سورة الحديد
Al Hadid
به پيش تازيد براى رسيدن به آمرزش پروردگارتان و بهشتى كه پهنه آن مانند پهنه آسمان و زمين است و براى كسانى كه به خدا و پيامبرانش ايمان آورده اند؛ آماده شده است، اين فضل خداوند است كه به هركس بخواهد مى دهد؛ و خداوند داراى فضل عظيم است.
Hasten to forgiveness from your Lord and to a garden the extensiveness of which is as the extensiveness of the heaven and the earth; it is prepared for those who believe in Allah and His apostles; that is the grace of Allah: He gives it to whom He pleases, and Allah is the Lord of mighty grace.
તમે તમારા પરવરદિગારની મગફેરત અને તે જન્નત તરફ પહેલ કરો જેની વિશાળતા ઝમીન અને આસમાનની બરાબર છે અને જેને તે લોકો માટે બનાવી છે કે જેઓ અલ્લાહ અને રસૂલ પર ઇમાન લાવ્યા, આ અલ્લાહનો ફઝલ છે તે જેને ચાહે છે આપે છે અને અલ્લાહ અઝીમ ફઝલનો માલિક છે.
هيچ مصيبتى [ناخواسته] در زمين و نه در وجود شما روى نمى دهد مگر اين كه همه آنها قبل از آن كه زمين را بيافرينيم در لوح محفوظ ثبت است؛ و اين امر براى خدا آسان است.
No evil befalls on the earth nor in your own souls, but it is in a book before We bring it into existence; surely that is easy to Allah:
જે કાંઇ પણ આફત ઝમીન પર અથવા તમારી જાત પર ઉતરે છે, તેને પેદા કરવા પહેલા તે (અલ્લાહ)ની કિતાબમાં લખી દેવામાં આવ્યું છે, અને આ કાર્ય અલ્લાહ માટે સહેલું છે:
اين بخاطر آن است كه براى آنچه از دست داده ايد تأسف نخوريد، و به آنچه به شما داده است دلبسته و شادمان نباشيد؛ و خداوند هيچ متكبّر فخرفروشى را دوست ندارد.
So that you may not grieve for what has escaped you, nor be exultant at what He has given you; and Allah does not love any arrogant boaster:
આ એ માટે કે તમારા હાથમાંથી જે કાંઇ જતું રહે તેના માટે અફસોસ કરો નહિ, અને તેણે તમને જે કાંઇ આપ્યું છે તેના પર ખુશીથી ફુલાઇ ન જાવ; અને અલ્લાહ કોઇપણ ઘમંડી અને મોટાઇ કરવાવાળાને પસંદ કરતો નથી:
همان كسانى كه بخل ميورزند ومردم را به بخل دعوت مىكنند؛ و هر كس [از اين فرمان الهى] روى گردان شود، [به خود زيان مى رساند، چرا كه] خداوند بى نياز و شايسته ستايش است.
Those who are niggardly and enjoin niggardliness on men; and whoever turns back, then surely Allah is He Who is the Selfsufficient, the Praised.
જેઓ કંજૂસી કરે છે તથા બીજા લોકોને કંજૂસીનો હુકમ કરે છે, તથા જે (અલ્લાહના ફરમાનથી) મોઢુ ફેરવશે (તે પોતાનુ જ નુકસાન કરશે કારણકે) અલ્લાહ બેનિયાઝ અને હમ્દને લાયક છે.
ما پيامبران خود را با دلايل روشن فرستاديم، و با آنها كتاب آسمانى و ميزان [شناسايىِ حق از باطل و قوانين عادلانه] نازل كرديم تا مردم قيام به عدالت كنند؛ و آهن را آفريديم كه در آن نيروى شديد و منافعى براى مردم است، تا مشخص شود چه كسى خدا و پيامبرانش را يارى مى كند بى آن كه او را ببيند؛ خداوند توانا و شكست ناپذير است.
Certainly We sent Our apostles with clear arguments, and sent down with them the Book and the balance that men may conduct themselves withequity; and We have made the iron, wherein is great violence and advantages to men, and that Allah may know who helps Him and His apostles in the secret; surely Allah is Strong, Mighty.
બેશક અમોએ અમારા રસૂલોને વાઝેહ દલીલો સાથે મોકલ્યા અને તેમની સાથે કિતાબ અને અને મીઝાન નાઝિલ કર્યા, જેથી લોકો ઇન્સાફ કાયમ કરે અને અમોએ લોઢું પણ નાઝિલ કર્યુ છે* જેમાં ભરપૂર તાકત અને બીજા ઘણા ફાયદાઓ છે, અને એ માટે કે અલ્લાહ જાણી લે કે કોણ જોયા વગર તેની અને તેના રસૂલની મદદ કરે છે, અને બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે.
ما نوح و ابراهيم را فرستاديم، و در دودمان آن دو نبوّت و كتاب قرار داديم؛ بعضى از آنها هدايت يافته اند و بسيارى از آنها گنهكارند.
And certainly We sent Nuh and Ibrahim and We gave to their offspring the (gift of) prophecy and the Book; so there are among them those who go aright, and most of them are transgressors.
અને અમોએ નૂહ અને ઇબ્રાહીમને મોકલ્યા, અને તેમની ઓલાદમાં નબુવ્વત તથા કિતાબ રાખી, તેઓમાંથી અમુક હિદાયત પામેલા અને મોટાભાગના બદકારો છે.
سپس در پى آنان پيامبران [ديگر] خود را فرستاديم، و به دنبال آنان عيسى بن مريم را مبعوث كرديمو به او انجيل عطا كرديم، و در دل هاى كسانى كه از او پيروى كردند رأفت و رحمت قرار داديم؛ و رهبانيّتى را كه ابداع كرده بودند، ما بر آنان مقرّر نداشته بوديم؛ گرچه هدفشان جلب خشنودى خدا بود، ولى حق آن را رعايت نكردند؛ از اين رو ما به كسانى از آنها كه ايمان آوردند پاداششان را داديم؛ و بسيارى از آنها گنهكارند.
Then We made Our apostles to follow in their footsteps, and We sent Isa son of Marium afterwards, and We gave him the Injeel, and We put in the hearts of those who followed him kindness and mercy; and (as for) monkery, they innovated it-- We did not prescribe it to them-- only to seek Allah's pleasure, but they did not observe it with its due observance; so We gave to those of them who believed their reward, and most of them are transgressors.
પછી અમોએ તેમના જ નકશે કદમ પર બીજા રસૂલ મોકલ્યા, અને તેમના બાદ ઇસા ઇબ્ને મરિયમને મોકલ્યા, અને તેને ઇન્જીલ અતા કરી, અને તેમની પૈરવી કરવાવાળાઓના દિલોમાં મહેરબાની અને મોહબ્બત મૂકી. જેમને રૂહબાનીયત (સંસાર ત્યાગ)ને પોતાના તરફથી શરૂ કર્યો હતો તથા તેના વડે અલ્લાહની ખુશીના તલબગાર હતા, જો કે અમે હુકમ આપ્યો ન હતો અને તેઓએ તેની પૂરતી કાળજી ન રાખી, પછી અમોએ તેઓમાંથી જેઓ હકીકતમાં ઇમાન લાવ્યા હતા, તેમને અજ્ર અતા કર્યો, અને તેઓમાંથી મોટાભાગના ફાસિકો છે.
اى كسانى كه ايمان آورده ايد! تقواى الهى پيشه كنيد و به پيامبرش ايمان بياوريد تا بهره اى دو چندان از رحمتش به شما بدهد و براى شما نورى قرار دهد كه با آن [در ميان مردم و در مسير زندگى خود] راه برويد و گناهان شما را ببخشد؛و خداوند آمرزنده و مهربان است.
O you who believe! be careful of (your duty to) Allah and believe in His Apostle: He will give you two portions of His mercy, and make for you a light with which you will walk, and forgive you, and Allah is Forgiving, Merciful;
અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને તેના રસૂલ (મોહમ્મદ સ.અ.વ.) પર ઇમાન લાવો કે જેથી તે પોતાની રહેમતનો બેવડો ભાગ તમને આપે, અને તમારા માટે એવું નૂર કાયમ કરે* કે જેની રોશનીમાં તમે ચાલો, અને તમને માફ કરી દે; અને અલ્લાહ મોટો માફ કરનાર તથા રહેમ કરનાર છે :
تا اهل كتاب بدانند كه قادر بر [به دست آوردن] چيزى از فضل خدا نيستند، و تمام فضل [و رحمت] به دست اوست، به هر كس بخواهد آن را مى بخشد؛ و خداوند داراى فضل عظيم است.
So that the followers of the Book may know that they do not control aught of the grace of Allah, and that grace is in Allah's hand, He gives it to whom He pleases; and Allah is the Lord of mighty grace.
જેથી કિતાબવાળા જાણી લે કે તેઓ અલ્લાહના ફઝલ પર પોતાનો કાબૂ રાખતા નથી, અને ફઝલ ફકત અલ્લાહના હાથમાં છે, તે જેને ચાહે આપે છે અને તે અઝીમ ફઝલનો માલીક છે.