سورة النساء
An Nisa
خداوند دربارهی فرزندانتان به شما سفارش مىكند كه سهم [ميراث] پسر، بهاندازهی سهم دو دختر باشد؛ و اگر فرزندان شما، [دو دختر و] بيش از دو دختر باشند، دو سوّم ميراث از آن آنهاست؛ و اگر يك دختر باشد، نيمى [از ميراث]، از آن اوست. و براى هريك از پدر و مادر ميّت، يك ششم ميراث است، اگر او فرزندى داشته باشد؛ و اگر فرزندى نداشته باشد، و [تنها] پدر و مادرش از او ارث مىبرند، براى مادر او يك سوّم است [و بقيّه از آن پدر است]؛ و اگر او برادرانى داشته باشد، مادرش يك ششم مىبرد [و پنج ششم باقيمانده، براى پدر است و همهی اينها]، بعد از انجام وصيّتى است كه او كرده، و بعد از اداى دين است شما نمىدانيد پدران [و مادران] و فرزندانتان، كدام يك براى شما سودمندترند اين فريضهی الهى است؛ و خداوند، دانا و حكيم است.
Allah enjoins you concerning your children: The male shall have the equal of the portion of two females; then if they are more than two females, they shall have two-thirds of what the deceased has left, and if there is one, she shall have the half; and as for his parents, each of them shall have the sixth of what he has left if he has a child, but if he has no child and (only) his two parents inherit him, then his mother shall have the third; but if he has brothers, then his mother shall have the sixth after (the payment of) a bequest he may have bequeathed or a debt; your parents and your children, you know not which of them is the nearer to you in usefulness; this is an ordinance from Allah: Surely Allah is Knowing, Wise.
અલ્લાહ તમને તમારી ઓલાદના સબંધમાં વસિયત કરે છે; ફરઝંદ માટે બે દુખ્તરોની બરોબર ભાગ છે, પછી જો (બે અથવા) બે કરતાં વધારે દુખ્તરો હોય તો તે મરનાર જે કંઈ મૂકી જાય તેનો બે તૃતીઆંસ ભાગ તેમનો છે, અને જો એક જ દુખ્તર હોય તો તેના માટે અર્ધો ભાગ છે; અને જો તે (મરનાર)ને કોઈ ઓલાદ હોય તો તે (મરનાર)ના વાલેદૈનમાંથી દરેકને માટે તે મૂકી જાય તેનો છઠ્ઠો ભાગ છે. પણ જો તેને કોઈ ઓલાદ ન હોય અને (માત્ર) વાલેદૈન જ તેના વારસ થયા હોય તો તેની વાલેદા માટે વારસાનો ત્રીજો ભાગ (અને બાકી વાલિદ માટે) છે; અને જો તેના ભાઈઓ હોય તો તેની વાલેદાનો છઠ્ઠો ભાગ (અને બાકી વાલિદ માટે) છે, (આ વહેંચણી) વસિયત પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ (કરવામાં આવે); તમારા બાપદાદા અને તમારા બાળકો તેઓમાંથી તમને લાભ પહોંચાડવા માટે કોણ તમારાથી નજીક છે, તે તમે જાણતા નથી; આ અલ્લાહ તરફથી નક્કી થએલી ફરજ છે; બેશક અલ્લાહ જાણકાર, હિકમતવાળો છે.
و براى شما، نصف ميراث زنانتان است، اگر آنها فرزندى نداشته باشند؛ و اگر فرزندى داشته باشند، يك چهارم ميراث آنها از آن شماست؛ پس از انجام وصيّتى كه به آن سفارش كردهاند، و اداى دين. و براى زنان شما، يك چهارم ميراث شماست، اگر فرزندى نداشته باشيد؛ و اگر براى شما فرزندى باشد، يك هشتم ميراث شما از آن آنهاست؛ بعد از انجام وصيّتى كه به آن سفارش كردهايد، و اداى دين. و اگر [ميّت] مرد يا زنى بوده باشد كه خواهر يا برادر از او ارث مىبرند؛ و يك برادر يا يك خواهر دارد، سهم هركدام، يك ششم است [اگر برادر و خواهر مادرى باشد]؛ و اگر بيش از يك نفر باشند، آنها در يك سوّم شريكند؛ پس از انجام وصيّتى كه به آن سفارش شده، و اداى دين؛ به شرط آنكه [از طريق وصيّت و اقرار به دين]، به ورثه ضرر نزند. اين سفارش خداست؛ و خدا دانا و داراى حلم است.
And you shall have half of what your wives leave if they have no child, but if they have a child, then you shall have a fourth of what they leave after (payment of) any bequest they may have bequeathed or a debt; and they shall have the fourth of what you leave if you have no child, but if you have a child then they shall have the eighth of what you leave after (payment of) a bequest you may have bequeathed or a debt; and if a man or a woman leaves property to be inherited by neither parents nor offspring, and he (or she) has a brother or a sister, then each of them two shall have the sixth, but if they are more than that, they shall be sharers in the third after (payment of) any bequest that may have been bequeathed or a debt that does not harm (others); this is an ordinance from Allah: and Allah is Knowing, Forbearing.
તમારી ઔરતો જે કાંઈ મૂકી જાય-જો તેમની કોઈ ઓલાદ ન હોય તો-તેમાંથી અર્ધું તમારૂં છે, પણ જો તેમને કોઈ ઓલાદ હોય તો તેણીઓ જે મૂકી જાય તેનો ચોથો ભાગ તમારો છે, જે વસિયત તેણીઓએ કરી હોય તે પ્રમાણે અમલ કર્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને અગર જો તમારે કોઈ ઓલાદ ન હોય તો તમે જે મૂકી ગયા હો તેમાંથી તેમના (યાને તમારી ઔરતો) માટે ચોથો ભાગ છે, પણ જો તમને ઓલાદ હોય તો તમે જે કાંઈ મૂકી ગયા હોવ તેમાંથી આઠમો ભાગ તેમનો છે, જે વસિયત તમે કરી હોય તે પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને જો કોઈ મર્દ અથવા ઔરતના વારસ વાલેદૈન અથવા ઓલાદ ન હોય અને તેનો કોઈ ભાઈ અથવા બહેન હોય તો તેમાંથી દરેકને માટે છઠ્ઠો ભાગ છે, અને જો તે એ કરતાંય વધારે હોય તો ત્રીજા ભાગમાં તેઓ સઘળા સરખા ભાગીદારો છે (અલબત્ત) જે વસિયત કરવામાં આવી હોય તેમ વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા પછી, એવી શરતે કે (મરનાર તરફથી એવી વસિયત કરવામાં આવે જેથી વારિસોને) નુકસાન ન પહોંચે, આ અલ્લાહ તરફથી નસીહત છે; અને અલ્લાહ મહાન જાણકાર અને સહનશીલ છે.
اينها مرزهاى الهى است؛ و هركس خدا و پيامبرش را اطاعت كند، [و قوانين او را محترم بشمرد]، خداوند وى را در باغهايى بهشتى وارد مىكند كه نهرها از پاى درختانش جارى است؛ جاودانه در آن خواهند بود؛ و اين، رستگارى بزرگ است.
These are Allah's limits, and whoever obeys Allah and His Apostle, He will cause him to enter gardens beneath which rivers flow, to abide in them; and this is the great achievement.
આ અલ્લાહની નક્કી કરેલી હદો છે; અને જે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે, તેને (અલ્લાહ) જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહે છે. તેમાં તેઓ હંમેશા રહેશે; અને એજ મોટી કામ્યાબી છે.
و هركس در برابر خدا و پيامبرش نافرمانى كند و از مرزهاى او تجاوز نمايد، خداوند او را در آتشى وارد مىكند كه جاودانه در آن خواهد بود؛ و براى او مجازات خواركنندهاى است.
And whoever disobeys Allah and His Apostle and goes beyond His limits, He will cause him to enter fire to abide in it, and he shall have an abasing chastisement.
અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તથા તેની હદોનું ઉલ્લંઘન કરશે, તેને તે દોઝખની આગમાં દાખલ કરશે. જેમાં તે હંમેશા રહેશે, અને તેના માટે ઝિલ્લત ભરેલી સજા હશે.
و كسانى از زنان شما كه مرتكب زنا شوند، چهار نفر از شما مسلمانان را بهعنوان شاهد بر آنها بطلبيد؛ اگر گواهى دادند، آن زنان را در خانهها [ى خود] نگاه داريد تا مرگشان فرارسد؛ يا اينكه خداوند، براى آنها راه نجاتى قرار دهد.
And as for those who are guilty of an indecency from among your women, call to witnesses against them four (witnesses) from among you; then if they bear witness confine them to the houses until death takes them away or Allah opens some way for them.
અને તમારી ઔરતોમાંથી જેઓ બદકારી કરે તેમની ખિલાફ તમારામાંના ચાર શખ્સોની ગવાહી માંગો, પછી જો તેઓ ગવાહી આપે તો તેણીને ઘરમાં કેદ રાખો જ્યાં સુધી કે મૌત તેણીનો અંત લાવે અથવા અલ્લાહ તેમના માટે કોઈ રસ્તો કાઢી આપે.
و از ميان شما، آن مرد و زنى كه [همسر ندارند، و] مرتكب آن كار [زشت] مىشوند، آنها را [با اجراى حد] مجازات كنيد و اگر توبه كنند، و [خود را] اصلاح نمايند، از آنها درگذريد زيرا خداوند، توبهپذير و مهربان است.
And as for the two who are guilty of indecency from among you, give them both a punishment; then if they repent and amend, turn aside from them; surely Allah is Oft-returning (to mercy), the Merciful.
અને તમારામાંના જે બે (મર્દ અને ઔરત) એવી (બદી) કરે, તેમને બંનેને સજા કરો, પછી જો તેઓ તૌબા કરે તથા પોતાની ઇસ્લાહ કરે તો તેમ(ની સજા)ને દરગુજર કરો; બેશક અલ્લાહ તૌબાનો કબૂલ કરનાર, રહીમ છે.
پذيرش توبه از سوى خدا، تنها براى كسانى است كه كار بد را از روى جهالت انجام مىدهند، سپس بهزودى توبه مىكنند. خداوند، توبهی چنين كسانى را مىپذيرد؛ و خدا دانا و حكيم است.
Repentance with Allah is only for those who do evil in ignorance, then turn (to Allah) soon, so these it is to whom Allah turns (mercifully), and Allah is ever Knowing, Wise.
અલ્લાહનું તોબા કબૂલ કરવું એવા લોકો માટે છે કે જેઓ નાદાનીથી બદી કરી બેસે છે પછી જલ્દી તોબા કરી લે છે. અલ્લાહ આવા લોકોની તોબા કબૂલ કરી લે છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
ولى توبه كسانى كه كارهاى بد انجام مىدهند، تا هنگامىكه مرگ يكى از آنها فرا مىرسد مىگويد: «الان توبه كردم». پذيرفته نيست؛ و نه كسانى كه درحال كفر از دنيا مىروند؛ اينها كسانى هستند كه عذاب دردناكى برايشان فراهم كردهايم.
And repentance is not for those who go on doing evil deeds, until when death comes to one of them, he says: Surely now I repent; nor (for) those who die while they are unbelievers. These are they for whom We have prepared a painful chastisement.
અને એવાઓ માટે તૌબા (કબૂલ) નથી કે જેઓ બદીઓ કર્યે જ જાય છે, એટલે સુધી કે તેમનામાંથી કોઈની મૌત આવી જાય ત્યારે કહે છે કે હવે હું તૌબા કરૂં છું અને ન તેમની (તૌબા કબૂલ છે) કે જેઓ નાસ્તિકપણાની હાલતમાં મરણ પામે છે; આ લોકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે.
اى كسانى كه ايمان آوردهايد! براى شما حلال نيست كه از زنان، از روى اكراه [و ايجاد ناراحتى براى آنها]، ارث ببريد و آنان را تحت فشار قرار ندهيد كه قسمتى از آنچه را [بهعنوان مهر] به آنها دادهايد، تملّك كنيد! مگر اينكه آنها عمل زشت آشكارى انجام دهند. و با آنان، بهطور شايسته رفتار كنيد. و اگر از آنها، [بهجهتى] كراهت داشتيد، [فوراً تصميم به جدايى نگيريد]؛ چه بسا چيزى خوشايند شما نباشد، و خداوند خير فراوانى در آن قرار مىدهد.
O you who believe! it is not lawful for you that you should take women as heritage against (their) will, and do not straiten them in order that you may take part of what you have given them, unless they are guilty of manifest indecency, and treat them kindly; then if you hate them, it may be that you dislike a thing while Allah has placed abundant good in it.
અય ઈમાન લાવનારાઓ ! આ તમારા માટે હલાલ નથી કે તમે બળજબરીથી ઔરતોના વારસા પર કબ્જો કરી લો; અને ન એ હેતુસર તેમની ઊપર દબાણ લાવો કે જે કાંઈ પણ તમે તેમને આપી ચૂકયા હો (મહેર વગેરે) તેમાંથી કાંઈ તેમની પાસેથી છીનવી લો, સિવાય કે તેણીએ ખુલ્લી બદકારી કરી હોય, અને તેમની સાથે ભલાઈથી જીવન વિતાવો, પણ જો તમે તેમના પ્રત્યે અણગમો રાખો તો (જલ્દી છુટ્ટા થવાનો ઇરાદો ન કરો કારણકે) તમે જે વસ્તુથી અણગમો રાખતા હોવ તેમાં કદાચને અલ્લાહે વધારે ભલાઇ રાખી હોય.
و اگر تصميم گرفتيد كه همسر ديگرى بهجاى همسر خود انتخاب كنيد، و مال فراوانى [بهعنوان مهر] به يكى از آنها پرداختهايد، چيزى از آن را پس نگيريد. آيا براى باز پس گرفتن آن، به تهمت و گناه آشكار متوسّل مىشويد؟!
And if you wish to have (one) wife in place of another and you have given one of them a heap of gold, then take not from it anything; would you take it by slandering (her) and (doing her) manifest wrong?
અને જો તમે એક ઔરતને બદલે બીજી ઔરત કરી લેવા ચાહતા હોવ અને તેઓમાંથી એકને ઘણો બઘો માલ આપી ચૂકયા હોવ તો તેમાંથી કાંઈ પણ પાછું લેજો નહિ. શું તમે પાછું લેવા માટે આરોપ અને સ્પષ્ટ ગુનાહનો સહારો લેશો?