves from men and do not hide themselves from Allah, and He is with them when they meditate by night words which please Him not, and Allah encompasses what they do.

તેઓ (પોતાની બૂરાઇને) લોકોથી છૂપાવી રાખે છે પરંતુ અલ્લાહથી છૂપાવી શકતા નથી, જયારે તેઓ રાત્રે ભેગા મળી સાઝીશ કરે જે અલ્લાહને પસંદ નથી તેવી વાતો કરતા હતા ત્યારે તે (અલ્લાહ) તેઓની સાથે હતો અને અલ્લાહ તેઓની દરેક કરતૂતોથી સારી પેઠે વાકેફ છે.

4:109
ها أَنْتُمْ هؤُلاءِ جادَلْتُمْ عَنْهُمْ فِي الْحَياةِ الدُّنْيا فَمَنْ يُجادِلُ اللهَ‌ عَنْهُمْ يَوْمَ الْقِيامَةِ أَمْ مَنْ يَكُونُ عَلَيْهِمْ وَكيلاً

آرى، شما كسانى هستيد كه در زندگى اين جهان، از آنان دفاع كرديد؛ امّا كيست كه در برابر خداوند، در روز رستاخيز از آن‌ها دفاع كند؟! يا چه كسى است كه حامى آن‌ها باشد؟!

Behold! you are they who (may) plead for them in this world's life, but who will plead for them with Allah on the resurrection day, or who shall be their protector?

હા, તમે જ છો કે જેઓ દુનિયાની ઝિંદગીમાં તેમની તરફદારીમાં તકરાર કરો છો, પરંતુ કયામતના દિવસે તેમના તરફથી અલ્લાહ સામે કોણ તકરાર કરશે અથવા તે (સાઝીશ કરનારાઓ)નો વકીલ બનશે?

4:110
وَ مَنْ يَعْمَلْ سُوءاً أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللهَ‌ يَجِدِ اللهَ‌ غَفُوراً رَحيماً

هركس كار بدى انجام دهد يا به خود ستم كند، سپس از خداوند طلب آمرزش نمايد، خدا را آمرزنده و مهربان خواهد يافت.

And whoever does evil or acts unjustly to his soul, then asks forgiveness of Allah, he shall find Allah Forgiving, Merciful.

અને જે કોઈ બૂરાઇ કરે અથવા પોતાના નફસ પર કાંઈ ઝૂલ્મ કરે, પછી અલ્લાહથી ઇસ્તગફાર કરે, અલ્લાહ ગફુરૂર રહીમ પામશે.

← Surah 3 Surah 5 →