Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 16

سورة النحل

An Nahl

સુરએ નહલ
128 verses Makki Verses 61–70 of 128
16:61
وَ لَوْ يُؤاخِذُ اللهُ النَّاسَ بِظُلْمِهِمْ ما تَرَكَ عَلَيْها مِنْ دَابَّةٍ وَ لكِنْ يُؤَخِّرُهُمْ إِلى أَجَلٍ مُسَمًّى فَإِذا جاءَ أَجَلُهُمْ لا يَسْتَأْخِرُونَ ساعَةً وَ لا يَسْتَقْدِمُونَ

و اگر خداوند مردم را به خاطر ظلمشان مجازات مى‌كرد، جنبنده اى را بر روى زمين باقى نمى‌گذارد؛ ولى [مجازات] آن‌ها را تا زمان معيّنى به تأخير مي‌ا‌ندازد؛ و هنگامى‌كه اجلشان فرا رسد، نه ساعتى تأخير مى‌كنند، و نه ساعتى پيشى مى‌گيرند.

And if Allah had destroyed men for their iniquity, He would not leave on the earth a single creature, but He respites them till an appointed time; so when their doom will come they shall not be able to delay (it) an hour nor can they bring (it) on (before its time).

અને અગર અલ્લાહ લોકોના ઝુલ્મના કારણે તેમને પકડેત તો આ ઝમીનમાં કોઇ (જીવ)ને પણ છોડતે નહિં, પરંતુ તે એક નક્કી કરેલ સમય સુધી તેમનાથી (અઝાબ) મુલતવી રાખેલ છે, પછી જયારે તેમનો સમય આવી જશે ત્યારે તેઓ તેમાં ન ઘડીભર મોડુ કરશે અને ન ઘડીભર વહેલુ કરશે.

16:62
وَ يَجْعَلُونَ للهِ ما يَكْرَهُونَ وَ تَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنى لا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَ أَنَّهُمْ مُفْرَطُونَ

و آن‌ها براى خدا چيزهايى (دخترانى) قرار مى‌دهند كه خودشان از آن كراهت دارند؛ با اين حال زبانشان به دروغ مى‌گويد كه براى آن‌ها پاداش نيك است! بي‌ترديد براى آنان آتش است و آن‌ها از پيشگامان [دوزخ] اند.

And they ascribe to Allah what they (themselves) hate and their tongues relate the lie that they shall have the good; there is no avoiding it that for them is the fire and that they shall be sent before.

અને તેઓ અલ્લાહ તરફ એવી નિસ્બત આપે છે કે જે તેઓ ખુદ પોતાના માટે પસંદ કરતા નથી, અને તેમની ઝબાનો જૂઠું બોલે છે કે તેઓનો અંજામ સારો હશે, બેશક તેમના માટે (જહન્નમની) આગ છે, અને તેઓને પહેલા (જહન્નમમાં) મોકલવામાં આવશે.

16:63
تَاللهِ لَقَدْ أَرْسَلْنَا إِلىَ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لهَُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيهُّمُ الْيَوْمَ وَ لهَمْ عَذَابٌ أَلِيم

به خدا سوگند، به‌سوى امّت‌هاى پيش از تو پيامبرانى فرستاديم؛ امّا شيطان اعمال آن‌ها را در نظرشان آراست؛ و امروز او ولىّ و سرپرستشان است؛ و [در سراى آخرت] مجازات دردناكى براى آن‌هاست!

By Allah, most certainly We sent (apostles) to nations before you, but the Shaitan made their deeds fair-seeming to them, so he is their guardian today, and they shall have a painful punishment.

અલ્લાહની કસમ! ખરેજ અમોએ તારી અગાઊની ઉમ્મતો તરફ રસૂલો મોકલ્યા હતા, પરંતુ શૈતાને તેઓના (નાસ્તિકોના) કરતુતોને તેમની નઝરમાં સુશોભિત બનાવી દીધા, માટે આજે એ તેમનો વલી છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

16:64
وَ ما أَنْزَلْنا عَلَيْكَ الْكِتابَ إِلاَّ لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فيهِ وَ هُدىً وَ رَحْمَةً لِقَوْمٍ يُؤْمِنُونَ

ما این کتاب را بر تو نازل نکردیم مگر براى اینکه آنچه را در آن اختلاف کرده اند، براى آن‌ها روشن کنى؛ و [این قرآن] مایه‌ي هدایت و رحمت است براى قومى که ایمان مى آورند.

And We have not revealed to you the Book except that you may make clear to them that about which they differ, and (as) a guidance and a mercy for a people who believe.

અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ નથી કરી સિવાય કે જે બાબતોમાં તેઓ ઇખ્તેલાફ કરે છે તેને તું વાઝેહ કરી દે, અને જે લોકો ઇમાન રાખે છે તેમના માટે હિદાયત અને રહેમત(નું કારણ) બને.

16:65
وَ اللهُ أَنْزَلَ مِنَ السَّماءِ ماءً فَأَحْيا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِها إِنَّ في ذلِكَ لَآيَةً لِقَوْمٍ يَسْمَعُونَ

خداوند از آسمان، آبى فرو فرستاد؛ و زمین را، پس از آن که مرده بود، با آن حیات بخشید. در این، نشانه‌ي روشنى است براى گروهى که گوش شنوا دارند.

And Allah has sent down water from the cloud and therewith given life to the earth after its death; most surely there is a sign in this for a people who would listen.

અને અલ્લાહે આસમાનમાંથી પાણી વરસાવ્યું છે અને તે (પાણી) વડે ઝમીનને ઊજ્જડ થયા બાદ જીવંત કરી કે બેશક જેઓ સાંભળે છે તેઓ માટે તેમાં નિશાની છે.

16:66
وَ إِنَّ لَكُمْ فِي الْأَنْعامِ لَعِبْرَةً نُسْقيكُمْ مِمَّا في بُطُونِهِ مِنْ بَيْنِ فَرْثٍ وَ دَمٍ لَبَناً خالِصاً سائِغاً لِلشَّارِبينَ

و در آفرینش چهارپایان، براى شما [درس‌هاى] عبرتى است: از درون شکم آن‌ها، از میان غذاهاى هضم شده و خون، شیر خالص و گوارا به شما مي‌نوشانیم.

And most surely there is a lesson for you in the cattle; We give you to drink of what is in their bellies-- from betwixt the feces and the blood-- pure milk, easy and agreeable to swallow for those who drink.

અને બેશક તમારા માટે ચોપગાં જાનવરોમાં પણ ઇબ્રત છે, અમે તેમના પેટમાં હજમ થયેલ ખોરાક અને લોહીની વચ્ચેથી ચોખ્ખું દૂધ તમને પાઇએ છીએ જે પીનારાઓ માટે મનગમતુ છે.

16:67
وَ مِنْ ثَمَراتِ النَّخيلِ وَ الْأَعْنابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَراً وَ رِزْقاً حَسَناً إِنَّ في ذلِكَ لَآيَةً لِقَوْمٍ يَعْقِلُونَ

و از میوه هاى درختان خرما و انگور، مسکرات [ناپاک] و روزى خوب و پاکیزه مى‌گیرید؛ در این، نشانه روشنى است براى گروهى که مي‌اندیشند.

And of the fruits of the palms and the grapes-- you obtain from them intoxication and goodly provision; most surely there is a sign in this for a people who ponder.

અને ખજૂર તથા દ્રાક્ષના ફળોમાંથી તમે નશાની વસ્તુઓ અને સારો ખોરાક (પણ) લ્યો છો; બેશક વિચારનારાઓ માટે એમાં એક નિશાની છે.

16:68
وَ أَوْحى رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذي مِنَ الْجِبالِ بُيُوتاً وَ مِنَ الشَّجَرِ وَ مِمَّا يَعْرِشُونَ

و پروردگار تو، به زنبور عسل «وحى» (الهام غریزى) نمود که: «از کوه‌ها و درختان و داربست‌هایى که [مردم] مى سازند، خانه هایى برگزین.

And your Lord revealed to the bee saying: Make hives in the mountains and in the trees and in what they build:

અને તારા પરવરદિગારે મધમાખીને (સ્વભાવિક) ઇશારો કર્યો કે તું પહાડોમાં તથા વૃક્ષોમાં અને જે કાંઇ તેઓ (રહેવા માટે મકાન) બનાવે છે તેમાં (મધપુડા માટે) જગ્યા પસંદ કર:

16:69
ثُمَّ كُلي مِنْ كُلِّ الثَّمَراتِ فَاسْلُكي سُبُلَ رَبِّكِ ذُلُلاً يَخْرُجُ مِنْ بُطُونِها شَرابٌ مُخْتَلِفٌ أَلْوانُهُ فيهِ شِفاءٌ لِلنَّاسِ إِنَّ في ذلِكَ لَآيَةً لِقَوْمٍ يَتَفَكَّرُونَ

سپس از تمام ثمرات [و شیره‌ي گل‌ها] بخور و راه‌هایى را که پروردگارت براى تو تعیین کرده است، به راحتى بپیما». از درون [چینه دان] آن‌ها، نوشیدنى با رنگ‌هاى مختلف خارج مى شود که در آن، شفا و درمانى براى مردم است؛ به یقین در این امر، نشانه‌ي روشنى است براى گروهى که فکر مى کنند.

Then eat of all the fruits and walk in the ways of your Lord submissively. There comes forth from within it a beverage of many colours, in which there is healing for men; most surely there is a sign in this for a people who reflect.

પછી દરેક ફળોમાંથી તું ખા અને તારા પરવરદિગારના રસ્તા પર તવાઝો (નમ્રતા) સાથે ચાલ, તે (માખી)ઓના પેટમાંથી એક પીણું નીકળે છે જે જુદા જુદા રંગનું હોય છે, જેમાં ઇન્સાનો માટે શફા છે; બેશક ચિંતન-મનન કરનારાઓ માટે એમાં એક નિશાની છે.

16:70
وَ اللهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ وَ مِنْكُمْ مَنْ يُرَدُّ إِلى أَرْذَلِ الْعُمُرِ لِكَيْ لا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئاً إِنَّ اللهَ عَليمٌ قَديرٌ

خداوند شما را آفرید؛ سپس شما را مى میراند؛ بعضى از شما به نامطلوب ترین [مراحل] عمر مى رسند، که بعد از آگاهى، چیزى نمى دانند [و همه چیز را فراموش مى‌کنند]؛ خداوند دانا و تواناست.

And Allah has created you, then He causes you to die, and of you is he who is brought back to the worst part of life, so that after having knowledge he does not know anything; surely Allah is Knowing, Powerful.

અને અલ્લાહે તમને પૈદા કર્યા છે, પછી તે જ તમને મોત આપશે, અને તમારામાંના અમુકને જીવનના સૌથી ખરાબ ભાગમાં લાવે છે, જેથી જાણકારી પછી પણ અજાણ બની જાય છે (ભૂલી જાય છે) બેશક અલ્લાહ જાણવાવાળો કુદરતવાળો છે.

← Surah 15 Surah 17 →