سورة آل عمران
Aal I Imran
[زكريّا] گفت: «پروردگارا! نشانهاى براى من قرار ده». فرمود: «نشانهی تو آن است كه سه روز، جز به اشاره و رمز، با مردم سخن نخواهىگفت. [و زبان تو، از كار مىافتد]. و پروردگار خود را [به شكرانهی اين نعمت بزرگ]، بسيار ياد كن و بههنگام صبح و شام، او را تسبيح بگو»!
He said: My Lord! appoint a sign for me. Said He: Your sign is that you should not speak to men for three days except by signs; and remember your Lord much and glorify Him in the evening and the morning.
(ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારા માટે કોઈ નિશાની નક્કી કર; અલ્લાહે ફરમાવ્યું તારી નિશાની આ છે કે તું ત્રણ દિવસ સુધી લોકો સાથે ઈશારા સિવાય વાતચીત કરી શકીશ નહિ; અને તારા પરવરદિગારને વધુ પ્રમાણમાં યાદ કર અને સવાર સાંજ તેની તસ્બીહ કરતો રહે.
و [به ياد آوريد] هنگامى را كه فرشتگان گفتند: «اى مريم! خدا تو را برگزيده و پاك ساخته؛ و بر تمام زنان جهان، برترى بخشيده است.
And when the angels said: O Marium! surely Allah has chosen you and purified you and chosen you above the women of the world.
અને જયારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરિયમ! બેશક અલ્લાહે તને ચૂંટી કાઢી છે તથા તને પાકીઝા બનાવી અને તમામ આલમની ઔરતોના મુકાબલામાં મુન્તખબ કરી.
اى مريم! [به شكرانهي اين نعمت] براى پروردگار خود، خضوعكن و سجده به جا آور؛ و با ركوعكنندگان، ركوع كن».
O Marium! keep to obedience to your Lord and humble yourself, and bow down with those who bow.
માટે અય મરિયમ! તું તારા પરવરદિગારની ફરમાબરદારી કર તથા સજદો કર અને રૂકૂઅ કરનારાઓની સાથે રૂકૂઅ કર.
[اى پيامبر]! اين، از خبرهاى غيبى است كه به تو وحى مىكنيم؛ و تو در آن هنگام كه قلمهاى خود را [براى قرعهكشى به آب] مىافكندند تا كداميك كفالت و سرپرستى مريم را عهدهدار شود، و [نيز] به هنگامىكه [علماى بنىاسرائيل، براى كسب افتخار سرپرستى او]، با هم كشمكش داشتند، حضور نداشتى.
This is of the announcements relating to the unseen which We reveal to you; and you were not with them when they cast their pens (to decide) which of them should have Marium in his charge, and you were not with them when they contended one with another.
(અય પયગંબર) આ ગૈબ વાતોમાંથી એક છે કે જે અમે તને વહી દ્વારા જણાવીએ છીએ; અને મરિયમની દેખરેખ કોણ કરે એ નક્કી કરવા માટે તેઓ પોતાની કલમો નાખી ત્યારે તું તેમની પાસે હાજર ન હતો, અને જયારે તેઓ આપસમાં ઝઘડતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો.
[به ياد آوريد] هنگامى را كه فرشتگان گفتند: «اى مريم! خداوند تو را به كلمهاى (وجود با عظمتى) از سوى خود بشارت مىدهد كه نامش «مسيح، عيسى پسر مريم» است؛ درحالىكه در دنيا و آخرت، آبرومند؛ و از مقرّبان [الهى] خواهد بود.
When the angels said: O Marium, surely Allah gives you good news with a Word from Him (of one) whose name is the '. Messiah, Isa son of Marium, worthy of regard in this world and the hereafter and of those who are made near (to Allah).
જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરિયમ! બેશક અલ્લાહ તને પોતાના એક કલમાની ખુશખબર આપે છે જેનું નામ મસીહ છે, ઈસા ઈબ્ને મરિયમ જે દુનિયા તથા આખેરતમાં માનવંત અને (અલ્લાહની બારગાહમાં) મુકરરેબીનમાંથી છે:
و با مردم، در گاهواره و درحال ميانسالى سخن خواهد گفت و از صالحان است».
And he shall speak to the people when in the cradle and when of old age, and (he shall be) one of the good ones.
અને તે લોકો સાથે પારણામાં (ઘોડીયામાં) વાતો કરશે. તેમજ બુઢાપામાં વાતો કરશે અને તે સાલેહ લોકોમાંથી હશે.
[مريم] گفت: «پروردگارا! چگونه ممكن است فرزندى براى من باشد، درحالىكه انسانى با من تماس نداشته است»؟! فرمود: «خداوند، اينگونه هرچه را بخواهد مىآفريند. هنگامىكه فرمان وجود چيزى را صادر كند، تنها به آن مىگويد: «موجود باش»! آن [چيز نيز، بيدرنگ] موجود مىشود.
She said: My Lord! when shall there be a son (born) to I me, and man has not touched me? He said: Even so, Allah creates what He pleases; when He has decreed a matter, He only says to it, Be, and it is.
તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ત્યાં બાળક કેવી રીતે થશે એવી હાલતમાં કે જયારે કોઈ પુરૂષે મારી સાથે (શારીરિક) સંબંધ નથી બાંઘ્યો. તેણે ફરમાવ્યું, આ જ રીતે અલ્લાહ જે ચાહે છે પેદા કરી દે છે; જ્યારે તે કોઈ મામલાનો ઈરાદો કરી લે છે ત્યારે તે માત્ર એટલું જ કહી દે છે કે થા એટલે તે થઈ જાય છે.
و به او، كتاب و دانش و تورات و انجيل، خواهد آموخت.
And He will teach him the Book and the wisdom and the Tavrat and the Injeel.
અને (અલ્લાહ) તેને કિતાબ તથા હિકમત અને તૌરેત તથા ઈન્જીલનું ઇલ્મ આપશે.
و بهسوى بنىاسرائيل فرستاده خواهد شد [تا به آنها بگويد]: من نشانهاى از طرف پروردگار شما، برايتان آوردهام؛ من از گِل، چيزى به شكل پرنده مىسازم؛ سپس در آن مىدمم و به اذن خدا، پرندهاى مىگردد. و به اذن خدا، كور مادر زاد و مبتلا به بيمارى پيسى را بهبودى مىبخشم؛ و مردگان را به اذن خدا زنده مىكنم؛ و به شما خبر مىدهم از آنچه مىخوريد، و آنچه را در خانههاى خود ذخيره مىكنيد، به يقين در اين [معجزات]، نشانهاى براى شماست، اگر ايمان داشته باشيد.
And (make him) an apostle to the children of Israel: That I have come to you with a sign from your Lord, that I determine for you out of dust like the form of a bird, then I breathe into it and it becomes a bird with Allah's permission and I heal the blind and the leprous, and bring the dead to life with Allah's permission and I inform you of what you should eat and what you should store in your houses; most surely there is a sign in this for you, if you are believers.
અને તેને બની ઈસરાઈલ તરફ એક રસૂલ (બનાવી મોકલીશ અને તે કહેશે કે) હું તમારા પરવરદિગાર તરફથી નિશાની લઈને આવ્યો છું, હું તમારા માટે માટી(માં)થી પક્ષી જેવો આકાર બનાવીશ પછી તેમાં ફૂંકીશ જેથી તે (આકાર) અલ્લાહના હુકમથી (જીવંત) પક્ષી થઈ જશે, અને હું જન્મથી આંધળા તથા કોઢીયાઓને સાજા કરીશ, તથા હું અલ્લાહના હુકમથી મરી ગએલાઓને સજીવન કરીશ, અને તમે તમારા ઘરોમાં જે કાંઈ ખાઓ છો તથા જે કાંઈ ઝખીરો કરો છો તેની તમને જાણ કરી દઈશ; જો તમે મોમીન હોવ તો ખરેખર આમાં તમારા માટે નિશાની મોજૂદ છે.
و آنچه را پيش از من از تورات بوده، تصديق مىكنم؛ و [آمدهام] تا پارهاى از چيزهايى را كه [بر اثر ظلم و گناه]، بر شما حرام شده، [مانند گوشت بعضى از حيوانات] حلال كنم؛ و نشانهاى ازطرف پروردگار شما، برايتان آوردهام؛ از [نافرمانى] خدا بپرهيزيد، و مرا اطاعتكنيد.
And a verifier of that which is before me of the Taurat and that I may allow you part of that which has been forbidden t you, and I have come to you with a sign from your Lord therefore be careful of (your duty to) Allah and obey me.
અને મારી પહેલાંની તૌરેતને સમર્થન કરૂં છું, અને એ માટે કે અમુક વસ્તુઓ કે જે તમારા ઉપર હરામ કરવામાં આવી હતી તેને તમારા માટે હલાલ કરૂં અને હું તમારા પરવરદિગાર પાસેથી એક નિશાની લઈને આવ્યો છું, અલ્લાહની (નાફરમાનીથી) બચો અને મારી ઇતાઅત કરો.