Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 9

سورة التوبة

At Tawba

સુરએ તૌબા
129 verses Madani Verses 91–100 of 129
9:91
لَيْسَ عَلَى الضُّعَفاءِ وَ لا عَلَى الْمَرْضى وَ لا عَلَى الَّذينَ لا يَجِدُونَ ما يُنْفِقُونَ حَرَجٌ إِذا نَصَحُوا لِلهِ‌ وَ رَسُولِهِ ما عَلَى الْمُحْسِنينَ مِنْ سَبيلٍ وَ اللهُ‌ غَفُورٌ رَحيمٌ

نه بر افراد ناتوان و نه بر بيماران و نه بر كسانى‌ كه چيزى براى انفاق [در راه جهاد] ندارند، گناهى نيست [كه در ميدان جهاد شركت نجويند] به شرط آنكه براى خدا و پيامبرش خيرخواهى كنند [و از آنچه در توان دارند، مضايقه ننمايند، زيرا] بر نيكوكاران راهى براى مؤاخذه نيست و خداوند آمرزنده و مهربان است.

It shall be no crime in the weak, nor in the sick, nor in those who do not find what they should spend (to stay behind), so long as they are sincere to Allah and His Apostle; there is no way (to blame) against the doers of good; and Allah is Forgiving, Merciful;

અલ્લાહ અને તેના રસૂલ માટે મુખ્લીસ હોય તેવા અશકતો, બીમારો તથા જેઓની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કોઇ ચીઝ નથી તેઓ ઊપર (જેહાદ માટે ન નીકળવા બાબતે કોઇ) ગુનાહ નથી કારણકે નેક લોકો ઊપર (ગુનાહ સાબિત કરવાનો) કાંઇ રસ્તો જ નથી અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

9:92
وَ لا عَلَى الَّذينَ إِذا ما أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لا أَجِدُ ما أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوْا وَ أَعْيُنُهُمْ تَفيضُ مِنَ الدَّمْعِ حَزَناً أَلاَّ يَجِدُوا ما يُنْفِقُونَ

و [نيز] گناهى نيست بر آن‌ها كه وقتى نزد تو آمدند كه آنان را بر مركبى [براى جهاد] سوار كنى، گفتى: «مركبى كه شما را بر آن سوار كنم، در اختيار ندارم». [از نزد تو] بازگشتند درحالى‌كه چشمانشان از اندوه اشكبار بود؛ زيرا چيزى نداشتند كه در راه خدا انفاق كنند [و با آن به ميدان بروند].

Nor in those who when they came to you that you might carry them, you said: I cannot find that on which to carry you; they went back while their eyes overflowed with tears on account of grief for not finding that which they should spend.

અને ન તેમના પર કોઇ ગુનાહ છે કે જ્યારે તેઓ તારી પાસે (આ હેતુસર) આવ્યા કે તું તેમને સવાર કરી લઇ જાય, (અને) તેં કહ્યુ કે મારી પાસે તો કોઇ સવારી નથી કે હું તમને તેના પર સવાર કરી લઉં; ત્યારે તેઓ એવી હાલતમાં પાછા ગયા કે તેમની આંખોમાંથી દુ:ખના કારણે આંસુ વહેતા હતા કે તેમની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કાંઇ ન હતું.

9:93
إِنَّمَا السَّبيلُ عَلَى الَّذينَ يَسْتَأْذِنُونَكَ وَ هُمْ أَغْنِياءُ رَضُوا بِأَنْ يَكُونُوا مَعَ الْخَوالِفِ وَ طَبَعَ اللهُ‌ عَلى قُلُوبِهِمْ فَهُمْ لا يَعْلَمُونَ

راه مؤاخذه تنها به روى كسانى باز است كه از تو اجازه مى‌خواهند درحالى‌كه توانگرند [و امكانات كافى براى جهاد دارند] آن‌ها راضى شدند كه با واماندگان [و افراد معذور و ناتوان] بمانند و خداوند بر دل‌هايشان مهر نهاده به همين ‌جهت چيزى نمى‌دانند.

The way (to blame) is only against those who ask permission of you though they are rich; they have chosen to be with those who remained behind, and Allah has set a seal upon their hearts so they do not know.

(ગુનાહ સાબિત કરવાનો) રસ્તો તેઓ ઊપર ખુલ્લો છે કે જેઓ(ની પાસે જેહાદ માટે સગવડતા છે એટલેકે) બેનિયાઝ હોવા છતાં તારી પાસેથી રજા માંગે છે; તેઓએ પાછળ રહી જનારાઓની સાથે રહેવાનું પસંદ કર્યુ, અને અલ્લાહે તેમના દિલો પર મહોર લગાડી દીધી છે માટે જ તેઓ કાંઇ જાણતા નથી.

9:94
يَعْتَذِرُونَ إِلَيْكُمْ إِذا رَجَعْتُمْ إِلَيْهِمْ قُلْ لا تَعْتَذِرُوا لَنْ نُؤْمِنَ لَكُمْ قَدْ نَبَّأَنَا اللهُ‌ مِنْ أَخْبارِكُمْ وَ سَيَرَى اللهُ‌ عَمَلَكُمْ وَ رَسُولُهُ ثُمَّ تُرَدُّونَ إِلى عالِمِ الْغَيْبِ وَ الشَّهادَةِ فَيُنَبِّئُكُمْ بِما كُنْتُمْ تَعْمَلُونَ

هنگامى‌كه به‌سوى آن‌ها [كه از جهاد تخلّف كردند] بازگرديد، براى شما عذر [و بهانه] مى‌آورند، بگو: «عذر نياوريد، ما هرگز [سخن] شما را باور نخواهيم كرد! چرا كه خدا ما را از اخبارتان آگاه ساخته و خدا و پيامبرش، اعمال شما را خواهند ديد، سپس به‌سوى كسى‌ كه داناى پنهان و آشكار است بازگشت داده مى‌شويد و او شما را به آنچه انجام مى‌داديد، آگاه مى‌كند [و جزا مى‌دهد]».

They will excuse themselves to you when you go back to them. Say: Urge no excuse, by no means will we believe you; indeed Allah has informed us of matters relating to you; and now Allah and His Apostle will see your doings, then you shall be brought back to the Knower of the unseen and the seen, then He will inform you of what you did.

જ્યારે તમે (જે મુનાફીકો જેહાદમાં આવેલ ન હતા) તેમની પાસે પાછા ફરશો ત્યારે તેઓ તમારી પાસે બહાનું રજૂ કરશે; તું કહે કે બહાના ન કાઢો, અમે તમારી વાત હરગિઝ માનીશું નહિ; અલ્લાહ તમારી હકીકતથી અમને વાકેફ કરી ચૂક્યો છે; અને નઝદીકમાંજ અલ્લાહ તથા તેનો રસૂલ તમારા (ભાવિમાં થનારા ખરાબ) આમાલ જોશે, પછી તમને હાઝિર (જાહેર) અને ગાએબ (છુપી બાબત)ના જાણનારની પાસે પાછા ફેરવવામાં આવશે તથા તમને તમારા આમાલથી વાકેફ કરવામાં આવશે.

9:95
سَيَحْلِفُونَ بِاللهِ ‌ لَكُمْ إِذَا انْقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا عَنْهُمْ فَأَعْرِضُوا عَنْهُمْ إِنَّهُمْ رِجْسٌ وَ مَأْواهُمْ جَهَنَّمُ جَزاءً بِما كانُوا يَكْسِبُونَ

هنگامى‌كه به‌سوى آنان بازگرديد، براى شما به خدا سوگند ياد مى‌كنند، تا از آن‌ها اعراض [و صرف‌نظر] كنيد، [آرى]! از آن‌ها اعراض كنيد [و روى بگردانيد]، چراكه آن‌ها پليدند و به كيفر اعمالى كه انجام مى‌دادند، جايگاهشان دوزخ است.

They will swear to you by Allah when you return to them so that you may turn aside from them; so do turn aside from them; surely they are unclean and their abode is hell; a recompense for what they earned.

જ્યારે તમે તેઓની તરફ ફરીને આવશો ત્યારે તેઓ (જેહાદમાં શરીક ન થયેલ મુનાફિકો) તમારી સામે અલ્લાહની કસમ ખાશે જેથી તમે તેઓ(ના ગુનાહ) પર ઘ્યાન ન આપો માટે તમે તેઓ પર ઘ્યાન ન આપો; બેશક તેઓ નાપાક છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે; તેઓ જે કાંઇ કરતા હતા તેનો બદલો છે.

9:96
يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ فَإِنْ تَرْضَوْا عَنْهُمْ فَإِنَّ اللهَ‌ لا يَرْضى عَنِ الْقَوْمِ الْفاسِقينَ

براى شما قسم ياد مى‌كنند تا از آن‌ها راضى شويد، اگر شما از آن‌ها راضى شويد، خداوند [هرگز] از گروه فاسقان راضى نخواهد شد.

They will swear to you that you may be pleased with them; but if you are pleased with them, yet surely Allah is not pleased with the transgressing people.

તેઓ (જેહાદ માટે ન આવેલ મુનાફીકો) તમારી સામે એ માટે કસમ ખાશે જેથી તમે તેઓથી રાજી થઇ જાઓ; પછી અગર તમે તેમનાથી રાજી થઇ જાઓ તો પણ અલ્લાહ હરગિઝ ગુનેહગાર લોકોથી રાજી થશે નહી.

9:97
الْأَعْرابُ أَشَدُّ كُفْراً وَ نِفاقاً وَ أَجْدَرُ أَلاَّ يَعْلَمُوا حُدُودَ ما أَنْزَلَ اللهُ‌ عَلى رَسُولِهِ وَ اللهُ‌ عَليمٌ حَكيمٌ

باديه‌نشينان عرب، كفر و نفاقشان شديدتر است و به ناآگاهى از حدود احكامى كه خدا بر پيامبرش نازل كرده، سزاوارترند و خداوند دانا و حكيم است.

The dwellers of the desert are very hard in unbelief and hypocrisy, and more disposed not to know the limits of what Allah has revealed to His Apostle; and Allah is Knowing, Wise.

ગામડાવાળાઓ નાસ્તિકપણા તથા નિફાકમાં ઘણા જ સખત છે. અને તેઓ એજ લાયક છે કે અલ્લાહે પોતાના રસૂલ પર નાઝિલ કરેલ અહેકામોને ન જાણે અને અલ્લાહ જાણવાવાળો, હિકમતવાળો છે.

9:98
وَ مِنَ الْأَعْرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغْرَمًا وَ يَترََبَّصُ بِكمُ‌ُ الدَّوَائرَ عَلَيْهِمْ دَائرَةُ السَّوْءِ وَ اللهُ‌ سَمِيعٌ عَلِيم

گروهى از [اين] اعراب باديه‌نشين، چيزى را كه [در راه خدا] انفاق مى‌كنند، غرامت محسوب مى‌دارند و انتظار حوادث ناگوار براى شما مى‌كشند، حوادث بد، سزاوار خودشان است و خداوند شنوا و داناست.

And of the dwellers of the desert are those who take what they spend to be a fine, and they wait (the befalling of) calamities to you; on them (will be) the evil calamity; and Allah is Hearing, Knowing.

અને ગામડાવાળાઓમાંથી એવા પણ છે કે જેઓ સખાવતને નુકસાન ગણે છે, અને તમારા પર (આફતના) વંટોળ આવવાનો ઇન્તેઝાર કરે છે; તેમની ઉપર સૌથી ખરાબ (આફતના) વંટોળ આવે! અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

9:99
وَ مِنَ الْأَعْرابِ مَنْ يُؤْمِنُ بِاللهِ ‌ وَ الْيَوْمِ الْآخِرِ وَ يَتَّخِذُ ما يُنْفِقُ قُرُباتٍ عِنْدَ اللهِ ‌ وَ صَلَواتِ الرَّسُولِ أَلا إِنَّها قُرْبَةٌ لَهُمْ سَيُدْخِلُهُمُ اللهُ‌ في رَحْمَتِهِ إِنَّ اللهَ‌ غَفُورٌ رَحيمٌ

گروهى [ديگر] از عرب‌هاى باديه‌نشين، به خدا و روز بازپسين ايمان دارند و آنچه را انفاق مى‌كنند، مايه‌ی تقرّب به خدا و دعاى پيامبر مى‌دانند، آگاه باشيد اين‌ها مايه‌ی تقرّب آن‌هاست! خداوند به‌زودى آنان را در رحمت خود وارد خواهد ساخت، به يقين، خداوند آمرزنده و مهربان است.

And of the dwellers of the desert are those who believe in Allah and the latter day and take what they spend to be (means of) the nearness of Allah and the Apostle's prayers; surely it shall be means of nearness for them; Allah will make them enter into His mercy; surely Allah is Forgiving, Merciful.

અને ગામડાવાળાઓમાંથી એવા (પણ) છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે અને જે કાંઇ સખાવત કરે છે તેને અલ્લાહની નજદીકી તથા રસૂલની (નેક) દુઆ હાંસિલ કરવા નો વસીલો બનાવે છે જાણી લો કે તે (સખાવત) તેમના માટે (અલ્લાહની) નજીક થવાનું કારણ બનશે અને જલ્દી જ અલ્લાહ તેમને પોતાની રહેમતમાં દાખલ કરી લેશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

9:100
وَ السَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهاجِرينَ وَ الْأَنْصارِ وَ الَّذينَ اتَّبَعُوهُمْ بِإِحْسانٍ رَضِيَ اللهُ‌ عَنْهُمْ وَ رَضُوا عَنْهُ وَ أَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْري تَحْتَهَا الْأَنْهارُ خالِدينَ فيها أَبَداً ذلِكَ الْفَوْزُ الْعَظيمُ

پيشگامان نخستين از مهاجرين و انصار و كسانى‌كه به نيكى از آن‌ها پيروى كردند، خداوند از آن‌ها خشنود گشت و آن‌ها [نيز] از او خشنود شدند و باغ‎هاى بهشتى براى آنان آماده ساخته، كه نهرها از پاى درختانش جارى است، جاودانه در آن خواهند ماند و اينست رستگارى و پيروزى بزرگ!

And (as for) the foremost, the first of the Muhajirs and the Ansars, and those who followed them in goodness, Allah is well pleased with them and they are well pleased with Him, and He has prepared for them gardens beneath which rivers flow, to abide in them for ever; that is the mighty achievement.

અને મુહાજેરીન અને અન્સારમાંથી પહેલ કરનાર તથા બહેતરીન રીતે તેઓની પૈરવી કરનારથી અલ્લાહ રાઝી થયો અને તેઓ (પણ) તેનાથી રાઝી થયા* તેઓ માટે (બેહિશ્તમાં) બાગો તૈયાર કરવામાં આવ્યા છે. જેની હેઠળ નદીઓ વહે છે, તેમાં તેઓ હંમેશા રહેશે; એજ સૌથી મોટી કામ્યાબી છે.

← Surah 8 Surah 10 →