Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 9

سورة التوبة

At Tawba

સુરએ તૌબા
129 verses Madani Verses 81–90 of 129
9:81
فَرِحَ الْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلافَ رَسُولِ اللهِ ‌ وَ كَرِهُوا أَنْ يُجاهِدُوا بِأَمْوالِهِمْ وَ أَنْفُسِهِمْ في سَبيلِ اللهِ ‌ وَ قالُوا لا تَنْفِرُوا فِي الْحَرِّ قُلْ نارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا لَوْ كانُوا يَفْقَهُونَ

تخلّف‌كنندگان [از جنگ تبوك] از مخالفت با پيامبرخدا و كناره‌گيرى از جهاد، خوشحال شدند و خوش نداشتند كه با مال و جان خود، در راه خدا جهاد كنند و گفتند: «در اين گرما [به‌سوى ميدان] حركت نكنيد». [به آنان] بگو: «آتش دوزخ از اين سوزان‌تر است»! اگر مى‌فهميدند.

Those who were left behind were glad on account of their sitting behind Allah's Apostle and they were averse from striving in Allah's way with their property and their persons, and said: Do not go forth in the heat. Say: The fire of hell is much severe in heat. Would that they understood (it).

અલ્લાહના રસૂલના ફરમાન વિરૂઘ્ધ (પોતાના ઘરોમાં) બેસી રહેનાર લોકો પોતાના (ઘરમાં) બેસી રહેવાથી ખુશ થયા કારણકે તેઓને પોતાના માલ અને જાન વડે અલ્લાહની રાહમાં જેહાદ કરવું નાપસંદ હતુ, તેઓ (બીજા લોકોને) કહે છે કે "ગરમીમાં બહાર ન નીકળો" જો તેઓ સમજે તો તુ કહે કે "જહન્નમની આગ વધારે ગરમ છે."

9:82
فَلْيَضْحَكُوا قَليلاً وَ لْيَبْكُوا كَثيراً جَزاءً بِما كانُوا يَكْسِبُونَ

از ‌اين‌رو آن‌ها بايد كمتر بخندند و بسيار بگريند [چراكه آتش جهنّم در انتظارشان است] اين، جزاى كارهايى است كه انجام مى‌دادند.

Therefore they shall laugh little and weep much as a recompense for what they earned.

માટે તેઓએ થોડું હસવુ અને વધુ રડવુ જોઇએ (કારણકે આ સજા) તેઓના આમાલનો બદલો છે.

9:83
فَإِنْ رَجَعَكَ اللهُ‌ إِلى طائِفَةٍ مِنْهُمْ فَاسْتَأْذَنُوكَ لِلْخُرُوجِ فَقُلْ لَنْ تَخْرُجُوا مَعِيَ أَبَداً وَ لَنْ تُقاتِلُوا مَعِيَ عَدُوًّا إِنَّكُمْ رَضيتُمْ بِالْقُعُودِ أَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوا مَعَ الْخالِفينَ

هرگاه خداوند تو را به‌سوى گروهى از آنان بازگرداند و از تو اجازه‌ی خروج [به‌سوى ميدان جهاد] بخواهند، بگو: «هيچ‌گاه با من خارج نخواهيد شد و هرگز همراه من، با دشمنى نخواهيد جنگيد. شما نخستين‌بار به كناره‌گيرى [از جهاد] راضى شديد، اكنون نيز با متخلّفان بمانيد».

Therefore if Allah brings you back to a party of them and then they ask your permission to go forth, say: By no means shall you ever go forth with me and by no means shall you fight an enemy with me; surely you chose to sit the first time, therefore sit (now) with those who remain behind.

પછી જો અલ્લાહ તને તેમની કોઇ જમાઅત પાસે પાછો લાવે અને તેઓ તારી પાસે (જેહાદ માટે) નીકળવાની રજા માંગે તો તું કહી દેજે કે તમે હરગિઝ મારી સાથે નહી નીકળશો અને મારી સાથે રહીને હરગિઝ કોઇ દુશ્મન સાથે નહી લડશો; બેશક તમે પહેલી વખતે (ઘરે) બેસી રહેવુ પસંદ કર્યુ હતું માટે પાછળ રહી જનારાઓની સાથે (ઘરે) બેસી રહો.

9:84
وَ لا تُصَلِّ عَلى أَحَدٍ مِنْهُمْ ماتَ أَبَداً وَ لا تَقُمْ عَلى قَبْرِهِ إِنَّهُمْ كَفَرُوا بِاللهِ ‌ وَ رَسُولِهِ وَ ماتُوا وَ هُمْ فاسِقُونَ

هرگز بر مرده‌ی هيچ‌يك از آنان، نماز نخوان و بر كنار قبرش، [براى دعا و طلب آمرزش] نايست، چرا كه آن‌ها به خدا و پيامبرش كافر شدند و درحالى‌كه فاسق بودند از دنيا رفتند.

And never offer prayer for any one of them who dies and do not stand by his grave; surely they disbelieve in Allah and His Apostle and they shall die in transgression.

અને જ્યારે તેઓમાંથી કોઇ મરી જાય તો તું તેમના ઊપર હરગિઝ નમાઝ પઢજે નહિ અને તેની કબર પાસે ઊભો પણ રહેજે નહિ; કારણકે તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો છે અને (એ જ) નાફરમાનીની હાલતમાં તેઓ મરી ગયા છે.

9:85
وَ لا تُعْجِبْكَ أَمْوالُهُمْ وَ أَوْلادُهُمْ إِنَّما يُريدُ اللهُ‌ أَنْ يُعَذِّبَهُمْ بِها فِي الدُّنْيا وَ تَزْهَقَ أَنْفُسُهُمْ وَ هُمْ كافِرُونَ

[فزونى] اموال و فرزندانشان، تو را در شگفتى فرو نبرد! [اين براى آن‌ها نعمت نيست، بلكه] خدا مى‌خواهد آنان را به‌وسيله‌ی آن، در زندگى دنيا عذاب كند و در‌حال كفر بميرند.

And let not their property and their children excite your admiration; Allah only wishes to chastise them with these in this world and (that) their souls may depart while they are unbelievers

અને તેઓનો માલ તથા તેમની ઔલાદ તને તઅજ્જુબમાં ન નાખે; અલ્લાહ તો માત્ર એ જ ચાહે છે કે એ જ (વસ્તુઓ) વડે તેમને આ દુનિયામાંં અઝાબ આપે અને તેઓના જીવ નાસ્તિકપણાની હાલતમાં નીકળી જાય.

9:86
وَ إِذا أُنْزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللهِ ‌ وَ جاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُوا الطَّوْلِ مِنْهُمْ وَ قالُوا ذَرْنا نَكُنْ مَعَ الْقاعِدينَ

و هنگامى‌كه سوره‌اى نازل شود [و به آنان دستور دهد] كه: «به خدا ايمان بياوريد و همراه پيامبرش جهاد كنيد» افرادى از آن‌ها (گروه منافقان) كه توانايى [بر جهاد] دارند، از تو اجازه مى‌خواهند و مى‌گويند: «بگذار ما با افراد ناتوان [و آن‌ها كه از جهاد معافند] باشيم».

And whenever a chapter is revealed, saying: Believe in Allah and strive hard along with His Apostle, those having ampleness of means ask permission of you and say: Leave us (behind), that we may be with those who sit.

અને જ્યારે કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે કે તમે અલ્લાહ પર ઇમાન લાવો અને તેના રસૂલ સાથે રહી જેહાદ કરો ત્યારે તાકતવર લોકો તારી પાસે રજા માંગે છે અને કહે છે કે અમને છોડી દે કે જેથી અમે (ઘરે) બેસી રહેનારાઓની સાથે બેસી રહીએ.

9:87
رَضُوا بِأَنْ يَكُونُوا مَعَ الْخَوالِفِ وَ طُبِعَ عَلى قُلُوبِهِمْ فَهُمْ لا يَفْقَهُونَ

[آرى] آن‌ها راضى شدند كه با واماندگان [و افراد ناتوان] باشند و بر دل‌هايشان مهر نهاده شده، ازاين‌رو [حقايق را] درك نمى‌كنند.

They preferred to be with those who remained behind, and a seal is set on their hearts so they do not understand.

તેઓએ પાછળ રહી જનારાઓ સાથે રહેવાનું પસંદ કર્યુ, અને તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી જેથી તેઓ (હકીકત) સમજતા નથી.

9:88
لكِنِ الرَّسُولُ وَ الَّذينَ آمَنُوا مَعَهُ جاهَدُوا بِأَمْوالِهِمْ وَ أَنْفُسِهِمْ وَ أُولئِكَ لَهُمُ الْخَيْراتُ وَ أُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

ولى پيامبر و كسانى‌كه با او ايمان آوردند، با مال و جانشان جهاد كردند و همه‌ی نيكي‌ها براى آن‌هاست و رستگاران آن‌ها هستند.

But the Apostle and those who believe with him strive hard with their property and their persons; and these it is who shall have the good things and these it is who shall be successful.

પરંતુ રસૂલ તથા જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે, પોતાના માલ અને જાન સાથે જેહાદ કરે છે; અને તમામ નેકી (ભલાઇ) તેઓ માટે જ છે, અને તેઓ જ કામ્યાબ થનારા છે.

9:89
أَعَدَّ اللهُ لَهُمْ جَنَّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ خالِدينَ فيها ذلِكَ الْفَوْزُ الْعَظيم

خداوند براى آن‌ها باغ‎هاى بهشتى آماده ساخته كه نهرها از پاى درختانش جارى است، جاودانه در آن خواهند بود و اينست رستگارى و پيروزى بزرگ.

Allah has prepared for them gardens beneath which rivers flow, to abide in them; that is the great achievement.

અલ્લાહે તેમના માટે જન્નતો તૈયાર કરી છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ રહેશે; એ જ મહાન કામ્યાબી છે.

9:90
وَ جاءَ الْمُعَذِّرُونَ مِنَ الْأَعْرابِ لِيُؤْذَنَ لَهُمْ وَ قَعَدَ الَّذينَ كَذَبُوا اللهَ‌ وَ رَسُولَهُ سَيُصيبُ الَّذينَ كَفَرُوا مِنْهُمْ عَذابٌ أَليمٌ

و معذوران از اعراب، [نزد تو] آمدند كه به آن‌ها اجازه‌ی [عدم شركت در جهاد] داده شود، ولى كسانى‌ كه به خدا و پيامبرش دروغ گفتند [بدون هيچ عذرى] از جهاد كناره‌گيرى كردند، به‌زودى به كسانى از آن‌ها كه كفر ورزيدند [و بدون عذر مخالفت كردند]، عذاب دردناكى خواهد رسيد!

And the defaulters from among the dwellers of the desert came that permission may be given to them and they sat (at home) who lied to Allah and His Apostle; a painful chastisement shall afflict those of them who disbelieved.

અને ગામડાના અમુક મુશ્કેલીવાળા લોકો (જેઓ જંગમાં નહોતા જોડાવા માંગતા) તેઓ તારા પાસે આવ્યા કે જેથી તેમને પણ (ઘરે) બેસી રહેવાની રજા આપવામાં આવે, (અને બીજા) એ લોકો અલ્લાહ તથા તેના રસૂલ સામે જૂઠું બોલી બેસી રહ્યા; તેઓમાંથી નાસ્તિકોને દર્દનાક અઝાબ મળશે.

← Surah 8 Surah 10 →