سورة فاطر
Fatir
ستايش مخصوص خداوندى است كه آفرينندهی آسمانها و زمين است، كه فرشتگان را رسولانى قرار داد داراى بالهاى دوگانه و سهگانه و چهارگانه، او هرچه بخواهد در آفرينش مىافزايد، زيرا خداوند بر هر چيزى تواناست.
All praise is due to Allah, the Originator of the heavens and the earth, the Maker of the angels, apostles flying on wings, two, and three, and four; He increases in creation what He pleases; surely Allah has power over all things.
તમામ વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તથા ફરિશ્તાઓને તેના પયગામ પહોંચાડનાર બનાવ્યા કે જેની પાંખો બબ્બે, ત્રણ ત્રણ અને ચાર ચાર છે, અને તે સર્જનમાં ચાહે વધારો કરે છે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.
هر رحمتى را خدا به روى مردم بگشايد، كسى بازدارنده آن نيست؛ و هرچه را او باز دارد، كسى بعد از او قادر به فرستادن آن نيست؛ و او توانا و حكيم است.
Whatever Allah grants to men of (His) mercy, there is none to withhold it, and what He withholds there is none to send it forth after that, and He is the Mighty, the Wise
અલ્લાહ ઇન્સાનો માટે જે રહેમતનો દરવાજો ખોલી દે તેને કોઇ અટકાવનાર નથી, અને જે (રહેમત) અટકાવી દે તેને કોઇ મોકલનાર નથી તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
اى مردم! نعمت خدا را بر خود به ياد آوريد؛ آيا آفرينندهاى جز خدا هست كه شما را از آسمان و زمين روزى دهد؟! هيچ معبودى جز او نيست؛ با اين حال چگونه [بهسوى باطل] منحرف مىشويد؟!
O men! call to mind the favor of Allah on you; is there any creator besides Allah who gives you sustenance from the heaven and the earth? There is no god but He; whence are you then turned away?
અય લોકો ! તમારા ઉપર અલ્લાહની નેઅમતોને યાદ કરો, શું અલ્લાહ સિવાય પણ બીજો કોઇ ખાલિક છે જે તમને આસમાન અને ઝમીનમાંથી રોઝી આપે, તેના સિવાય કોઇ ખુદા નથી, તો પછી તમે કેવી રીતે (હકથી) ફરી જાઓ છો?
اگر تو را تكذيب كنند [غم مخور، موضوع تازهاى نيست] پيامبران پيش از تو نيز تكذيب شدند؛ و همه كارها بهسوى خدا بازگشت داده مىشود.
And if they call you a liar, truly apostles before you were called liars, and to Allah are all affairs returned.
અને જો તને આ લોકો જૂઠલાવે છે તો તારી અગાઊ રસૂલોને જૂઠલાવી ચૂક્યા છે; અને દરેક બાબતોને અલ્લાહની જ તરફ પાછી ફેરવવામાં આવશે.
اى مردم! وعدهی خداوند حق است؛ مبادا زندگى دنيا شما را بفريبد، و مبادا [شيطان] فريبكار شما را نسبت به [كَرَم] خدا فريب دهد [و مغرور سازد]!
O men! surely the promise of Allah is true, therefore let not the life of this world deceive you, and let not the archdeceiver deceive you respecting Allah.
અય લોકો ! અલ્લાહનો વાયદો સાચો છે, માટે દુનિયાનું જીવન તમને ધોખામાં ન નાખી દે, અને ધોખો દેવાવાળો તમને અલ્લાહ બાબતે ધોખો ન આપે.
به يقين شيطان دشمن شماست، پس او را دشمن بدانيد؛ او فقط حزبش را به اين دعوت مىكند كه اهل آتش سوزان [جهنّم] باشند.
Surely the Shaitan is your enemy, so take him for an enemy; he only invites his party that they may be inmates of the burning
બેશક શયતાન તમારો દુશ્મન છે બસ તમે તેને દુશ્મન રાખો, તે પોતાના સમૂહને બોલાવે છે કે તેઓ બાળનારી આગવાળા થઇ જાય.
كسانى كه راه كفر پيش گرفتند، براى آنان عذابى شديد است؛ و كسانى كه ايمان آوردند و كارهاى شايسته انجام دادند، آمرزش و پاداشى بزرگ از آن آنهاست.
(As for) those who disbelieve, they shall have a severe punishment, and (as for) those who believe and do good, they shall have forgiveness and a great reward.
જે લોકોએ ઇન્કાર કર્યો તેમના માટે સખત અઝાબ છે, અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે માફી અને મોટો બદલો છે.
آيا كسى كه زشتى عملش براى او آراسته شده و آن را زيبا مىبيند [همانند كسى است كه واقع را مىيابد]؟! خداوند هركس را بخواهد [و سزاوار باشد] گمراه مىسازد و هركس را بخواهد [و شايسته ببيند] هدايت مىكند؛ پس جانت به خاطر شدّت تأسّف بر آنان از دست نرود؛ خداوند به آنچه انجام مىدهند داناست.
What! is he whose evil deed is made fairseeming to him so much so that he considers it good? Now surely Allah makes err whom He pleases and guides aright whom He pleases, so let not your soul waste away in grief for them; surely Allah is Cognizant of what they do
શુ જેના ખરાબ કાર્યે સુશોભિત કરીને દેખાડવાના કારણે સારા જાણતો હોય (તે અલ્લાહે હિદાયત આપેલા જેવો થઇ શકે છે? ના) કારણકે અલ્લાહ જેને ચાહે ગુમરાહ કરે અને જેને ચાહે હિદાયત આપે છે. માટે તમે અફસોસને લીધે તેની પાછળ તમારી જાન ન આપી દો, બેશક અલ્લાહ જે કાંઇ તેઓ કરે છે તેને જાણનાર છે.
خداوند كسى است كه بادها را فرستاد تا ابرهايى را به حركت در آورند؛ ما اين ابرها را بهسوى زمين مردهاى رانديم و بهوسيلهی آن، زمين را پس از مردنش زنده كرديم؛ رستاخيز نيز همينگونه است.
And Allah is He Who sends the winds so they raise a cloud, then We drive it on to a dead country, and therewith We give life to the earth after its death; even so is the quickening.
અને અલ્લાહ એ જ છે કે જેણે હવાને મોકલી કે જે વાદળોને ફેલાવે છે પછી અમે તેને ઊજ્જડ શહેર સુધી લઇ જઇએ છીએ, અને અમે તેના વડે ઊજ્જડ ઝમીનને જીવંત કરીએ છીએ અને આજ પ્રમાણે (મરણ પામેલાઓને) ફરીવાર ઉઠાડવામાં આવશે.
كسى كه خواهان عزّت و توانايى است [بايد از خدا بخواهد؛ چرا كه] تمام عزّت و توانايى براى خداست؛ سخنان پاكيزه بهسوى او صعود مىكند، و عمل صالح را بالا مىبرد؛ و آنها كه نقشههاى بد مىكشند، عذاب سختى براى آنهاست و مكر [و توطئه] آنان نابود مىشود [و به جايى نمىرسد].
Whoever desires honor, then to Allah belongs the honor wholly. To Him do ascend the good words; and the good deeds, lift them up, and (as for) those who plan evil deeds, they shall have a severe chastisement; and (as for) their plan, it shall perish.
જે કોઇ પણ ઇઝઝત ચાહતો હોય તો (તે સમજી લે કે) તમામ ઇઝઝત પરવરદિગાર માટે છે પાકીઝા કલામ તેની જ તરફ ઊંચે જાય છે, અને નેક અમલ તેને ઊંચે લઇ જાય છે,* અને જે લોકો મક્કારીથી બૂરાઇ અંજામ આપે છે તેમના માટે સખત અઝાબ છે અને તેમની મક્કારી નાબૂદ થશે.