سورة الكهف
Al Kahf
ما [پردهی خواب را] ساليانى دراز در آن غار بر گوششان زديم، و سالها در خواب فرو رفتند.
So We prevented them from hearing in the cave for a number of years.
તેથી અમોએ ગુફામાં વર્ષો સુધી તેઓના કાન ઊપર (ઊંઘનો) પડદો પાડી રાખ્યો.
سپس آنان را برانگيختيم تا آشكار گردد كه كداميك از آن دو گروه، مدّت خواب خود را بهتر احصا كردهاند.
Then We raised them up that We might know which of the two parties was best able to compute the time for which they remained.
પછી અમોએ તેમને જગાડયા કે જેથી અમે જાણી લઇએ કે તે બે સમૂહમાંથી કયો સમૂહ ઊંઘમાં રહેવાની મુદ્દતનો બહેતર હિસાબ કરી શકે છે?
ما داستان آنان را بهدرستى براى تو بازگو مىكنيم؛ آنها جوانانى بودند كه به پروردگارشان ايمان آوردند، و ما بر هدايتشان افزوديم.
We relate to you their story with the truth; surely they were youths who believed in their Lord and We increased them in guidance.
તેમનો કિસ્સો અમે તને હક સાથે બયાન કરીએ છીએ; બેશક તેઓ એવા યુવાન હતા કે જેઓ પોતાના પરવરદિગાર ઉપર ઇમાન લાવ્યા અને અમોએ તેમની હિદાયતમાં વધારો કરી દીધો.
و به دلهايشان نيرو بخشيديم در آن هنگام كه قيام كردند و گفتند: «پروردگار ما، پروردگار آسمانها و زمين است؛ هرگز غير او معبودى را نمىخوانيم؛ كه اگر چنين كنيم، سخنى به گزاف گفتهايم.
And We strengthened their hearts with patience, when they stood up and said: Our Lord is the Lord of the heavens and the earth; we will by no means call upon any god besides Him, for then indeed we should have said an extravagant thing.
અને અમોએ તેમના દિલોને મજબૂત કરી દીધા, જયારે તેઓ ઊભા થયા અને કહ્યું : અમારો પરવરદિગાર આકાશો અને ઝમીનનો પરવરદિગાર છે, અને અમો તેના સિવાય બીજા કોઇ માઅબૂદને નહિં પોકારીએ. નહિતર ખરેખર અમે બાતિલ બોલ્યા કહેવાશું.
اين قوم ما هستند كه معبودهايى جز او انتخاب كردهاند؛ چرادليل آشكارى [بر اين كار] نمىآورند؟! پس چه كسى ستمكارتر است از آن كس كه بر خدا دروغ ببندد»؟!
These our people have taken gods besides Him; why do they not produce any clear authority in their support? Who is then more unjust than he who forges a lie against Allah?
આ અમારી કૌમે તેના સિવાય બીજા માઅબૂદો બનાવી લીધા છે, શા માટે તેઓ તેમના માટે કોઇ ખુલ્લી દલીલો શા માટે રજૂ નથી કરતા? માટે તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે.
و [به آنها گفتيم]: هنگامىكه از آنان و آنچه جز خدا مىپرستند كنارهگيرى كرديد، به غار پناه بريد؛ كه پروردگارتان رحمتش را بر شما مىگستراند؛ و در كارتان، آرامشى براى شما فراهم مىسازد.
And when you forsake them and what they worship save Allah, betake yourselves for refuge to the cave; your Lord will extend to you largely of His mercy and provide for you a profitable course in your affair.
અને (અમોએ તેઓને કહ્યુ) જયારે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરવામાં આવે છે તેનાથી દૂર થઇ ગૂફામાં પનાહ લ્યો જેથી તમારો પરવરદિગાર તમારી માટે પોતાની રહેમતને ફેલાવે અને તમારા કાર્યમાં આસાની અતા કરે.
و [اگر در آنجا بودى] خورشيد را مىديدى كه به هنگام طلوع، بهسمت راست غارشان متمايل مىگردد؛ و به هنگام غروب، به سمت چپ؛ و آنها در فراخنايى از آن [غار] قرار داشتند؛ اين از نشانههاى خداست. هركس را خدا هدايت كند، هدايتيافته [واقعى] اوست؛ و هركس را گمراه نمايد، هرگز سرپرست و راهنمايى براى او نخواهى يافت.
And you might see the sun when it rose, decline from their cave towards the right hand, and when it set, leave them behind on the left while they were in a wide space thereof. This is of the signs of Allah; whomsoever Allah guides, he is the rightly guided one, and whomsoever He causes to err, you shall not find for him any friend to lead (him) aright.
અને તું સૂર્યને જોતે કે જયારે તે ઊગતો ત્યારે તેમની ગુફાથી સીધા હાથ તરફ ઢળેલો રહેતો અને જયારે ડૂબતો હતો ત્યારે તેમને ડાબા હાથ તરફ મૂકીને ચાલ્યો જતો; જયારે કે તેઓ તે (ગુફા)ના વિશાળ ભાગમાં હતા; આ અલ્લાહની નિશાનીઓમાંથી છે; જેને અલ્લાહ હિદાયત કરે છે તે હિદાયત પામેલો છે, અને જેને તે ગુમરાહ કરે, તેના માટે તું કોઇ હિદાયત કરનાર સરપરસ્ત પામશે નહિં.
و [اگر به آنها نگاه مىكردى] آنها را بيدار مىپنداشتى؛ درحالىكه در خواب فرو رفته بودند. و ما آنها را بهسمت راست و چپ مىگردانديم [تا بدنشان سالم بماند]. و سگ آنها [مانند نگهبان] دستهاى خود را بر دهانهی غار گشوده بود. اگر از حال آنان آگاه مىشدى، از آنان مىگريختى؛ و تمام وجودت را وحشت فرا مىگرفت!
And you might think them awake while they were asleep and We turned them about to the right and to the left, while their dog (lay) outstretching its paws at the entrance; if you looked at them you would certainly turn back from them in flight, and you would certainly be filled with awe because of them.
અને તમને એમ લાગશે કે તેઓ જાગે છે જો કે તેઓ સૂતા છે, અને અમે તેમને જમણે અને ડાબે પડખે ફેરવીએ છીએ, અને તેમનો કૂતરો ઉંબરામાં તેના બંને પગ ફેલાવી બેઠો છે; અગર તું તેમને જોતે તો જરૂર પલટીને નાસવા લાગતે અને તેમના પ્રભાવથી ડરી જતે.
اينگونه آنها را [از خواب] برانگيختيم تا از يكديگر سؤال كنند؛ يكى از آنها گفت: «چه مدّت در خواب بودهايد»؟ گفتند: «يك روز، يا بخشى از يك روز». [و چون نتوانستند مدّت خوابشان را دقيقاً بدانند] گفتند: «پروردگارتان از مدّت خوابتان آگاهتر است. اكنون يكنفر از خودتان را با اين سكّهاى كه داريد به شهر بفرستيد، پس بنگرد كداميك از آنها غذاى پاكيزهترى دارند، و مقدارى از آن را براى روزى شما بياورد. امّا بايد مراقب باشيد، و هيچكس را از وضع شما باخبر نسازد.
And thus did We rouse them that they might question each other. A speaker among them said: How long have you tarried? They said: We have tarried for a day or a part of a day. (Others) said: Your Lord knows best how long you have tarried. Now send one of you with this silver (coin) of yours to the city, then let him see which of them has purest food, so let him bring you provision from it, and let him behave with gentleness, and by no means make your case known to any one:
અને એવી જ રીતે અમોએ તેમને ઉઠાડ્યા કે જેથી આપસમાં એક બીજાને સવાલ કરે; તેઓ માંના એક કહેનારાએ કહ્યું કે તમે કેટલુ રોકાણા હશો? તેમણે કહ્યું આપણે એક દિવસ અથવા કાંઇક ઓછો (સમય) રોકાણા હશું; તેમણે કહ્યું જેટલો સમય તમે રોકાણા હશો તેનાથી તમારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે; માટે (હવે) તમે તમારામાંથી એકને તમારા આ સિક્કા આપી શહેરમાં મોકલો કે તે (ત્યાં) જઇને જૂએ કે ક્યો ખોરાક વધારે પાકીઝા છે? પછી તે તેમાંથી આપણા માટે ખોરાક લાવે અને સાવચેતી રાખે જેથી કોઇને પણ તમારી જાણ ન થવા પામે!
زيرا اگر آنان به شما دسترسى پيدا كنند، سنگسارتان مىكنند؛ يا شما را به آيين خويش باز مىگردانند؛ و درآنصورت، هيچگاه روى رستگارى را نخواهيد ديد.
For surely if they prevail against you they would stone you to death or force you back to their religion, and then you will never succeed.
કારણ કે અગર તેઓને તમારી જાણ થઇ જશે તો તમને સંગસાર કરશે અથવા તો તમને બળજબરીથી પોતાના દીનમાં પાછા દાખલ કરી લેશે, અને પછી તમે હરગિઝ કામ્યાબી મેળવશો નહિ.