Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 61–70 of 165
6:61
وَ هُوَ الْقاهِرُ فَوْقَ عِبادِهِ وَ يُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّى إِذا جاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنا وَ هُمْ لا يُفَرِّطُونَ

و اوست كه بر بندگان خود تسلّط كامل دارد؛ و مراقبانى بر شما مى‌گمارد؛ تا زمانى‌كه مرگ يكى از شما فرا رسد؛ [در‌اين هنگام]، فرستادگان ما جان او را مى‌گيرند؛ و آن‌ها [در نگاهدارى حساب عمر و اعمال بندگان]، كوتاهى نمى‌كنند.

And He is the Supreme, above His servants, and He sends keepers over you; until when death comes to one of you, Our apostles cause him to die, and they are not remiss.

અને તે પોતાના બંદાઓ પર ગાલીબ છે અને તમારા પર મુહાફીઝ મોકલે છે, ત્યાં સુધી કે જ્યારે તમારામાંથી કોઇની મૌત આવે છે ત્યારે અમારા ફરિશ્તાઓ તેની રૂહ કબ્ઝ કરે છે અને તેઓ (પોતાના કામમાં) કોતાહી કરતા (ઊણપ રાખતા) નથી.

6:62
ثُمَّ رُدُّوا إِلَى اللهِ مَوْلاهُمُ الْحَقِّ أَلا لَهُ الْحُكْمُ وَ هُوَ أَسْرَعُ الْحاسِبينَ

سپس [تمام بندگان] به‌سوى خدا، كه مولاى حقيقى آنهاست، باز مى‌گردند. بدانيد كه حكم و داورى، مخصوص اوست؛ و او، سريع‌ترين حسابگران است.

Then are they sent back to Allah, their Master, the True one; now surely His is the Judgement and He is swiftest in taking account.

પછી તેમને હકીકી સરપરસ્ત અલ્લાહ તરફ પલટાવવામાં આવે છે; જાણી લો કે બધા ફેંસલાનો હક તેનો જ છે, અને તે ઝડપી હિસાબ લેનારો છે.

6:63
قُلْ مَنْ يُنَجِّيكُمْ مِنْ ظُلُماتِ الْبَرِّ وَ الْبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعاً وَ خُفْيَةً لَئِنْ أَنْجانا مِنْ هذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرينَ

بگو: «چه كسى شما را از تاريكي‌هاى صحرا و دريا رهايى مى‌بخشد؟! در‌حالى‌كه او را با حالت تضرّع [و آشكارا] و در پنهانى مى‌خوانيد؛ [و مى‌گوييد]: اگر از اين [خطرات و تاريكى‌ها] ما را رهايى بخشد، از شكرگزاران خواهيم بود».

Say: Who is it that delivers you from the dangers of the land and the sea (when) you call upon Him (openly) humiliating yourselves, and in secret: If He delivers us from this, we should certainly be of the grateful ones.

તું કહે કે ખુશ્કી તથા દરિયાના અંધકારમાંથી તમને કોણ છૂટકારો આપે છે ? જ્યારે કે તમે કરગરીને અને છાનામાનાં એવી દુઆ માંગો છો કે જો તે અમને આ (આફત)માંથી પાર ઉતારી દે તો ખરેખર અમે શુક્રગુઝાર બની જઇશું.

6:64
قُلِ اللهُ يُنَجِّيكُم مِنْهَا وَ مِن كلُ‌ِّ كَرْبٍ ثُمَّ أَنتُمْ تُشرِْكُون

بگو: «خداوند شما را از اين‌ها، و از هر مشكل و اندوهى، نجات مى‌دهد؛ باز هم شما براى او همتا قرار مى‌دهيد. [و راه كفر مى‌پوييد]».

Say: Allah delivers you from them and from every distress, but again you set up others (with Him).

તું કહે કે અલ્લાહ જ તમને તેમાંથી તથા દરેક બેચેનીમાંથી છૂટકારો આપે છે, તેમ છતાં તમે (બીજાને તેના) શરીક બનાવો છો.

6:65
قُلْ هُوَ الْقادِرُ عَلى أَنْ يَبْعَثَ عَلَيْكُمْ عَذاباً مِنْ فَوْقِكُمْ أَوْ مِنْ تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعاً وَ يُذيقَ بَعْضَكُمْ بَأْسَ بَعْضٍ انْظُرْ كَيْفَ نُصَرِّفُ الْآياتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ

بگو: «او قادر است كه از فرازتان يا از زير پاى شما، عذابى بر شما بفرستد؛ يا به‌صورت دسته‌هاى پراكنده شما را با هم بياميزد؛ و طعم جنگ [و اختلاف] را به هريك از شما به‌وسيله‌ی ديگرى بچشاند». ببين چگونه آيات گوناگون را [براى آن‌ها] شرح مى‌دهيم؛ شايد بفهمند [و بازگردند].

Say: He has the power that He should send on you a chastisement from above you or from beneath your feet, or that He should throw you into confusion, (making you) of different parties; and make some of you taste the fighting of others. See how We repeat the communications that they may understand.

કહે કે તે તમારી ઉપરથી અથવા તમારા પગો હેઠળથી અઝાબ મોકલવાને શકિતમાન છે, અથવા તમારા (જુદા જુદા) ભાગલા પાડી સામ સામે લડાવી દે અને તમારામાંના એકબીજાથી લડાઇની મજા ચખાડે; તું જો, અમે આયતોને કેવી જુદી જુદી રીતે બયાન કરીએ છીએ કે કદાચને તેઓ સમજી શકે.

6:66
وَ كَذَّبَ بِهِ قَوْمُكَ وَ هُوَ الْحَقُّ قُلْ لَسْتُ عَلَيْكُمْ بِوَكيلٍ

قوم و جمعيّت تو، آن [آيات الهى] را تكذيب و انكار كردند، در‌حالى‌كه حق است. [به آن‌ها] بگو: «من مسؤول [ايمان‌آوردن و اجبار] شما نيستم. [وظيفه‌ی من، تنها ابلاغ رسالت است]».

And your people call it a lie and it is the very truth. Say: I am not placed in charge of you.

અને તારી કૌમ તેને (કુરઆનને) જૂઠલાવે છે, જો કે તે હક છે; તું કહે કે હું તમારો વકીલ (જવાબદાર) નથી.

6:67
لِكُلِّ نَبَإٍ مُسْتَقَرٌّ وَ سَوْفَ تَعْلَمُونَ

هر خبرى قرارگاهى دارد، [و در موعد خود انجام مى‌گيرد]. و به‌زودى خواهيد دانست!

For every prophecy is a term, and you will come to know (it).

દરેક આગાહીનો (એક નક્કી કરેલો) સમય છે, અને (તે) તમે નઝદીકમાં જાણી લેશો.

6:68
وَ إِذا رَأَيْتَ الَّذينَ يَخُوضُونَ في آياتِنا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّى يَخُوضُوا في حَديثٍ غَيْرِهِ وَ إِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطانُ فَلا تَقْعُدْ بَعْدَ الذِّكْرى مَعَ الْقَوْمِ الظَّالِمينَ

هرگاه كسانى را ديدى كه آيات ما را استهزا مى‌كنند، از آن‌ها روى‌بگردان تا به سخن ديگرى بپردازند. و اگر شيطان تو را به فراموش افكند، پس از ياد‌آورى با اين گروه ستمكار منشين.

And when you see those who enter into false discourses about Our communications, withdraw from them until they enter into some other discourse, and if the Shaitan causes you to forget, then do not sit after recollection with the unjust people.

અને જે વખતે તું તે લોકોને અમારી આયતો(ના સંબંધે ખોટા વાદવિવાદ)માં ડુબેલા જોવ ત્યારે તું તેમના તરફથી મોઢું ફેરવી લે, જ્યાં સુધી કે તેઓ બીજી કોઇ વાતચીતમાં મશગૂલ ન થાય; અને અગર શૈતાન તને ભૂલાવી દે તો યાદ આવ્યા બાદ ઝાલિમ લોકો સાથે બેસ નહિ.

6:69
وَ ما عَلَى الَّذينَ يَتَّقُونَ مِنْ حِسابِهِمْ مِنْ شَيْ‌ءٍ وَ لكِنْ ذِكْرى لَعَلَّهُمْ يَتَّقُونَ

و [اگر] افراد با تقوا [براى ارشاد و اندرز با آن‌ها بنشينند]، چيزى از حساب [و گناه] آن‌ها بر ايشان نيست؛ ولى [بايد تنها] براى يادآورى آن‌ها باشد، شايد [بشنوند و] تقوا پيشه كنند.

And nought of the reckoning of their (deeds) shall be against those who guard (against evil), but (theirs) is only to remind, haply they may guard.

અને જે લોકો પરહેઝગાર છે તેમના માથે તેઓના હિસાબની કાંઇ પણ જવાબદારી નથી. પણ એટલી જ (જવાબદારી છે) કે (તેમને) યાદ દેવડાવતા રહે કે કદાચને તેઓ પરહેઝગાર બને.

6:70
وَ ذَرِ الَّذينَ اتَّخَذُوا دينَهُمْ لَعِباً وَ لَهْواً وَ غَرَّتْهُمُ الْحَياةُ الدُّنْيا وَ ذَكِّرْ بِهِ أَنْ تُبْسَلَ نَفْسٌ بِما كَسَبَتْ لَيْسَ لَها مِنْ دُونِ اللهِ وَلِيٌّ وَ لا شَفيعٌ وَ إِنْ تَعْدِلْ كُلَّ عَدْلٍ لا يُؤْخَذْ مِنْها أُولئِكَ الَّذينَ أُبْسِلُوا بِما كَسَبُوا لَهُمْ شَرابٌ مِنْ حَميمٍ وَ عَذابٌ أَليمٌ بِما كانُوا يَكْفُرُونَ

نوشابه‌اى از آب سوزان و عذاب دردناكى براى آنهاست؛ به‌سزاى اينكه كفر مى‌ورزيدند [و آيات الهى را انكار مى‌كردند].

And leave those who have taken their religion for a play and an idle sport, and whom this world's life has deceived, and remind (them) thereby lest a soul should be given up to destruction for what it has earned; it shall not have besides Allah any guardian nor an intercessor, and if it should seek to give every compensation, it shall not be accepted from it; these are they who shall be given up to destruction for what they earned; they shall have a drink of boiling water and a painful chastisement because they disbelieved.

અને તે લોકો કે જેમણે પોતાના દીનને રમત ગમત બનાવી રાખ્યું છે, અને દુનિયવી ઝિંદગીએ તેમને ધોકો આપ્યો છે તેમને આ (કુરઆન) વડે યાદ દેવરાવો, જેથી પોતાની કરેલી કમાણીઓના કારણે (અઝાબમાં) ફસાઇ ન જાય; (તે વખતે) અલ્લાહના સિવાય તે (વ્યક્તિ)નો વાલી કે શફાઅત કરનારો કોઇ પણ હશે નહિ અને અગર તે ગમે તેવો બદલો આપવા ચાહશે તો તે પણ તેના તરફથી કબૂલવામાં આવશે નહિ; અને તેઓ એ જ છે કે જેઓ પોતાના આમાલના કારણે (અઝાબમાં) મુશ્કેલીઓમાં જ પડ્યા રહેવા દેવામાં આવશે, અને જેનો તેઓ ઇન્કાર કરતા હતા તે કારણે તેમના માટે ઉકળતા પાણીનું પીણું અને દર્દનાક અઝાબ હશે.

← Surah 5 Surah 7 →