سورة المائدة
Al Ma'ida
اى كسانى كه ايمان آوردهايد! نعمت خدا را بر خويشتن، به ياد آوريد؛ آن زمان كه گروهى [از دشمنان]، قصد داشتند دست بهسوى شما دراز كنند [و شما را از ميان بردارند]، امّا خدا دستشان را از شما كوتاه كرد. از [مخالفت فرمان] خدا بپرهيزيد. و مؤمنان بايد تنها بر خدا توكّل كنند.
O you who believe! remember Allah's favor on you when a people had determined to stretch forth their hands towards you, but He withheld their hands from you, and be careful of (your duty to) Allah; and on Allah let the believers rely.
અય ઇમાન લાવનારાઓ! તમારા પરની અલ્લાહની તે નેઅમત યાદ કરો કે જ્યારે એક કોમે પોતાના હાથો તમારા તરફ લંબાવવાનો ઇરાદો કર્યો હતો, પણ તેણે (અલ્લાહે) તમારાથી તેમના હાથો રોકી દીધા હતા, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.
خدا از بنىاسرائيل پيمان گرفت. و از آنها، دوازده نقيب (سرپرست) برانگيختيم. و خداوند [به آنها] گفت: «من با شما هستم؛ اگر نماز را برپا داريد، و زكات را بپردازيد، و به پيامبران من ايمان بياوريد و آنها را يارىكنيد، و به خدا قرض نيكويى دهيد [و به نيازمندان كمك كنيد]، گناهان شما را مىبخشم و شما را در باغهاى بهشتى، كه نهرها از پاى درختانش جارى است، وارد مىكنم. امّا هركس از شما بعد از اين كافر شود، از راه راست منحرف شده است».
And certainly Allah made a covenant with the children of Israel, and We raised up among them twelve chieftains; and Allah said: Surely I am with you; if you keep up prayer and pay the poor-rate and believe in My apostles and assist them and offer to Allah a goodly gift, I will most certainly cover your evil deeds, and I will most certainly cause you to enter into gardens beneath which rivers flow, but whoever disbelieves from among you after that, he indeed shall lose the right way.
અને ખરેખર અલ્લાહે બની ઇસરાઇલ પાસેથી વચન લીધું હતું, અને તેમનામાં અમોએ બાર નકીબો (સરદારો)* મોકલ્યા હતા; અને અલ્લાહે ફરમાવ્યું કે બેશક હું તમારી સાથે છું; અગર તમે નમાઝ કાયમ રાખશો, તથા ઝકાત આપતા રહેશો તથા મારા રસૂલો પર ઇમાન લાવશો, તથા તેમની મદદ કરશો અને અલ્લાહને કર્ઝે હસના આપતા રહેશો તો ખરેખર હું તમારી બૂરાઇઓથી દરગુઝર કરીશ, અને તમને જરૂર જન્નતોમાં દાખલ કરીશ, જેની હેઠળ નદીઓ વહેતી હશે, પણ ત્યાર બાદ તમારામાંથી જે કોઇ ઇન્કાર કરશે, હકીકતમાં સીધા રસ્તાથી બહેકી ગયો છે.
ولى بهخاطر پيمانشكنى آنها، از رحمت خويش دورشان ساختيم؛ و دلهاى آنان را سخت و پر قساوت نموديم؛ آنها كلمات الهى را از موردش تحريف مىكنند؛ و بخشى از آنچه را به آنها گوشزد شده بود، فراموش كردند؛ و پيوسته از خيانتى [تازه] از آنها آگاه مىشوى، مگر عدّهی كمى از آنان؛ ولى از آنها درگذر و صرفنظركن، كه خداوند نيكوكاران را دوست مىدارد.
But on account of their breaking their covenant We cursed them and made their hearts hard; they altered the words from their places and they neglected a portion of what they were reminded of; and you shall always discover treachery in them excepting a few of them; so pardon them and turn away; surely Allah loves those who do good (to others).
પછી તેમના વચન ભંગ કરવાના કારણે અમોએ તેઓ પર લાનત કરી અને તેઓના દિલોને સખત કરી દીધા, કારણ કે તેઓ (અમારા) કલામને તેમની જગ્યાએથી બદલી નાખતા હતા, અને જે વસ્તુની તેમને નસીહત કરવામાં આવી હતી તેમાંથી અમુક ભૂલી ગયા હતા, અને તેઓમાંના અમુક સિવાય મોટા ભાગના લોકો વિશે ખયાનતકારીની ખબર મળતી રહેશે પરંતુ તું તેમને માફ કર અને તેઓ તરફ ઘ્યાન ન આપ; બેશક અલ્લાહ એહસાન કરનારાને દોસ્ત રાખે છે.
و از كسانى كه مىگفتند: «ما نصرانى [و ياور مسيح] هستيم» [نيز] پيمان گرفتيم؛ ولى آنها بخش مهمّى از آنچه را به آنان تذكّرداده شده بود به دست فراموشى سپردند؛ از اين رو در ميان آنها، تا روز قيامت، [و پايان دنيا] دشمنى و كينه افكنديم. و خداوند، [در قيامت] آنها را از [نتايج] اعمالشان آگاه خواهد ساخت.
And with those who say, We are Christians, We made a covenant, but they neglected a portion of what they were reminded of, therefore We excited among them enmity and hatred to the day of resurrection; and Allah will inform them of what they did.
અને તે લોકોમાંથી જેઓ એમ કહે છે કે અમે નસારા છીએ, અમે તેમનાથી વચન લઇ લીધું* હતું, પણ તેમને જે કાંઇ નસીહત કરવામાં આવી હતી તેના એક ભાગને ભૂલી ગયા; આથી અમોએ તેમની વચ્ચે કયામતના દિવસ સુધી દુશ્મનાવટ અને કીનો રાખી દીધો છે; અને તેઓ શું કરતા હતા તે અલ્લાહ તેમને જણાવી દેશે.
اى اهل كتاب! فرستادهی ما، بهسوى شما آمد، درحالىكه بسيارى از حقايق كتاب مانى را كه شما كتمان مىكرديد روشن مىسازد؛ و از بسيارى از آن، [كه در اين زمان مصلحت نيست]، صرفنظر مىنمايد. [آرى]، از طرف خدا، نور و كتاب روشنگرى بهسوى شما آمد.
O followers of the Book! indeed Our Apostle has come to you making clear to you much of what you concealed of the Book and passing over much; indeed, there has come to you light and a clear Book from Allah;
અય કિતાબવાળાઓ! ખરેજ અમારા રસૂલ તમારી પાસે આવ્યા એવી હાલતમાં કે તમે કિતાબમાંથી જે સંતાડ્યા કરતા હતા તેમાંથી તે તમારા પર ઘણું ખરૂં જાહેર કરે છે અને ઘણા ખરાથી દરગુઝર કરે છે; ખરેખર તમારી પાસે અલ્લાહ તરફથી નૂર અને વાઝેહ કિતાબ આવી ચૂકી છે;
خداوند به بركت آن، كسانى را كه از رضاى او پيروى كنند، به راههاى سلامت و امنيت، هدايت مىكند؛ و به فرمانش، آنان را از ظلمتها خارج ساخته بهسوى نور مىبرد؛ و آنها را بهسوى راه راست، هدايت مىنمايد.
With it Allah guides him who will follow His pleasure into the ways of safety and brings them out of utter darkness into light by His will and guides them to the right path.
જે થકી અલ્લાહની ખુશીની પૈરવી કરનારને સલામતીના રસ્તાની હિદાયત કરે છે તથા તેમને (ગુમરાહીના) અંધકારમાંથી કાઢી પોતાના હુકમથી (હિદાયતની) રોશની તરફ લઇ આવે છે અને તેમને સેરાતે મુસ્તકીમની હિદાયત કરે છે.
كسانى كه گفتند: «خدا، همان مسيحبنمريم است»، به يقين كافر شدند؛ بگو: «اگر خدا بخواهد مسيحبنمريم و مادرش و همهی كسانى را كه روى زمين هستند هلاك كند، چه كسى مىتواند مانع شود؟ [آرى]، حكومت آسمانها و زمين، و آنچه ميان آن دو قرار دارد از آن خداست؛ هرچه بخواهد، مىآفريند؛ [حتى انسانى بدون پدر، مانند مسيح]؛ و خدا، بر هر چيزى تواناست».
Certainly they disbelieve who say: Surely, Allah-- He is the Messiah, son of Marium. Say: Who then could control anything as against Allah when He wished to destroy the Messiah son of Marium and his mother and all those on the earth? And Allah's is the kingdom of the heavens and the earth and what is between them; He creates what He pleases; and Allah has power over all things,
ખરેખર ! જેઓ કહે છે કે બેશક અલ્લાહ જ મસીહ ઇબ્ને મરિયમ છે. તેઓએ નાસ્તિકપણું કર્યુ; તું કહે કે જો અલ્લાહ મરિયમના ફરઝંદ મસીહ તથા તેની વાલેદાને તથા ઝમીનમાં જે કોઇપણ છે તે બધાનો નાશ કરવાનો ઇરાદો કરે તો તેના મુકાબલામાં કોણ કાંઇ (તેમની મદદ) કરી શકનાર છે ? અને આકાશો તથા ઝમીનમાં તથા જે કાંઇ તેમની વચ્ચે છે તેની માલીકી અલ્લાહની જ છે; જે ચાહે છે તે પૈદા કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
يهود و نصارى گفتند: «ما، فرزندان خدا و دوستان [خاصِّ] او هستيم». بگو: «پس چرا شما را در برابر گناهانتان مجازات مىكند؟! بلكه شما هم انسانى هستيداز خلوقات او؛ هركس را بخواهد [و شايسته ببيند]، مىبخشد؛ و هركس را بخواهد [و سزاوار باشد]، مجازات مىكند؛ و حكومت آسمانهاو زمين و آنچه در ميان آنهاست، از آن اوست؛ و بازگشت [همه]، بهسوى اوست».
And the Jews and the Christians say: We are the sons of Allah and His beloved ones. Say: Why does He then chastise you for your faults? Nay, you are mortals from among those whom He has created, He forgives whom He pleases and chastises whom He pleases; and Allah's is the kingdom of the heavens and the earth and what is between them, and to Him is the eventual coming.
અને યહૂદીઓ તથા નસારાઓ કહે છે કે અમે અલ્લાહના ફરઝંદો તથા તેના દોસ્તો છીએ; તું કહે કે પછી તમારા ગુનાહો બદલ કેમ સજા કરે છે ? (તેમ નથી) બલ્કે તમે પણ તેના પૈદા કરેલાઓમાંના ઇન્સાન છો; તે જેને ચાહે છે તેને માફ કરે છે અને જેને ચાહે છે સજા કરે છે; અને સઘળાં આકાશો તથા ઝમીન અને તેમની વચ્ચે જે કાંઇ છે તે (બધુ) અલ્લાહનું જ છે અને (સૌને) તેની તરફ (જ) પાછું ફરવાનું છે.
اى اهل كتاب! پيامبر ما، پس از فاصله و فترتى ميان پيامبران، بهسوى شما آمد؛ درحالىكه حقايق را براى شما بيان مىكند؛ تا مبادا بگوييد: «نه بشارت دهندهاى به سراغ ما آمد، و نه بيم دهندهاى». هم اكنون، [پيامبر] بشارتدهنده و بيمدهنده، بهسوى شما آمد. و خداوند بر هرچيزى تواناست.
O followers of the Book! indeed Our Apostle has come to you explaining to you after a cessation of the (mission of the) apostles, lest you say: There came not to us a giver of good news or a warner, so indeed there has come to you a giver of good news and a warner; and Allah has power over all things.
અય કિતાબવાળાઓ ! તમારા પાસે રસૂલોના આવવાનું એક મુદ્દત સુધી બંધ રહ્યા પછી અમારા આ રસૂલ (સ.અ.વ.) આવેલ છે જેથી (અમારા ફરમાનને) તમોને વાઝેહ કરી બયાન કરે. (એટલા માટે કે કયામતના દિવસે) તમે એમ ન કહો કે અમારી પાસે કોઇ ખુશખબર આપનાર તથા ડરાવનાર આવ્યો જ ન હતો. (માટે હવે) તમારી પાસે ખુશખબર આપનાર તથા ડરાવનાર ખરે જ આવી ચૂક્યો છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[ياد كنيد] هنگامى را كه موسى به قوم خود گفت: « اى قوم من! نعمت خدا را برخود به ياد آوريد هنگامى كه در ميان شما، پيامبرانى قرار داد؛ [و از اسارت فرعونيان رهايى بخشيد] و شما را حاكم و صاحب اختيار خو د قرار داد؛ و به شما نعمتهايى داد كه به هيچ يك از جهانيان نداده بود.
And when Musa said to his people: O my people! remember the favor of Allah upon you when He raised prophets among you and made you kings and gave you what He had not given to any other among the nations.
અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! તમારા પર અલ્લાહની નેઅમતને યાદ કરો કે જ્યારે તમારામાં નબીઓ બનાવ્યા તથા તમને બાદશાહ બનાવ્યા અને તમને તે બધું આપ્યું કે જે દુનિયાઓ(ના લોકો)માંથી કોઇને પણ આપ્યું ન હતું.