Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 81–90 of 176
4:81
وَ يَقُولُونَ طاعَةٌ فَإِذا بَرَزُوا مِنْ عِنْدِكَ بَيَّتَ طائِفَةٌ مِنْهُمْ غَيْرَ الَّذي تَقُولُ وَ اللهُ‌ يَكْتُبُ ما يُبَيِّتُونَ فَأَعْرِضْ عَنْهُمْ وَ تَوَكَّلْ عَلَى اللهِ‌ وَ كَفى بِاللهِ‌ وَكيلاً

[آن‌ها در حضور تو] مى‌گويند: «فرمانبرداريم»؛ امّا هنگامى‌كه از نزد تو بيرون مى‌روند، جمعى از آنان بر‌خلاف گفته‌هاى تو، جلسات شبانه تشكيل مى‌دهند؛ آنچه را در اين جلسات مى‌گويند، خداوند مى‌نويسد. اعتنايى به آن‌ها نكن؛ [و از نقشه‌هاى آنان وحشت نداشته باش]؛ و بر خدا توكّل كن؛ كافى است كه او يار و مدافع تو باشد.

And they say: Obedience. But when they go out from your presence, a party of them decide by night upon doing otherwise than what you say; and Allah writes down what they decide by night, therefore turn aside from them and trust in Allah, and Allah is sufficient as a protector.

અને તેઓ કહે છે ‘ઇતાઅત કરી’, પણ જ્યારે તારી પાસેથી બહાર ચાલ્યા જાય છે ત્યારે તેઓમાંથી એક ટોળું રાત્રિના તારી ખિલાફ (તદબીર માટે) ભેગુ થાય છે; અને રાત્રે તેઓ જે કાંઈ (તદબીર) કરે છે તે અલ્લાહ લખી લે છે, માટે તું તેમની (તદબીર) તરફ ઘ્યાન ન દે અને અલ્લાહ ઉપર આધાર રાખ; અને આધાર રાખવા માટે અલ્લાહ કાફી છે.

4:82
أَ فَلا يَتَدَبَّرُونَ الْقُرْآنَ وَ لَوْ كانَ مِنْ عِنْدِ غَيْرِ اللهِ‌ لَوَجَدُوا فيهِ اخْتِلافاً كَثيراً

آيا درباره‌ی قرآن نمى‌انديشند؟! در‌حالى‌كه اگر از سوى غير خدا بود، اختلاف فراوانى در آن مى‌يافتند.

Do they not then meditate on the Quran? And if it were from any other than Allah, they would have found in it many a discrepancy.

શું તેઓ કુરઆન પર મનન કરતા નથી? અને જો તે અલ્લાહના સિવાય બીજા કોઈની પાસેથી આવ્યું હોત તો ખરેજ તેઓ તેમાં ધણોજ ઇખ્તેલાફ (વિરોધાભાસ) જોતે.

4:83
وَ إِذا جاءَهُمْ أَمْرٌ مِنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذاعُوا بِهِ وَ لَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَ إِلى أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذينَ يَسْتَنْبِطُونَهُ مِنْهُمْ وَ لَوْ لا فَضْلُ اللهِ‌ عَلَيْكُمْ وَ رَحْمَتُهُ لاَتَّبَعْتُمُ الشَّيْطانَ إِلاَّ قَليلاً

و هنگامى‌كه خبرى اميدبخش يا نگران‌كننده به آن‌ها برسد، [بدون تحقيق]، آن را شايع مى‌سازند؛ در‌حالى‌كه اگر آن را به پيامبر و پيشوايانشان باز گردانند، كسانى كه قدرت تشخيص كافى دارند، از ريشه‌هاى مسائل آگاه خواهند شد. [و به آن‌ها اطّلاع خواهند داد] و اگر فضل و رحمت خدا بر شما نبود، همگى، جز عدّه‌ی كمى، از شيطان پيروى مى‌كرديد [و گمراه مى‌شديد].

And when there comes to them news of security or fear they spread it abroad; and if they had referred it to the Apostle and to those in authority among them, those among them who can search out the knowledge of it would have known it, and were it not for the grace of Allah upon you and His mercy, you would have certainly followed the Shaitan save a few

અને જ્યારે તેમને અમન અથવા ખૌફની કોઈ વાત માલૂમ પડી જાય છે ત્યારે તરત જ ફેલાવી દે છે; પણ જો તેઓ તે (વાત)ને પોતાના રસૂલ અને તેઓમાંથી ઉલીલ અમ્ર (ઇમામો)* સામે રજુ કરી દેતે તો તેઓ ઊંડાણપૂર્વક વાતને સમજવાની લાયકાત ધરાવે છે તે હકીકતને જાણી લેત, અને જો તમારા પર અલ્લાહનો ફઝલ અને મહેરબાની ન હોત તો તમારામાંથી થોડાક સિવાય બધા શેતાનની ઇતાઅત કરનારા બની ગયા હોત.

4:84
فَقاتِلْ في سَبيلِ اللهِ‌ لا‌تُكَلَّفُ إِلاَّ نَفْسَكَ وَ حَرِّضِ الْمُؤْمِنينَ عَسَى اللهُ‌ أَنْ يَكُفَّ بَأْسَ الَّذينَ كَفَرُوا وَ اللهُ‌ أَشَدُّ بَأْساً وَ أَشَدُّ تَنْكيلاً

در راه خدا پيكار كن، تنها مسؤول انجام وظيفه‌ی خود هستى. و مؤمنان را [بر اين كار]، تشويق نما؛ اميد است خداوند از قدرت كافران جلوگيرى كند [حتّى اگر تنها خودت به ميدان بروى]. و خداوند قدرتش بيشتر، و مجازاتش دردناك‌تر است.

Fight then in Allah's way; this is not imposed on you except In relation to yourself, and rouse the believers to ardor maybe Allah will restrain the fighting of those who disbelieve and Allah is strongest in prowess and strongest to give an exemplary punishment.

તું અલ્લાહની રાહમાં લડ, અને તારી જાત સિવાય તું બીજા કોઈનો જવાબદાર નથી અને મોઅમીનોને (જેહાદનો) શૌખ અપાવ; કદાચ અલ્લાહ નાસ્તિકોની તાકતને રોકી દે; અને અલ્લાહ સૌથી વધારે તાકતવર છે અને સજા કરવામાં સૌથી વધારે સખત છે.

4:85
مَنْ يَشْفَعْ شَفاعَةً حَسَنَةً يَكُنْ لَهُ نَصيبٌ مِنْها وَ مَنْ يَشْفَعْ شَفاعَةً سَيِّئَةً يَكُنْ لَهُ كِفْلٌ مِنْها وَ كانَ اللهُ‌ عَلى كُلِّ شَيْ‌ءٍ مُقيتاً

كسى كه شفاعت [تشويق و كمك] براى كار نيكى كند، سهمى از آن براى او خواهد بود؛ و كسى كه شفاعت براى كار بدى كند، سهمى از آن خواهد داشت. و خداوند، حساب هر چيز را نگه مى‌دارد.

Whoever joins himself (to another) in a good cause shall have a share of it, and whoever joins himself (to another) in an evil cause shall have the responsibility of it, and Allah controls all things.

જે કોઈ નેકી બાબતે સિફારીશ કરશે, તેમાંથી તેને હિસ્સો મળશે, અને જે કોઈ બૂરાઇ બાબતે સિફારીશ કરશે, તેમાંથી તેને હિસ્સો મળશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનાર છે.

4:86
وَ إِذا حُيِّيتُمْ بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْها أَوْ رُدُّوها إِنَّ اللهَ‌ كانَ عَلى كُلِّ شَيْ‌ءٍ حَسيباً

هرگاه به شما تحيّتى گويند، پاسخ آن را بهتر از آن بدهيد؛ يا [لااقل] به‌ همان‌گونه پاسخ گوييد. خداوند حساب همه چيز را دارد.

And when you are greeted with a greeting, greet with a better (greeting) than it or return it; surely Allah takes account of all things.

અને જ્યારે તમને સલામ કરવામાં આવે ત્યારે તમે તે કરતાંય બેહતર રીતે સલામ કરો અથવા તેને (તેના જેવો જ) જવાબ આપો; બેશક અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ રાખનાર છે.

4:87
اللهُ‌ لا إِلهَ إِلاَّ هُوَ لَيَجْمَعَنَّكُمْ إِلى يَوْمِ الْقِيامَةِ لا رَيْبَ فيهِ وَ مَنْ أَصْدَقُ مِنَ اللهِ‌ حَديثاً

معبودى جز خداوند نيست؛ و به يقين، همه‌ی شما را در روز رستاخيز كه شكّى در آن نيست جمع مى‌كند و كيست كه از خداوند، راستگوتر باشد؟!

Allah, there is no god but He-- He will most certainly gather you together on the resurrection day, there is no doubt in it; and who is more true in word than Allah?

અલ્લાહ કે જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી - કયામતના દિવસે તમો સધળાઓને જરૂર ભેગા કરશે કે જેમાં કોઇ શક નથી; અને અલ્લાહથી વધારે સાચું બોલનાર કોણ છે?

4:88
فَما لَكُمْ فِي الْمُنافِقينَ فِئَتَيْنِ وَ اللهُ‌ أَرْكَسَهُمْ بِما كَسَبُوا أَ تُريدُونَ أَنْ تَهْدُوا مَنْ أَضَلَّ اللهُ‌ وَ مَنْ يُضْلِلِ اللهُ‌ فَلَنْ تَجِدَ لَهُ سَبيلاً

چرا درباره‌ی منافقين دو دسته شده‌ايد؟! [بعضى جنگ با آن‌ها را ممنوع و بعضى مجاز مى‌دانيد]. در‌حالى‌كه خداوند به خاطر اعمالشان، [افكار] آن‌ها را كاملاً وارونه كرده است. آيا شما مى‌خواهيد كسانى را كه خداوند [بر‌اثر اعمال زشتشان] گمراه كرده، هدايت كنيد؟! در‌حالى‌كه هر‌كس را خداوند گمراه كند، هرگز راهى براى [هدايت] او نخواهى يافت.

What is the matter with you, then, that you have become two parties about the hypocrites, while Allah has made them return (to unbelief) for what they have earned? Do you wish to guide him whom Allah has caused to err? And whomsoever Allah causes to err, you shall by no means find a way for him.

તમને શું થઈ ગયું છે કે મુનાફીકોના સંબંધમાં તમે બે પક્ષો થઈ ગયા છો? જો કે અલ્લાહે તેઓના આમાલના કારણે તેઓને (નાસ્તિકપણા તરફ) પાછા ફેરવી દીધા છે, શું તમે એવો ઈરાદો રાખો છો કે અલ્લાહે જેમને (તેના આમાલના કારણે) ગુમરાહ કરી દીધા છે તેમને તમે હિદાયત પર લઈ આવો? અને જે કોઇને અલ્લાહે ગુમરાહ કરી દીધા છે તેના માટે તું હરગિઝ કોઈ રસ્તો મેળવી શકશે નહિ.

4:89
وَدُّوا لَوْ تَكْفُرُونَ كَما كَفَرُوا فَتَكُونُونَ سَواءً فَلا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِياءَ حَتَّى يُهاجِرُوا في سَبيلِ اللهِ‌ فَإِنْ تَوَلَّوْا فَخُذُوهُمْ وَ اقْتُلُوهُمْ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَ لا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَ لا نَصيراً

آنان آرزو مى‌كنند كه شما هم مانند ايشان كافر شويد، و همانند يكديگر باشيد. بنابراين، از آن‌ها دوستانى انتخاب نكنيد، مگر اينكه [توبه كنند، و] در راه خدا هجرت نمايند. اگر از اين كار سر باز زنند، [و به اقدام برضدّ شما ادامه دهند]، هرجا آن‌ها را يافتيد، اسيركنيد؛ و [در‌صورت احساس خطر] به قتل برسانيد. و از ميان آن‌ها، هيچ دوست و ياورى اختيار نكنيد.

They desire that you should disbelieve as they have disbelieved, so that you might be (all) alike; therefore take not from among them friends until they fly (their homes) in Allah's way; but if they turn back, then seize them and kill them wherever you find them, and take not from among them a friend or a helper.

તેઓ (મુનાફીકો) ઇચ્છે છે કે જેવી રીતે તેઓ પોતે નાસ્તિક થયા તેવી રીતે તમે પણ નાસ્તિક થઇ જાવ કે જેથી તમે બધા સમાન થઈ જાઓ; માટે તમે તેમનામાંથી કોઈની પણ દોસ્તી ન રાખો, જ્યાં સુધી કે તેઓ અલ્લાહની રાહમાં હિજરત ન કરે; પછી જો તેઓ ફરી જાય તો તેઓ જ્યાં પણ હોય તેમને પકડી લો અને મારી નાખો, અને તેઓમાંથી ન કોઈને દોસ્ત બનાવો અને ન મદદગાર;

4:90
إِلاَّ الَّذينَ يَصِلُونَ إِلى قَوْمٍ بَيْنَكُمْ وَ بَيْنَهُمْ ميثاقٌ أَوْ جاؤُكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَنْ يُقاتِلُوكُمْ أَوْ يُقاتِلُوا قَوْمَهُمْ وَ لَوْ شاءَ اللهُ‌ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقاتَلُوكُمْ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقاتِلُوكُمْ وَ أَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَما جَعَلَ اللهُ‌ لَكُمْ عَلَيْهِمْ سَبيلاً

مگر آن‌ها كه با هم‌پيمانان شما، پيمان بسته‌اند؛ يا آن‌ها كه به‌سوى شما مى‌آيند، و از پيكار با شما، يا پيكار با قوم خود به تنگ آمده‌اند؛ [نه سر جنگ با شما دارند، و نه توان مبارزه با قوم خود]. و اگر خداوند بخواهد، آنان را بر شما مسلّط مى‌كند تا با شما پيكار كنند. پس اگر از شما كناره‌گيرى كرده و با شما پيكار ننمودند، [بلكه] پيشنهاد صلح كردند، خداوند براى شما راهى براى تعرّض بر آنان قرار نداده است.

Except those who reach a people between whom and you there is an alliance, or who come to you, their hearts shrinking from fighting you or fighting their own people; and if Allah had pleased, He would have given them power over you, so that they should have certainly fought you; therefore if they withdraw from you and do not fight you and offer you peace, then Allah has not given you a way against them.

સિવાય કે તેઓ એવી કોમ સાથે જઈ મળે કે તમારી અને તે કોમ વચ્ચે કોલ કરાર થયા હોય અથવા તમારી પાસે એવી હાલતમાં આવે કે તમારી સાથે લડવામાં અથવા પોતાની કોમ સાથે લડવામાં તેમના દિલ તંગ થતા હોય (અલ્લાહની મહેરબાની છે કારણકે) જો અલ્લાહ ચાહતે તો તેમને જરૂર તમારા પર ગાલીબ કરી દીધા હોત, પછી તેઓ તમારી સાથે જરૂર લડયા હોત; માટે જો તેઓ તમારાથી દૂર રહે તથા તમારી સાથે ન લડે અને તમને સુલેહ (કરવા) માટે પયગામ મોકલે તો અલ્લાહે તેમના ખિલાફ (હુમલો કરવાનો) તમારા માટે કોઈ રસ્તો રાખ્યો નથી.

← Surah 3 Surah 5 →