سورة الحج
Al Hajj
آنها غير از خداوند، چيزهايى را مىپرستند كه او هيچ گونه دليلى بر آن نازل نكرده است، و چيزهايى را كه علم و آگاهى به آن ندارند! و براى ستمگران، ياور و راهنمايى نيست.
And they serve besides Allah that for which He has not sent any authority, and that of which they have no knowledge; and for the unjust there shall be no helper.
અને તેઓ અલ્લાહને મૂકીને એવાની બંદગી કરે છે કે જેના વિશે ન અલ્લાહે કોઇ દલીલ ઉતારી છે. અને ન તેઓ પાસે તે (માઅબૂદો ) વિશે કંઇ ઇલ્મ છે; અને ઝાલિમોનો કોઇ મદદગાર નથી.
و هنگامى كه آيات روشنِ ما بر آنان خوانده مى شود، در چهره هاى كافران آثار انكار مشاهده مىكنى، آنچنان كه نزديك است [برخيزند و] به كسانى كه آيات ما را بر آنها مى خوانند حمله كنند! بگو: «آيا شما را به بدتر از اين خبردهم؟ كه همان آتش سوزنده است كه خدا به كافران وعده داده و بد سرانجامى است!»
And when Our clear communications are recited to them you will find denial on the faces of those who disbelieve; they almost spring upon those who recite to them Our communications. Say: Shall I inform you of what is worse than this? The fire; Allah has promised it to those who disbelieve; and how evil the resort!
અને જયારે તેમની સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો જેઓ ઇમાન નથી લાવ્યા, તું તેમના ચહેરા પર નફરત જૂએે છે જાણે એવું લાગે છે કે અલ્લાહની આયતો પઢનાર પર હમલો કરી નાખશે, તું કહે કે હું તમને તેના કરતાં પણ વધુ ખરાબ ખબર આપુ આગ કે જેનો અલ્લાહે નાસ્તિકોને વાયદો કર્યો છે અને તે કેટલુ ખરાબ પરિણામ છે!
اى مردم! مَثَلى زده شده است، به آن گوش فرا دهيد: كسانى را كه غير از خدا مى خوانيد [و پرستش مى كنيد]، هرگز نمى توانند مگسى بيافرينند، هرچند براى اين كار دست به دست هم دهند و هرگاه مگس چيزى از آنها بربايد، نمى توانند آن را بازپس گيرند. هم طلب كننده ناتوان است و هم طلبشونده [هم عابدان، هم معبودان].
O people! a parable is set forth, therefore listen to it: surely those whom you call upon besides Allah cannot create fly, though they should all gather for it, and should the fly snatch away anything from them, they could not take it back from it; weak are the invoker and the invoked.
અય લોકો ! તમારા માટે એક દાખલો બયાન કરવામાં આવ્યો છે તે ઘ્યાનથી સાંભળી લ્યો; એમાં શક નથી કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેઓ બધા ભેગા મળીને હરગિઝ એક માખી પણ પેદા કરી શકતા નથી; અને જો તેમની પાસેથી માખી કંઇ વસ્તુ છીનવી લે તો પણ તેઓ તેની પાસેથી તે (વસ્તુ) છોડાવી શકતા નથી; માંગનાર અને જેમની પાસે માંગવામાં આવે છે તેઓ બંને કમજોર છે.
خدا را آن گونه كه بايد بشناسند نشناختند؛ خداوند توانا و شكست ناپذير است.
They have not estimated Allah with the estimation that i due to Him; most surely Allah is Strong, Mighty.
તેઓએ અલ્લાહની સાચી માઅરેફત હાંસિલ ન કરી અને બેશક અલ્લાહ જબરદસ્ત કુદરતવાળો છે.
خداوند از فرشتگان رسولانى برمى گزيند، و همچنين از انسانها؛ به يقين خداوند شنواو بيناست!
Allah chooses apostles from among the angels and from among the men; surely Allah is Hearing, Seeing.
અલ્લાહ ફરિશ્તા તથા ઇન્સાનોમાંથી રસૂલો મુન્તખબ (પસંદ) કરે છે; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનારો છે.
آنچه را در پيش روى آنها و پشت سر آنهاست مىداند و همه امور بسوى خدا بازمىگردد.
He knows what is before them and what is behind them and to Allah are all affairs turned back.
તેઓની આગલી તથા પાછલી હકીકતને તે જાણે છે; અને સર્વે બાબતો અલ્લાહની તરફ પાછી ફરવાની છે.
اى كسانى كه ايمان آورده ايد! ركوع كنيد و سجود به جا آوريد و پروردگارتان را عبادت كنيد و كار نيك انجام دهيد، تا رستگار شويد.
O you who believe! bow down and prostrate yourselves and serve your Lord, and do good that you may succeed.
અય ઇમાન લાવનારાઓ! તમે રૂકૂઅ કરો તથા સિજદા કરો અને તમારા પરવરદિગારની ઇબાદત કરો અને નેકી કરો કે જેથી તમે કામ્યાબ થાઓ.
و در راه خدا آنگونه كه سزاوار اوست جهاد كنيد، او شما را برگزيد و در دين [اسلام] كارِ سنگين و سختى بر شما قرار نداد، از آيين پدرتان ابراهيم پيروى كنيد. خداوند شما را در كتابهاى پيشين و در اين كتاب آسمانى، مسلمان ناميد، تا پيامبر گواه بر شما باشد و شما گواهان بر مردم. پس نماز را برپا داريد و زكات را ادا كنيد و به خدا تمسّك جوييد كه او سرپرست [و ياور] شماست، چه سرپرست خوبى و چه ياور شايسته اى!
And strive hard in (the way of) Allah, (such) a striving as is due to Him; He has chosen you and has not laid upon you an hardship in religion; the faith of your father Ibrahim; He named you Muslims before and in this, that the Apostle may be a bearer of witness to you, and you may be bearers of witness to the people; therefore keep up prayer and pay the poor-rate and hold fast by Allah; He is your Guardian; how excellent the Guardian and how excellent the Helper!
અને અલ્લાહ માટે એવી રીતે જેહાદ કરો જેવી રીતે કે તેનો હક છે, કે તેણે તમને મુન્તખબ (પસંદ) કર્યા છે અને દીનમાં કોઇ ભારે તકલીફ નથી મૂકી, અને આ જ તમારા વાલિદ ઇબ્રાહીમનો દીન છે. એણે તમારૂં નામ પહેલાં પણ અને આ (કુરઆન)માં પણ, મુસ્લીમ (તાબેદાર) રાખ્યું છે;* જેથી રસૂલ તમારા ઉપર ગવાહ રહે અને તમે લોકોના કાર્યો પર ગવાહ રહો, બસ તમે નમાઝને કાયમ કરો, ઝકાત અદા કરો, અને અલ્લાહથી વાબસ્તા રહો; એ જ તમારો સરપરસ્ત છે, અને કેવો બહેતરીન સરપરસ્ત અને બહેતરીન મદદગાર છે!