سورة النساء
An Nisa
آنچه در آسمانها و آنچه در زمين است، از آن خداست. و ما به كسانى كه پيش از شما، كتاب آسمانى به آنها داده شده بود، و نيز به شما سفارش كرديم، كه از [نافرمانى] خدا بپرهيزيد. و اگر كافر شويد، [به خدا زيانى نمىرسد]؛ زيرا آنچه در آسمانها و آنچه در زمين است براى خداست؛ و خداوند، بىنياز و ستوده است.
And whatever is in the heavens and whatever is in the earth is Allah's and certainly We enjoined those who were given the Book before you and (We enjoin) you too that you should be careful of (your duty to) Allah; and if you disbelieve, then surely whatever is in the heavens and whatever is in the earth is Allah's and Allah is Self-sufficient, Praise-worthy.
અને જે કાંઈ આકાશોમાં અને ઝમીનમાં છે તે સઘળું અલ્લાહનું જ છે; અને હકીકતમાં તમારી અગાઊ કિતાબ આપવામાં આવેલ લોકો અને તમને પણ આ વસીયત કરી છે કે અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; પણ જો તમે (આ હુકમ માનવાથી) ઇન્કાર કરશો તો (ખુદાનું કઇ નુકસાન નથી કારણકે) આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે અલ્લાહનું જ છે; અને અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે.
آنچه در آسمانها و زمين است از آن خداست؛ و كافى است كه خدا، حافظ و نگاهبان [شما] باشد.
And whatever is in the heavens and whatever is in the earth is Allah's, and Allah is sufficient as a Protector.
અને જે કાંઇ આકાશોમાં તથા ઝમીનમાં છે તે અલ્લાહનું છે; અને સંચાલન માટે અલ્લાહ કાફી છે.
اى مردم! اگر او بخواهد، شما را [از ميان] مىبرد و افراد ديگرى را [به جاى شما] مىآورد؛ و خداوند، بر اين كار تواناست.
If He please, He can make you pass away, O people! and bring others; and Allah has the power to do this.
અય લોકો ! જો તે ચાહે તો તમને (નાબૂદી તરફ) લઇ જાય અને તમારા બદલે બીજાઓને લઇ આવે; અને અલ્લાહ આમ કરવા માટે કાદીર છે.
كسانى كه پاداش دنيوى بخواهند، [و از پاداش اخروى غافل باشند، در اشتباهند؛ زيرا] پاداش دنيا و آخرت نزد خداست؛ و خداوند، شنوا و بيناست.
Whoever desires the reward of this world, then with Allah is the reward of this world and the hereafter; and Allah is Hearing, Seeing.
જે કોઈ દુનિયાનો બદલો ચાહે છે (તેણે જાણવું જોઇએ કે) અલ્લાહની પાસે દુનિયાનો અને આખેરતનો સવાબ છે; અને અલ્લાહ સાંભળનાર, નિહાળનાર છે.
اى كسانى كه ايمان آوردهايد! همواره و هميشه قيام به عدالت كنيد. براى خدا گواهى دهيد، اگرچه به زيان شما، يا پدر و مادر و نزديكانتان بوده باشد! [چرا كه] اگر او (كسى كه گواهى شما به زيان اوست) غنى يا فقير باشد، خداوند سزاوارتر است كه از آنان حمايت كند. بنابراين، از هوا و هوس پيروى نكنيد؛ كه منحرف خواهيد شد. و اگر حق را تحريف كنيد، و يا از اظهار آن، اعراض نماييد، خداوند به آنچه انجام مىدهيد، آگاه است.
O you who believe! be maintainers of justice, bearers of witness of Allah's sake, though it may be against your own selves or (your) parents or near relatives; if he be rich or poor, Allah is nearer to them both in compassion; therefore do not follow (your) low desires, lest you deviate; and if you swerve or turn aside, then surely Allah is aware of what you do.
અય ઈમાન લાવનારાઓ ! તમે હંમેશા ઇન્સાફ માટે કયામ કરો અને અલ્લાહ માટે ગવાહી આપનારા બનો, પછી ભલેને તે (ગવાહી) તમારા પોતાની અથવા (તમારા) વાલેદૈન અને ખાનદાનવાળાઓની ખિલાફ કેમ ન હોય; તે માલદાર હોય કે મોહતાજ, બંને કરતા અલ્લાહ(ના ફરમાનની પૈરવી કરવી) બહેતર છે; માટે તમે તમારી ખ્વાહીશાતની પૈરવી ન કરો, નહિતર તમે હકથી ફરી જશો; અને જો તમે (ગવાહી) બદલી નાખશો અથવા (ગવાહી) આપવાથી કિનારો કરશો તો જે કાંઈ પણ તમે કરો છો તેનાથી અલ્લાહ બેશક સારી રીતે વાકેફ છે.
اى كسانى كه ايمان آوردهايد! به خدا و پيامبرش، و كتابى كه بر او نازل كرده، و كتب آسمانى كه پيش از آن فرستاده است، ايمان [واقعى] بياوريد. كسى كه خدا و فرشتگان او و كتابها و پيامبرانش و روز واپسين را انكار كند، در گمراهى دورى افتاده است.
O you who believe! believe in Allah and His Apostle and the Book which He has revealed to His Apostle and the Book which He revealed before; and whoever disbelieves in Allah and His angels and His apostles and the last day, he indeed strays off into a remote error.
અય ઈમાન લાવનારાઓ ! તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર અને તે કિતાબ પર જે તેણે પોતાના રસૂલ પર નાઝિલ કરી છે, અને તે કિતાબ પર કે જે તેણે આ પહેલાં નાઝિલ કરી છે, ઈમાન લાવો; અને જે કોઈ અલ્લાહનો તથા તેના ફરિશ્તાઓનો તથા તેની કિતાબોનો તથા તેના રસૂલોનો અને કયામતના દિવસનો ઈન્કાર કરશે, હકીકતમાં તે ગુમરાહીમાં ઘણે દૂર ભટકી ગયો છે.
كسانى كه ايمان آوردند، سپس كافر شدند، و باز هم ايمان آوردند، و ديگر بار كافر شدند، سپس بر كفر خود افزودند، خدا هرگز آنها را نخواهد بخشيد، و آنها را به راه [راست] هدايت نخواهد كرد. (۱۳۷ ( سبب نزول
Surely (as for) those who believe then disbelieve, again believe and again disbelieve, then increase in disbelief, Allah will not forgive them nor guide them in the (right) path.
બેશક જે લોકો ઈમાન લાવ્યા (અને) પાછા ઈમાનથી ફરી ગયા, પછી પાછા ઈમાન લાવ્યા અને પાછા ઈમાનથી ફરી ગયા, પછી પોતાના નાસ્તિકપણામાં વધારો કર્યો, હરગિઝ અલ્લાહ ન તેમને માફ કરશે, અને ન તેમને સીધા રસ્તાની હિદાયત કરશે.
به منافقان بشارت ده كه مجازات دردناكى در انتظار آنهاست!
Announce to the hypocrites that they shall have a painful chastisement:
મુનાફીકોને આ ખુશખબર સંભળાવી દે કે તેમના માટે દર્દનાક અઝાબ છે;
[همان] كسانى كه كافران را بهجاى مؤمنان، دوست خود انتخاب مىكنند. آيا عزّت و سربلندى را نزد آنان مىجويند با اينكه همهی عزّتها از آن خداست؟!
Those who take the unbelievers for guardians rather than believers. Do they seek honor from them? Then surely all honor is for Allah.
કે જે લોકો મોઅમીનોને છોડી નાસ્તિકોને સરપરસ્ત બનાવે છે; શું તેઓ તેમની પાસે ઈઝ્ઝત તલાશ કરે છે? હકીકતમાં તમામ ઈઝ્ઝત તો અલ્લાહ પાસે છે.
و [خداوند اين حكم را] در كتابش بر شما نازل كرده كه هرگاه بشنويد افرادى آيات خدا را انكار و استهزا مىكنند، با آنها ننشينيد تا به سخن ديگرى بپردازند؛ وگرنه، شما هم مثل آنان خواهيد بود. خداوند، همهی منافقان و كافران را در دوزخ جمع مىكند.
And indeed He has revealed to you in the Book that when you hear Allah's communications disbelieved in and mocked at do not sit with them until they enter into some other discourse; surely then you would be like them; surely Allah will gather together the hypocrites and the unbelievers all in hell.
અને બેશક તેણે તમારા ઉપર કિતાબમાં નાઝિલ કર્યુ છે કે જયારે તમે સાંભળો કે અલ્લાહના ફરમાનોનો ઇન્કાર કરવામાં આવે અને તેની હાંસી ઉડાડવામાં આવે ત્યારે તમે એવા લોકો સાથે બેસો નહિ જયાં સુધી તેઓ બીજી કોઇ વાત શરૂં ન કરે, નહિતર તમો પણ એમની જેવા થઇ જશો બેશક અલ્લાહ મુનાફીકો અને નાસ્તિકોને જહન્નમમાં એક સાથે ભેગા કરશે;