Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 43

سورة الزخرف

Az Zukhruf

સૂરએ ઝુખરૂફ
89 verses Makki Verses 11–20 of 89
43:11
وَ الَّذي نَزَّلَ مِنَ السَّماءِ ماءً بِقَدَرٍ فَأَنْشَرْنا بِهِ بَلْدَةً مَيْتاً كَذلِكَ تُخْرَجُونَ

همان كسى كه از آسمان آبى فرستاد به مقدار معيّن، و به‌وسيله‌ی آن سرزمين مرده را حيات بخشيديم؛ همين‌گونه [در قيامت از قبرها] بيرون آورده مى‌شويد.

And He Who sends down water from the cloud according to a measure, then We raise to life thereby a dead country, even thus shall you be brought forth;

અને જેણે આસમાન પરથી માપસર પાણી વરસાવ્યું, પછી અમોએ તે વડે ઊજ્જડ ઝમીનને જીવંત કરી દીધી, એવી જ રીતે તમને પણ ઝમીનમાંથી કાઢવામાં આવશે.

43:12
وَ الَّذي خَلَقَ الْأَزْواجَ كُلَّها وَ جَعَلَ لَكُمْ مِنَ الْفُلْكِ وَ الْأَنْعامِ ما تَرْكَبُونَ

و همان كسى كه همه‌ی زوج‌ها را آفريد، و براى شما از كشتي‌ها و چهارپايان مركب‌هايى قرار داد كه بر آن سوار مى‌شويد.

And He Who created pairs of all things, and made for you of the ships and the cattle what you ride on,

અને જેણે દરેક જોડાને પેદા કર્યા અને તમારા માટે કશ્તીઓ તથા જાનવરોની સવારી રાખી કે જેમના પર તમે સવાર થાઓ છો :

43:13
لِتَسْتَوُوا عَلى ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَ تَقُولُوا سُبْحانَ الَّذي سَخَّرَ لَنا هذا وَ ما كُنَّا لَهُ مُقْرِنينَ

تا بر پشت آن‌ها بخوبى قرار گيريد؛ سپس هنگامى‌كه بر آن‌ها قرار گرفتيد، نعمت پروردگارتان را ياد كنيد و بگوييد: «پاك و منزّه است كسى كه اين را مسخّر ما ساخت، وگرنه ما توانايى تسخير آن را نداشتيم».

That you may firmly sit on their backs, then remember the favor of your Lord when you are firmly seated thereon, and say: Glory be to Him Who made this subservient to us and we were not able to do it

જેથી તમે તેમની પીઠ ઉપર બરાબર બેસી શકો, પછી જયારે તમે તેના ઉપર બરાબર બેસી જાઓ ત્યારે તમારા પરવરદિગારની નેઅમતને યાદ કરો અને કહો કે પાક છે તે અલ્લાહ કે જેણે આ સવારીને અમારા તાબે કરી દીધી નહિતર અમે તેને કાબૂમાં લાવી શકતે નહિં :

43:14
وَ إِنَّا إِلى رَبِّنا لَمُنْقَلِبُونَ

و به يقين ما به‌سوى پروردگارمان باز مى‌گرديم.

And surely to our Lord we must return.

અને બેશક અમે અમારા પરવરદિગારની હજૂરમાં પાછા ફરશુ.

43:15
وَ جَعَلُوا لَهُ مِنْ عِبادِهِ جُزْءاً إِنَّ الْإِنْسانَ لَكَفُورٌ مُبينٌ

آن‌ها براى او از ميان بندگانش جزیى قرار دادند [و ملائكه را دختران خدا خواندند]؛ انسان ناسپاسى آشكار است.

And they assign to Him a part of His servants; man, to be sure, is clearly ungrateful.

અને તેઓ તે (અલ્લાહ)ના માટે બંદાઓમાંથી અમુકને તેનો ભાગ ઠેરવે છે; બેશક ઇન્સાન ખુલ્લો નાશુક્રો છે.

43:16
أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَناتٍ وَ أَصْفاكُمْ بِالْبَنينَ

آيا از ميان مخلوقاتش دختران را [براى خود] انتخاب كرده و پسران را مخصوص شما ساخته است؟!

What! has He taken daughters to Himself of what He Himself creates and chosen you to have sons?

શું પોતાની મખ્લૂકમાંથી પોતાના માટે દુખ્તરો પસંદ કરી છે અને તમારા માટે ફરઝંદો પસંદ કર્યા?!

43:17
وَ إِذا بُشِّرَأَحَدُهُمْ بِما ضَرَبَ لِلرَّحْمنِ مَثَلاً ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَ هُوَ كَظيمٌ

در‌حالى‌كه هرگاه يكى از آن‌ها را به همان چيزى كه براى خداوند رحمان شبيه قرار داده (به تولّد دختر) بشارت دهند، صورتش [از فرط ناراحتى] سياه مى‌شود و خشمگين مى‌گردد.

And when one of them is given news of that of which he sets up as a likeness for the Beneficent Allah, his face becomes black and he is full of rage.

અને જયારે તેઓમાંથી કોઇને તેની ખુશખબર આપવામાં આવે છે કે જેની નિસ્બત તેઓ રહેમાનને આપતા હતા ત્યારે તેનું મોઢું કાળુ પડી જાય છે, અને ગુસ્સે થઇ જાય છે.

43:18
أَ وَ مَنْ يُنَشَّؤُا فِي الْحِلْيَةِ وَ هُوَ فِي الْخِصامِ غَيْرُ مُبينٍ

آيا كسى را كه در ميان زينت‌ها پرورش مى‌يابد و به هنگام جدال قادر به تبيين مقصود خود نيست [فرزند خدا مى‌خوانيد]؟!

What! that which is made in ornaments and which in contention is unable to make plain speech!

શું જે ઘરેણામાં ઊછેરવામાં આવે છે અને વાદ-વિવાદમાં પોતાની દલીલ રોશન ન કરી શકે (તે અલ્લાહની દુખ્તર બનવાને લાયક છે)?!

43:19
وَ جَعَلُوا الْمَلائِكَةَ الَّذينَ هُمْ عِبادُ الرَّحْمنِ إِناثاً أَ شَهِدُوا خَلْقَهُمْ سَتُكْتَبُ شَهادَتُهُمْ وَ يُسْئَلُونَ

و آن‌ها فرشتگان را كه بندگان خداوند رحمانند مؤنث پنداشتند؛ آيا هنگام آفرينش آن‌ها حضور داشته‌اند؟! گواهى آنان نوشته مى‌شود و [از آن] بازخواست خواهند شد.

And they make the angels-- them who are the servants of the Beneficent Allah-- female (divinities). What! did they witness their creation? Their evidence shall be written down and they shall be questioned.

અને તેમણે ફરિશ્તાઓને કે જે અલ્લાહના બંદા છે તેમને ઔરત માની લીધા છે; શું તેમની ખિલ્કત વખતે તેઓ હાજર હતા? નજીકમાં જ તેમની ગવાહી લખી લેવામાં આવશે અને તેના વિશે સવાલ કરવામાં આવશે.

43:20
وَ قالُوا لَوْ شاءَ الرَّحْمنُ ما عَبَدْناهُمْ ما لَهُمْ بِذلِكَ مِنْ عِلْمٍ إِنْ هُمْ إِلاَّ يَخْرُصُونَ

آنان گفتند: «اگر خداوند رحمان مى‌خواست ما آن‌ها (فرشتگان) را پرستش نمى‌كرديم». ولى به اين امر هيچ‌گونه علم و يقين ندارند و تنها حدسى بى‌اساس دارند.

And they say: If the Beneficent Allah had pleased, we should never have worshipped them. They have no knowledge of this; they only lie.

અને તેઓ કહે છે કે જો અલ્લાહ ચાહતે તો અમે તેમની ઇબાદત ન કરતે; તેમને એ વિશેનું કાંઇ ઇલ્મ નથી, તેઓ ફકત અનુમાન કરે છે.

← Surah 42 Surah 44 →