Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 17

سورة الإسراء

Al Isra / Bani Israil

સુરએ બની ઈસરાઈલ
111 verses Makki Verses 71–80 of 111
17:71
يَوْمَ نَدْعُوا كُلَّ أُناسٍ بِإِمامِهِمْ فَمَنْ أُوتِيَ كِتابَهُ بِيَمِينِهِ فَأُولئِكَ يَقْرَؤُنَ كِتابَهُمْ وَ لايُظْلَمُونَ فَتِيلاً

[به‌يادآور] روزى را كه هرگروهى را با پيشوايشان مى‌خوانيم. كسانى ‌كه نامه‌ی عملشان به دست راستشان داده‌ شود، آن را [با شادى و سرور] مى‌خوانند و كمترين ستمى به آن‌ها نخواهد شد.

(Remember) the day when We will call every people with their Imam; then whoever is given his book in his right hand, these shall read their book; and they shall not be dealt with a whit unjustly.

જે દિવસે અમે દરેક ઉમ્મતને તેના ઇમામ સાથે* બોલાવીશું, પછી જે શખ્સને તેનું નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે તેઓ પોતાના નામએ આમાલનામાને વાંચશે અને તેમની સાથે લેશમાત્ર પણ ઝુલ્મ કરવામાં આવશે નહિં.

17:72
وَ مَنْ كانَ فِي هذِهِ أَعْمى فَهُوَ فِي الْآخِرَةِ أَعْمى وَ أَضَلُّ سَبِيلاً

امّا كسى‌ كه در اين جهان [از ديدن چهره‌ی حق] نابينا بوده‌ است، در آخرت نيز نابينا و گمراه‌تر است.

And whoever is blind in this, he shall (also) be blind in the hereafter; and more erring from the way.

અને જે કોઇ આ (દુનિયા)માં (હક જોવાથી) આંધળો રહ્યો, તે આખેરતમાં પણ આંધળો રહેશે અને (હકના) રસ્તાથી ભટકી ગયેલ રહેશે.

17:73
وَ إِنْ كادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنا غَيْرَهُ وَ إِذاً لَّاتَّخَذُوكَ خَلِيلاً

نزديك بود آن‌ها تو را [با وسوسه‌هاى خود] از آنچه بر تو وحى‌كرده‌ايم بفريبند، تا غير آن را به ما نسبت دهى و آنگاه تو را به دوستى خود برمى‌گزينند.

And surely they had purposed to turn you away from that which We have revealed to you, that you should forge against Us other than that, and then they would certainly have taken you for a friend.

અને બેશક નજદીક હતુ કે જે કાંઇ અમોએ તારી ઉપર વહી કરી હતી તે બાબતે તને ધોકો આપે જેથી તુ તે (વહી) સિવાયની બીજી નિસ્બત અમારી તરફ આપ અને ત્યારે તને દોસ્ત બનાવી લે.

17:74
وَ لَوْ لا أَنْ ثَبَّتْناكَ لَقَدْ كِدْتَ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئاً قَلِيلاً

و اگر ما تو را ثابت قدم نمى‌ساختيم [و در پرتو مقام عصمت، مصون از انحراف نبودى]، نزديك بود اندكى به آنان تمايل پيدا كنى.

And had it not been that We had already established you, you would certainly have been near to incline to them a little;

અને જો અમોએ તને સાબિત કદમ રાખ્યો ન હોત તો તું થોડે અંશે તેમના તરફ ઢળી જાત:

17:75
إِذاً لَّأَذَقْناكَ ضِعْفَ الْحَياةِ وَ ضِعْفَ الْمَماتِ ثُمَّ لاتَجِدُ لَكَ عَلَيْنا نَصِيراً

اگر چنين مى‌كردى، ما دو برابر مجازات [مشركان] در زندگى دنيا و دو برابر [مجازات آن‌ها] را بعد از مرگ، به تو مى‌چشانديم؛ سپس در برابر ما، ياورى براى خود نمى‌يافتى.

In that case We would certainly have made you to taste a double (punishment) in this life and a double (punishment) after death, then you would not have found any helper against Us.

અગર એમ થયું હોત, તો ખરેજ અમે તને દુનિયાની ઝિંદગીમાં (મુશરિકો કરતા) બમણી સજા ચખાડતે અને મૌત પછી પણ બમણી (સજા) ચખાડતે, પછી તું અમારી ખિલાફ કોઇને પણ મદદગાર પામત નહિં.

17:76
وَ إِنْ كادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْها وَ إِذاً لايَلْبَثُونَ خِلافَكَ إِلّا قَلِيلًا

و نزديك بود [با نيرنگ و توطئه] جايگاه تو را در اين سرزمين سست ‌ساخته، تا از آن بيرونت كنند و هرگاه چنين مى‌كردند، [گرفتار مجازات سخت الهى شده و] پس از تو، جز مدّت كمى باقى نمى‌ماندند.

And surely they purposed to unsettle you from the land that they might expel you from it, and in that case they will not tarry behind you but a little.

નજદીક હતુ કે તને આ ઝમીન (મક્કા)માં ડગમગાવી મૂકે જેથી તને કાઢી મૂકી જો કે તેઓ તારા પછી થોડાક સમય સિવાય ટકી શકશે નહી.

17:77
سُنَّةَ مَنْ قَدْ أَرْسَلْنا قَبْلَكَ مِنْ رُسُلِنا وَ لا تَجِدُ لِسُنَّتِنا تَحْوِيلاً

اين سنّت [ما در مورد] پيامبرانى است كه پيش از تو فرستاديم و هرگز براى سنّت ما تغيير و دگرگونى نخواهى يافت.

(This is Our) course with regard to those of Our apostles whom We sent before you, and you shall not find a change in Our course.

અગાઉ જે અમોએ રસૂલોને મોકલ્યા હતા તેમના માટે અમારી આ જ સુન્નત હતી, અને અમારી સુન્નતમાં તું કોઇ ફેરફાર નહિં જૂએ.

17:78
أَقِمِ الصَّلاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلى غَسَقِ اللَّيْلِ وَ قُرْآنَ الْفَجْرِ إِنَّ قُرْآنَ الْفَجْرِ كانَ مَشْهُوداً

نماز را از زوال خورشيد (هنگام ظهر) تا نهايت تاريكى شب (نيمه شب) برپادار و همچنين قرآن فجر (نماز صبح) را چرا كه قرآن فجر، مشهود [فرشتگان شب و روز] است.

Keep up prayer from the declining of the sun till the darkness of the night and the morning recitation; surely the morning recitation is witnessed.

સૂરજના ઢળવાથી (મઘ્યાહનથી) લઇને રાતના અંધકાર સુધી નમાઝને કાયમ કરો, અને સવારના પણ, બેશક સવારના (તિલાવતે) કુરઆનની ગવાહી આપવામાં આવે છે.

17:79
وَ مِنَ الَّيْلِ فَتَهَجَّدْ بِهِ نافِلَةً لَكَ عَسى أَنْ يَبْعَثَكَ رَبُّكَ مَقاماً مَحْمُوداً

و پاسى از شب را از خواب برخيز و قرآن [و نماز] بخوان. اين يك وظيفه‌ی اضافى براى توست، اميد است پروردگارت تو را به مقامى در خورِ ستايش برساند.

And during a part of the night, pray Tahajjud beyond what is incumbent on you; maybe your Lord will raise you to a position of great glory.

અને રાતના એક ભાગમાં (ઇબાદત માટે) જાગ, આ (ઇબાદત) તારા માટે નાફેલા છે, ઉમ્મીદ છે કે તારો પરવરદિગાર તને મકામે મહેમૂદ (ઇઝઝતવાળા દરજજે)* પહોંચાડી દે.

17:80
وَ قُلْ رَبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَ أَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ وَ اجْعَلْ لِي مِنْ لَدُنْكَ سُلْطاناً نَصِيراً

و بگو: «پروردگارا! مرا [در هر كار] با صداقت وارد كن و با صداقت خارج ساز و از سوى خود، حجّتى يارى‌كننده برايم قرارده».

And say: My Lord! make me to enter a goodly entering, and cause me to go forth a goodly going forth, and grant me from near Thee power to assist (me).

અને કહે : અય મારા પરવરદિગાર મને (દરેક કામમાં) સચ્ચાઇની સાથે દાખલ કર, અને સચ્ચાઇની સાથે બહાર કાઢ, અને મને તારા પાસેથી મદદ કરનારી તાકત આપ.

← Surah 16 Surah 18 →