Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 8

سورة الأنفال

Al Anfal

સુરએ અનફાલ
75 verses Madani Verses 51–60 of 75
8:51
ذالِكَ بِما قَدَّمَتْ أَيْديكُمْ وَ أَنَّ اللهَ لَيْسَ بِظَلّامٍ لِلْعَبيدِ

[و به آنان گفته مى‌شود] اين در مقابل كارهايست كه با دست خود از پيش فرستاده‌ايد و خداوند نسبت به بندگان، هرگز ستم روا نمى‌دارد!

This is for what your own hands have sent on before, and because Allah is not in the least unjust to the servants;

અને (આ) તેનો બદલો છે કે જે તમારા હાથે અગાઉ મોકલી ચૂક્યા છો અને અલ્લાહ પોતાના બંદાઓ માટે હરગિઝ ઝાલિમ નથી:

8:52
كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَ الَّذينَ مِنْ قَبْلِهِمْ كَفَرُوا بِآياتِ اللهِ فَأَخَذَهُمُ اللهُ بِذُنُوبِهِمْ إِنَّ اللهَ قَوِيٌّ شَديدُ الْعِقابِ

[حال اين گروه مشركان]، همانند حال فرعونيان، و كسانى است كه پيش از آنان بودند؛ آن‌ها آيات خدا را انكار كردند؛ خداوند هم آنان را به گناهانشان كيفر داد؛ خداوند توانا، و سخت كيفر است!

In the manner of the people of Firon and those before them; they disbelieved in Allah's communications, therefore Allah destroyed them on account of their faults; surely Allah is strong, severe in requiting (evil).

જેવી આલે ફિરઔનની તથા તેમની અગાઉના લોકોની જેમજ તેમણે અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કર્યો હતો જેથી અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે પકડયા; બેશક અલ્લાહ શક્તિવાન, સજા કરવામાં ઘણો સખ્ત છે.

8:53
ذلِكَ بِأَنَّ اللهَ‌ لَمْ يَكُ مُغَيِّراً نِعْمَةً أَنْعَمَها عَلى قَوْمٍ حَتَّى يُغَيِّرُوا ما بِأَنْفُسِهِمْ وَ أَنَّ اللهَ‌ سَميعٌ عَليمٌ

اين، به‌ خاطر آن است كه خداوند، هيچ نعمتى را كه به گروهى داده، تغيير نمى‌دهد؛ مگر آنكه آن‌ها خودشان را تغيير دهند و خداوند، شنوا و داناست.

This is because Allah has never changed a favor which He has conferred upon a people until they change their own condition; and because Allah is Hearing, Knowing;

આ એ માટે કે અલ્લાહ કોઇ નેઅમત જે કોઇ કોમને આપી હોય તે બદલી નાખતો નથી, જ્યાં સુધી કે તેઓ પોતેજ તેને બદલી નાખે, અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે:

8:54
كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَ الَّذينَ مِنْ قَبْلِهِمْ كَذَّبُوا بِآياتِ رَبِّهِمْ فَأَهْلَكْناهُمْ بِذُنُوبِهِمْ وَ أَغْرَقْنا آلَ فِرْعَوْنَ وَ كُلٌّ كانُوا ظالِمينَ

اين، [درست] شبيه حال فرعونيان و كسانى است كه پيش از آن‌ها بودند؛ آيات پروردگارشان را تكذيب كردند؛ ما هم به‌ خاطر گناهانشان، آن‌ها را هلاك كرديم و فرعونيان را غرق نموديم؛ و همگى ستمكار بودند.

In the manner of the people of Firon and those before them; they rejected the communications of their Lord, therefore We destroyed them on account of their faults and We drowned Firon's people, and they were all unjust.

આલે ફિરઔન તથા તેઓની અગાઉના લોકોની જેમ જેઓએ પોતાના પરવરદિગારની આયતોને જૂઠલાવી. અમોએ તેમના ગુનાહોના કારણે તેમને હલાક કર્યા, અને આલે ફિરઔનને ડૂબાડી દીધા, અને તેઓ બધા ઝાલિમ હતા.

8:55
إِنَّ شَرَّ الدَّوَابِّ عِنْدَ اللهِ‌ الَّذينَ كَفَرُوا فَهُمْ لا يُؤْمِنُونَ

به يقين، بدترين جنبندگان نزد خدا، كسانى هستند كه كافر شدند و [به هيچ وجه] ايمان نمى‌آورند.

Surely the vilest of animals in Allah's sight are those who disbelieve, then they would not believe.

બેશક અલ્લાહની નજરમાં (ઝમીન પર) ચાલનારાઓમાં સૌથી ખરાબ તે લોકો છે કે જેઓ નાસ્તિકપણું કરે છે, પછી તેઓ (કયારેય) ઇમાન લાવશે નહિ.

8:56
الَّذينَ عاهَدْتَ مِنْهُمْ ثُمَّ يَنْقُضُونَ عَهْدَهُمْ في كُلِّ مَرَّةٍ وَ هُمْ لا يَتَّقُونَ

همان كسانى‌ كه از آن‌ها پيمان گرفتى؛ سپس هر بار عهد و پيمان خود را مى‌شكنند و [از پيمان شكنى و خيانت،] پرهيز ندارند.

Those with whom you make an agreement, then they break their agreement every time and they do not guard (against punishment).

તેઓ એ જ છે જેમની સાથે તું એ કરાર કર્યા, પછી તેઓ દરેક વખતે પોતાના કરાર તોડી નાખેલ છે અને (વાયદા ખિલાફીથી) પરહેઝ કરતા નથી

8:57
فَإِمّا تَثْقَفَنَّهُمْ فِي الْحَرْبِ فَشَرِّدْ بِهِمْ مَنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ

اگر آن‌ها را در [ميدان] جنگ بيابى، آنچنان به آن‌ها حمله كن كه گروهى كه پشت‌سر آن‌ها هستند، پراكنده شوند؛ شايد متذكّر گردند [و عبرت گيرند]!

Therefore if you overtake them in fighting, then scatter by (making an example of) them those who are in their rear, that they may be mindful.

પછી જો (લડાઇમાં) તેઓ તમારા હાથે લાગી જાય તો (સખ્તીથી) તેઓને તથા તેઓની પાછળ રહેલાઓને વેરવિખેર કરી નાખો કે જેથી તેઓ ઇબ્રત મેળવે.

8:58
وَ إِمَّا تَخافَنَّ مِنْ قَوْمٍ خِيانَةً فَانْبِذْ إِلَيْهِمْ عَلى سَواءٍ إِنَّ اللهَ‌ لا يُحِبُّ الْخائِنينَ

و هرگاه [با ظهور نشانه هايى]، از خيانت گروهى بيم داشته باشى به‌طور عادلانه پيمان با آن‌ها را لغو كن؛ زيرا خداوند، خائنان را دوست نمى دارد.

And if you fear treachery on the part of a people, then throw back to them on terms of equality; surely Allah does not love the treacherous.

અને જો તમને કોઇ કોમ તરફથી ખયાનતનો ડર હોય તો તમે પણ (યોગ્ય જવાબ આપી કરારને) તેમના તરફ ઇન્સાફ સાથે ફેંકી દો; બેશક અલ્લાહ ખયાનત કરનારાઓને દોસ્ત રાખતો નથી.

8:59
وَ لايَحْسَبَنَّ الَّذينَ كَفَرُوا سَبَقُوا إِنَّهُمْ لايُعْجِزُونَ

كسانى‌ كه كافر شدند گمان نكنند [با اين اعمال]، پيش برده‌اند، آن‌ها هرگز نمى‌توانند از قلمرو و كيفر ما بيرون روند!

And let not those who disbelieve think that they shall come in first; surely they will not escape.

અને જેમણે કુફ્ર કર્યું છે તેઓ એવું ગુમાન ન કરે કે તેઓ (અમારી હદ કરતા) આગળ વધી ગયા; બેશક તેઓ (અમને સજા ન આપવા માટે) આજિઝ (લાચાર) કરી શકશે નહિ.

8:60
وَ أَعِدُّوا لَهُمْ مَا اسْتَطَعْتُمْ مِنْ قُوَّةٍ وَ مِنْ رِباطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللهِ‌ وَ عَدُوَّكُمْ وَ آخَرينَ مِنْ دُونِهِمْ لا تَعْلَمُونَهُمُ اللهُ يَعْلَمُهُمْ وَ ما تُنْفِقُوا مِنْ شَيْ‌ءٍ في سَبيلِ اللهِ‌ يُوَفَّ إِلَيْكُمْ وَ أَنْتُمْ لا تُظْلَمُونَ

براى مقابله با آن‌ها (دشمنان)، هرچه در توان داريد از نيرو و از اسب‌هاى ورزيده آماده سازيد، تا به‌وسيله‌ي آن، دشمن خدا و دشمن [شناخته شده] خويش را بترسانيد! و دشمنان ديگرى غير از اين‌ها‌، كه شما آن‌ها را [به علّت نفاقشان] نمى‌شناسيد و خدا آن‌ها را مى‌شناسد. و هرچه در راه خدا [و تقويت اسلام] انفاق كنيد، بى كم‌و‌كاست به شما بازگردانده مى‌شود، و به شما ستم نخواهد شد.

And prepare against them what force you can and horses tied at the frontier, to frighten thereby the enemy of Allah and your enemy and others besides them, whom you do not know (but) Allah knows them; and whatever thing you will spend in Allah's way, it will be paid back to you fully and you shall not be dealt with unjustly.

અને તમે તમારી શક્તિ મુજબ તેઓ (દુશ્મનોથી લડવા) માટે બળ (લશ્કર) અને કસાયેલ ઘોડા તૈયાર રાખો જેના વડે તમે અલ્લાહના દુશ્મન તથા તમારા દુશ્મન તથા આ સિવાય બીજા (દુશ્મનો) જેઓને તમો નથી જાણતા (પરંતુ) અલ્લાહ જાણે છે (તેમને) ડરાવો; અને તમે અલ્લાહની રાહમાં જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરશો તેનો તમને પૂરો બદલો આપવામાં આવશે, અને તમારી સાથે ઝુલ્મ કરવામાં આવશે નહિ.

← Surah 7 Surah 9 →