سورة يس
Yasin
و اينكه مرا بپرستيد كه راه مستقيم اين است؟!
And that you should serve Me; this is the right way.
અને મારી ઇબાદત કરજો કે આજ સીધો રસ્તો છે?!
او گروه زيادى از شما را گمراه كرد؛ آيا انديشه نكرديد؟!
And certainly he led astray numerous people from among you. What! could you not then understand?
અને તે શયતાને તમારામાંથી ઘણી નસલોંને ગુમરાહ કરી નાખી, શું તમે વિચાર ન કર્યો?
اين همان دوزخى است كه به شما وعده داده مىشد.
This is the hell with which you were threatened.
આ એ જ જહન્નમ છે કે જેનો તમને (દુનિયામાં) વાયદો કરવામાં આવતો હતો.
امروز به خاطر كفرى كه داشتيد به آتش آن بسوزيد!
Enter into it this day because you disbelieved.
આજે તેમાં નાસ્તિકપણાને લીધે દાખલ થઇ જાવ.
امروز بر دهانشان مُهر مىنهيم، و دستهايشان با ما سخن مىگويند و پاهايشان به كارهايى كه انجام مىدادند گواهى مىدهند.
On that day We will set a seal upon their mouths, and their hands shall speak to Us, and their feet shall bear witness of what they earned.
આજે અમે તેમના મોઢા પર મહોર મારી દઇશું. તેમના હાથ બોલશે અને તેમના પગ ગવાહી આપશે કે તેઓ કેવા કાર્યો કરતા હતા.
و اگر بخواهيم چشمانشان را محو كنيم سپس براى عبور از راه، مىخواهند بر يكديگر پيشى بگيرند، امّا چگونه مىتوانند ببينند؟!.
And if We please We would certainly put out their eyes, then they would run about groping for the way, but how should they see?
અને અમે અગર ચાહીએ તો તેઓની આંખોને (આ દુનિયામાંજ) આંધળી કરી દઇએ. પછી તેઓ એકબીજાથી આગળ વધવા ચાહશે તો પણ તેઓ કેવી રીતે જોઇ શકશે? (કે તેઓ આગળ વધે)
و اگر بخواهيم آنها رادر جاى خود مسخ مىكنيم [و به مجسّمههايى بى روح مبدّل مىسازيم] تا نتوانند راه خود را ادامه دهند و نه به عقب بازگردند.
And if We please We would surely transform them in their place, then they would not be able to go on, nor will they return.
અને જો અમે ચાહીએ તો તે જ જગ્યાએ તેઓના સ્વરૂપને બદલી નાખીએ જેથી ન આગળ વધી શકે ન પાછળ આવી શકે.
هركس را عمر طولانى دهيم، در آفرينش واژگونهاش مىكنيم [و به ناتوانى كودكى باز مىگردانيم]؛ آيا نمىانديشند؟!
And whomsoever We cause to live long, We reduce (him) to an abject state in constitution; do they not then understand?
અને જેને અમે લાંબી ઉમ્ર આપીએ છીએ, તેની ખિલ્કતમાં (બાળપણ તરફ) પલ્ટાવી નાખીએ છીએ, શું તેઓ વિચારતા નથી?
ما شعر به او (پيامبر) نياموختيم، و شايستهی او نيست؛ [شاعر باشد] اين [كتاب آسمانى] فقط مايهی يادآورى و قرآن مبين است.
And We have not taught him poetry, nor is it meet for him; it is nothing but a reminder and a plain Quran,
અને અમોએ રસૂલને શાયરી નથી શીખવાડી અને ન તેના માટે યોગ્ય છે આ ફકત ઝિક્ર અને રોશન કુરઆન છે :
تا هركس را كه زنده است [و حيات انسانى دارد] انذار كند [و بر كافران اتمام حجّت شود] و فرمان عذاب بر آنان مسلّم گردد.
That it may warn him who would have life, and (that) the word may prove true against the unbelievers.
જેથી તેના વડે જે જીવંત છે તેમને (અલ્લાહના અઝાબથી) ડરાવીએ અને નાસ્તિક પર હુજ્જત તમામ થઇ જાય.