سورة المؤمنون
Al Mu'minun
سرانجام صيحهی [مرگبار آسمانى] آنها را به حق فرو گرفت و ما آنها را همچون خاشاكى بر سيلاب قرار داديم؛ دور باد قوم ستمكار [از رحمت خدا]!
So the punishment overtook them in justice, and We made them as rubbish; so away with the unjust people.
નતીજો એ આવ્યો કે તેઓને એક ગર્જનાએ પોતાની પકડમાં લઇ લીધા અને અમોએ તેમનો કચરો કરી નાખ્યો, તો પછી ઝાલિમ કોમ (અલ્લાહની રહેમતથી) દૂરી છે.
سپس اقوام ديگرى را پس از آنها پديد آورديم.
Then We raised after them other generations.
ત્યારબાદ અમોએ બીજી કોમોને પેદા કરી.
هيچ امّتى بر اجل حتمى خود پيشى نمىگيرد، و از آن تأخير نيز نمىكند.
No people can hasten on their doom nor can they postpone (it).
કોઇ પણ ઉમ્મત પોતાના મુકર્રર સમયથી ન આગળ વધી શકે છે અને ન પાછળ રહી શકે છે.
سپس پيامبران خود را يكى پس از ديگرى فرستاديم هر زمان پيامبرى براى [هدايت] قومى مى آمد، او را تكذيب مى كردند و ما اين امّت هاى سركش را يكى پس از ديگرى هلاك نموديم و آنها را خبرهايى قرار داديم [كه تنها نامى از آنان باقى ماند]. دور باد [از رحمت خدا] قومى كه ايمان نمى آورند!
Then We sent Our apostles one after another; whenever there came to a people their apostle, they called him a liar, so We made some of them follow others and We made them stories; so away with a people who do not believe!
પછી અમો અમારા રસૂલોને સતત મોકલ્યા, અને જયારે પણ રસૂલ તેમની ઉમ્મત પાસે આવ્યા ત્યારે તેઓએ તેને જૂઠલાવ્યો, પછી અમોએ પણ તેમનો (નાસ્તિકોનો) વારાફરતી નાશ કરી નાખ્યો અને તેઓને કહાનીનુ સ્વરૂપ આપી દીધુ, જે લોકો ઇમાન નથી લાવતા તેઓ માટે (અલ્લાહની રહેમતથી) દૂરી છે.
سپس موسى و برادرش هارون را با آيات خود و دليلى روشن فرستاديم.
Then We sent Musa and his brother Haroun, with Our communications and a clear authority,
પછી અમોએ મૂસા તથા તેના ભાઇ હારૂનને અમારી નિશાનીઓ તથા વાઝેહ દલીલ સાથે મોકલ્યા :
بهسوى فرعون و اطرافيان اشرافى او؛ امّا آنها تكبّر كردند، و آنها مردمى برترىجوى بودند.
To Firon and his chiefs, but they behaved haughtily and they were an insolent people.
ફિરઔન તથા તેના સરદારો તરફ; પણ તે લોકોએ તકબ્બુર (ઘમંડ) કર્યો, અને તે કોમ શિરજોર હતી.
آنها گفتند: «آيا ما به دو بشر همانند خودمان ايمان بياوريم، درحالىكه قوم آنها ما را مىپرستند [و بردگان ما هستند]»؟!
And they said: What! shall we believe in two mortals like ourselves while their people serve us?
અને તેઓએ કહ્યું કે શું અમે અમારા જ જેવા બે શખસો પર ઇમાન લઇ આવીએ, જ્યારે કે તેમની કોમ અમારી ગુલામ છે?
و آنها آن دو را تكذيب كردند؛ و سرانجام هلاك شدند.
So they rejected them and became of those who were destroyed.
પછી તેઓએ તે બંનેને (મૂસા અને હારૂનને) જૂઠલાવ્યા જેથી તેઓ હલાક થનારાઓમાંના થયા.
و ما به موسى كتاب آسمانى داديم؛ شايد آنان (بنىاسرائيل) هدايت شوند.
And certainly We gave Musa the Book that they may follow a right direction.
અને ખરેખર અમોએ મૂસાને કિતાબ આપી કે કદાચને લોકો હિદાયત મેળવે.
و ما فرزند مريم (عيسى) و مادرش را نشانه اى قرار داديم و آنها را در سرزمين مرتفعى كه داراى امنيّت و آب روان بود جاى داديم.
And We made the son of Marium and his mother a sign, and We gave them a shelter on a lofty ground having meadows and springs.
અને અમોએ મરિયમના ફરઝંદ તથા તેની વાલેદાને અમારી નિશાનીઓ બનાવી, અને તે બન્નેને એક ઊંચી જગ્યા પર કે જ્યાં વહેતુ પાણી હતુ ત્યાં જગ્યા આપી.