Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 11–20 of 206
7:11
وَ لَقَدْ خَلَقْناكُمْ ثُمَّ صَوَّرْناكُمْ ثُمَّ قُلْنا لِلْمَلائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلاَّ إِبْليسَ لَمْ يَكُنْ مِنَ السَّاجِدينَ

ما شما را آفريديم؛ سپس صورت‌بندى كرديم؛ بعد به فرشتگان گفتيم: «براى آدم سجده و خضوع كنيد». آن‌ها همه سجده كردند؛ جز ابليس كه از سجده كنندگان نبود.

And certainly We created you, then We fashioned you, then We said to the angels: Prostrate to Adam. So they did prostrate except Iblis; he was not of those who prostrated.

અને ખરેખર અમોએ તમને પૈદા કર્યા પછી તમારી સૂરતો બનાવી, પછી અમોએ ફરિશ્તાઓને ફરમાવ્યું કે આદમને સજદો કરો. જેથી સર્વોએ સજદો કર્યો સિવાય કે ઇબ્લીસ; તે સજદો કરનારાઓમાંથી ન હતો.

7:12
قالَ ما مَنَعَكَ أَلاَّ تَسْجُدَ إِذْ أَمَرْتُكَ قالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَني مِنْ نارٍ وَ خَلَقْتَهُ مِنْ طينٍ

[خداوند به او] فرمود: «در آن هنگام كه به تو فرمان دادم، چه چيز تو را مانع شد كه سجده كنى»؟! گفت: «من از او بهترم؛ مرا از آتش آفريده‌اى و او را از گِل»!

He said: What hindered you so that you did not prostrate when I commanded you? He said: I am better than he: Thou hast created me of fire, while him Thou didst create of dust.

તેણે (અલ્લાહે) ફરમાવ્યું કે જ્યારે મેં તને હુકમ કર્યો ત્યારે તને કઇ વસ્તુએ સજદો કરતાં અટકાવ્યો ? તેણે કહ્યું કે હું તેના કરતાં બેહતર છું. તેં મને અગ્નિમાંથી પૈદા કર્યો છે અને તેને માટીમાંથી!

7:13
قالَ فَاهْبِطْ مِنْها فَما يَكُونُ لَكَ أَنْ تَتَكَبَّرَ فيها فَاخْرُجْ إِنَّكَ مِنَ الصّاغِرينَ

فرمود: «از آن [مقام و مرتبه‌ات] فرود آى. تو حق ندارى در آن [مقام و مرتبه] تكبّر كنى. بيرون رو، كه تو از افراد پست و كوچكى».

He said: Then get forth from this (state), for it does not befit you to behave proudly therein. Go forth, therefore, surely you are of the abject ones.

તેણે ફરમાવ્યું તું (આ જગ્યા ઉપરથી) ઊતરી જા, કારણ કે તને અધિકાર નથી કે તું અહીં રહી તકબ્બુર કરે માટે તું નિકળી જા, ખરેખર તું ઝલીલ લોકોમાંથી છો.

7:14
قالَ أَنْظِرْني إِلى يَوْمِ يُبْعَثُونَ

گفت:«مرا تا روزى‌كه [مردم] برانگيخته مى‌شوند مهلت ده [و زنده بگذار].»

He said: Respite me until the day when they are raised up.

તેણે (ઇબ્લીસે) કહ્યુ કે જે દિવસે લોકો ઊભા કરવામાં આવશે તે દિવસ સુધીની મને મોહલત આપ.

7:15
قالَ إِنَّكَ مِنَ الْمُنْظَرينَ

فرمود: «تو از مهلت داده شدگانى».

He said: Surely you are of the respited ones.

ફરમાવ્યું બેશક તું મોહલત મેળવનારાઓમાંથી છે.

7:16
قالَ فَبِما أَغْوَيْتَني لَأَقْعُدَنَّ لَهُمْ صِراطَكَ الْمُسْتَقيمَ

به دروغ گفت: «به سبب آنكه مرا گمراه ساختى، من بر سر راه مستقيم تو، در كمين آن‌ها مى‌نشينيم».

He said: As Thou hast caused me to remain disappointed I will certainly lie in wait for them in Thy straight path.

તેણે કહ્યું કે તેં મને ગુમરાહ કર્યો છે તેથી હું જરૂર તારા સેરાતે મુસ્તકીમ ઉપર (લોકોને ગુમરાહ કરવાની) તાકમાં બેસી જઇશ.

7:17
ثُمَّ لَآتِيَنَّهُمْ مِنْ بَيْنِ أَيْديهِمْ وَ مِنْ خَلْفِهِمْ وَ عَنْ أَيْمانِهِمْ وَ عَنْ شَمائِلِهِمْ وَ لا تَجِدُ أَكْثَرَهُمْ شاكِرينَ

سپس از پيش‌رو و از پشت‌سر، و از طرف راست و از طرف چپ آن‌ها، به سراغشان مى‌روم؛ و بيشتر آن‌ها را شكرگزار نخواهى يافت.

Then I will certainly come to them from before them and from behind them, and from their right-hand side and from their left-hand side; and Thou shalt not find most of them thankful.

પછી તેમની પાસે તેમની સામેથી તથા પીઠ પાછળથી તથા જમણી બાજુથી તથા ડાબી બાજુથી જરૂર આવીશ; અને તું તેઓમાંથી ઘણાઓને શુક્ર ગુઝાર પામીશ નહિ.

7:18
قالَ اخْرُجْ مِنْها مَذْؤُماً مَدْحُوراً لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنْكُمْ أَجْمَعينَ

فرمود: «از آن [مقام]، با ننگ و عار و خوارى، بيرون رو! به‌يقين هركس از آن‌ها از تو پيروى كند، جهنّم را از شما همگى پر مى‌كنم.

He said: Get out of this (state), despised, driven away; whoever of them will follow you, I will certainly fill hell with you all.

તેણે ફરમાવ્યું તું અહીંથી ઝલીલ, મરદુદ થઇને ચાલ્યો જા; તેઓમાંથી જે કોઇ તારી તાબેદારી કરશે, હું ખરેખર તમો સર્વોથી જહન્નમ ભરી નાખીશ.

7:19
وَ يا آدَمُ اسْكُنْ أَنْتَ وَ زَوْجُكَ الْجَنَّةَ فَكُلا مِنْ حَيْثُ شِئْتُما وَ لا تَقْرَبا هذِهِ الشَّجَرَةَ فَتَكُونا مِنَ الظَّالِمينَ

و اى آدم! تو و همسرت در بهشت ساكن شويد؛ و از هرجا كه خواستيد، بخوريد! امّا به اين درخت نزديك نشويد، كه از ستمكاران خواهيد بود.

And (We said): O Adam! Dwell you and your wife in the garden; so eat from where you desire, but do not go near this tree, for then you will be of the unjust.

અને (અમોએ કહ્યું) અય આદમ ! તું તથા તારી ઔરત જન્નતમાં રહો; અને જ્યાંથી તમે ચાહો ખાઓ, પરંતુ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે બંને ઝાલિમોમાંના થઇ જશો.

7:20
فَوَسْوَسَ لَهُمَا الشَّيْطانُ لِيُبْدِيَ لَهُما ما وُورِيَ عَنْهُما مِنْ سَوْآتِهِما وَ قالَ ما نَهاكُما رَبُّكُما عَنْ هذِهِ الشَّجَرَةِ إِلاَّ أَنْ تَكُونا مَلَكَيْنِ أَوْ تَكُونا مِنَ الْخالِدينَ

سپس شيطان آن‌دو را وسوسه كرد، تا آنچه را از اندامشان پنهان بود، آشكار سازد؛ و گفت: «پروردگارتان شما را از اين درخت نهى نكرده مگر به خاطر اينكه [اگر از آن بخوريد]، هر دو فرشته خواهيد شد، يا جاودانه [در بهشت] خواهيد ماند».

But the Shaitan made an evil suggestion to them that he might make manifest to them what had been hidden from them of their evil inclinations, and he said: Your Lord has not forbidden you this tree except that you may not both become two angels or that you may (not) become of the immortals.

પછી શૈતાને તે બન્નેના મનમાં વસવસો નાખ્યો કે જેથી શર્મગાહ જે તે બન્નેથી છુપી હતી તે તેમના પર જાહેર કરી નાખે, પછી કહ્યું કે તમારા માલિકે તમને આ ઝાડની મનાઇ કરી નથી પણ એ માટે કે ક્યાંય તમે બન્ને ફરિશ્તાઓ બની જાઓ, અથવા હંમેશા (જન્નતમાં) રહેનાર થઇ જાઓ.

← Surah 6 Surah 8 →