سورة الأنعام
Al Anam
اوست كسى كه باغهاى معروش (باغهايى كه درختانش روى داربستها قرار دارد)، و باغهاى غير معروش (باغهايى كه نياز به داربست ندارد) را آفريد؛ و [همچنين] نخل و انواع زراعت را، كه ازنظر ميوه و طعم باهم متفاوتند؛ و [نيز] درخت زيتون و انار را، كه از جهتى با هم شبيه، و از جهتى تفاوت دارند؛ [برگ و ساختمان ظاهريشان شبيه يكديگر است، ولى طعم و ميوهی آنها متفاوت مىباشد]. از ميوهی آن، به هنگامىكه به ثمر مىنشيند، بخوريد؛ و حقّ آن را به هنگام برداشت [محصول]، بپردازيد؛ و اسراف نكنيد، كه خداوند مسرفان را دوست ندارد.
And He it is Who produces gardens (of vine), trellised and untrellised, and palms and seed-produce of which the fruits are of various sorts, and olives and pomegranates, like and unlike; eat of its fruit when it bears fruit, and pay the due of it on the day of its reaping, and do not act extravagantly; surely He does not love the extravagant.
અને અલ્લાહ એ જ છે જેણે બગીચા પૈદા કર્યા છે કે જેમાં (અમુકના) વેલા (માંડવા પર) ચઢેલા હોય છે અને (અમુકના) વેલા ચઢેલા હોતા નથી, અને ખજૂરના ઝાડ તથા બગીચા જેમાં પ્રકાર પ્રકારના ફળ હોય છે, તથા ઝયતુન અને દાડમ જે (અમુક) એક બીજાને મળતા આવે છે અને (અમુક) સમાન હોતા નથી; જ્યારે તેમના પર ફળ આવી જાય ત્યારે તેમાંના ફળ ખાઓ અને (ફળ) ઊતારવાના દિવસે તે (અલ્લાહ)નો ઠરાવેલો ભાગ આપો અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે દોસ્ત રાખતો નથી.
[اوست كسى كه] از چهارپايان، براى شما حيوانات باربر، و حيوانات كوچك [براى منافع ديگر] آفريد؛ از آنچه به شما روزى داده است، بخوريد؛ و از گامهاى شيطان پيروى ننماييد، كه او براى شما دشمنى آشكار است.
And of cattle (He created) beasts of burden and those which are fit for slaughter only; eat of what Allah has given you and do not follow the footsteps of the Shaitan; surely he is your open enemy.
અને ચોપગા જાનવરોમાંથી અમુક તો બોજો ઊંચકનારા અને અમુક નાના જાનવરો (બીજા કાર્યો માટે) પૈદા કર્યા; અલ્લાહે જે કાંઇ તમને આપ્યું છે તેમાંથી ખાઓ પીઓ અને શૈતાનના નકશેકદમ પર ન ચાલો; બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
هشت زوج از چهارپايان؛ از ميش دو زوج [نر و ماده]، و از بز دو زوج [نر و ماده] [براى شما آفريد]؛ بگو: «آيا خداوند نرهاى آنها را حرام كرده، يا مادهها را؟! يا آنچه شكم مادهها در برگرفته؟! اگر راست مىگوييد [و بر تحريم اينها دليلى داريد]، به من از روى علم و آگاهى خبر دهيد»!
Eight in pairs-- two of sheep and two of goats. Say: Has He forbidden the two males or the two females or that which the wombs of the two females contain? Inform me with knowledge if you are truthful.
આઠ પ્રકારના જોડાં છે. ઘેટાની જાતમાંથી બે અને બકરાની જાતમાંથી બે હરામ કર્યા છે તું તેઓને કહે કે શું બન્ને નર અથવા બંને માદાને તેણે હરામ કર્યા છે? કે બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે? જો તમે સાચા હોવ તો મને યકીન સાથે ખબર આપો:
و از شتر دو زوج [نر و ماده]، و از گاو هم دو زوج [نر و ماده]؛ بگو: «آيا خداوند نرها را حرام كرده يا مادهها را؟! يا آنچه را شكم مادهها در برگرفته؟! يا هنگامىكه خدا شما را به اين موضوع سفارش كرد، شما گواه [بر اين تحريم] بوديد؟! پس چه كسى ستمكارتر است از آن كسكه بر خدا دروغ مىبندد، تا از روى جهل، مردم را گمراه سازد؟! خداوند هيچگاه گروه ستمكاران را هدايت نمىكند».
And two of camels and two of cows. Say: Has He forbidden the two males or the two females or that which the wombs of the two females contain? Or were you witnesses when Allah enjoined you this? Who, then, is more unjust than he who forges a lie against Allah that he should lead astray men without knowledge? Surely Allah does not guide the unjust people.
અને ઊંટોમાંથી બે તથા ગાયોમાંથી બે (હરામ કર્યા) તું કહે કે શું તેણે બન્ને નર હરામ કર્યા છે કે બન્ને માદા ? અથવા આ બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે ? અથવા શું તમે ત્યારે હાજર હતા જ્યારે તમને અલ્લાહે આ હુકમ કર્યો હતો ? માટે તે કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત મૂકે જેથી લોકાને વગર ઇલ્મે ગુમરાહ કરે; બેશક અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
بگو: «در آنچه بر من وحى شده، هيچ طعامى را براى خورندگان، حرام نمىيابم؛ بجز اينكه مردار باشد، يا خونى كه [از بدن حيوان] بيرون ريخته، يا گوشت خوك كه اينها همه پليدند يا حيوانى كه به گناه، [هنگام ذبح] نام غير خدا (نام بتها) بر آن برده شده است». امّا كسى كه ناچار [از خوردن اين محرمات] شود، درصورتى كه ستمكار و متجاوز نباشد، [گناهى بر او نيست]؛ زيرا پروردگارت، آمرزنده و مهربان است.
Say: I do not find in that which has been revealed to me anything forbidden for an eater to eat of except that it be what has died of itself, or blood poured forth, or flesh of swine-- for that surely is unclean-- or that which is a transgression, other than (the name of) Allah having been invoked on it; but whoever is driven to necessity, not desiring nor exceeding the limit, then surely your Lord is Forgiving, Merciful.
કહે કે મારા પર જે વહી આવી છે તેમાં હું ખાનારાઓ માટે કોઇ ખોરાક હરામ હોય એવું પામતો નથી, સિવાય કે (જે) પોતાની મેળે મૃત્યુ પામ્યુ હોય, અથવા વહેવડાવેલુ લોહી, અથવા સુવ્વરનું ગોશ્ત; બેશક તે ગંદી વસ્તુઓ છે; અથવા નાફરમાનીના હેતુથી (ઝબ્હ કરતી વખતે) જેના પર અલ્લાહના સિવાય બીજા કોઇનું (નામ) લેવામાં આવ્યું હોય (પણ); જે કોઇ મજબૂરીમાં હોય અને તેનો (હરામ ગોશ્ત ખાવા પાછળ) હેતુ અલ્લાહના હુકમનો વિરોધ કરવા કે સરકશી કરવાનો ન હોય તો બેશક તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.
و بر يهوديان، هر حيوان ناخندار (حيواناتى كه سم يكپارچه دارند) را حرام كرديم؛ و از گاو و گوسفند، پيه و چربيشان را بر آنان تحريم نموديم؛ مگر چربيهايى كه بر پشت آنها قرار دارد، و يا در دو طرف پهلوها، و يا آنها كه با استخوان آميخته است؛ اين كيفر را به سزاى ستمشان به آنها داديم؛ و ما راست مىگوييم.
And to those who were Jews We made unlawful every animal having claws, and of oxen and sheep We made unlawful to them the fat of both, except such as was on their backs or the entrails or what was mixed with bones: this was a punishment We gave them on account of their rebellion, and We are surely Truthful.
અને અમોએ યહૂદીઓ પર દરેક નખવાળા પ્રાણીઓ હરામ કર્યા હતાં, અને ગાય તથા બકરીની જાતમાંથી તે બન્નેની ચરબી હરામ કરી હતી, સિવાય કે જે તેમની પીઠ ઉપર અથવા આંતરડા પર હોય અથવા જે કાંઇ હાડકાં સાથે મળેલી હોય, આ સઝા અમોએ તેમની બગાવતના કારણે તેમને કરી હતી, અને બેશક અમે સાચા છીએ.
اگر تو را تكذيب كنند [و اين حقايق را نپذيرند]، به آنها بگو: «پروردگار شما، داراى رحمتى گسترده است؛ امّا مجازات او هم از مجرمان بازگردانده نمىشود؛ [و اگر ادامه دهيد كيفر شما حتمى است]».
But if they give you the lie, then say: Your Lord is the Lord of All-encompassing mercy; and His punishment cannot be averted from the guilty people.
જો તેઓ તને જૂઠલાવે તો તું કહે કે તમારો પરવરદિગાર વિશાળ રહેમતનો માલીક છે પરંતુ તેનો અઝાબ મુજરીમોથી હરગિઝ ટાળી શકાતો નથી.
بهزودى مشركان [براى تبرئه خويش] مىگويند: «اگر خدا مىخواست، نه ما مشرك مىشديم و نه پدران ما؛ و نه چيزى را تحريم مىكرديم». كسانى كه پيش از آنها بودند نيز، همينگونه [آيات خدا را] تكذيب كردند؛ و سرانجام [طعم] كيفر ما را چشيدند. بگو: «آيا دليل روشنى [بر اين موضوع] داريد كه آن را بر ما آشكار سازيد؟! شما فقط از پندارهاى بىاساس پيروى مىكنيد، و تخمينهاى نابهجا مىزنيد».
Those who are polytheists will say: If Allah had pleased we would not have associated (aught with Him) nor our fathers, nor would we have forbidden (to ourselves) anything; even so did those before them reject until they tasted Our punishment. Say: Have you any knowledge with you so you should bring it forth to us? You only follow a conjecture and you only tell lies.
નજીકમાં જ મુશરિકો કહેશે જો અલ્લાહ ચાહતે તો ન અમે શિર્ક કરતે ન અમારા બાપદાદા (મુશરીક હોત); અને ન અમે કોઇ વસ્તુને હરામ ઠરાવતે; એવી જ રીતે તેમની પહેલાંના લોકો (પણ) જૂઠલાવ્યા કરતા હતા, એટલે સુધી કે તેમણે અમારા અઝાબની મજા ચાખી; તું કહે કે શું તમારી પાસે કોઇ દલીલ છે ? તો અમને લાવી દેખાડો; (પણ) તમે ફકત ખોટા ગુમાનની પૈરવી કરો છો અને તમે અયોગ્ય અંદાજો લગાવો છો.
بگو: «دليل رسا براى خداست [دليلى كه براى هيچكس بهانهاى باقى نمىگذارد]. و اگر او مىخواست، همهی شما را [به اجبار] هدايت مىكرد. [ولى هدايت اجبارى بىثمر است]».
Say: Then Allah's is the conclusive argument; so if He please, He would certainly guide you all.
તું કહે કે (બધા બહાનાઓ ખત્મ કરી) (હકીકત સુધી) પહોંચાડનાર હુજ્જત અલ્લાહ માટે જ છે.* જો તે ચાહતે તો તમારા બધાની (જબરદસ્તીથી) હિદાયત કરી દેત.
بگو: «گواهان خود را، كه گواهى مىدهند خداوند اينها را حرام كرده است، بياوريد»! اگر آنها [به دروغ] گواهى دهند، تو با آنان [همصدا نشو. و] گواهى نده؛ و از هوا و هوس كسانى كه آيات ما را تكذيب كردند، و كسانى كه به آخرت ايمان ندارند و براى پروردگارشان همتا و شبيه قرار مىدهند، پيروى مكن.
Say: Bring your witnesses who should bear witness that Allah has forbidden this, then if they bear witness, do not bear witness with them; and follow not the low desires of those who reject Our communications and of those who do not believe in the hereafter, and they make (others) equal to their Lord.
તું કહે કે તમારા તે ગવાહોને બોલાવો કે જેઓ ગવાહી આપે કે અલ્લાહે આને હરામ કર્યુ છે, પછી અગર તેઓ ગવાહી આપે તો તું તેમની સાથે ગવાહી આપતો નહિ અને જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેમની ખ્વાહીશાતોની પૈરવી કરજે નહિ અને તેઓની પણ કે જેઓ આખેરત પર ઇમાન રાખતા નથી અને જેઓ બીજાઓને પોતાના પરવરદિગારની બરાબર રાખે છે.