Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 101–110 of 206
7:101
تِلْكَ الْقُرى نَقُصُّ عَلَيْكَ مِنْ أَنْبائِها وَ لَقَدْ جاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّناتِ فَما كانُوا لِيُؤْمِنُوا بِما كَذَّبُوا مِنْ قَبْلُ كَذلِكَ يَطْبَعُ اللهَُ عَلى قُلُوبِ الْكافِرينَ

اين‌ها، شهرها و آبادي‌هايى است كه قسمتى از اخبار آن را براى تو شرح مى‌دهيم؛ پيامبرانشان دلايل روشن براى آنان آوردند؛ ولى آن‌ها [چنان لجوج بودند كه] به آنچه قبلاً تكذيب‌كرده بودند، ايمان نمى‌آوردند. اين‌گونه خداوند بر دل‌هاى كافران مهر مى‌نهد [و بر اثر لجاجت و ادامه‌ی گناه، توان تشخيص را از آن‌ها سلب مى‌كند].

These towns-- We relate to you some of their stories, and certainly their apostles came to them with clear arguments, but they would not believe in what they rejected at first; thus does Allah set a seal over the hearts of the unbelievers

આ એ જ વસ્તીઓ છે કે જેની અમુક ખબરો અમે તને બયાન કરીએ છીએ, અને ખરેખર તેમના પયગમ્બરો તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, પરંતુ જેને તેઓ અગાઉ જૂઠલાવી ચૂક્યા હતા તેના પર ઇમાન લાવવાના નથી; આ રીતે અલ્લાહ ઇન્કાર કરનારાઓના દિલો પર મહોર મારી દે છે.

7:102
ما وَجَدْنا لِأَكْثَرِهِمْ مِنْ عَهْدٍ وَ إِنْ وَجَدْنا أَكْثَرَهُمْ لَفاسِقينَ

و براى بيشتر آن‌ها پايبندى به هيچ پيمانى نيافتيم؛ [بلكه] به‌يقين اكثر آن‌ها را فاسق و گنهكار يافتيم.

And We did not find in most of them any (faithfulness to) covenant, and We found most of them to be certainly transgressors.

અને અમોએ તેઓમાંના ઘણાખરાઓને વચન પાળતા જોયા નહિ, પરંતુ અમોએ ખરેખર તેઓમાંના ઘણાઓને ફાસિક જોયા છે.

7:103
ثُمَّ بَعَثْنا مِنْ بَعْدِهِمْ مُوسى بِآياتِنا إِلى فِرْعَوْنَ وَ مَلاَئِهِ فَظَلَمُوا بِها فَانْظُرْ كَيْفَ كانَ عاقِبَةُ الْمُفْسِدينَ

سپس به‌دنبال آن‌ها (پيامبران پيشين) موسى را با آيات خويش به‌سوى فرعون و اطرافيان او فرستاديم؛ امّا آن‌ها [با عدم پذيرش]، به آن [آيات] ظلم كردند. ببين سرانجام مفسدان چگونه بود!

Then we raised after them Musa with Our communications to Firon and his chiefs, but they disbelieved in them; consider then what was the end of the mischief makers.

તેમના પછી અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન તથા તેની કૌમના આગેવાનો તરફ મોકલ્યો, પરંતુ તેઓએ તેના પર ઝુલ્મ કર્યો, માટે જુઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હતો!

7:104
وَ قالَ مُوسَى يا فِرْعَوْنُ إِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعالَمينَ

و موسى گفت: «اى فرعون! من فرستاده‌اى از سوى پروردگار جهانيانم».

And Musa said: O Firon! surely I am an apostle from the Lord of the worlds:

અને મૂસાએ ફરમાવ્યું કે અય ફિરઔન! બેશક હું તમામ દુનિયાઓના પરવરદિગાર તરફથી રસૂલ છું:

7:105
حَقيقٌ عَلى أَنْ لا أَقُولَ عَلَى اللهِ إِلَّا الْحَقَّ قَدْ جِئْتُكُمْ بِبَيِّنَةٍ مِنْ رَبِّكُمْ فَأَرْسِلْ مَعِيَ بَني إِسْرائيلَ

سزاوار است كه بر خدا جز حق نگويم. من دليل روشنى از پروردگارتان براى شما آورده‌ام؛ پس بنى‌اسرائيل را با من بفرست.

(I am) worthy of not saying anything about Allah except the truth: I have come to you indeed with clear proof from your Lord, therefore send with me the children of Israel

મારા માટે એ વ્યાજબી નથી કે અલ્લાહના સબંધમાં હક સિવાય બીજું કાંઇ બોલું; હું ખરેખર તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો લઇને આવ્યો છું, માટે બની ઇસરાઇલને મારી સાથે મોકલી દે.

7:106
قالَ إِنْ كُنْتَ جِئْتَ بِآيَةٍ فَأْتِ بِها إِنْ كُنْتَ مِنَ الصّادِقينَ

[فرعون] گفت: «اگر نشانه‌اى آورده‌اى، نشان بده اگر از راستگويانى».

He said: If you have come with a sign, then bring it, if you are of the truthful ones.

(ફિરઔને) કહ્યું અગર તું કોઇ નિશાની લાવ્યો હોય અને જો તું સાચો હોય તો લાવ, તે રજૂ કર.

7:107
فَأَلْقى عَصاهُ فَإِذا هِيَ ثُعْبانٌ مُبينٌ

[موسى] عصاى خود را افكند؛ ناگهان اژدهاى آشكارى شد.

So he threw his rod, then lo! it was a clear serpent.

આથી (મૂસાએ) પોતાની અસા (લાકડી) ઝમીન પર નાખી દીધી જે જીવતો અજગર બની ગઇ.

7:108
وَ نَزَعَ يَدَهُ فَإِذا هِيَ بَيْضاءُ لِلنَّاظِرينَ

و دست خود را [از گريبان] بيرون آورد؛ سفيد و نورانى براى بينندگان بود.

And he drew forth his hand, and lo! it was white to the beholders.

અને તેણે પોતાનો હાથ (ગિરેબાનમાંથી) બહાર ખેંચી કાઢ્યો કે તરત જ તે દેખનારાઓ માટે સફેદ બની ગયો.

7:109
قالَ الْمَلَأُ مِنْ قَوْمِ فِرْعَوْنَ إِنَّ هذا لَساحِرٌ عَليمٌ

اشراف قوم فرعون گفتند: «بى‌شك، اين ساحرى ماهر و داناست».

The chiefs of Firon's people said: most surely this is an enchanter possessed of knowledge:

(જે દેખીને) ફિરઔનની કૌમના બુઝુર્ગોએ કહ્યું કે, બેશક આ એક જાણકાર જાદુગર છે.

7:110
يُريدُ أَنْ يُخْرِجَكُمْ مِنْ أَرْضِكُمْ فَما ذا تَأْمُرُونَ

مى‌خواهد شما را از سرزمينتان بيرون كند؛ شما چه نظر مى‌دهيد»؟

He intends to turn you out of your land. What counsel do you then give?

તે તમને તમારા દેશમાંથી હાંકી કાઢવા ચાહે છે; માટે તમારો શું હુકમ (વિચાર) છે?

← Surah 6 Surah 8 →