Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 181–190 of 286
2:181
فَمَنْ بَدَّلَهُ بَعْدَ ما سَمِعَهُ فَإِنَّما إِثْمُهُ عَلَى الَّذينَ يُبَدِّلُونَهُ إِنَّ أللهَ سَميعٌ عَليمٌ

و هركس بعد از شنيدنش آن را تغيير دهد، گناه آن بر همان كسانى است كه آن [وصيّت] را تغيير مى‌دهند؛ ‌كه خداوند، شنوا و داناست.

Whoever then alters it after he has heard it, the sin of it then is only upon those who alter it; surely Allah is Hearing, Knowing.

પછી જે કોઈ તે વસિયત સાંભળ્યા પછી તેને બદલી નાખે તો તેનો ગુનોહ બદલનારના શિરે છે; બેશક અલ્લાહ સાંભળનાર (અને) જાણનાર છે.

2:182
فَمَنْ خافَ مِنْ مُوصٍ جَنَفاً أَوْ إِثْماً فَأَصْلَحَ بَيْنَهُمْ فَلا إِثْمَ عَلَيْهِ إِنَّ أللهَ غَفُورٌ رَحيمٌ

و كسى كه از انحراف وصيّت‌كننده [و تمايل يك جانبه‌ي او به بعض ورثه]، يا از گناه او بترسد و ميان آنها را اصلاح دهد، [مشمول حكم تبديل وصيّت نمى‌باشد و] گناهى بر او نيست؛ ‌زيرا خداوند، آمرزنده و مهربان است.

But he who fears an inclination to a wrong course or an act of disobedience on the part of the testator, and effects an agreement between the parties, there is no blame on him. Surely Allah is Forgiving, Merciful.

પછી જે કોઈને વસિયત કરનાર તરફથી તેની વસિયતમાં કાયદા વિરૂધ્ધ (હોવા)નો અથવા ગુનાહ થવાનો ભય હોય અને તેથી જો તે સુલેહ કરાવી આપે તો તેના પર કાંઈ ગુનાહ નથી; બેશક અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.

2:183
يا أَيُّهَا الَّذينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيامُ كَما كُتِبَ عَلَى الَّذينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

اى افرادى كه ايمان آورده‌ايد! روزه بر شما مقرّر شده؛ همان‌گونه كه بر كسانى كه قبل از شما بودند مقرّر شد؛ تا پرهيزگار شويد.

O you who believe! fasting is prescribed for you, as it was prescribed for those before you, so that you may guard (against evil).

અય ઈમાન લાવનારાઓ! તમારા ઉપર રોઝા(નો હુકમ) એવી જ રીતે લખવામાં આવ્યો છે કે જેવી રીતે તમારા પહેલાના લોકો ઉપર લખવામાં આવ્યો હતો, આ એ માટે કે શાયદ તમે પરહેઝગાર બનો :

2:184
أَيَّاماً مَعْدُوداتٍ فَمَنْ كانَ مِنْكُمْ مَريضاً أَوْ عَلى سَفَرٍ فَعِدَّةٌ مِنْ أَيَّامٍ أُخَرَ وَ عَلَى الَّذينَ يُطيقُونَهُ فِدْيَةٌ طَعامُ مِسْكينٍ فَمَنْ تَطَوَّعَ خَيْراً فَهُوَ خَيْرٌ لَهُ وَ أَنْ تَصُومُوا خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ

روزهاى محدودى را [بايد روزه بداريد]. و هر‌كس از شما بيمار يا مسافر باشد، بايد تعدادى از روزهاى ديگر را [روزه بدارد]. و بر كسانى كه روزه براى آنها طاقت فرساست، [همچون بيماران، و پيران] لازم است با اطعام مستمندى، كفاره دهند. و هركس فرمان خدا را در انجام كارهاى نيك اطاعت كند، به نفع اوست. و روزه‌داشتن به نفع شماست اگر مى‌دانستيد.

For a certain number of days; but whoever among you is sick or on a journey, then (he shall fast) a (like) number of other days; and those who are not able to do it may effect a redemption by feeding a poor man; so whoever does good spontaneously it is better for him; and that you fast is better for you if you know.

(તે રોઝા અમુક) ગણતરીના દિવસો (છે); પણ તમારામાંથી જે કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (છૂટી ગએલા રોઝા રાખીને) ગણતરી પૂરી કરે; અને તે લોકો કે જેઓ (શિદ્દત અને મશક્કતને કારણે) રોઝા રાખી શકતા નથી તેઓ બદલામાં એક મિસ્કીનને ખાવાનું ખવડાવે; પછી જે કોઈ વધુ નેકી કરે તેના માટે વધુ સારૂં છે; પણ જો તમે સમજો તો રોઝા રાખવા એ તમારા માટે બહેતર છે.

2:185
شَهْرُ رَمَضانَ الَّذي أُنْزِلَ فيهِ الْقُرْآنُ هُدىً لِلنَّاسِ وَ بَيِّناتٍ مِنَ الْهُدى وَ الْفُرْقانِ فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ وَ مَنْ كانَ مَريضاً أَوْ عَلى سَفَرٍ فَعِدَّةٌ مِنْ أَيَّامٍ أُخَرَ يُريدُ اللهُ بِكُمُ الْيُسْرَ وَ لا يُريدُ بِكُمُ الْعُسْرَ وَ لِتُكْمِلُوا الْعِدَّةَ وَ لِتُكَبِّرُوا أللهَ عَلى ما هَداكُمْ وَ لَعَلَّكُمْ تَشْكُرُونَ

[روزه، واجب در] ماه رمضان است؛ ‌ماهى كه قرآن، به عنوان راهنماى مردم و نشانه‌ها‌ى هدايت و جدا كننده‌ي حق از باطل، در آن نازل شده است. پس آن كس از شما كه در ماه رمضان در سفر نباشد، بايد آن را روزه بدارد. و آن كس كه در بيماري‌ها در سفر است، بايد روزهاى ديگرى را به همان مقدار، روزه بگيرد. خداوند آسايش شما را مى‌خواهد، نه زحمت شما را. هدف اين است كه اين روزها را تكميل كنيد؛ و خدا را به‌خاطر اين كه شما را هدايت كرده، بزرگ بشماريد؛ باشد كه شكرگزارى كنيد.

The month of Ramazan is that in which the Quran was revealed, a guidance to men and clear proofs of the guidance and the distinction; therefore whoever of you is present in the month, he shall fast therein, and whoever is sick or upon a journey, then (he shall fast) a (like) number of other days; Allah desires ease for you, and He does not desire for you difficulty, and (He desires) that you should complete the number and that you should exalt the greatness of Allah for His having guided you and that you may give thanks.

રમઝાનનો મહિનો (કે) જેમાં આ કુરઆન નાઝિલ કરવામાં આવ્યું જે લોકો માટે હિદાયત છે, હિદાયતની રોશન દલીલો તથા હકને બાતિલથી જૂદુ પાડનાર છે. માટે તમારામાંથી જે કોઈ આ મહિનામાં (વતનમાં) હાજર હોય તેણે રોઝા રાખવા જોઈએ; અને જે શખ્સ બીમાર અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (કઝા) રોઝા રાખીને તેની ગણતરી પૂરી કરે, અલ્લાહ તમારા માટે આસાની ઈચ્છે છે અને સખ્તાઈ ઈચ્છતો નથી, (કઝા રોઝા) ગણતરી પૂરી કરવા માટે છે, અને તમને હિદાયત કરી છે તે માટે અલ્લાહની મહાનતા વર્ણવતા રહો, અને કદાચને તમે શુક્ર કરનારા બનો.

2:186
وَ إِذا سَأَلَكَ عِبادي عَنِّي فَإِنِّي قَريبٌ أُجيبُ دَعْوَةَ الدَّاعِ إِذا دَعانِ فَلْيَسْتَجيبُوا لي وَ لْيُؤْمِنُوا بي لَعَلَّهُمْ يَرْشُدُونَ

و هنگامى كه بندگان من، از تو درباره‌ي من سؤال كنند، [بگو:] من نزديكم؛ ‌دعاى دعاكننده را، به هنگامى كه مرا مى‌خواند، پاسخ مى‌گويم. پس بايد دعوت مرا بپذيرند، و به من ايمان بياورند، تا راه يابند [و به مقصد برسند].

And when My servants ask you concerning Me, then surely I am very near; I answer the prayer of the suppliant when he calls on Me, so they should answer My call and believe in Me that they may walk in the right way.

અને જ્યારે મારો બંદો તને મારા વિશે પૂછે તો (કહે કે) બેશક હું (તેની) પાસે જ છું, જ્યારે મારી (પાસે) દુઆ માંગે છે ત્યારે હું તેની દુઆ કબૂલ કરૂં છું, માટે તે લોકોને જોઈએ કે મારા પર ઈમાન લાવે કે જેથી તેઓ કદાચને હિદાયત પામે.

2:187
أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيامِ الرَّفَثُ إِلى نِسائِكُمْ هُنَّ لِباسٌ لَكُمْ وَ أَنْتُمْ لِباسٌ لَهُنَّ عَلِمَ اللهُ أَنَّكُمْ كُنْتُمْ تَخْتانُونَ أَنْفُسَكُمْ فَتابَ عَلَيْكُمْ وَ عَفا عَنْكُمْ فَالْآنَ بَاشِرُوهُنَّ وَ ابْتَغُوا ما كَتَبَ اللهُ لَكُمْ وَ كُلُوا وَ اشْرَبُوا حَتَّى يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ثُمَّ أَتِمُّوا الصِّيامَ إِلَى اللَّيْلِ وَ لا تُبَاشِرُوهُنَّ وَ أَنْتُمْ عاكِفُونَ فِي الْمَساجِدِ تِلْكَ حُدُودُ اللهِ فَلا تَقْرَبُوها كَذلِكَ يُبَيِّنُ اللهُ آياتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ

آميزش جنسى با همسرانتان، در شبِ روزهايى كه روزه مى‌گيريد، حلال است. آنها لباس شما هستند، و شما لباس آنها؛ [هر دو زينت هم و سبب حفظ يكديگريد]. خداوند مى‌دانست كه شما به خود خيانت مى‌كرديد؛ [و اين كار ممنوع را انجام مى‌داديد؛] پس توبه‌ي شما را پذيرفت و شما را بخشيد. اكنون با آنها آميزش كنيد و از آنچه خداوند به شما اجازه داده بهره‌مند شويد. و بخوريد و بياشاميد، تا رشته‌‌ي سپيد صبح، از رشته‌ي سياه [شب] براى شما آشكار گردد؛ ‌سپس روزه را تا شب، كامل كنيد و نيز در حالى كه در مساجد به اعتكاف پرداخته‌ايد، با زنان آميزش نكنيد. اين‌ها، مرزهاى الهى است؛ ‌پس به آنها نزديك نشويد! خداوند اين چنين آيات خود را براى مردم، روشن مى‌سازد تا پرهيزگار شوند.

It is made lawful to you to go into your wives on the night of the fast; they are an apparel for you and you are an apparel for them; Allah knew that you acted unfaithfully to yourselves, so He has turned to you (mercifully) and removed from you (this burden); so now be in contact with them and seek what Allah has ordained for you, and eat and drink until the whiteness of the day becomes distinct from the blackness of the night at dawn, then complete the fast till night, and have not contact with them while you keep to the mosques; these are the limits of Allah, so do not go near them. Thus does Allah make clear His communications for men that they may guard (against evil).

રોઝાની રાતે સ્ત્રી સાથે (શારીરિક) સંબંધ બાંધવો હલાલ કર્યો. તેણી તમારો લિબાસ છે, તમે તેણીનો લિબાસ છો. અલ્લાહ જાણતો હતો તમે પોતાની જાત સાથે (સંબંધ બાંધવાના હુકમ બાબતે) ખયાનત કરતા હતા માટે તમને (આ હુકમથી) માફ કર્યા અને દરગુજર કરી માટે હવે તમે તેણીઓ સાથે (રોઝાની રાતે શારીરિક) સંબંધ બાંધો. અલ્લાહે તમારા માટે જ મુકદ્દર કરેલ છે તે હાંસિલ કરો, ખાઓ પીવો ત્યાં સુધી કે સવારનું અંજવાળુ રાતના અંધકારથી જુદુ દેખાઇ આવે. પછી રાતની શરૂઆતમાં રોઝો પૂરો કરો અને જ્યારે મસ્જિદમાં એઅતેકાફની હાલતમાં હોવ ત્યારે તેણીઓ સાથે (શારીરિક) સંબંધ ન બાંધો. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, તેની નજીક પણ જશો નહી; આવી રીતે અલ્લાહ પોતાના હુકમો લોકો માટે રોશન બયાન કરે છે કે જેથી તેઓ કદાચ પરહેઝગાર બને.

2:188
وَ لا تَأْكُلُوا أَمْوالَكُمْ بَيْنَكُمْ بِالْباطِلِ وَ تُدْلُوا بِها إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَريقاً مِنْ أَمْوالِ النَّاسِ بِالْإِثْمِ وَ أَنْتُمْ تَعْلَمُونَ

و اموال يكديگر را به باطل [و ناحق] در ميان خود نخوريد. و براى خوردن بخشى از اموال مردم به گناه، [قسمتى از] آن را [به عنوان رشوه] به قضات ندهيد، در حالى كه مى‌دانيد [اين كار، گناه است].

And do not swallow up your property among yourselves by false means, neither seek to gain access thereby to the judges, so that you may swallow up a part of the property of men wrongfully while you know.

અને એક બીજાનો માલ નાહક રીતે ખાઈ ન જાઓે તેમજ તેને લગતી તકરાર હાકિમો પાસે એ માટે ન લઈ જાઓે કે રિશવત દઇ નાહક રીતે જાણી જોઈને લોકોના માલમાંથી કાંઇક ખાઈ જાઓ.

2:189
يَسْئَلُونَكَ عَنِ الْأَهِلَّةِ قُلْ هِيَ مَواقيتُ لِلنَّاسِ وَ الْحَجِّ وَ لَيْسَ الْبِرُّ بِأَنْ تَأْتُوا الْبُيُوتَ مِنْ ظُهُورِها وَ لكِنَّ الْبِرَّ مَنِ اتَّقى وَ أْتُوا الْبُيُوتَ مِنْ أَبْوابِها وَ اتَّقُوا أللهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

درباره‌ي «هلال‌هاى ماه» از تو سؤال مى‌كنند؛ ‌بگو: «آنها، بيان اوقات [و تقويم طبيعى] براى [نظام زندگى] مردم و [تعيين وقت] حج است». و كار نيك، آن نيست كه از پشت خانه‌ها‌ وارد شويد [آنچنان كه در جاهليّت در حال احرام مرسوم بود]؛ ‌بلكه نيكى اين است كه پرهيزگار باشيد. و از در خانه‌ها‌ وارد شويد و تقوا پيشه كنيد، تا رستگار گرديد.

They ask you concerning the new moon. Say: They are times appointed for (the benefit of) men, and (for) the pilgrimage; and it is not righteousness that you should enter the houses at their backs, but righteousness is this that one should guard (against evil); and go into the houses by their doors and be careful (of your duty) to Allah, that you may be successful.

(લોકો) ચાંદ રાત બાબતે પૂછે છે કહે તે લોકો(ની વ્યવસ્થા) અને હજનો સમય નક્કી કરવા માટે છે; અને તમારા મકાનોમાં પાછળ (ના ભાગે)થી દાખલ થવું એ નેકી નથી પણ નેકી તો એ છે કે પરહેઝગાર બનો અને મકાનોમાં તેમના દરવાજાઓમાંથી દાખલ થાઓ* અને અલ્લાહથી ડરતા રહો જેથી કદાચ તમે કામ્યાબ થાઓ.

2:190
وَ قاتِلُوا في سَبيلِ اللهِ الَّذينَ يُقاتِلُونَكُمْ وَ لا تَعْتَدُوا إِنَّ أللهَ لا يُحِبُّ الْمُعْتَدينَ

و در راه خدا با كسانى كه با شما مى‌جنگند، نبرد كنيد؛ ‌و از حد تجاوز نكنيد، كه خدا متجاوزان را دوست ندارد.

And fight in the way of Allah with those who fight with you, and do not exceed the limits, surely Allah does not love those who exceed the limits.

અને અલ્લાહની રાહમાં તે લોકો સાથે લડો કે જેઓ તમારી સાથે લડે છે. પણ હદથી બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી.

← Surah 1 Surah 3 →