سورة الأحزاب
Al Ahzab
و هركس از شما براى خدا و پيامبرش خضوع كند و عمل صالح انجام دهد، دوباره به او پاداش خواهيم داد، و روزى پرارزشى براى او آماده كردهايم.
And whoever of you is obedient to Allah and His Apostle and does good, We will give to her reward doubly, and We have prepared for her an honorable sustenance.
અને તમારામાંથી જે અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરશે તથા નેક અમલ કરશે તો અમે તેણીને તેનો બદલો બે વખત આપીશું, અને અમોએ તેણીને માટે મોહતરમ રોઝી તૈયાર રાખી છે.
اى همسران پيامبر! شما همچون يكى از زنان [عادى] نيستيد اگر تقوا پيشه كنيد؛ پس بهگونهاى هوسانگيز سخن نگوييد كه بيماردلان در شما طمع كنند، و سخن شايسته بگوييد.
O wives of the Prophet! you are not like any other of the women; If you will be on your guard, then be not soft in (your) speech, lest he in whose heart is a disease yearn; and speak a good word.
અય નબીની ઔરતો ! અગર તમે તકવા ઇખ્તેયાર કરો, તમારો મરતબો બીજી સામાન્ય ઔરતો જેવો નથી, માટે (નામહેરમ સાથે) માયાળુ પણે વાત કરશો નહિં, કે બીમાર દિલોવાળાને લાલચ પેદા થાય, અને નેક વાતો કરો.
و در خانههاى خود بمانيد، و همچون دوران جاهليّت نخستين [در ميان مردم] ظاهر نشويد، و نماز را برپا داريد، و زكات را بپردازيد، و خدا و پيامبرش را اطاعت كنيد؛ خداوند فقط مىخواهد پليدى [گناه] را از شما اهل بيت دور كند و كاملاً شما را پاك سازد.
And stay in your houses and do not display your finery like the displaying of the ignorance of yore; and keep up prayer, and pay the poor-rate, and obey Allah and His Apostle. Allah only desires to keep away the uncleanness from you, O people of the House! and to purify you a (thorough) purifying.
અને પોતાના ઘરોમાં બેસી રહો, અને જાહીલિયતના સમયની જેમ (ઝીનત સાથે) જાહેર ન થાવ અને નમાઝને કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો, અય અહલેબૈત* અલ્લાહનો ઇરાદો ફકત એ છે કે દરેક બૂરાઇને તમારાથી દૂર રાખે, અને એવી રીતે તમને પાક રાખે, જેવી રીતે પાક રાખવાનો હક છે.
آنچه را در خانههاى شما از آيات خداوند و حكمت و دانش خوانده مىشود يادآور شويد؛ خداوند به اسرار دقيق آگاه و داناست.
And keep to mind what is recited in your houses of the communications of Allah and the wisdom; surely Allah is Knower of subtleties, Aware.
અને અય નબીની ઔરતો ! તમારા ઘરોમાં અલ્લાહની આયતો અને હિકમતની જે વાતો પઢવામાં આવે છે તેને યાદ કરો, બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોનો જાણકાર છે.
به يقين، مردان مسلمان و زنان مسلمان، مردان با ايمان و زنان با ايمان، مردان مطيع [فرمان خدا] و زنان مطيع [فرمان خدا]، مردان راستگو و زنان راستگو، و مردان صابر و شكيبا و زنان صابرو شكيبا، مردان با خشوع و زنان با خشوع، مردان انفاقكننده و زنان انفاقكننده، مردان روزهدار و زنان روزهدار، مردان پاكدامن و زنان پاكدامن و مردانى كه بسيار به ياد خدا هستند و زنانى كه [بسيار خدا را] ياد مىكنند، خداوند براى همهی آنان آمرزش و پاداش عظيمى فراهم ساخته است.
Surely the men who submit and the women who submit, and the believing men and the believing women, and the obeying men and the obeying women, and the truthful men and the truthful women, and the patient men and the patient women and the humble men and the humble women, and the almsgiving men and the almsgiving women, and the fasting men and the fasting women, and the men who guard their private parts and the women who guard, and the men who remember Allah much and the women who remember-- Allah has prepared for them forgiveness and a mighty reward.
બેશક મુસલમાન મર્દો તથા મુસલમાન ઔરતો, ઇમાનવાળા મર્દો તથા ઇમાનવાળી ઔરતો, ઇતાઅતગુઝાર મર્દો તથા ઇતાઅતગુઝાર ઔરતો, સાચા મર્દો તથા સાચી ઔરતો, સબ્ર કરનાર મર્દો તથા સબ્ર કરનારી ઔરતો, ખુશુઅ રાખનાર મર્દો તથા ખુશુઅ રાખનારી ઔરતો, સદકો આપનાર મર્દો તથા સદકો આપનારી ઔરતો, રોઝો રાખનાર મર્દો તથા રોઝો રાખનારી ઔરતો, પાકદામન મર્દો તથા પાકદામન ઔરતો, અલ્લાહનો વધુ ઝિક્ર કરનાર મર્દો તથા વધુ ઝિક્ર કરનાર ઔરતો માટે અલ્લાહે મગફેરત અને અજ્રે અઝીમ તૈયાર રાખેલ છે.
هيچ مرد و زن با ايمانى حق ندارد هنگامىكه خدا و پيامبرش فرمانى صادر كنند، اختيارى [در برابر فرمان خدا] در كار خود داشته باشد؛ و هركس خدا و پيامبرش را نافرمانى كند، به گمراهى آشكارى گرفتار شده است!
And it behoves not a believing man and a believing woman that they should have any choice in their matter when Allah and His Apostle have decided a matter; and whoever disobeys Allah and His Apostle, he surely strays off a manifest straying.
અને કોઇ મોઅમીન મર્દ અને ઔરત માટે પોતાની બાબતે ફેંસલો કરવો સઝાવાર (યોગ્ય) નથી કે જયારે અલ્લાહ તથા તેનો રસૂલ; (તે બાબતે કોઇ) ફેંસલો કરી ચૂક્યા હોય અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે, બેશક તે ખુલ્લી ગુમરાહીમાં છે!
[به خاطر بياور] زمانى را كه به آن كس كه خداوند به او نعمت داده بود و تو نيز به او نعمت داده بودى [به فرزند خواندهات «زيد»] مىگفتى: «همسرت را براى خود نگاه دار و از خدا بپرهيز». و در دل خود چيزى را پنهان مىداشتى كه خداوند آن را آشكار مىكند؛ و از مردم مىترسيدى درحالىكه خداوند سزاوارتر است كه از او بترسى. هنگامىكه زيد نيازش را از آن زن به سر آورد [و از او جدا شد]، ما او را به همسرى تو در آورديم تا مشكلى براى مؤمنان در ازدواج با همسران پسرخواندههايشان هنگامى كه از آنها بىنياز شدند [و آنها را طلاق دادند] نباشد؛ و فرمان خدا انجام شدنى است [و سنّت غلط تحريم اين زنان بايد شكسته شود].
And when you said to him to whom Allah had shown favor and to whom you had shown a favor: Keep your wife to yourself and be careful of (your duty to) Allah; and you concealed in your soul what Allah would bring to light, and you feared men, and Allah had a greater right that you should fear Him. But when Zaid had accomplished his want of her, We gave her to you as a wife, so that there should be no difficulty for the believers in respect of the wives of their adopted sons, when they have accomplished their want of them; and Allah's command shall be performed.
અને (યાદ કર), જયારે તું તે વ્યક્તિને કે જેને ખુદાએ નેઅમત અતા કરી હતી તથા તે પણ જેના ઉપર એહસાન કર્યો હતો, કહી રહ્યો હતો કે તારી ઔરતને તારી પાસે રાખ અને અલ્લાહથી ડર, તથા તે એ વાતને દિલમાં છૂપાવી રાખી હતી જેને અલ્લાહ જાહેર કરવાનો હતો અને લોકોથી ડરતો હતો જો કે અલ્લાહ વધારે હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, ત્યારબાદ જયારે ઝયદે પોતાની હાજત પૂરી કરી લીધી, ત્યારે અમોએ તે ઔરતના નિકાહ તારી સાથે કરી દીધા કે જેથી મોઅમીનો માટે પોતાના પાલક ફરઝંદની ઔરત સાથે નિકાહ કરવામાં કોઇ હરજ ન રહે, જયારે તેઓ પોતાની જરૂરત પૂરી કરી ચૂકયા હોય અને અલ્લાહના હુકમ પર અમલ થઇને જ રહે છે.
هيچگونه منعى بر پيامبر در آنچه خدا براى او مقرّر داشته نيست؛ اين سنّت الهى در مورد كسانى كه پيش از اين بودهاند نيز جارى بوده؛ و فرمان خدا روى حساب و تدبير كاملى است.
There is no harm in the Prophet doing that which Allah has ordained for him; such has been the course of Allah with respect to those who have gone before; and the command of Allah is a decree that is made absolute:
નબીના માટે અલ્લાહની વાજીબાતમાં કોઇ નડતર નથી, આ અલ્લાહની સુન્નત છે કે જે અગાઉના નબીઓના ઝમાનાથી ચાલુ છે; અને અલ્લાહનો હુકમ સહી હિસાબ મુજબ નક્કી થએલો હોય છે:
[پيامبران پيشين] كسانى بودند كه رسالتهاى الهى را تبليغ مىكردند و از او بيم داشتند، و از هيچكس جز خدا بيم نداشتند؛ و همين بس كه خداوند حسابگر [و پاداشدهنده اعمال آنها] است.
Those who deliver the messages of Allah and fear Him, and do not fear any one but Allah; and Allah is sufficient to take account.
તેઓ અલ્લાહના પયગામ પહોંચાડે છે તથા દિલમાં તેનો (અલ્લાહનો) ડર રાખે છે અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા નથી; અને હિસાબ કરવા માટે અલ્લાહ કાફી છે.
محمّد پدر هيچيك از مردان شما نبوده است؛ ولى رسول خدا و ختمكننده و آخرين پيامبران است؛ و خداوند به همه چيز دانا است.
Muhammad is not the father of any of your men, but he is the Apostle of Allah and the Last of the prophets; and Allah is cognizant of all things.
મોહમ્મદ સ.અ.વ. તમારા મર્દોમાંથી કોઇના વાલિદ નથી પરંતુ અલ્લાહનો રસૂલ છે અને નબીઓમાં છેલ્લો છે; અને અલ્લાહ દરેક વસ્તુનો કામેલન (સંપૂર્ણ) જાણનાર છે.