سورة النور
An Nur
كنيزانشان)، يا مردان سفيه وابسته [به آنها] كه تمايلى به زن ندارند، يا كودكانى كه از امور جنسى مربوط به زنان آگاه نيستند؛ و [به زنان با ايمان بگو: هنگام راه رفتن] پاهاى خود را به زمين نزنند تا زينتِ پنهانيشان دانسته شود [و صداى خلخال كه برپا دارند به گوش رسد]. و اى مؤمنان همگى بهسوى خدا بازگرديد، تا رستگار شويد.
And say to the believing women that they cast down their looks and guard their private parts and do not display their ornaments except what appears thereof, and let them wear their head-coverings over their bosoms, and not display their ornaments except to their husbands or their fathers, or the fathers of their husbands, or their sons, or the sons of their husbands, or their brothers, or their brothers' sons, or their sisters' sons, or their women, or those whom their right hands possess, or the male servants not having need (of women), or the children who have not attained knowledge of what is hidden of women; and let them not strike their feet so that what they hide of their ornaments may be known; and turn to Allah all of you, O believers! so that you may be successful.
અને તું મોઅમીન ઔરતોને પણ કહી દે કે તેણીઓ પોતાની નજર (હરામથી) બચાવે અને પોતાની શર્મગાહને બચાવે, અને પોતાની ઝીનતને જાહેર ન કરે, સિવાય કે જે જાહેર છે અને તેમને જોઇએ કે પોતાની ઓઢણીઓ છાતી પર નાખી રાખે; અને પોતાની ઝીનત પોતાના શોહર અથવા પોતાના બાપદાદાઓ અથવા પોતાના શોહરોના બાપદાદાઓ અથવા પોતાની ઔલાદ અથવા પોતાના શોહરોની ઔલાદ (આગલા ઘરના) અથવા પોતાના ભાઇઓ અથવા તેમની ઔલાદ અથવા બહેનોની ઔલાદ અથવા પોતાના જેવી ઔરતો અથવા પોતાની કનીઝ અને ગુલામો અથવા એવા પુરૂષ કે જેમને ઔરતોની જરૂર હોતી નથી અથવા તે છોકરાઓ કે જેમને ઔરતની શરમગાહ બાબતે જાણકારી નથી તેમના સિવાય બીજા કોઇ પર જાહેર થવા ન દે; અને તેણીઓ પોતાના પગ એવી રીતે પછાડે નહિ કે જે ઝીનત તેણીએ સંતાડેલા છે તે જાહેર થઇ જાય; અને અય મોઅમીનો ! તમે બધા અલ્લાહની હજૂરમાં તૌબા કરતા રહો કે જેથી તમે નજાત પામો.
مردان و زنان بىهمسر خود را همسر دهيد، همچنين غلامان و كنيزان صالح و درستكارتان را؛ اگر فقير و تنگدست باشند، خداوند از فضل خود آنان را بىنياز مىسازد؛ [فضل] خداوند واسع و [از نيازهاى بندگان] آگاه است.
And marry those among you who are single and those who are fit among your male slaves and your female slaves; if they are needy, Allah will make them free from want out of His grace; and Allah is Ample-giving, Knowing.
અને તમારામાંથી જે કુંવારા હોય તેમની તથા ગુલામ અને કનીઝોમાંથી જે (શાદીને) લાયક હોય તેમની શાદી કરાવી આપો. જો તેઓ જરૂરતમંદ પણ હશે તો અલ્લાહ પોતાના ફઝલ વડે તેમને બેનિયાઝ કરી દેશે; અને અલ્લાહ ઉદાર (અને બંદાઓની જરૂરતને) જાણનાર છે.
و كسانى كه امكانى براى ازدواج نمىيابند، بايد پاكدامنى پيشه كنند تا خداوند از فضل خود آنان را بىنياز گرداند. و آن بردگانتان كه خواستار قرار داد براى آزادى هستند، با آنان قرارداد ببنديد اگر صلاحيّت [زندگى مستقل را] در آنان احساس مىكنيد؛ و چيزى از مال خدا را كه به شما داده است به آنان بدهيد. و كنيزان خود را براى دستيابى شما به متاع ناپايدار زندگى دنيا مجبور به خودفروشى نكنيد. [به خصوص] اگر خودشان مىخواهند پاك بمانند. و هركس آنها را [بر اين كار] اجبار كند، [سپس پشيمان گردد، و توبه كند] خداوند بعد از اين اجباركردن آنها آمرزنده و مهربان است.
And let those who do not find the means to marry keep chaste until Allah makes them free from want out of His grace. And (as for) those who ask for a writing from among those whom your right hands possess, give them the writing if you know any good in them, and give them of the wealth of Allah which He has given you; and do not compel your slave girls to prostitution, when they desire to keep chaste, in order to seek the frail good of this world's life; and whoever compels them, then surely after their compulsion Allah is Forgiving, Merciful.
અને જેઓ માટે નિકાહની શક્યતા ન હોય તેઓએ પાકદામન રહેવુ જોઇએ એટલે સુધી કે અલ્લાહ પોતાના ફઝલો કરમથી તેમને બેનિયાઝ કરી દે; અને જે ગુલામ અને કનીઝ કે જેઓ (આઝાદી માટેનુ) લખાણ કરવા ચાહતા હોય અને તમે તેમનામાં ભલાઇ જૂઓ તો તેમને લખાણ કરી દયો, અને તેમને તે માલમાંથી કે જે અલ્લાહે તમને આપ્યો છે તેમને કંઇક આપો; અને તમારી કનીઝો અગર પાકદામનીને ચાહનારી હોય તો તેમને તમે ઝિના માટે મજબૂર ન કરો કે જેથી દુન્યવી ફાયદો મેળવો; અને જે તેમને મજબૂર કરશે તો તેમને મજબૂર કર્યા પછી બેશક અલ્લાહ (તે ઔરતોના હકમાં) ગફુરૂર રહીમ છે.
ما بر شما آياتى روشنگر فرستاديم، اخبارى از كسانى كه پيش از شما بودند، و موعظه و اندرزى براى پرهيزگاران.
And certainly We have sent to you clear communications and a description of those who have passed away before you, and an admonition to those who guard (against evil).
અને બેશક અમોએ તમારા તરફ ખુલ્લી નિશાનીઓ તથા અગાઊના લોકોની મિસાલ તેમજ પરહેઝગારો માટે નસીહત નાઝિલ કરી છે.
خداوند نور آسمانها و زمين است؛ و مَثَل نورش همانند چراغدانى است كه در آن چراغى [پرفروغ] باشد، آن چراغ در حبابى قرار گيرد، حبابى [شفاف و درخشنده] همچون ستارهاى فروزان، چراغى كه افروخته مىشود از [روغن] درخت پربركت زيتونى كه نه شرقى است و نه غربى؛ روغنش [آنچنان صاف و خالص است كه] نزديك است بدون تماس با آتش شعلهور شود؛ نورى است بر فراز نورى؛ و خدا هركس را بخواهد با نور خود هدايت مىكند، و خدا براى مردم مثلها مىزند و خداوند به هر چيزى داناست.
Allah is the light of the heavens and the earth; a likeness of His light is as a niche in which is a lamp, the lamp is in a glass, (and) the glass is as it were a brightly shining star, lit from a blessed olive-tree, neither eastern nor western, the oil whereof almost gives light though fire touch it not-- light upon light-- Allah guides to His light whom He pleases, and Allah sets forth parables for men, and Allah is Cognizant of all things.
અલ્લાહ આસમાનો તથા ઝમીનનું નૂર છે; તેના નૂરનો દાખલો* એક ગોખલાના જેવો છે જેમાં એક ચિરાગ હોય; અને તે ચિરાગ કાચ(ના એક ફાનસ)માં હોય; અને તે કાચ એવો હોય જેવો કે એક ઝગમગતો તારો અને તે ઝયતુનના મુબારક ઝાડ(ના તેલ)થી રોશન થયેલો હોય, જે ન મશરિકી હોય ન મગરિબી, નજીક છે કે તેનું તેલ (એવું સાફ છે કે) નઝદીક છે કે આગને અડ્યા વગર રોશન થઇ જાય; આ નૂર ઉપર નૂર છે; અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર તરફની હિદાયત કરે છે; અને અલ્લાહ લોકો માટે મિસાલ બયાન કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.
[اين چراغ پرفروغ] در خانههايى قرار دارد كه خداوند اذن فرموده [ديوارههاى] آن را بالا برند [تا از دستبرد شياطين در امان باشد]؛ و در آنها نام خدا برده شود، و صبح و شام در آنها تسبيح او گويند.
In houses which Allah has permitted to be exalted and that His name may be remembered in them; there glorify Him therein in the mornings and the evenings,
આ દીવો એવા ઘરોમાં છે કે જેમના બારામાં અલ્લાહે રજા આપી કે તેને બુલંદ કરવામાં આવે, અને તેમાં તેના નામનો ઝિક્ર કરવામાં આવે; કે તેમાં તેઓ સવાર સાંજ તેની તસ્બીહ કરે છે:**
مردانى كه هيچ تجارت و داد و ستدى آنان را از ياد خدا و برپا داشتن نماز و اداى زكات غافل نمىكند؛ آنها از روزى مىترسند كه در آن، دلها و چشمها دگرگون مىشود.
Men whom neither merchandise nor selling diverts from the remembrance of Allah and the keeping up of prayer and the giving of poor-rate; they fear a day in which the hearts and eyes shall turn about;
તે મર્દો કે જેમને કારોબાર અથવા બીજા ખરીદવેચાણના કાર્યો અલ્લાહની યાદથી અને નમાઝ કાયમ કરવાથી તથા ઝકાત અદા કરવાથી ગાફિલ નથી કરતા,* તેઓ તે દિવસથી ડરે છે કે જે દિવસે દિલો અને આંખો ઉલટાઇ જશે:
[آنها چنين مىكنند] تا خداوند آنان را به بهترين اعمالى كه انجام دادهاند پاداش دهد، و از فضل خود بر [پاداش] آنها بيفزايد؛ و خداوند به هركس بخواهد بىحساب روزى مىدهد [و از مواهب بىانتهاى خويش بهرهمند مىسازد].
That Allah may give them the best reward of what they have done, and give them more out of His grace; and Allah gives sustenance to whom He pleases without measure.
કે જેથી તેમના બહેતરીન આમાલનો બદલો અલ્લાહ તેમને આપે અને પોતાના ફઝલથી બીજું પણ કાંઇક વધારી દે; અને અલ્લાહ જેને ચાહે છે તેને બેહિસાબ રોઝી અતા કરે છે.
كسانى كه كافر شدند، اعمالشان همچون سرابى است در يك كوير كه انسان تشنه [از دور] آن را آب مىپندارد؛ امّا هنگامىكه بهسراغ آن مىآيد چيزى نمىيابد، و خدا را نزد آن مىيابد كه حساب او را بهطور كامل مىدهد؛ و خداوند سريعالحساب است.
And (as for) those who disbelieve, their deeds are like the mirage in a desert, which the thirsty man deems to be water; until when he comes to it he finds it to be naught, and there he finds Allah, so He pays back to him his reckoning in full; and Allah is quick in reckoning;
અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેમના આમાલ મૃગજળ (સપાટ મૈદાનમાં ચમકતી રેતી) સમાન છે, જેને તરસ્યો માણસ પાણી ધારી લે છે; અને જ્યારે તે તેની પાસે પહોંચે છે ત્યારે તે (ત્યાં) કોઇ વસ્તુ નથી પામતો, પરંતુ અલ્લાહને પામે છે, કે તે તેનો પૂરેપૂરો હિસાબ આપે; અને અલ્લાહ ખૂબ ઝડપી હિસાબ કરનારો છે.
يا همچون ظلماتى در يك درياى عميق و پهناور كه موجى آن را پوشانده، و بر فراز آن موج ديگرى، و بر فراز آن ابرى تاريك است؛ ظلمتهايى است يكى بر فراز ديگرى، [آنگونه كه] هرگاه دست خود را خارج كند ممكن نيست آن را ببيند! و كسى كه خدا نورى براى او قرار نداده، هيچ نورى براى او نيست.
Or like utter darkness in the deep sea: there covers it a wave above which is another wave, above which is a cloud, (layers of) utter darkness one above another; when he holds out his hand, he is almost unable to see it; and to whomsoever Allah does not give light, he has no light.
અથવા તો તેઓના આમાલની મિસાલ તે ઊંડા દરિયાના અંધકાર જેવી છે જેને મોજાઓ ઢાંકી લે અને તેની ઉપર (કાળુ) વાદળ (છવાયેલ) હોય, કે જયારે તે પોતાનો હાથ કાઢે તો અંધકારને કારણે તેને જોઇ ન શકે, અને જેને અલ્લાહ નૂર ન આપે તો તેના પાસે કોઇ નૂર નથી.