سورة القصص
Al Qasas
عصايت را بيفكن.» هنگامى كه [عصا را افكند و] ديد همچون مارى با سرعت حركت مىكند، ترسيد و به عقب برگشت، و حتى پشت سر خود را نگاه نكرد! [ندا آمد:] «اى موسى! برگرد و نترس، تو در امان هستى.
And saying: Cast down you staff. So when he saw it in motion as if it were a serpent, he turned back retreating, and did not return. O Musa! come forward and fear not; surely you are of those who are secure;
અને તારી લાકડીને ઝમીન પર ફેંકી દે; અને મૂસાએ જોયું કે તે સાપની જેમ સળવળે છે. આ જોઇને મૂસા ડરીને પાછળ હટી ગયા અને તેની તરફ પાછુ ફરી જોયું પણ નહિં, પછી અવાજ આવ્યો કે મૂસા આગળ વધો અને ડરો નહિં કે તમે સલામત રહેનારમાંથી છો.
دستت را در گريبان خود فرو بر، هنگامى كه خارج مىشود سفيد و نورانى است بدون عيب و نقص؛ و دستهايت را براى دورى از ترس و وحشت، بر سينهات بگذار. اين دو [معجزه: عصا و يد بيضا] دو دليل روشن از پروردگارت به سوى فرعون و اطرافيان اوست، كه آنان گروه نافرمانى هستند.»
Enter your hand into the opening of your bosom, it will come forth white without evil, and draw your hand to yourself to ward off fear: so these two shall be two arguments from your Lord to Firon and his chiefs, surely they are a transgressing people.
તારો હાથ તારી ગિરેબાનમાં નાખ એટલે તે કોઇપણ ખોટ વગર સફેદ અને ચમકદાર થઇ નીકળશે અને ગભરાહટ દૂર કરવા માટે તારા હાથને તારી (છાતી) પર રાખ, તારા પાલનકર્તા તરફથી આ બે દલીલો ફિરઔન તથા તેના સરદારો તરફ (લઇ જવા માટે) છે કારણકે તેઓ નાફરમાન કૌમ છે.
عرض كرد: «پروردگارا! من يك تن از آنان را كُشته ام؛ مى ترسم مرا به قتل برسانند.
He said: My Lord! surely I killed one of them, so I fear lest they should slay me;
(મૂસાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મેં તેમનો એક માણસને મારી નાખ્યો છે, (તેથી) મને ડર છે કે તેઓ મને મારી નાખશે.
و برادرم هارون زبانش از من فصيح تر است؛ او را همراه من بفرست تا ياور من باشد و مرا تصديق كند؛ زيرا مىترسم مرا تكذيب كنند.»
And my brother, Haroun, he is more eloquent of tongue than I, therefore send him with me as an aider, verifying me: surely I fear that they would reject me.
અને મારો ભાઇ હારૂન મારા કરતાં જબાનમાં વધારે સ્પષ્ટ છે, જેથી તેને મારી સાથે મદદગાર બનાવી દે કે તે મારી સચ્ચાઇને ટેકો આપે કારણકે હું ડરૂં છું કે તેઓ મને જૂઠલાવી ન દે.
فرمود: «بزودى بازوان تو را بوسيله برادرت محكم [و نيرومند] مىكنيم، وبراى شما سلطه و برترى قرار مىدهيم؛ و آنها به بركت معجزات ما، بر شما دست نمىيابند؛ شماو پيروانتان پيروزيد.»
He said: We will strengthen your arm with your brother, and We will give you both an authority, so that they shall not reach you; (go) with Our signs; you two and those who follow you shall be uppermost.
અલ્લાહે ફરમાવ્યું કે અમે તારા ભાઇ થકી તારા હાથ મજબૂત કરી દઇશું અને તમો બન્ને માટે એવી સત્તા આપી દઇશું કે તેઓ અમારી નિશાનીઓને કારણે તમારા સુધી પહોંચી શકશે નહિ અને તમે અને તમારી પૈરવી કરનારા ગાલિબ રહેશો.
هنگامى كه موسى با معجزات روشن ما به سوى آنان آمد، گفتند: «اين چيزى جز سحر نيست كه بدروغ به خدا بسته شده؛ ما هرگزچنين چيزى را در نياكان خود نشنيدهايم!»
So when Musa came to them with Our clear signs, they said: This is nothing but forged enchantment, and we never heard of it amongst our fathers of old.
પછી જ્યારે મૂસા તેમની પાસે અમારી ખુલ્લી નિશાનીઓ લઇને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે આ ઘડી કાઢેલા જાદુ સિવાય કાંઇ જ નથી, અને અમોએ અમારા અગાઉના બાપદાદાઓથી આવું ક્યારેય સાંભળ્યું નથી.
موسى گفت: «پروردگارم از حال كسانى كه هدايت را از نزد او آوردهاند، و كسانى كه عاقبت نيك سرا[ى دنيا و آخرت] از آن آنهاست آگاهتراست. به يقين ستمكاران رستگار نخواهند شد.»
And Musa said: My Lord knows best who comes with guidance from Him, and whose shall be the good end of the abode; surely the unjust shall not be successful.
અને મૂસાએ કહ્યું કે મારો પરવરદિગાર તેઓની હાલતથી સારી રીતે વાકેફ છે કે જેની પાસેથી હિદાયત તેના તરફથી લઇને આવ્યો છુ અને જેના માટે આખેરતનું ઘર (બહેતર) છે; બેશક ઝુલમગારો સફળ થશે નહિં.
فرعون گفت:«اى گروه اشراف! من خدايى جز خودم براى شما سراغ ندارم.[امّا براى تحقيق بيشتر،] اى هامان، برايم آتشى بر گل بيفروز[و آجرهاى محكم بساز]،و براى من برج بلندى ترتيب ده تا از خداى موسى خبر گيرم؛ هر چند من گمان مى كنم او از دروغگويان است.»
And Firon said: O chiefs! I do not know of any god for you besides myself; therefore kindle a fire for me, O Haman, for brick, then prepare for me a lofty building so that I may obtain knowledge of Musa's god, and most surely I think him to be one of the liars.
અને ફિરઔને કહ્યું કે અય મારા સરદારો! હું મારા સિવાય બીજા કોઇને તમારો માઅબૂદ જાણતો નથી, માટે અય હામાન મારા માટે માટી ઊપર આગ સળગાવીને (પાકી ઇંટ બનાવ અને) પછી મારા માટે એક ઊંચુ મકાન બનાવ જેથી હું મૂસાના માઅબૂદના બારામાં જાણકારી મેળવું અને મારૂ ગુમાન છે કે મૂસા જૂઠા છે.
[سرانجام] فرعون ولشكريانش به ناحق در زمين تكبر ورزيدند، و پنداشتند به سوى ما بازگردانده نمى شوند.
And he was unjustly proud in the land, he and his hosts, and they deemed that they would not be brought back to Us.
અને તેણે તથા તેના લશ્કરોએ ઝમીનમાં વિના કારણે ગરૂર (ઘમંડ) કર્યો અને તેમણે એવું ધારી લીધું કે તેઓ અમારી તરફ પાછા ફેરવવામાં આવશે નહિ.
ما نيز او و لشكريانش را گرفتيم و به دريا افكنديم؛ اكنون بنگر سرانجام ستمكاران چگونه بود!
So We caught hold of him and his hosts, then We cast them into the sea, and see how was the end of the unjust.
પછી અમે ફિરઔન તથા તેના લશ્કરોને પકડી લીધા, તેમને દરિયામાં નાખી દીધા, માટે જુઓ કે ઝાલિમ લોકોનો કેવો અંજામ હતો!