سورة الحديد
Al Hadid
كيست كه به خدا وام نيكو دهد [و از اموالى كه به او ارزانى داشته انفاق كند] تا خداوند آن را براى او چندين برابر كند؟ و براى او پاداش پرارزشى است!
Who is there that will offer to Allah a good gift so He will double it for him, and he shall have an excellent reward.
કોણ છે જે અલ્લાહને "કર્ઝે હસના" આપે કે જે તેને અનેક ગણો કરી દે ? અને તેના માટે મોહતરમ અજ્ર છે.
[اين پاداش] در روزى است كه مردان و زنان با ايمان را مى نگرى كه نورشان پيشِ رو و در سمتِ راستشان به سرعت حركت مىكند [و به آنها مىگويند:] بشارت باد بر شما امروز به باغهاى بهشتى كه نهرها از پاى درختان آن جارى است؛ جاودانه در آن خواهيد ماند. و اين همان رستگارى بزرگ است.
On that day you will see the faithful men and the faithful women-- their light running before them and on their right hand-- good news for you today: gardens beneath which rivers flow, to abide therein, that is the grand achievement.
તે દિવસે તું મોઅમીન મર્દો અને મોઅમેના ઔરતોને જોશે કે જેમના ઇમાનનું નૂર તેમની આગળ અને જમણી તરફ ચાલતું હશે અને તેમને કહેવામાં આવશે કે આજે તમારી ખુશખબરી તે જન્નતો છે કે જેની નીચે નહેરો વહે છે અને તેમાં તમે હંમેશા રહેશો અને આ સૌથી મોટી કામ્યાબી છે.
همان روزى كه مردان و زنان منافق به مؤمنان مى گويند: «نظرى به ما بيفكنيد تا از نور شما پرتوى برگيريم.» به آنها گفته مىشود: «به پشت سرِ خود بازگرديد و نورى به دست آوريد». در اين هنگام ديوارى ميان آنها زده مىشود كه درى دارد، درونش رحمت است و از طرف برونش عذاب.
On the day when the hypocritical men and the hypocritical women will say to those who believe: Wait for us, that we may have light from your light; it shall be said: Turn back and seek a light. Then separation would be brought about between them, with a wall having a door in it; (as for) the inside of it, there shall be mercy in it, and (as for) the outside of it, before it there shall be punishment.
તે દિવસે મુનાફિક મર્દો અને મુનાફિક ઔરતો ઇમાનવાળાઓને કહેશે કે અમારા તરફ (દયાની) નજર કરો કે અમે તમારા નૂરનો લાભ લઇએ, તેમને કહેવામાં આવશે કે તમે પાછા જાઓ અને નૂર હાંસિલ કરો, પછી તેમના વચ્ચે એક દિવાલ ઊભી કરી દેવામાં આવશે જેના અંદરના ભાગમાં રહેમત હશે અને તેના બહારના ભાગમાં અઝાબ હશે.
آنها بهشتيان را صدا مى زنند: «مگر ما با شما نبوديم؟!» مىگويند: «آرى، ولى شما خود را به گمراهى افكنديد و انتظار [نابودى حق را] كشيديد، و [در همه چيز] شك و ترديد داشتيد، و آرزوهاى دور و دراز شما را فريب داد تا فرمان خدا فرا رسيد، و شيطان فريبكار شما را در برابر [فرمان] خداوند فريب داد.
They will cry out to them: Were we not with you? They shall say: Yea! but you caused yourselves to fall into temptation, and you waited and doubted, and vain desires deceived you till the threatened punishment of Allah came, while the archdeceiver deceived you about Allah.
અને તેઓ (મુનાફિકો) તેમને (ઇમાનવાળાઓને) પોકારીને કહેશે કે શું અમે તમારી સાથે ન હતા ? તેઓ જવાબ દેશે કે બેશક, પરંતુ તમોએ ખુદ પોતાને બલાઓમાં નાખી દીધા, અને (અમારી માટે મુસીબતોની) રાહ જોતા હતા, અને તમોએ શક કર્યો અને તમને ખોટી ઉમ્મીદોએ ધોકામાં રાખ્યા, એટલે સુધી કે અલ્લાહનો હુકમ આવી પહોંચ્યો અને દગાબાજ શયતાને તમને અલ્લાહના સંબંધમાં છેતર્યા.
پس امروز نه از شما فديهاى پذيرفته مىشود، و نه از كافران؛ و جايگاهتان آتش است و همان شايسته شماست؛ و چه بد سرانجامى است!»
So today ransom shall not be accepted from you nor from those who disbelieved; your abode is the fire; it is your friend and evil is the resort.
માટે આજે ન તમારાથી (મુનાફીકોથી) કોઇ ફીદયો (મુક્તિદંડ) લેવામાં આવશે અને ન નાસ્તિકોથી, તમારૂ ઠેકાણું જહન્નમ છે, અને એ જ તમારો સરપરસ્ત છે, અને કેવુ ખરાબ પરિણામ છે!
آيا وقت آن نرسيده است كه دلهاى كسانى كه ايمان آوردهاند، در برابر ذكر خدا و آنچه از حق نازل شده است خاشع گردد و مانند كسانى نباشند كه در گذشته به آنها كتاب آسمانى داده شد، سپس زمانى طولانى بر آنها گذشت و قلبهايشان [بر اثر فراموشكارى] قساوت يافت؛ و بسيارى از آنها گنهكارند؟!
Has not the time yet come for those who believe that their hearts should be humble for the remembrance of Allah and what has come down of the truth? And that they should not be like those who were given the Book before, but the time became prolonged to them, so their hearts hardened, and most of them are transgressors.
શું જેઓ ઇમાન લાવ્યા તેમના માટે એ સમય નથી આવ્યો કે તેમના દિલ અલ્લાહની યાદમાં તથા નાઝિલ કરવામાં આવેલ હક માટે નરમ થઇ જાય અને તેઓ એહલે કિતાબ જેવા ન થઇ જાય કે જેમને કિતાબ આપવામાં આવેલ હતી કે લાંબી મુદ્દત પસાર થયા પછી તેમના દિલ સખ્ત થઇ ગયા અને તેઓમાંથી મોટા ભાગના બદકાર થઇ ગયા.
بدانيد خداوند زمين را بعد از مرگ آن زنده مى كند. ما آيات [خود] را براى شما بيان كرديم، شايد بيانديشيد.
Know that Allah gives life to the earth after its death; indeed, We have made the communications clear to you that you may understand.
જાણી લો કે ખુદા મુર્દા ઝમીનને જીવતી કરનાર છે* અને અમોએ બધી નિશાનીઓને વાઝેહ રીતે બયાન કરી દીધી કદાચ તમે વિચારો.
مردان و زنان انفاق كننده، و آنها كه[از اين راه] به خدا «قرض الحسنه» دهند، [پاداششان] براى آنان مضاعف مى شودو پاداش پرارزشى دارند.
Surely (as for) the charitable men and the charitable women and (those who) set apart for Allah a goodly portion, it shall be doubled for them and they shall have a noble reward.
બેશક મર્દો તથા ઔરતો જેઓ સદકો અતા કરે છે તેઓ અલ્લાહને કર્ઝે હસના આપી રહ્યા છે તેઓના અજ્રને વધારી આપવામાં આવશે અને તેઓ માટે બાઇઝઝત અજ્ર છે.
كسانى كه به خدا و پيامبرانش ايمان آوردند، آنها صديقان و شاهدان نزد پروردگارشانند؛ براى آنان است پاداش [اعمال] شانو نور [ايمان]شان؛ و كسانى كه كافر شدند وآيات ما را تكذيب كردند، آنها اهل دوزخ.
And (as for) those who believe in Allah and His apostles, these it is that are the truthful and the faithful ones in the sight of their Lord: they shall have their reward and their light, and (as for) those who disbelieve and reject Our communications, these are the inmates of the hell.
અને જેઓ અલ્લાહ અને રસૂલ પર ઇમાન લાવ્યા, તેઓ જ અલ્લાહની નજીક સાચા અને શહીદોનો દરજ્જો ધરાવે છે અને તેઓ માટે બદલો અને રોશની છે, અને જેઓએ ઇન્કાર કર્યો અને અમારી નિશાનીઓને જૂઠલાવી, તેઓ જહન્નમવાસી છે.
بدانيد زندگى دنيا تنها بازى و سرگرمى و تجمّل پرستى و فخرفروشى در ميان شما و افزون طلبى در اموالو فرزندان است، همانندبارانى كه محصولش كشاورزان را در شگفتى و سرور فرو مى برد، سپس خشك مى شود به گونه اى كه آن را زرد رنگ مى بينى؛ سپس تبديل به كاه مى شود. [آرى دنيا نيز به همين سرعت مى گذرد] و در آخرت، عذاب شديد است يا آمرزش و رضاى الهى؛ و زندگى دنيا چيزى جز متاع فريب نيست.
Know that this world's life is only sport and play and gaiety and boasting among yourselves, and a vying in the multiplication of wealth and children, like the rain, whose causing the vegetation to grow, pleases the husbandmen, then it withers away so that you will see it become yellow, then it becomes dried up and broken down; and in the hereafter is a severe chastisement and (also) forgiveness from Allah and (His) pleasure; and this world's life is naught but means of deception.
જાણી લો કે દુનિયાનું જીવન ફકત એક રમત-ગમત, ઝીનત (શોભા) આપસમાં ફખ્ર કરવું અને માલ અને ઔલાદમાં વધારો કરવાની ચાહત છે, તેની મિસાલ વરસાદ જેવી છે કે જેની ઉપજ ખેડૂતને ખુશ કરી દે છે, અને ત્યારબાદ તે કરમાઇ જાય છે અને તું તેને પીળી પડી ગયેલી જૂએ છે, અને અંતમાં તે સૂકાઇને ખડ થઇ જાય છે; અને આખેરતમાં સખત અઝાબ છે અથવા મગફેરત અને અલ્લાહની ખુશનુદી છે; અને દુનિયાનું જીવન છેતરામણી મૂડી સિવાય કશું જ નથી.