Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 71–80 of 286
2:71
قالَ إِنَّهُ يَقُولُ إِنَّها بَقَرَةٌ لا ذَلُولٌ تُثيرُ الْأَرْضَ وَ لاتَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لا شِيَةَ فيها قالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ فَذَبَحُوها وَ ما كادُوا يَفْعَلُونَ

گفت: او مى‌فرمايد: «گاوى باشد كه نه براى شخم‌زدن رام شده؛ و نه براى زراعت آبكشى كند؛ از هر عيبى بركنار بوده و رنگ ديگرى در آن نباشد». گفتند:«الآن حقّ مطلب را آوردى». سپس [چنان گاوى را با زحمت پيدا كردند و] آن را سر بريدند؛ ولى مايل نبودند اين كار را انجام دهند.

Musa said: He says, Surely she is a cow not made submissive that she should plough the land, nor does she irrigate the tilth; sound, without a blemish in her. They said: Now you have brought the truth; so they sacrificed her, though they had not the mind to do (it).

તેણે કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે ગાય એવી હોય કે જેને ઝમીન ખેડવા અથવા ખેતરોને પાણી પાવા માટે હજી કામે લગાડી ન હોય; તંદુરસ્ત અને એક રંગની ડાઘ વિનાની હોય; તેઓ બોલ્યા હવે તેં ઠીક ઠીક જણાવ્યું; પછી તેમણે તેને ઝબ્હ કરી, જો કે તેઓ આ કાર્ય કરવા ચાહતા ન હતા.

2:72
وَ إِذْ قَتَلْتُمْ نَفْساً فَادّارَأْتُمْ فيها وَ اللهُ مُخْرِجٌ ما كُنْتُمْ تَكْتُمُونَ

و [به يادآوريد] هنگامى را كه فردى را به قتل رسانديد؛ سپس درباره‌ي [قاتل] او به نزاع پرداختيد؛ و خداوند آنچه را پنهان مى‌كرديد، آشكار مى‌سازد.

And when you killed a man, then you disagreed with respect to that, and Allah was to bring forth that which you were going to hide.

અને જ્યારે તમોએ એક શખ્સને મારી નાખ્યો પછી તેના (કાતિલના) સંબંધમાં તમે આપસમાં ઝઘડો કરવા લાગ્યા અને જે કાંઈ તમે સંતાડતા હતા, તે અલ્લાહ જાહેર કરનાર હતો.

2:73
فَقُلْنا اضْرِبُوهُ بِبَعْضِها كَذلِكَ يُحْيِ اللهُ الْمَوْتى وَ يُريكُمْ آياتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ

سپس گفتيم: «قسمتي از گاو را به مقتول بزنيد [تا زنده شود و قاتل را معرفي كند]. خداوند اينگونه مردگان را زنده مي‌كند ‌و آيات خود را به شما نشان مي‌دهد؛ ‌شايد انديشه كنيد».

So We said: Strike the (dead body) with part of the (Sacrificed cow), thus Allah brings the dead to life, and He shows you His signs so that you may understand.

પછી અમોએ કહ્યું કે આ ગાયનો એક ભાગ (લઈને) તેના શબ પર મસ કરો આ રીતે અલ્લાહ મરણ પામેલાઓને સજીવન કરે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે કે કદાચ તમે વિચારો.

2:74
ثُمَّ قَسَتْ قُلُوبُكُمْ مِنْ بَعْدِ ذلِكَ فَهِيَ كَالْحِجارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً وَ إِنَّ مِنَ الْحِجارَةِ لَما يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهارُ وَ إِنَّ مِنْها لَما يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْماءُ وَ إِنَّ مِنْها لَما يَهْبِطُ مِنْ خَشْيَةِ اللهِ وَ مَا اللهُ بِغافِلٍ عَمَّا تَعْمَلُونَ

سپس دل‌هاى شما بعد از اين [همه كفران] سخت شد؛ همچون سنگ، يا سخت‌تر! چرا كه پاره‌اى از سنگ‌ها مى‌شكافد و از آن نهرها جارى مى‌شود؛ و پاره‌اى از آنها شكاف برمى‌دارد و آب از آن تراوش مى‌كند؛ و پاره‌اى از خوف خدا [از فراز كوه] به زير مى‌افتد؛ [امّا دل‌هاى شما نه از خوف خدا مى‌تپد و نه سرچشمه‌ي دانش و عواطف انسانى است] و خداوند از آنچه انجام مى‌دهيد غافل نيست.

Then your hearts hardened after that, so that they were like rocks, rather worse in hardness; and surely there are some rocks from which streams burst forth, and surely there are some of them which split asunder so water issues out of them, and surely there are some of them which fall down for fear of Allah, and Allah is not at all heedless of what you do.

તે બાદ તમારા દિલો સખત થઈ ગયાં જાણે કે પત્થર અથવા તેથી પણ વધારે સખત; કારણકે પત્થરોમાંથી અમુક એવા હોય છે કે જેમાંથી પાણીના ઝરણાં ફૂટી નીકળે છે, અને તેમાંથી અમુક એવા હોય છે કે જે ફાટી જાય છે પછી તેમાંથી પાણી નીકળે છે, અને તેમાંથી અમુક એવા પણ હોય છે કે અલ્લાહના ભયથી (પહાડ પરથી) નીચે પડે છે. અને તમે જે કાંઈ કરો છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

2:75
أَ فَتَطْمَعُونَ أَنْ يُؤْمِنُوا لَكُمْ وَ قَدْ كانَ فَريقٌ مِنْهُمْ يَسْمَعُونَ كَلامَ اللهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِنْ بَعْدِ ما عَقَلُوهُ وَ هُمْ يَعْلَمُونَ

آيا [شما مسلمانان] انتظار داريد آنها به آيينتان ايمان بياورند؛ با اينكه عدّه‌اى از آنان، سخنان خدا را مى شنيدند و پس از فهميدن، آن را تحريف مى‌كردند؛ در حالى‌كه آگاه بودند؟!

Do you then hope that they would believe in you, and a party from among them indeed used to hear the Word of Allah, then altered it after they had understood it, and they know (this).

શું તમે (મુસલમાનો) એવી ઉમ્મીદ રાખો છો કે તેઓ (યહૂદીઓ) તમારા (દીન પર) ઇમાન લઇ આવે? જયારે તેઓમાંથી એક ટોળું એવું છે કે તે અલ્લાહનો કલામ સાંભળે છે, પછી તેઓ તેને સમજી ચૂકયા બાદ પણ જાણી જોઈને તેમાં ફેરફાર કરી નાખે છે.

2:76
وَ إِذا لَقُوا الَّذينَ آمَنُوا قالُوا آمَنَّا وَ إِذا خَلا بَعْضُهُمْ إِلى بَعْضٍ قالُوا أَ تُحَدِّثُونَهُمْ بِما فَتَحَ اللهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُمْ بِهِ عِنْدَ رَبِّكُمْ أَ فَلا تَعْقِلُونَ

و هنگامى‌كه مؤمنین را ملاقات كنند، مى‌گويند: «ايمان آورده‌ايم». ولى هنگامى‌كه با يكديگر خلوت مى‌كنند، [بعضى به بعضى ديگر اعتراض كرده،] مى‌گويند: «چرا مطالبى را كه [درباره‌ي صفات پيامبر اسلام] خداوند براى شما بيان‌كرده، به مسلمانان بازگو مى‌كنيد تا [روز رستاخيز] در پيشگاه پروردگارتان، بر ضدّ شما به آن استدلال كنند؟! آيا نمى فهميد»؟!

And when they meet those who believe they say: We believe, and when they are alone one with another they say: Do you talk to them of what Allah has disclosed to you that they may contend with you by this before your Lord? Do you not then understand?

(યહૂદીઓ) જયારે તેઓ મોમીનો સાથે મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા છીએ, પણ જ્યારે એકાંતમાં આપસમાં મળે છે ત્યારે કહે છે કે શું તમે તેમને તે કહી દો છો કે જે (હકીકત) અલ્લાહે તમારા ઊપર જાહેર કરી છે કે જેથી તેઓ તમારા પરવરદિગારની હજુરમાં એ જ વડે તમારા વિરૂઘ્ધ દલીલો કાયમ કરે? શું તમે વિચારતા નથી?

2:77
أَ وَ لا يَعْلَمُونَ أَنَّ أللهَ يَعْلَمُ ما يُسِرُّونَ وَ ما يُعْلِنُونَ

آيا اينها نمى‌دانند خداوند آنچه را پنهان مى‌دارند يا آشكار مى‌كنند مى‌داند؟!

Do they not know that Allah knows what they keep secret and what they make known?

શું તેઓ નથી જાણતા કે તેઓ જે કાંઈ સંતાડે છે તથા જે કાંઈ જાહેર કરે છે તે અલ્લાહ જાણે છે?

2:78
وَ مِنْهُمْ أُمِّيُّونَ لا يَعْلَمُونَ الْكِتابَ إِلاَّ أَمانِيَّ وَ إِنْ هُمْ إِلاَّ يَظُنُّونَ

و پاره‌اى از آنان عوامانى هستند كه كتاب خدا را جز [يك مشت خيالات و] آرزوها نمى‌دانند و تنها به پندارهايشان دل بسته‌اند.

And there are among them illiterates who know not the Book but only lies, and they do but conjecture.

અને તેઓ (યહૂદીઓ)માંથી અમુક એવા જાહિલ છે કે જેઓ કિતાબનું ઇલ્મ નથી ધરાવતા સિવાય ઊમ્મીદો બાંધી બેઠા છે અને અટકળ કરે છે.

2:79
فَوَيْلٌ لِلَّذينَ يَكْتُبُونَ الْكِتابَ بِأَيْديهِمْ ثُمَّ يَقُولُونَ هذا مِنْ عِنْدِ اللهِ لِيَشْتَرُوا بِهِ ثَمَناً قَليلاً فَوَيْلٌ لَهُمْ مِمَّا كَتَبَتْ أَيْديهِمْ وَ وَيْلٌ لَهُمْ مِمَّا يَكْسِبُونَ

پس واى بر آنها كه نوشته‌اى با دست خود مى‌نويسند، سپس مى‌گويند: «اين، از طرف خداست». تا آن را به بهاى اندكى بفروشند. پس واى بر آنها از آنچه با دست خود نوشتند؛ و واى بر آنان از آنچه [از اين راه] به دست مى‌آورند.

Woe, then, to those who write the book with their hands and then say: This is from Allah, so that they may take for it a small price; therefore woe to them for what their hands have written and woe to them for what they earn.

અફસોસ છે તેમના માટે જેઓ કિતાબ પોતાને જ હાથે લખે છે, અને પછી કહે છે કે, આ અલ્લાહના તરફથી છે કે જેથી તેને થોડીક કિંમતમાં (પોતાના સ્વાર્થ માટે) વેચી શકે; વળી અફસોસ છે તેમના માટે કે જે તેમના હાથોએ લખ્યું અને અફસોસ છે તેમના માટે કે જે કાંઇ તેમના હાથે લાગે છે.

2:80
وَ قالُوا لَنْ تَمَسَّنَا النَّارُ إِلاَّ أَيَّاماً مَعْدُودَةً قُلْ أَتَّخَذْتُمْ عِنْدَ اللهِ عَهْداً فَلَنْ يُخْلِفَ اللهُ عَهْدَهُ أَمْ تَقُولُونَ عَلَى اللهِ ما لا تَعْلَمُونَ

و گفتند: «هرگز آتش دوزخ، جز چند روزى به ما نخواهد رسيد». بگو: «آيا پيمانى از خدا گرفته‌ايد؟! ‌ كه خداوند هرگز از پيمانش تخلّف نمی‌ورزد ‌ يا چيزى را كه نمى‌دانيد به خدا نسبت مى‌دهيد»؟!

And they say: Fire shall not touch us but for a few days. Say: Have you received a promise from Allah, then Allah will not fail to perform His promise, or do you speak against Allah what you do not know?

અને તેઓ કહે છે કે અમને તો અમુક દિવસો સિવાય આગ હરગિઝ અડકશે નહિ; તું કહે કે શું તમે અલ્લાહ પાસેથી એવું વચન લઈ લીધું છે કે જેની મુખાલેફત અલ્લાહ ન કરે? યા પછી તેની ખિલાફ એવી વાતો કરો છો કે જે તમે જાણતા નથી.

← Surah 1 Surah 3 →