Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 39

سورة الزمر

Az Zumar

સૂરએ ઝોમર
75 verses Makki Verses 21–30 of 75
39:21
أَ لَمْ تَرَ أَنَّ اللهَ أَنْزَلَ مِنَ السَّماءِ ماءً فَسَلَكَهُ يَنابيعَ فِي الْأَرْضِ ثُمَّ يُخْرِجُ بِهِ زَرْعاً مُخْتَلِفاً أَلْوانُهُ ثُمَّ يَهيجُ فَتَراهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهُ حُطاماً إِنَّ في ذلِكَ لَذِكْرى لِأُولِي الْأَلْبابِ

آيا نديدى كه خداوند از آسمان آبى فرو فرستاد و آن را به‌صورت چشمه‌هايى در زمين وارد نمود، سپس با آن زراعتى را مى‌روياند كه رنگ‌هاى مختلف دارد؛ بعد آن گياه خشك مى‌شود به‌گونه‌اى كه آن را زرد و بى‌روح مى‌بينى؛ سپس آن را درهم مى‌شكند و خرد مى‌كند؟! در اين مثال تذكّرى است براى خردمندان [از ناپايدارى دنيا].

Do you not see that Allah sends down water from the cloud, then makes it go along in the earth in springs, then brings forth therewith herbage of various colors, then it withers so that you see it becoming yellow, then He makes it a thing crushed and broken into pieces? Most surely there is a reminder in this for the men of understanding.

શું તેં નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી વરસાવ્યું છે, પછી તેને અલગ અલગ ઝરણામાં જારી કરે છે, પછી તેના વડે અલગ અલગ રંગની ખેતી પેદા કરે છે, પછી તે ખેતી સૂકાઇ જાય છે, તો તેને તું પીળા રંગના જૂએ છે, પછી તેને ભૂસું બનાવી દે છે, બેશક તેમાં અક્કલમંદ માટે નસીહત છે.

39:22
أَ فَمَنْ شَرَحَ اللهُ صَدْرَهُ لِلْإِسْلامِ فَهُوَ عَلى نُورٍ مِنْ رَبِّهِ فَوَيْلٌ لِلْقاسِيَةِ قُلُوبُهُمْ مِنْ ذِكْرِ اللهِ أُولئِكَ في ضَلالٍ مُبينٍ

آيا كسى كه خدا سينه‌اش را براى اسلام گشاده است و بر فراز [مركبى از] نور الهى قرار گرفته [همچون كوردلان گمراه است]؟! واى بر آنان كه قلب‌هايى سخت در برابر ذكر خدا دارند! آن‌ها در گمراهى آشكارى هستند.

What! is he whose heart Allah has opened for Islam so that he is in a light from his Lord (like the hard-hearted)? Nay, woe to those whose hearts are hard against the remembrance of Allah; those are in clear error.

શું તે ઇન્સાન જેની છાતી અલ્લાહે ઇસ્લામ (કબૂલ કરવા) માટે વિશાળ કરી દીધી હોય અને અલ્લાહ તરફથી નૂરાની (સવારી પર) હોય (તે ગુમરાહ જેવો હોય શકે?) અફસોસ છે તેઓ માટે કે જેમના દિલ ખુદાની યાદ માટે સખત થઇ ગયા છે અને તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે.

39:23
اللهُ نَزَّلَ أَحْسَنَ الْحَديثِ كِتاباً مُتَشابِهاً مَثانِيَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ الَّذينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلينُ جُلُودُهُمْ وَ قُلُوبُهُمْ إِلى ذِكْرِ اللهِ ذلِكَ هُدَى اللهِ يَهْدي بِهِ مَنْ يَشاءُ وَ مَنْ يُضْلِلِ اللهُ فَما لَهُ مِنْ هادٍ

خداوند بهترين سخن را نازل كرده، كتابى كه آياتش [در لطف و زيبايى و عمق و محتوا] همانند يكديگر است؛ آياتى مكرّر دارد [با تكرارى شوق‌انگيز] كه از شنيدن آياتش لرزه بر اندام كسانى كه از پروردگارشان مى‌ترسند مى‌افتد؛ سپس برون و درونشان نرم و متوجّه ذكر خدا مى‌شود؛ اين هدايت الهى است كه هركس را بخواهد با آن راهنمايى مى‌كند؛ و هركس را خداوند گمراه سازد، هيچ راهنمايى براى او نخواهد بود.

Allah has revealed the best announcement, a book conformable in its various parts, repeating, whereat do shudder the skins of those who fear their Lord, then their skins and their hearts become pliant to the remembrance of Allah; this is Allah's guidance, He guides with it whom He pleases; and (as for) him whom Allah makes err, there is no guide for him.

અલ્લાહે બહેતરીન કલામ કિતાબના રૂપમાં નાઝિલ કરી છે કે જેની આયતો એકબીજા જેવી છે અને વારંવાર તેને દોહરાવવામાં આવી છે કે જેનાથી ખુદાનો ડર રાખવાવાળા ડરના લીધે ધ્રુજી ઊઠે છે પછી તેમના શરીર અને દિલ યાદે ખુદા માટે નરમ થઇ જાય છે, ખરેખર તે જ અલ્લાહની હિદાયત છે, તે જેને ચાહે છે અતા કરે છે અને જેને તે ગુમરાહ કરે તેના માટે કોઇ હિદાયત કરનાર નહી હોય.

39:24
أَ فَمَنْ يَتَّقي بِوَجْهِهِ سُوءَ الْعَذابِ يَوْمَ الْقِيامَةِ وَ قيلَ لِلظَّالِمينَ ذُوقُوا ما كُنْتُمْ تَكْسِبُونَ

آيا كسى كه [ناچار است] با صورت خود عذاب دردناك [الهى] را در روز قيامت دور سازد [همانند كسى است كه آتش دوزخ هرگز به او نمى‌رسد]؟! و به ستمكاران گفته مى‌شود: «بچشيد [نتيجه] آنچه را انجام مى‌داديد»!

Is he then who has to guard himself with his own person against the evil chastisement on the resurrection day? And it will be said to the unjust: Taste what you earned.

શું તે ઇન્સાન જે અઝાબે બદને પોતાના (નેક આમાલ) ચહેરાથી રોકી રાખે (તે તેના જેવો થઇ શકે છે જે અઝાબથી ગાફેલ હોય?) અને ઝાલિમોને કહેવામાં આવશે કરણીનો સ્વાદ ચાખો.

39:25
كَذَّبَ الَّذينَ مِنْ قَبْلِهِمْ فَأَتاهُمُ الْعَذابُ مِنْ حَيْثُ لا يَشْعُرُون

كسانى كه قبل از آن‌ها بودند نيز [آيات ما را] تكذيب نمودند، و عذاب [الهى] از جايى كه فكر نمى‌كردند به‌سراغشان آمد.

Those before them rejected (prophets), therefore there came to them the chastisement from whence they perceived not.

અગાઊના લોકોએ (આયતોને) જૂઠલાવી હતી, તેથી તેમના ઉપર એવી રીતે અઝાબ આવ્યો કે જેને તેઓ સમજી પણ ન શકયા.

39:26
فَأَذاقَهُمُ اللهُ الْخِزْيَ فِي الْحَياةِ الدُّنْيا وَ لَعَذابُ الْآخِرَةِ أَكْبَرُ لَوْ كانُوا يَعْلَمُونَ

پس خداوند خوارى را در زندگى اين دنيا به آن‌ها چشانيد، و عذاب آخرت شديدتر است اگر مى‌دانستند.

So Allah made them taste the disgrace in this world's life, and certainly the punishment of the hereafter is greater; did they but know!

પછી અલ્લાહે તેમને દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લતની મજા ચખાડી, અને જો તેઓ જાણે તો આખેરતનો અઝાબ ઘણો મોટો છે.

39:27
وَ لَقَدْ ضَرَبْنا لِلنَّاسِ في هذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

ما براى مردم در اين قرآن از هرچيز نمونه‌اى آورديم [و همه‌ی معارف در آن جمع است]، شايد متذكّر شوند.

And certainly We have set forth to men in this Quran similitudes of every sort that they may mind.

અને ખરેજ અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારની મિસાલ બયાન કરી છે કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.

39:28
قُرْآناً عَرَبِيًّا غَيْرَ ذي عِوَجٍ لَعَلَّهُمْ يَتَّقُونَ

قرآنى است فصيح و خالى از هرگونه كجى و نادرستى، شايد آنان پرهيزگارى پيشه كنند.

An Arabic Quran without any crookedness, that they may guard (against evil).

આ કુરઆન અરબી ભાષામાં છે, જે દરેક પ્રકારની વક્રતાથી મુક્ત છે, કદાચને તેઓ પરહેઝગાર બને.

39:29
ضَرَبَ اللهُ مَثَلاً رَجُلاً فيهِ شُرَكاءُ مُتَشاكِسُونَ وَ رَجُلاً سَلَماً لِرَجُلٍ هَلْ يَسْتَوِيانِ مَثَلاً الْحَمْدُ لِلهِ بَلْ أَكْثَرُهُمْ لا يَعْلَمُونَ

خداوند مثالى زده است: مردى را كه مملوك شريكانى است كه درباره‌ی او پيوسته با هم نزاع دارند، و مردى كه تنها تسليم يك نفر است؛ آيا اين دو يكسانند؟! حمد و ستايش مخصوص خداست، ولى بيشتر آنان نمى‌دانند.

Allah sets forth an example: There is a slave in whom are (several) partners differing with one another, and there is another slave wholly owned by one man. Are the two alike in condition? (All) praise is due to Allah. Nay! most of them do not know.

અલ્લાહે એક શખ્સની મિસાલ આપી છે કે જેના માલિક ઘણા ભાગીદારો હોય જે તેની બાબતે સતત ઝઘડો કરતા હોય અને તે શખ્સ કે જે એક જ શખ્સને તાબે થઇ જાય, શું બંનેની હાલતો એક સરખી હોય શકે છે ? બધા વખાણ અલ્લાહ માટે છે; પરંતુ તેઓમાંથી મોટા ભાગના લોકો જાણતા નથી.

39:30
إِنَّكَ مَيِّتٌ وَ إِنَّهُمْ مَيِّتُونَ

به يقين تو مى‌ميرى و آن‌ها نيز خواهند مُرد.

Surely you shall die and they (too) shall surely die.

અય પયગમ્બર તમને પણ મૌત આવવાની છે, અને તેઓ બધા પણ બેશક મરણ પામનાર છે.

← Surah 38 Surah 40 →