Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 59

سورة الحشر

Al Hashr

સૂરએ હશ્ર
24 verses Madani Verses 11–20 of 24
59:11
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ نافَقُوا يَقُولُونَ لِإِخْوانِهِمُ الَّذينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتابِ لَئِنْ أُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَ لا نُطيعُ فيكُمْ أَحَداً أَبَداً وَ إِنْ قُوتِلْتُمْ لَنَنْصُرَنَّكُمْ وَ اللهُ يَشْهَدُ إِنَّهُمْ لَكاذِبُونَ

آيا منافقان را نديدى كه پيوسته به برادران كافرشان از اهل كتاب مى‌گفتند: «اگر شما را [از وطن] بيرون كنند، ما هم با شما بيرون خواهيم رفت و هرگز از هيچ‌كس درباره‌ی شما اطاعت نخواهيم كرد؛ و اگر با شما پيكار شود، ياريتان خواهيم نمود»؟! خداوند شهادت مى‌دهد كه آن‌ها دروغ مى‌گويند.

Have you not seen those who have become hypocrites? They say to those of their brethren who disbelieve from among the followers of the Book: If you are driven forth, we shall certainly go forth with you, and we will never obey any one concerning you, and if you are fought against, we will certainly help you, and Allah bears witness that they are most surely liars.

શું તે મુનાફીકોને નથી જોયા કે જેઓ અહલે કિતાબમાંથી પોતાના નાસ્તિક ભાઇઓને કહે છે કે અગર તમને કાઢી મુકવામાં આવશે તો અમે પણ તમારી સાથે નીકળી જશું અને તમારા બારામાં કોઇની તાબેદારી નહિં કરશું અને અગર તમારી સાથે લડાઇ કરવામાં આવશે તો અમે તમારી મદદ કરીશું; અને અલ્લાહ ગવાહી આપે છે કે તેઓ ખરેખર જૂઠા છે.

59:12
لَئِنْ أُخْرِجُوا لا يَخْرُجُونَ مَعَهُمْ وَ لَئِنْ قُوتِلُوا لا يَنْصُرُونَهُمْ وَ لَئِنْ نَصَرُوهُمْ لَيُوَلُّنَّ الْأَدْبارَ ثُمَّ لا يُنْصَرُونَ

اگر آن‌ها را بيرون كنند با آنان بيرون نمى‌روند، و اگر با آن‌ها پيكار شود ياريشان نخواهند كرد، و اگر ياريشان كنند پشت [به ميدان] كرده فرار مى‌كنند؛ سپس كسى آنان را يارى نمى‌كند.

Certainly if these are driven forth, they will not go forth with them, and if they are fought against, they will not help them, and even if they help-them, they will certainly turn (their) backs, then they shall not be helped.

અગર તેઓને કાઢી મુકવામાં આવશે તો તેઓ તેમની સાથે નહિં નીકળે, અને અગર તેમની સાથે લડાઇ કરવામાં આવશે તો હરગિઝ તેમની મદદ નહિં કરે, અને અગર મદદ પણ કરશે તો (જરૂરતના સમયે) પીઠ ફેરવી ભાગી જશે; પછી તેમની મદદ કરવામાં નહિં આવે.

59:13
لَأَنْتُمْ أَشَدُّ رَهْبَةً في صُدُورِهِمْ مِنَ اللهِ ذلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لا يَفْقَهُونَ

وحشت از شما در دل‌هاى آن‌ها بيش از ترس از خداست؛ اين به خاطر آن است كه آن‌ها گروهى نادانند.

You are certainly greater in being feared in their hearts than Allah; that is because they are a people who do not understand

મુસલમાનો ખરેખર તેમના દિલોમાં અલ્લાહ કરતા વધારે તમારો ડર છે; આ એ માટે કે તેઓ સમજતા નથી.

59:14
لا يُقاتِلُونَكُمْ جَميعاً إِلاَّ في قُرىً مُحَصَّنَةٍ أَوْ مِنْ وَراءِ جُدُرٍ بَأْسُهُمْ بَيْنَهُمْ شَديدٌ تَحْسَبُهُمْ جَميعاً وَ قُلُوبُهُمْ شَتَّى ذلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لا يَعْقِلُونَ

آن‌ها همگى جز در دژهاى محكم يا ازپشت ديوارها با شما نمى‌جنگند. پيكارشان در ميان خودشان شديد است، [امّا در برابر شما ضعيف]! گمان مى‌كنى آن‌ها متّحدند، در‌حالى‌كه دل‌هايشان پراكنده است؛ اين به خاطر آن است كه آن‌ها گروهى هستند كه تعقّل نمى‌كنند.

They will not fight against you in a body save in fortified towns or from behind walls; their fighting between them is severe, you may think them as one body, and their hearts are disunited; that is because they are a people who have no sense.

તેઓ કયારે પણ તમારાથી એક સાથે મળી જંગ નહિં કરે સિવાય કે મહેફુઝ વસ્તીઓમાંથી લડશે, અથવા દિવાલોની આડમાં રહીને લડશે, તેમની લડાઇ આપસમાં સખત છે; અને તમે તેમને મુત્તહીદ (સંગઠિત) સમજો છો, પરંતુ તેઓના દિલો વિખરાયેલા છે (ઇખ્તેલાફ છે) કેમ કે તે કોમ વિચારતી નથી.

59:15
كَمَثَلِ الَّذينَ مِنْ قَبْلِهِمْ قَريباً ذاقُوا وَبالَ أَمْرِهِمْ وَ لَهُمْ عَذابٌ أَليمٌ

[مثل اين گروه از يهود] مثل كسانى است كه كمى پيش از آنان بودند، كيفر كار خود را چشيدند و براى آن‌ها عذابى دردناك است!

Like those before them shortly; they tasted the evil result of their affair, and they shall have a painful punishment.

તેમનો દાખલો તે લોકોના જેવો છે કે જેઓ તેમની થોડાક પહેલાં પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખી ચૂક્યા અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

59:16
كَمَثَلِ الشَّيْطانِ إِذْ قالَ لِلْإِنْسانِ اكْفُرْ فَلَمَّا كَفَرَ قالَ إِنِّي بَري‌ءٌ مِنْكَ إِنِّي أَخافُ اللهَ رَبَّ الْعالَمينَ

آن‌ها مثل شيطانند كه به انسان گفت: «كافر شو [تا مشكلات تو را حل كنم]». امّا هنگامى‌كه كافر شد گفت: «من از تو بيزارم، من از خداوندى كه پروردگار جهانيان است بيم دارم».

Like the Shaitan when he says to man: Disbelieve, but when he disbelieves, he says: I am surely clear of you; surely I fear Allah, the Lord of the worlds.

અથવા તેમનો દાખલો શયતાનના જેવો છે કે જેણે ઇન્સાનને કહ્યું કે તું ઇન્કાર કર, (જેથી તારી મુશ્કેલી દૂર કરૂ) પછી જ્યારે તેણે (ઇન્સાને) ઇન્કાર કર્યો ત્યારે તેણે કહ્યું કે ખરેખર હું તારાથી બેઝાર છું; બેશક હું દુનિયાઓના પરવરદિગાર અલ્લાહથી ડરૂં છુંં.

59:17
فَكانَ عاقِبَتَهُما أَنَّهُما فِي النَّارِ خالِدَيْنِ فيها وَ ذلِكَ جَزاءُ الظَّالِمينَ

سرانجام كار آن دو اين شد كه در آتش دوزخ خواهند بود، جاودانه در آن مى‌مانند؛ و اين است كيفر ستمكاران!

Therefore the end of both of them is that they are both in the fire to abide therein, and that is the reward of the unjust.

પછી તે બંનેનું પરિણામ એ છે કે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે અને આ ઝાલિમોની સજા છે.

59:18
يا أَيُّهَا الَّذينَ آمَنُوا اتَّقُوا اللهَ وَ لْتَنْظُرْ نَفْسٌ ما قَدَّمَتْ لِغَدٍ وَ اتَّقُوا اللهَ إِنَّ اللهَ خَبيرٌ بِما تَعْمَلُونَ

اى كسانى كه ايمان آورده‌ايد! تقواى الهى پيشه‌كنيد؛ و هركس بايد بنگرد تا براى فردايش چه چيز از پيش فرستاده؛ و تقواى الهى داشته باشيد كه خداوند از آنچه انجام مى‌دهيد آگاه است.

O you who believe! be careful of (your duty to) Allah, and let every soul consider what it has sent on for the morrow, and be careful of (your duty to) Allah; surely Allah is Aware of what you do.

અય ઇમાન લાવનારાઓ! અલ્લાહથી ડરો; અને દરેક જૂએ કે તેણે કાલ માટે શું મોકલ્યું છે? અને અલ્લાહથી ડરતા રહો, બેશક તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે.

59:19
وَ لا تَكُونُوا كَالَّذينَ نَسُوا اللهَ فَأَنْساهُمْ أَنْفُسَهُمْ أُولئِكَ هُمُ الْفاسِقُونَ

و همچون كسانى نباشيد كه خدا را فراموش كردند و خدا نيز آن‌ها را به «خود فراموشى» گرفتار كرد؛ آن‌ها گناهكارانند.

And be not like those who forsook Allah, so He made them forsake their own souls: these it is that are the transgressors.

અને તેઓ જેવા ન બનો કે જેઓ અલ્લાહને ભૂલી ગયા પછી અલ્લાહે તેઓને પોતાની જાત ભૂલાવી દીધી અને તેઓ હકીકતમાં નાફરમાન છે.

59:20
لا يَسْتَوي أَصْحابُ النَّارِ وَ أَصْحابُ الْجَنَّةِ أَصْحابُ الْجَنَّةِ هُمُ الْفائِزُونَ

هرگز دوزخيان و بهشتيان يكسان نيستند؛ بهشتيان رستگار و پيروزند.

Not alike are the inmates of the fire and the dwellers of the garden: the dwellers of the garden are they that are the achievers.

જહન્નમવાસીઓ અને જન્નતવાસીઓ સમાન નથી; જન્નતવાસીઓ જ કામ્યાબ છે.

← Surah 58 Surah 60 →