Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 51–60 of 165
6:51
وَ أَنْذِرْ بِهِ الَّذينَ يَخافُونَ أَنْ يُحْشَرُوا إِلى رَبِّهِمْ لَيْسَ لَهُمْ مِنْ دُونِهِ وَلِيٌّ وَ لا شَفيعٌ لَعَلَّهُمْ يَتَّقُونَ

و به‌وسيله‌ی آن [قرآن]، كسانى را كه از محشور‌شدن به‌سوى پروردگارشان [در روز قيامت] مى‌ترسند، بيم ده! [روزى كه در آن]، هيچ ياور و سرپرست و شفاعت‌كننده‌اى جز خدا ندارند؛ شايد پرهيزگارى پيشه كنند.

And warn with it those who fear that they shall be gathered to their Lord-- there is no guardian for them, nor any intercessor besides Him-- that they may guard (against evil).

અને જે લોકો પોતાના પરવરદિગારની હજુરમાં મહેસૂર થવાનો ડર રાખે છે તેમને આ (કિતાબ) વડે (નાફરમાનીથી) ડરાવ (કે) તેમના માટે તે (અલ્લાહ)ની સિવાય ન કોઇ વલી (સરપરસ્ત) છે, ન કોઇ સિફારીશ કરનાર. કદાચને તેઓ પરહેઝગાર બને.

6:52
وَ لا تَطْرُدِ الَّذينَ يَدْعُونَ رَبَّهُمْ بِالْغَداةِ وَ الْعَشِيِّ يُريدُونَ وَجْهَهُ ما عَلَيْكَ مِنْ حِسابِهِمْ مِنْ شَيْ‌ءٍ وَ ما مِنْ حِسابِكَ عَلَيْهِمْ مِنْ شَيْ‌ءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمينَ

و كسانى را كه صبح و شام خدا را مى‌خوانند، و ذات پاك او را مى‌طلبند، از خود دور مكن. نه چيزى از حساب آن‌ها بر توست، و نه چيزى از حساب تو بر آن‌ها. اگر آن‌ها را طرد كنى، از ستمكاران خواهى بود.

And do not drive away those who call upon their Lord in the morning and the evening, they desire only His favor; neither are you answerable for any reckoning of theirs, nor are they answerable for any reckoning of yours, so that you should drive them away and thus be of the unjust.

અને જેઓ સવાર સાંજ પોતાના પરવરદીગારને પુકારે છે અને તેને જ પોતાનો મકસદ બનાવેલ છે તેમને તારાથી દૂર ન કર, ન તેમના હિસાબ(ની જવાબદારી) તારા માથે છે, અને ન તારા હિસાબ(ની જવાબદારી) તેઓ માથે છે, છતાંપણ જો તુ તેઓને (તારાથી) દૂર કરીશ તો ઝાલિમોમાંથી થઇ જઇશ.

6:53
وَ كَذلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِيَقُولُوا أَ هؤُلاءِ مَنَّ اللهُ عَلَيْهِمْ مِنْ بَيْنِنا أَ لَيْسَ اللهُ بِأَعْلَمَ بِالشَّاكِرينَ

و اين‌گونه بعضى از آن‌ها را با بعض ديگر آزموديم؛ تا [توانگران] بگويند: «آيا اين گروه [فقيران] هستند كه خداوند از ميان ما [برگزيده، و] بر آن‌ها منّت گذارده [و نعمت ايمان بخشيده] است»؟! [بگو]: آيا خداوند، شاكران را بهتر نمى‌شناسد؟!

And thus do We try some of them by others so that they say: Are these they upon whom Allah has conferred benefit from among us? Does not Allah best know the grateful?

અને આ જ પ્રમાણે અમે અમુકને અમુકથી અજમાવીએ છીએ કે બોલી ઉઠે છે શું અમારામાંના આ એ જ લોકો છે કે જેમના પર અલ્લાહે અહેસાન કર્યો છે ? શું અલ્લાહ શુક્ર ગુઝારોને (તેઓ કરતા) વધારે નથી જાણતો ?

6:54
وَ إِذا جاءَكَ الَّذينَ يُؤْمِنُونَ بِآياتِنا فَقُلْ سَلامٌ عَلَيْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلى نَفْسِهِ الرَّحْمَةَ أَنَّهُ مَنْ عَمِلَ مِنْكُمْ سُوءاً بِجَهالَةٍ ثُمَّ تابَ مِنْ بَعْدِهِ وَ أَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَحيمٌ

هرگاه كسانى كه به آيات ما ايمان دارند نزد تو آيند، به آن‌ها بگو: «سلام بر شما! پروردگارتان، رحمت را بر خود لازم شمرده است؛ تا هركس از شما كار بدى از روى نادانى انجام دهد، سپس توبه و اصلاح [و جبران] نمايد، [مشمول رحمت خدا شود]؛ زيرا او آمرزنده و مهربان است».

And when those who believe in Our communications come to you, say: Peace be on you, your Lord has ordained mercy on Himself, (so) that if any one of you does evil in ignorance, then turns after that and acts aright, then He is Forgiving, Merciful.

અને જેઓ અમારી આયતો ઉપર ઇમાન રાખે છે તેઓ જ્યારે તારી પાસે આવે ત્યારે તું તેમને કહે કે તમારા ઉપર સલામ થાય; તમારા પરવરદિગારે પોતાની જાત પર રહેમત લખી લીધી (વાજિબ કરી દીધી) છે કે તમારામાંથી જે કોઇ નાદાનીમાં કાંઇ બદી કરી બેસે અને તે બાદ તૌબા કરી લે તથા સુધરી જાય, બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

6:55
وَ كَذلِكَ نُفَصِّلُ الْآياتِ وَ لِتَسْتَبينَ سَبيلُ الْمُجْرِمينَ

و اين‌گونه آيات را شرح مى‌دهيم، تا [حقيقت بر شما روشن شود، و] راه گناهكاران آشكار گردد.

And thus do We make distinct the communications and so that the way of the guilty may become clear.

અને આ રીતે અમે આયતોને વિગતવાર બયાન કરીએ છીએ અને તે એટલા માટે કે ગુનેહગારોનો રસ્તો રોશન થઇ (અલગ પડી) જાય.

6:56
قُلْ إِنِّي نُهيتُ أَنْ أَعْبُدَ الَّذينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ قُلْ لا أَتَّبِعُ أَهْواءَكُمْ قَدْ ضَلَلْتُ إِذاً وَ ما أَنَا مِنَ الْمُهْتَدينَ

بگو: «من از پرستش كسانى كه غير از خدا مى‌خوانيد، نهى شده‌ام». بگو: «من از هوا و هوس‌هاى شما، پيروى نمى‌كنم؛ اگر چنين كنم، گمراه شده‌ام؛ و از هدايت‌يافتگان نخواهم بود».

Say: I am forbidden to serve those whom you call upon besides Allah. Say: I do not follow your low desires. for then indeed I should have gone astray and I should not be of those who go aright.

કહે કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેમની ઇબાદત કરવાની મને મનાઇ કરવામાં આવી છે. કહે કે હું તમારી ઇચ્છાઓની પૈરવી કરીશ નહિ. (જો એમ કરૂં તો) ખરેખર હું ગુમરાહ થઇ જાઉં અને હિદાયત પામેલાઓમાં નહિ રહુ.

6:57
قُلْ إِنِّي عَلى بَيِّنَةٍ مِنْ رَبِّي وَ كَذَّبْتُمْ بِهِ ما عِنْدي ما تَسْتَعْجِلُونَ بِهِ إِنِ الْحُكْمُ إِلاَّ لِلهِ يَقُصُّ الْحَقَّ وَ هُوَ خَيْرُ الْفاصِلينَ

بگو: «من دليل روشنى از پروردگارم دارم؛ ولى شما آن را تكذيب كرده‌ايد. آنچه شما [از عذاب الهى] درباره‌ی آن شتاب مى‌كنيد در اختيار من نيست. حكم و فرمان، تنها از آن خداست! حق را از باطل جدا مى‌كند؛ و او بهترين جدا‌‌كننده‌ی [حق از باطل] است».

Say: Surely I have manifest proof from my Lord and you call it a lie; I have not with me that which you would hasten; the Judgement is only Allah's; He relates the truth and He is the best of deciders.

તું કહે કે બેશક મારી પાસે મારા પરવરદિગાર તરફથી રોશન દલીલ છે અને તમે તેને જૂઠલાવો છો; જેની તમે ઉતાવળ કરો છો તે (અઝાબ કરવાનું) મારા હાથમાં નથી; ચૂકાદો ફકત અલ્લાહના હાથમાં જ છે; તે હક બયાન કરે છે અને એજ સૌથી સારો ફેંસલો કરનાર છે.

6:58
قُلْ لَوْ أَنَّ عِنْدي ما تَسْتَعجلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْني وَ بَيْنَكُمْ وَ اللهُ أَعْلَمُ بِالظَّالِمينَ

بگو: «اگر آنچه درباره‌ی آن شتاب مى‌كنيد، در اختيار من بود، [و به درخواست شما ترتيب اثر مى‌دادم، عذاب الهى بر شما نازل مى‌گشت؛ و] كار ميان من و شما پايان گرفته بود؛ ولى خداوند ستمكاران را بهتر مى‌شناسد [و به موقع مجازات مى‌كند]».

Say: If that which you desire to hasten were with me, the matter would have certainly been decided between you and me; and Allah best knows the unjust.

કહે કે જેની તમે ઉતાવળ કરો છો તે જો મારી પાસે હોત તો ખરેખર મારા તમારા વચ્ચેના મામલાઓનો (ક્યારનોય) ફેંસલો આવી ગયો હોત; અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.

6:59
وَ عِنْدَهُ مَفاتِحُ الْغَيْبِ لا يَعْلَمُها إِلاَّ هُوَ وَ يَعْلَمُ ما فِي الْبَرِّ وَ الْبَحْرِ وَ ما تَسْقُطُ مِنْ وَرَقَةٍ إِلاَّ يَعْلَمُها وَ لا حَبَّةٍ في ظُلُماتِ الْأَرْضِ وَ لا رَطْبٍ وَ لا يابِسٍ إِلاَّ في كِتابٍ مُبينٍ

كليدهاى غيب، تنها نزد اوست؛ و جز او، كسى آن‌ها را نمى‌داند. او آنچه را در خشكى و درياست مى‌داند؛ هيچ برگى [از درختى] نمى‌افتد، مگر اينكه از آن آگاه است؛ و هيچ دانه‌اى در تاريكي‌هاى زمين، و هيچ‌تر و خشكى وجود ندارد، جز اينكه در كتابى آشكار (در كتاب علم خدا) ثبت است.

And with Him are the keys of the unseen treasures-- none knows them but He; and He knows what is in the land and the sea, and there falls not a leaf but He knows it, nor a grain in the darkness of the earth, nor anything green nor dry but (it is all) in a clear book.

અને ગયબના ખઝાનાઓની ચાવીઓ તેની જ પાસે છે કે જે તેના સિવાય અન્ય કોઇ જાણતું નથી; અને તે ખુશ્કી તથા દરિયાઓમાં જે કાંઇ છે તે જાણે છે અને એક પાંદડું (પણ એવું) નથી પડતું કે જેને તે જાણતો ન હોય, અને ઝમીનના અંધકારમાં એવો કોઇ દાણો અને એવી કંઇ લીલી કે સુકી (ચીઝ) નથી કે જેનું બયાન કિતાબે મુબીનમાં ન હોય.

6:60
وَ هُوَ الَّذي يَتَوَفَّاكُمْ بِاللَّيْلِ وَ يَعْلَمُ ما جَرَحْتُمْ بِالنَّهارِ ثُمَّ يَبْعَثُكُمْ فيهِ لِيُقْضى أَجَلٌ مُسَمًّى ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُمْ بِما كُنْتُمْ تَعْمَلُونَ

اوست آن كسى كه [روح] شما را در شب [به هنگام خواب] مى‌گيرد؛ و از آنچه در روز انجام داده‌ايد آگاه است؛ سپس در روز شما را [از خواب] برمى‌انگيزد؛ [و اين وضع همچنان ادامه مى‌يابد] تا سر آمد معيّنى فرا رسد؛ سپس بازگشت شما به‌سوى اوست؛ آنگاه شما را از آنچه انجام مى‌داديد، با‌خبر مى‌سازد.

And He it is Who takes your souls at night (in sleep), and He knows what you acquire in the day, then He raises you up therein that an appointed term may be fulfilled; then to Him is your return, then He will inform you of what you were doing.

અને તે અલ્લાહ એ જ છે જે તમને રાત્રે એક પ્રકારની મૌત આપે છે (સૂવરાવે છે), અને દિવસે જે કાંઇ તમે હાંસિલ કરો છો તે પણ જાણે છે, પછી તે તમને તે (દિવસ)માં ઉઠાડી ઊભા કરે છે કે જેથી મુકર્રર કરવામાં આવેલ (હયાતનો) સમય પૂરો કરી શકો, પછી તેની જ હજૂરમાં તમારૂં પાછું ફરવું થશે, પછી તમને તમારા આમાલથી વાકેફ કરી દેશે.

← Surah 5 Surah 7 →