سورة الأنعام
Al Anam
بگو: «روى زمين سير كنيد؛ سپس بنگريد سرانجام تكذيبكنندگان آيات الهى چگونه بود»؟!
Say: Travel in the land, then see what was the end of the rejecters.
તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો પછી જૂઓ કે (પયગંબરોને) જૂઠલાવનારાઓનો કેવો અંત હતો.
بگو: «آنچه در آسمانها و زمين است، از آن كيست»؟ بگو: «از آن خداست». رحمت [و بخشش] را بر خود، لازم دانسته؛ [و به همين دليل]، بهطور قطع همهی شما را در روز قيامت، كه در آن شك و ترديدى نيست، گرد خواهد آورد. [آرى]، فقط كسانى كه سرمايههاى وجود خويش را از دست دادهاند، ايمان نمىآورند.
Say: To whom belongs what is in the heavens and the earth? Say: To Allah; He has ordained mercy on Himself; most certainly He will gather you on the resurrection day-- there is no doubt about it. (As for) those who have lost their souls, they will not believe.
તું કહે કે જે કાંઇ આકાશો તથા ઝમીનમાં છે તે કોનું છે? કહે કે તે અલ્લાહનું જ છે; તેણે પોતાની ઝાત પર રહેમતને (વાજિબ કરી) લખી દીધી છે; તે કયામતના દિવસે કે જેમાં કોઇ શંકા નથી તમો સર્વેને ભેગાં કરશે; જે લોકોએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેઓ ઇમાન લાવશે નહિ.
و براى اوست آنچه در شب و روز آرام مىگيرد؛ و او، شنوا و داناست.
And to Him belongs whatever dwells in the night and the day; and He is the Hearing, the Knowing.
અને રાત્રિ તથા દિવસમાં જે વસ્તુઓ સાબિત (સ્થિર) છે તે તેની જ છે; અને તે સાંભળનાર, જાણનાર છે.
بگو: «آيا غير خدا را ولىّ خود انتخاب كنم؟! [خدايى] كه آفرينندهی آسمانها و زمين است؛ اوست كه روزى مىدهد، و نيازى به روزى ندارد». بگو: «من مأمورم كه نخستين مسلمان باشم؛ و [خداوند به من دستور داده كه] از مشركان نباش».
Say: Shall I take a guardian besides Allah, the Originator of the heavens and the earth, and He feeds (others) and is not (Himself) fed. Say: I am commanded to be the first who submits himself, and you should not be of the polytheists.
કહે કે શું હું અલ્લાહ કે જે આકાશો અને ઝમીનનો ખાલિક છે તેના સિવાય બીજા કોઇને સરપરસ્ત બનાવી લઉં જ્યારે કે તે (બધાને) ખવડાવે છે અને તેને (કંઇપણ) ખવડાવવામાં નથી આવતુ. તું કહે કે મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે (પહેલો) ઇસ્લામ લાવનારો બનું અને તમે હરગિઝ મુશરિક ન બનશો.
بگو: «من [نيز] اگر نافرمانى پروردگارم كنم، از مجازات روزى بزرگ (قيامت) مىترسم.
Say: Surely I fear, if I disobey my Lord, the chastisement of a grievous day.
તું કહે કે અગર હું મારા પરવરદિગારની નાફરમાની કરૂં તો બેશક હું (તે) ખૌફનાક દિવસના અઝાબથી ડરૂં છું.
آن كس كه در آن روز، مجازات الهى به او نرسد، به يقين خداوند او را مشمول رحمت خويش ساخته؛ و اين همان پيروزى آشكار است.
He from whom it is averted on that day, Allah indeed has shown mercy to him; and this is a manifest achievement.
તે દિવસે જેનાથી તે (અઝાબ) રોકી દેવામાં આવ્યો, તેના ઉપર ખરે જ તેણે રહેમ કર્યો; અને એ જ ખુલ્લી કામ્યાબી છે.
اگر خداوند زيانى به تو برساند، هيچكس جز او نمىتواند آن را برطرف سازد؛ و اگر خيرى به تو رساند، او بر هرچيزى تواناست.
And if Allah touch you with affliction, there is none to take it off but He; and if He visit you with good, then He has power over all things.
જો અલ્લાહ તને કાંઇ નુકસાન પહોંચાડે તો તેના સિવાય તે (નુકસાન)નો ટાળનાર કોઇ નથી; અને જો તે તને કાંઇ ભલાઇ પહોંચાડે તો (અલબત્ત) તે દરેક વસ્તુ પર કાદીર છે.
اوست كه بر بندگان خود، تسلّط كامل دارد؛ و اوست حكيمِ آگاه.
And He is the Supreme, above His servants; and He is the Wise, the Aware.
અને તે પોતાના બંદાઓ પર ગાલીબ (સંપૂર્ણ કાબૂ ધરાવે) છે; અને તે હિકમતવાળો, જાણકાર છે.
بگو: «بالاترين گواهى، گواهى كيست»؟ [سپس] بگو: «خداوند، گواه ميان من و شماست؛ و [بهترين دليل اين است كه] اين قرآن بر من وحى شده، تا شما و تمام كسانى را كه اين [قرآن] به آنها مىرسد، با آن بيم دهم. آيا بهراستى شما گواهى مىدهيد كه معبودان ديگرى با خداست»؟! بگو: «من هرگز چنين گواهى نمىدهم». بگو: «اوست تنها معبود يگانه؛ و من از آنچه همتاى او قرار مىدهيد، بيزارم».
Say: What thing is the weightiest in testimony? Say: Allah is witness between you and me; and this Quran has been revealed to me that with it I may warn you and whomsoever it reaches. Do you really bear witness that there are other gods with Allah? Say: I do not bear witness. Say: He is only one Allah, and surely I am clear of that which you set up (with Him).
તું (એ લોકોને) કહે કે ગવાહી માટે સૌથી મહાન વસ્તુ કઇ છે? તું જ કહી દે કે અલ્લાહની (ગવાહી), જે મારી અને તમારી વચ્ચે ગવાહ છે; અને આ કુરઆન મારા પર વહી થકી એ માટે મોકલવામાં આવ્યું છે કે તે વડે હું તમને ડરાવુ અને જેના જેના સુધી આ કુરઆન પહોંચે તેને પણ; શું તમે ખરેખર ગવાહી આપો છો કે અલ્લાહની સાથે બીજા પણ માઅબૂદો છે ? તું કહે કે હું તો (એવી) ગવાહી આપતો નથી. તું કહે કે તે એક જ માઅબૂદ છે અને જે (જે વસ્તુઓ)ને તમે તેની શરીક ઠરાવો છો તેનાથી હું બેઝાર છું.
كسانى كه كتاب آسمانى به ايشان دادهايم، به خوبى او (پيامبر) را مىشناسند، همانگونه كه فرزندان خود را مىشناسند؛ فقط كسانى كه سرمايهی وجود خود را از دست دادهاند، ايمان نمىآورند.
Those whom We have given the Book recognize him as they recognize their sons; (as for) those who have lost their souls, they will not believe.
જે લોકોને અમોએ કિતાબ આપી છે તેઓ તે (પયગમ્બર)ને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાની ઔલાદને ઓળખે છે; જે લોકોએ પોતાના નફસને નુકસાનમાં નાખ્યું છે તેઓ ઇમાન લાવશે નહિ.