Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 261–270 of 286
2:261
مَثَلُ الَّذينَ يُنْفِقُونَ أَمْوالَهُمْ في سَبيلِ اللهِ كَمَثَلِ حَبَّةٍ أَنْبَتَتْ سَبْعَ سَنابِلَ في كُلِّ سُنْبُلَةٍ مِائَةُ حَبَّةٍ وَ أللهُ يُضاعِفُ لِمَنْ يَشاءُ وَ أللهُ واسِعٌ عَليمٌ

کسانى‌که اموال خود را در راه خدا انفاق مى‌کنند، همانند بذرى هستند که هفت خوشه برویاند؛ ‌که در هر خوشه، یکصد ‌دانه باشد؛ ‌و خداوند آن را براى هر‌کس بخواهد [و شایسته باشد]، دو یا چند برابر مى‌کند؛ ‌و لطف خدا گسترده، و او [به همه چیز] داناست.

The parable of those who spend their property in the way of Allah is as the parable of a grain growing seven ears (with) a hundred grains in every ear; and Allah multiplies for whom He pleases; and Allah is Ample-giving, Knowing

તે (લોકો)નો દાખલો કે જેઓ પોતાનો માલ અલ્લાહના માર્ગમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, એક દાણાના દાખલા જેવો છે કે જેમાંથી સાત ડુંડા નીકળે છે કે (જેના) દરેક ડુંડા (કણસલાં)માં સો દાણા હોય છે; અને અલ્લાહ જેના માટે ચાહે છે વધારો કરી દે છે; અને અલ્લાહ વિશાળતાવાળો અને જાણનાર છે.

2:262
الَّذينَ يُنْفِقُونَ أَمْوالَهُمْ في سَبيلِ اللهِ ثُمَّ لا يُتْبِعُونَ ما أَنْفَقُوا مَنًّا وَ لا أَذىً لَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَ لا خَوْفٌ عَلَيْهِمْ وَ لا هُمْ يَحْزَنُونَ

کسانى که اموال خود را در راه خدا انفاق مى‌کنند، سپس به دنبال انفاقى که کرده‌اند، منّت نمى‌گذارند و آزارى نمى‌رسانند، پاداش آنها نزد پروردگارشان [محفوظ] است؛ ‌نه ترسى دارند، و نه اندوهگین مى‌شوند.

(As for) those who spend their property in the way of Allah, then do not follow up what they have spent with reproach or injury, they shall have their reward from their Lord, and they shall have no fear nor shall they grieve.

જે લોકો પોતાનો માલ અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, પછી જે ઇન્ફાક કર્યો છે, તેનો અહેસાન જતાવતા નથી, તેમજ કાંઈ અઝીયત પહોંચાડતા નથી, તેમના માટે તેમના પરવરદિગાર પાસે અજ્ર (સવાબ) છે, અને તેમને ન કોઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.

2:263
قَوْلٌ مَعْرُوفٌ وَ مَغْفِرَةٌ خَيْرٌ مِنْ صَدَقَةٍ يَتْبَعُها أَذىً وَ أللهُ غَنِيٌّ حَليمٌ

گفتار پسندیده [در برابر نیازمندان]، و عفو [و گذشت از تندخویى آنها]، از صدقه‌اى که آزارى به دنبال آن باشد، بهتر است؛ و خداوند، بى‌نیاز و داراى حلم است.

Kind speech and forgiveness is better than charity followed by injury; and Allah is Self-sufficient, Forbearing.

નેક કલામ અને (માંગનારની અણગમતી બાબતને) માફ કરવું એવા સદકા કરતાં બહેતર છે કે જે (સદકા)ની પાછળ અઝીયત હોય; અને અલ્લાહ બેનિયાઝ (અને) સહનશીલ છે.

2:264
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تُبْطِلُوا صَدَقاتِكُمْ بِالْمَنِّ وَ الْأَذى كَالَّذي يُنْفِقُ مالَهُ رِئاءَ النَّاسِ وَ لا يُؤْمِنُ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوانٍ عَلَيْهِ تُرابٌ فَأَصابَهُ وابِلٌ فَتَرَكَهُ صَلْداً لا يَقْدِرُونَ عَلى شَيْ‌ءٍ مِمَّا كَسَبُوا وَ أللهُ لا يَهْدِي الْقَوْمَ الْكافِرينَ

اى کسانى‌که ایمان آورده‌اید! صدقات خود را با منّت و آزار، باطل نسازید؛ ‌همانند کسى‌که مال خود را براى نشان‌دادن به مردم، انفاق مى‌کند؛ و به خدا و روز واپسین، ایمان نمى‌آورد؛ ‌[عمل] او همچون قطعه سنگى است که بر آن، [قشر نازکى از] خاک باشد؛ ‌[و بذرهایى در آن افشانده‌شود؛] و رگبارى بر آن ببارد، [و همه‌ی خاک‌ها و بذرها را بشوید،] و آن را صاف [و خالى از خاک و بذر] رها کند. آنها از کارى که انجام داده‌اند، چیزى به‌دست نمى‌آورند؛ ‌و خداوند، گروه کافران را هدایت نمى‌کند.

O you who believe! do not make your charity worthless by reproach and injury, like him who spends his property to be seen of men and does not believe in Allah and the last day; so his parable is as the parable of a smooth rock withearth upon it, then a heavy rain falls upon it, so it leaves it bare; they shall not be able to gain anything of what they have earned; and Allah does not guide the unbelieving people.

અય ઈમાન લાવનારાઓ! તમે તમારા સદકા (દાન-ધર્મ)ને અહેસાન જતાવીને કે ઈજા પહોંચાડીને બરબાદ કરો નહિ, તેની જેમ કે જે પોતાની દોલત લોકોને દેખાડવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે, અને અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતો નથી; માટે તેનો દાખલો એક સાફ પત્થર જેવો છે કે જેના ઉપર માટી હોય, પછી તેના ઉપર ધોધમાર વરસાદ થાય અને તેને સફાચટ (કરી) છોડી જાય છે; (એવી જ રીતે) તેઓએ જે કાંઈ હાંસિલ કર્યુ છે તેમાંથી તેઓ કંઇ ફાયદો નહી મેળવી શકશે; અને અલ્લાહ નાસ્તિકોને હિદાયત કરતો નથી.

2:265
وَ مَثَلُ الَّذينَ يُنْفِقُونَ أَمْوالَهُمُ ابْتِغاءَ مَرْضاتِ اللهِ وَ تَثْبيتاً مِنْ أَنْفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصابَها وابِلٌ فَآتَتْ أُكُلَها ضِعْفَيْنِ فَإِنْ لَمْ يُصِبْها وابِلٌ فَطَلٌّ وَ أللهُ بِما تَعْمَلُونَ بَصيرٌ

و [عمل] کسانى که اموال خود را براى خشنودى خدا و پایدار‌ساختن [فضایل انسانى در] روح خود، انفاق مى‌کنند، همچون باغى است که در نقطه‌ی بلندى باشد، و باران‌هاى درشت به آن برسد، و میوه‌ی خود را دوچندان دهد. و اگر باران درشت به آن نرسد، بارانى نرم به آن مى‌رسد. [و در هر‌حال، شاداب و با طراوت است] و خداوند به آنچه انجام می‌دهید، بیناست.

And the parable of those who spend their property to seek the pleasure of Allah and for the certainty 'of their souls is as the parable of a garden on an elevated ground, upon which heavy rain falls so it brings forth its fruit twofold but if heavy rain does not fall upon it, then light rain (is sufficient); and Allah sees what you do.

અને તે લોકોની મિસાલ કે જેઓ પોતાનો માલ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે અને પોતાના દિલોને મજબૂત બનાવવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે. એક એવા બગીચાના જેવી છે. કે જે ઊંચાણમાં હોય અને તેના પર ધોધમાર વરસાદ વરસે પછી તે બમણાં ફળ આપે. પછી જો તેના પર જોરથી વરસાદ ન થાય તો ઝરમર વર્ષા (પૂરતી છે;) અને જે તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.

2:266
أَ يَوَدُّ أَحَدُكُمْ أَنْ تَكُونَ لَهُ جَنَّةٌ مِنْ نَخيلٍ وَ أَعْنابٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ لَهُ فيها مِنْ كُلِّ الثَّمَراتِ وَ أَصابَهُ الْكِبَرُ وَ لَهُ ذُرِّيَّةٌ ضُعَفاءُ فَأَصابَها إِعْصارٌ فيهِ نارٌ فَاحْتَرَقَتْ كَذلِكَ يُبَيِّنُ أللهُ لَكُمُ الْآياتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ

آیا کسى از شما دوست دارد که باغى از درختان خرما و انگور داشته ‌باشد که از پاى درختان آن، نهرها بگذرد و براى او در آن (باغ) از هر‌گونه میوه‌اى وجود داشته ‌باشد، و در حالى که به سنّ پیرى رسیده و فرزندانى ناتوان دارد؛ ‌گردبادى [شدید]، که در آن آتش [سوزانى] است، به آن برخورد کند و [شعله‌ور گردد] و بسوزد؟! [همین‌طور است حال کسانى که انفاق‌هاى خود را، با ریا و منّت و آزار، باطل مى‌کنند]. این‌چنین خداوند آیات خود را براى شما آشکار مى‌سازد؛ ‌ شاید بیندیشید [و راه حق را بیابید] !

Does one of you like that he should have a garden of palms and vines with streams flowing beneath it; he has in it all kinds of fruits; and old age has overtaken him and he has weak offspring, when, (lo!) a whirlwind with fire in it smites it so it becomes blasted; thus Allah makes the communications clear to you, that you may reflect.

શું તમારામાંથી કોઈપણ એ વાતને પસંદ કરશે કે તેના (માટે) ખજૂર તથા દ્રાક્ષનો બગીચો હોય (કે) જેની હેઠળ નદીઓ વહેતી હોય, જેમાં તેના માટે દરેક પ્રકારના ફળ (ફળાદિ) હોય એવી હાલતમાં તેને ઘડપણ આવી ગયું હોય અને તેના બચ્ચાઓ કમજોર હોય, પછી એકાએક તે (બગીચા)માં એક વાવાઝોડું આવી પડે જેમાં આગ (પણ) હોય કે જેનાથી તે (બગીચો) બળી જાય? આવી રીતે અલ્લાહ આયતોને તમારા માટે વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે ફીક્ર (ચિંતન) કરો.

2:267
يا أَيُّهَا الَّذينَ آمَنُوا أَنْفِقُوا مِنْ طَيِّباتِ ما كَسَبْتُمْ وَ مِمَّا أَخْرَجْنا لَكُمْ مِنَ الْأَرْضِ وَ لا تَيَمَّمُوا الْخَبيثَ مِنْهُ تُنْفِقُونَ وَ لَسْتُمْ بِآخِذيهِ إِلاَّ أَنْ تُغْمِضُوا فيهِ وَ اعْلَمُوا أَنَّ أللهَ غَنِيٌّ حَميدٌ

اى کسانى‌که ایمان آورده‌اید! از اموال پاکیزه‌اى که به‌دست آورده‌اید، و از آنچه از زمین براى شما خارج ساخته‌ایم [از منابع و معادن و درختان و گیاهان]، انفاق کنید؛ ‌و براى انفاق، به سراغ بى‌ارزش آن نروید درحالى‌که خودِ شما، [به هنگام پذیرش اموال، ] حاضر نیستید آنها را بپذیرید؛ ‌مگر از روى اغماض و کراهت. و بدانید خداوند، بى نیاز و ستوده است.

O you who believe! spend (benevolently) of the good things that you earn and or what We have brought forth for you out of the earth, and do not aim at what is bad that you may spend (in alms) of it, while you would not take it yourselves unless you have its price lowered, and know that Allah is Self-sufficient, Praiseworthy.

અય ઈમાન લાવનારાઓ ! તમોએ જે કાંઈ નેક કમાણી કરી છે તથા અમોએ તમારા માટે ઝમીનમાં (જે) કાંઈ પૈદા કર્યું છે તેમાંથી (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, ખરાબ વસ્તુનો ઇન્ફાક (ખર્ચ) કરવા માટે હાથ લંબાવજો નહી જે માલ અગર તમને આપવામાં આવે તો ચશ્મપોશી (આંખ આડા કાન) કર્યા સિવાય લેશો નહી; આ જાણી લો કે ખરેજ અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે.

2:268
الشَّيْطانُ يَعِدُكُمُ الْفَقْرَ وَ يَأْمُرُكُمْ بِالْفَحْشاءِ وَ أللهُ يَعِدُكُمْ مَغْفِرَةً مِنْهُ وَ فَضْلاً وَ أللهُ واسِعٌ عَليمٌ

شیطان، شما را [هنگام انفاق] وعده‌ی فقر و تهیدستى مى‌دهد؛ ‌و به زشتی‌ها امر مى‌کند؛ ولى خداوند وعده‌ی «آمرزش» و «فزونى» به شما مى‌دهد؛ ‌و خداوند، رحمت و قدرتش گسترده، و [به هر چیز] داناست. [و به وعده‌ی خود وفا مى‌کند.]

Shaitan threatens you with poverty and enjoins you to be niggardly, and Allah promises you forgiveness from Himself and abundance; and Allah is Ample-giving, Knowing.

શેતાન તમને ફકીરીનો વાયદો આપે છે, અને બદકારીનો હુકમ કરે છે, અને અલ્લાહ પોતાના તરફથી મગફેરત તથા અહેસાનનો વાયદો કરે છે; અને અલ્લાહ વિશાળતાવાળો (અને) જાણકાર છે.

2:269
يُؤْتِي الْحِكْمَةَ مَنْ يَشاءُ وَ مَنْ يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْراً كَثيراً وَ ما يَذَّكَّرُ إِلاَّ أُولُوا الْأَلْبابِ

دانش و حکمت را به هر‌کس بخواهد [و شایسته باشد] مى‌دهد؛ ‌و به هرکس دانش داده‌شود، خیر فراوانى داده شده است. و جز خردمندان، [این حقایق را درک نمى‌کنند، و] متذکّر نمى‌گردند.

He grants wisdom to whom He pleases, and whoever is granted wisdom, he indeed is given a great good and none but men of understanding mind.

તે જેને ચાહે છે હિકમત (સદબુદ્ઘિ) આપે છે, અને જેને હિકમત આપવામાં આવી તો ખરેજ તેને નેકીઓની ઘણીબધી દોલત આપવામાં આવી; અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ (આ હકીકતને) નસીહત હાંસિલ કરતુ નથી.

2:270
وَ ما أَنْفَقْتُمْ مِنْ نَفَقَةٍ أَوْ نَذَرْتُمْ مِنْ نَذْرٍ فَإِنَّ أللهَ يَعْلَمُهُ وَ ما لِلظَّالِمينَ مِنْ أَنْصارٍ

و هر چیز را که انفاق مى‌کنید، یا نذر مى‌کنید [که در راه خدا انفاق نمایید]، خداوند از آن آگاه است. و ستمکاران [ریاکار و منّت‌گذار]، هیچ یاورى ندارند.

And whatever alms you give or (whatever) vow you vow, surely Allah knows it; and the unjust shall have no helpers.

અને તમો (અલ્લાહની રાહમાં) જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરો છો અથવા જે કાંઈ (અલ્લાહની રાહમાં ખર્ચ માટે) માનતા માનો છો, બેશક અલ્લાહ તે જાણે છે; અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી.

← Surah 1 Surah 3 →