سورة هود
Hud
ما به آنها ستم نکردیم؛ بلکه آنها خودشان بر خویشتن ستم روا داشتند؛ و هنگامىکه فرمان [مجازات] پروردگارت فرا رسید، معبودهایى را که غیر از خدا مىخواندند، آنها را نجات نبخشیدند؛ وجز بر هلاکت آنان نیفزودند.
And We did not do them injustice, but they were unjust to themselves, so their gods whom they called upon besides Allah did not avail them aught when the decree of your Lord came to pass; and they added but to their ruin.
અને અમોએ તેમના પર ઝુલ્મ કર્યો ન હતો, બલ્કે તેમણે પોતે જ પોતાના ઉપર ઝુલ્મ કર્યો જ્યારે તારા પરવરદિગાર (ની સઝા)નો હુકમ આવ્યો ત્યારે અલ્લાહ સિવાય જેને પોકાર્યા કરતા હતા તેમના કાંઇજ કામમાં ન આવ્યા; અને તેઓએ તેમની હલાકતમાં વધારો કરવા સિવાય કંઇ ન કર્યુ.
و اینچنین است مجازات پروردگار تو، هنگامىکه [مردم] شهرها و آبادیها را مجازات مىکند، درحالىکه آنها ستمکارند! به یقین مجازات او، دردناک و شدید است!
And such is the punishment of your Lord when He punishes the towns while they are unjust; surely His punishment is painful, severe.
અને તારા પરવરદિગારની પકડ આ રીતે હોય છે જ્યારે તે વસ્તીઓને તેમની ઝૂલમગાર હાલતમાં પકડે છે; બેશક તેની પકડ દુ:ખદાયક, સખ્ત છે.
در این (سرگذشت پیشینیان)، نشانهاى است براى کسى که از عذاب آخرت مىترسد؛ همان روزى که مردم در آن جمع آورى مىشوند، و روزى که همه آن را مشاهده مىکنند.
Most surely there is a sign in this for him who fears the chastisement of the hereafter; this is a day on which the people shall be gathered together and this is a day that shall be witnessed.
બેશક તેમાં તેઓ માટે નિશાની છે કે જેઓ આખેરતના અઝાબથી ડરે છે; જે દિવસે લોકોને ભેગા કરવામાં આવશે અને આ દિવસે (જે કાંઇ થશે બધાને) દેખાશે.
و ما آن (مجازات) را، جز تا زمان محدودى، تأخير نمىاندازيم!
And We do not delay it but to an appointed term.
અને અમે અઝાબને નક્કી કરેલ મુદ્દત સિવાય ટાળતા નથી.
آن روز که [قیامت و زمان مجازات] فرارسد، هیچکس جز به اجازهی او سخن نمىگوید؛ گروهى از آنها بدبختند و گروهى سعادتمند.
On the day when it shall come, no soul shall speak except with His permission, then (some) of them shall be unhappy and (others) happy.
જ્યારે તે દિવસ આવી પહોંચશે ત્યારે કોઇપણ તેની ઇજાઝત સિવાય વાત કરશે નહિ, પછી તેમનામાં અમુક બદનસીબ હશે અને અમુક ખુશનસીબ.
امّا کسانى که بدبخت شدند، در آتشند؛ و براى آنان در آنجا، نالههاى دردناک و نعرههاى طولانى است.
So as to those who are unhappy, they shall be in the fire; for them shall be sighing and groaning in it:
જે લોકો બદબખ્ત હશે જહન્નમમાં તેઓના નિસાસા અને રોકકળ હશે:
تا آسمانها و زمین برپاست، جاودانه در آن خواهند ماند؛ مگر آنچه پروردگارت بخواهد. به یقین پرورگارت آنچه را بخواهد انجام مىدهد.
Abiding therein so long as the heavens and the earthendure, except as your Lord please; surely your Lord is the mighty doer of what He intends.
જ્યાં સુધી આસમાન તથા ઝમીન બાકી છે હંમેશા તેમાંજ રહેશે, સિવાય કે તારો પરવરદિગાર જે કાંઇ ચાહે, બેશક તારો પરવરદિગાર જે કાંઇ ચાહે છે તે અંજામ આપે છે.
امّا کسانى که سعادتمند شدند، تا آسمانها و زمین برپاست، جاودانه در بهشت خواهند ماند؛ مگر آنچه پروردگارت بخواهد. [این] بخششى است قطع نشدني.
And as to those who are made happy, they shall be in the garden, abiding in it as long as the heavens and the earthendure, except as your Lord please; a gift which shall never be cut off.
અને જેઓ ખુશનસીબ છે તેઓ જન્નતમાં હશે, જ્યાં સુધી આકાશો તથા ઝમીન કાયમ રહેશે સિવાય કે તારો પરવરદિગાર જે કાંઇ ચાહે; આ એક એવી બક્ષિશ હશે જે ક્યારે પણ ખત્મ થનારી નથી.
پس شكّ و ترديدى (در باطلبودن) معبودهايى كه آنها مىپرستند، به خود راه مده! آنها همانگونه اين معبودها را پرستش مىكنند كه پدرانشان قبلاً مىپرستيدند، و ما نصيب آنان را بىكم و كاست خواهيم داد!
Therefore be not in doubt as to what these worship; they do not worship but as their fathers worshipped before; and most surely We will pay them back in full their portion undiminished.
માટે તેઓ જેની ઇબાદત કરે છે તેના સંબંધમાં તું કોઇ પણ જાતની શંકામાં પડતો નહિ; તેઓ ઇબાદત નથી કરતા સિવાય કે અગાઊ તેઓના બાપ દાદાઓ ઇબાદત કરતા હતા; અને બેશક અમે તેમનો ભાગ ઓછો કર્યા વગર પૂરેપૂરો તેમને આપીશું.*
ما به موسى کتاب آسمانى دادیم؛ سپس در آن اختلاف شد؛ و اگر فرمان پیشین خدا [در زمینه آزمایش و اتمام حجّت بر آنها] نبود، در میان آنان داورى مىشد. و آنها [هنوز] در شکّى آمیخته با بدگمانىاند.
And certainly We gave the book to Musa, but it was gone against; and had not a word gone forth from your Lord, the matter would surely have been decided between them; and surely they are in a disquieting doubt about it.
અને ખરે જ અમોએ મૂસાને કિતાબ આપી હતી. પછી તેમાં ઇખ્તેલાફ કરવામાં આવ્યો; અને જો તારા પરવરદિગારનો (મોહલત વિશેનો) કૌલ અગાઉ ન હોત તો તેમની વચ્ચે ફેંસલો થઇ ગયો હોત; અને ખરેખર તે લોકો તેના સંબંધમાં શંકાની ગૂંચવણમાં પડેલા છે.