سورة النساء
An Nisa
[منافقان] كسانى [هستند] كه پيوسته انتظار مىكشند و اگر فتح و پيروزى از سوى خدا نصيب شما گردد، مىگويند: «مگر ما با شما نبوديم؟ [پس ما نيز در افتخارات و غنايم شريكيم].» و اگر بهرهاى نصيب كافران گردد، به آنان مىگويند: «مگر ما شما را به مبارزه و تسليمنشدن در برابر مؤمنان، تشويق نمىكرديم؟! [پس با شما شريك خواهيم بود].» خداوند در روز رستاخيز، ميان شما داورى مىكند؛ و خداوند هرگز راهى براى تسلّط كافران بر مؤمنان قرار نداده است.
Those who wait for (some misfortune to befall) you then If you have a victory from Allah they say: Were we not with you? And if there is a chance for the unbelievers, they say: Did we not acquire the mastery over you and defend you from the believers? So Allah shall Judge between you on the day of resurrection, and Allah will by no means give the unbelievers a way against the believers.
જેઓ રાહ જોતા રહે છે; પછી જ્યારે અલ્લાહ તરફથી તમને ફત્હ નસીબ થાય છે ત્યારે તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા ? અને જો નાસ્તિકોને ફત્હ (નસીબ) થાય તો તેઓને કહે છે કે શું અમે તમારા પર ગાલીબ થઈ ગયા ન હતા? અને (છતાંપણ) શું અમોએ તમને મોઅમીનોથી બચાવ્યા ન હતા? (માટે અમે તમારા સાથી છીએ) પછી અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે ફેંસલો કરશે; અને અલ્લાહે નાસ્તિકો માટે મોઅમીનો પર હરગિઝ (કાબૂ મેળવવાનો) રસ્તો રાખ્યો જ નથી.
منافقان [به گمان خود] مىخواهند خدا را فريب دهند؛ درحالىكه او آنها را فريب مىدهد؛ و هنگامىكه به نماز بر مىخيزند، با كسالت برمىخيزند؛ و در برابر مردم ريا مىكنند؛ و خدا را جز اندكى ياد نمىنمايند.
Surely the hypocrites strive to deceive Allah, and He shall requite their deceit to them, and when they stand up to prayer they stand up sluggishly; they do it only to be seen of men and do not remember Allah save a little.
બેશક મુનાફીકો (પોતાના ગુમાન મુજબ) અલ્લાહને ધોખો આપે છે. પણ તે (અલ્લાહ) તેઓને ધોખો આપનાર છે; અને જ્યારે તેઓ નમાઝ માટે ઊભા થાય છે ત્યારે આળસ સાથે અને લોકોને દેખાડવા માટે જ ઊભા થાય છે અને અલ્લાહને ખૂબ ઓછુ યાદ કરે છે;
آنها افراد بىهدفى هستند كه نه سوى اينها هستند، و نه سوى آنها. [در واقع، نه در صف مؤمنان قرار دارند، و نه در صف كافران]. و هركس را خداوند گمراه كند، راهى براى [نجات] او نخواهى يافت.
Wavering between that (and this), (belonging) neither to these nor to those; and whomsoever Allah causes to err, you shall not find a way for him.
તેઓ (ઇસ્લામ અને કુફ્ર)ની વચ્ચે ડગમગી રહયા છે, ન આ તરફ ન પેલી તરફ; અને જેને અલ્લાહ ગુમરાહી કરે, તું તેના માટે હરગિજ કોઈ રસ્તો જોશે નહિ.
اى كسانى كه ايمان آوردهايد!، كافران را بهجاى مؤمنان، ولىّ و تكيهگاه خود انتخاب نكنيد. آيا مىخواهيد [با اين عمل]، دليل آشكارى برضدّ خود در پيشگاه خدا قرار دهيد؟!
O you who believe! do not take the unbelievers for friends rather than the believers; do you desire that you should give to Allah a manifest proof against yourselves?
અય ઈમાન લાવનારાઓ! મોઅમીનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત બનાવો નહિ; શું તમે એમ ચાહો છો કે તમારા પોતાના ખિલાફ અલ્લાહના પાસે ખૂલ્લી દલીલ કાયમ કરો ?
منافقان در پايينترين دركات [و طبقات] دوزخ قرار دارند؛ و هرگز ياورى براى آنها نخواهى يافت. [بنابراين، از طرح دوستى با دشمنان خدا، كه نشانهی نفاق است، بپرهيزيد].
Surely the hypocrites are in the lowest stage of the fire and you shall not find a helper for them.
બેશક મુનાફીકો જહન્નમનાં સૌથી નીચેના તબક્કામાં હશે, અને હરગિઝ તું તેમના માટે કોઈ મદદગાર પામીશ નહિ;
مگر كسانى كه توبه كنند، و اصلاح [و جبران] نمايند و به خدا تمسك جويند، و دين خود را براى خدا خالص كنند؛ آنها با مؤمنان خواهند بود؛ و خداوند به افراد با ايمان، پاداش عظيمى خواهد داد.
Except those who repent and amend and hold fast to Allah and are sincere in their religion to Allah, these are with the believers, and Allah will grant the believers a mighty reward.
સિવાય તેમના કે જેઓએ તૌબા કરી અને ઇસ્લાહ કરે તથા અલ્લાહથી વાબસ્તા થઇ જાય અને અલ્લાહના જ માટે પોતાના દીનને ખાલીસ કરી નાખે તો તેઓ જ મોઅમીનોની સાથે છે; અને અલ્લાહ મોઅમીનોને ઘણો મોટો બદલો આપશે.
اگر شكرگزارى كنيد و ايمان آوريد چگونه ممكن است خداوند شما را مجازات كند؟! خداوند [در برابر اعمال شما] قدردان و [از آن] آگاه است.
Why should Allah chastise you if you are grateful and believe? And Allah is the Multiplier of rewards, Knowing
જો તમે શુક્ર કરો અને ઈમાન લાવો તો અલ્લાહ તમારા ઉપર શા માટે અઝાબ કરે? અને અલ્લાહ શુક્રને કબૂલ કરનાર અને (નિય્યતોનો) જાણનાર છે.
خداوند دوست ندارد كسى با سخنان خود، بديها [ى ديگران] را اظهار كند؛ مگر آن كس كه مورد ستم واقع شده باشد. خداوند، شنوا و داناست.
Allah does not love the public utterance of hurtful speech unless (it be) by one to whom injustice has been done; and Allah is Hearing, Knowing.
અલ્લાહ પસંદ કરતો નથી કે પોતાના શબ્દોથી (બીજાની) બૂરાઇ જાહેર કરો, સિવાય કે તેના ઉપર ઝુલ્મ કરવામાં આવ્યો હોય; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
اگر نيكيها را آشكار يا پنهان سازيد، و از بديها گذشت نماييد، خداوند آمرزنده و تواناست [و با اينكه قادر بر مجازات است، عفو و گذشت مىكند].
If you do good openly or do it in secret or pardon an evil then surely Allah is Pardoning, Powerful.
જો તમે કોઇ નેકી જાહેર કરો અથવા છુપાવો અથવા કોઇ બૂરાઇથી દરગુજર કરો તો બેશક અલ્લાહ પણ દરગુજર કરનાર, કુદરતવાળો છે.
كسانى كه به خدا و پيامبران او كفر مىورزند، و مىخواهند ميان خدا و پيامبرانش جدايى بيفكنند، و مىگويند: «به بعضى ايمان مىآوريم، و بعضى را انكار مىكنيم» و مىخواهند در ميان اين [دو]، راهى [براى خود] انتخاب كنند.
Surely those who disbelieve in Allah and His apostles and (those who) desire to make a distinction between Allah and His apostles and say: We believe in some and disbelieve in others, and desire to take a course between (this and) that.
બેશક જે લોકો અલ્લાહનો તથા તેના રસૂલોનો ઇન્કાર કરે છે તથા અલ્લાહ અને તેના રસૂલો વચ્ચે જુદાઇ પાડવા ઇચ્છે છે, અને કહે છે કે અમે અમુક (વાત)ને માનીએ છીએ અને અમુકનો ઇન્કાર કરીએ છીએ, અને તેઓ આ બંને (ઇમાન અને કુફ્ર) વચ્ચેનો (નવો) રસ્તો બનાવવા ઇચ્છે છે: