Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 31–40 of 123
11:31
وَ لا أَقُولُ لَكُمْ عِنْدي خَزائِنُ اللهِ‌ وَ لا أَعْلَمُ الْغَيْبَ وَ لا أَقُولُ إِنِّي مَلَكٌ وَ لا أَقُولُ لِلَّذينَ تَزْدَري أَعْيُنُكُمْ لَنْ يُؤْتِيَهُمُ اللهُ‌ خَيْراً اللهُ‌ أَعْلَمُ بِما في‌ أَنْفُسِهِمْ إِنِّي إِذاً لَمِنَ الظَّالِمينَ

من هرگز به شما نمى‌گويم خزائن الهى نزد من است! و غيب هم نمى‌دانم! و نمى‌گويم من فرشته‌ام! و (نيز) نمى‌گويم كسانى كه در نظر شما خوار مى‌آيند، خداوند خيرى به آن‌ها نخواهد داد؛ خدا از دل آنان آگاه‌تر است! [با اين حال، اگر آن‌ها را برانم] در اين صورت از ستمكاران خواهم بود!»

And I do not say to you that I have the treasures of Allah and I do not know the unseen, nor do I say that I am an angel, nor do I say about those whom your eyes hold in mean estimation (that) Allah will never grant them (any) good-- Allah knows best what is in their souls-- for then most surely I should be of the unjust.

અને તમને હું એમ નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, અને હુ ગૈબ નથી જાણતો, અને ન એમ કહું છું કે હું એક ફરિશ્તો છું; અને તેમના સબંધમાં કે જેઓને તમે ઝલીલ સમજો છો એમ નથી કહેતો કે હરગિઝ અલ્લાહ તેમને નેકી અતા કરશે નહીં; તેમના મનમાં જે કાંઇ છે તે અલ્લાહ સારી રીતે જાણે છે, (છતાં જો હું એમ કહું) તો ખરેખર હું પણ ઝાલિમોમાંથી થઇ જઇશ.

11:32
قالُوا يا نُوحُ قَدْ جادَلْتَنا فَأَكْثَرْتَ جِدالَنا فَأْتِنا بِما تَعِدُنا إِنْ كُنْتَ مِنَ الصَّادِقينَ

گفتند: «اى نوح! با ما جرّ و بحث کردى و زیاد مجادله کردى! [بس است]! اکنون اگر راست مى‌گویى، آنچه را [از عذاب الهى] به ما وعده مى‌دهى بیاور»!

They said: O Nuh! indeed you have disputed with us and lengthened dispute with us, therefore bring to us what you threaten us with, if you are of the truthful ones.

તેઓએ કહ્યું કે અય નૂહ! તું ખરેખર અમારાથી વાદવિવાદ કરી ચૂક્યો અને વધારે બહેસ કરી (બસ હવે) જો તું સાચો હોય તો જે (અઝાબ)નો તે અમને વાયદો કર્યો છે તે અમારા માટે લઇ આવ.

11:33
قالَ إِنَّما يَأْتيكُمْ بِهِ اللهُ إِنْ شاءَ وَ ما أَنْتُمْ بِمُعْجِزينَ

گفتند: «اى نوح! با ما جر و بحث كردى، و زياد هم جر و بحث كردى! [بس است!] اكنون اگر راستى مى‌گويى، آنچه را [از عذاب الهى] به ما وعده مى‌دهى بياور!»

He said: Allah only will bring it to you if He please, and you will not escape:

તેણે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તે (અઝાબ) તમારા પર લાવશે અને તમે (અલ્લાહને) આજીઝ કરી શકશો નહિ.

11:34
وَ لا يَنْفَعُكُمْ نُصْحي إِنْ أَرَدْتُ أَنْ أَنْصَحَ لَكُمْ إِنْ كانَ اللهُ‌ يُريدُ أَنْ يُغْوِيَكُمْ هُوَ رَبُّكُمْ وَ إِلَيْهِ تُرْجَعُونَ

و هرگاه خدا بخواهد شما را [به خاطر گناهانتان] گمراه سازد و من بخواهم شما را اندرز دهم، اندرز من سودى به حالتان نخواهد داشت. او پروردگار شماست و به‌سوى او بازگشت داده مى‌شوید».

And if I intend to give you good advice, my advice will not profit you if Allah intended that He should leave you to go astray; He is your Lord, and to Him shall you be returned.

અને અગર અલ્લાહ તમને (તમારા ગુનાહોને કારણે) ગુમરાહ કરવા ચાહે તો હું તમને નસીહત આપવા ચાહું તો પણ મારી નસીહત તમને કાંઇ ફાયદો પહોંચાડશે નહિ; તે તમારો પરવરદિગાર છે, અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

11:35
أَمْ يَقُولُونَ افْتَراهُ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَعَلَيَّ إِجْرامي وَ أَنَا بَري‌ءٌ مِمَّا تُجْرِمُونَ

آیا [مشرکان] مى‌گویند: «او [محمّد] قرآن را به‌دروغ به خدا نسبت داده است»؟! بگو: «اگر من آن رابه دروغ به خدا نسبت داده باشم، گناهش برعهده‌ي من است؛ ولى من از گناهانى که شما مرتکب مى‌شوید بیزارم».

Or do they say: He has forged it? Say: If I have forged it, on me is my guilt, and I am clear of that of which you are guilty.

અથવા શું તેઓ એમ કહે છે કે તેણે ઘડી કાઢ્યું છે? તું કહે કે જો મેં તે ઘડી કાઢ્યું હોય તો મારો ગુનોહ મારા ઝિમ્મે છે, અને જે ગુનાહ તમે કરો છો તેનાથી હું બેઝાર છું.

11:36
وَ أُوحِيَ إِلى نُوحٍ أَنَّهُ لَنْ يُؤْمِنَ مِنْ قَوْمِكَ إِلاَّ مَنْ قَدْ آمَنَ فَلا تَبْتَئِسْ بِما كانُوا يَفْعَلُونَ

به نوح وحى شد که:«جز آن‌ها که [تاکنون] ایمان آورده‌اند، دیگر هیچ‌کس از قوم تو ایمان نخواهد آورد. پس، از کارهایى که انجام مى‌دادند، غمگین مباش».

And it was revealed to Nuh: That none of your people will believe except those who have already believed, therefore do not grieve at what they do:

અને નૂહ તરફ વહી કરવામાં આવી હતી કે તમારી કોમમાંથી જે લોકો ઇમાન લાવી ચૂક્યા છે તેમના સિવાય હવે કોઇ ઇમાન લાવશે નહિ, માટે તેઓ જે કાંઇ કરે છે તે માટે તું દિલગીર ન થા.

11:37
وَ اصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنا وَ وَحْيِنا وَ لا تُخاطِبْني فِي الَّذينَ ظَلَمُوا إِنَّهُمْ مُغْرَقُونَ

و [اکنون] در محضر ما و طبق وحى ما، کشتى بساز. و درباره‌ي آن‌ها که ستم کردند با من سخن مگو [و شفاعت مکن] که [همه‌ی‌] آن‌ها غرق شدنى هستند»!

And make the ark before Our eyes and (according to) Our revelation, and do not speak to Me in respect of those who are unjust; surely they shall be drowned.

અને અમારી નજર સામે તથા અમારી વહી મુજબ કશ્તી બનાવ અને જેઓએ ઝૂલ્મ કર્યો છે તેમના સબંધમાં મારી સાથે વાત ન કરશો; ખરેખર તેઓને ડૂબાડી દેવામાં આવશે.

11:38
وَ يَصْنَعُ الْفُلْكَ وَ كُلَّما مَرَّ عَلَيْهِ مَلَأٌ مِنْ قَوْمِهِ سَخِرُوا مِنْهُ قالَ إِنْ تَسْخَرُوا مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنْكُمْ كَما تَسْخَرُونَ

او مشغول ساختن کشتى بود و هر زمان گروهى از اشراف قومش بر او مى‌گذشتند، او را مسخره مى‌کردند؛ [ولى نوح] گفت: «اگر ما را مسخره مى‌کنید، ما نیز شما را همین‌گونه مسخره خواهیم کرد.

And he began to make the ark; and whenever the chiefs from among his people passed by him they laughed at him. He said: If you laugh at us, surely we too laugh at you as you laugh (at us).

અને તે કશ્તી બનાવવા લાગ્યો; અને તેની કોમનો કોઇ આગેવાન જ્યારે તેની પાસેથી પસાર થતો ત્યારે તેની મશ્કરી કરતો હતો; તેણે કહ્યું કે અગર તમે મશ્કરી કરો છો, અમે પણ ખરેખર તમારી મશ્કરી કરશુ કે જેવી રીતે તમે મશ્કરી કરો છો.

11:39
فَسَوْفَ تَعْلَمُونَ مَنْ يَأْتيهِ عَذابٌ يُخْزيهِ وَ يَحِلُّ عَلَيْهِ عَذابٌ مُقيمٌ

به‌زودى خواهيد دانست چه كسى عذاب خواركننده به سراغش خواهد آمد، و مجازات جاودان بر او وارد خواهد شد!»

So shall you know who it is on whom will come a chastisement which will disgrace him, and on whom will lasting chastisement come down.

પછી તમે અનકરીબ જાણી લેશો કે કોની ઊપર ઝલીલ કરનારો અઝાબ આવી પડશે અને કોની ઊપર હંમેશા રહેનાર અઝાબ આવશે.

11:40
حَتَّى إِذا جاءَ أَمْرُنا وَ فارَ التَّنُّورُ قُلْنَا احْمِلْ فيها مِنْ كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَ أَهْلَكَ إِلاَّ مَنْ سَبَقَ عَلَيْهِ الْقَوْلُ وَ مَنْ آمَنَ وَ ما آمَنَ مَعَهُ إِلاَّ قَليلٌ

تا آن زمان‌كه فرمان ما فرا رسيد و تنور جوشيدن گرفت [به نوح] گفتيم: «از هر جفتى از حيوانات [از نر و ماده] يك زوج در آن [كشتى] حمل كن! همچنين خاندانت را [بر آن سوار كن] مگر آن‌ها كه قبلاً وعده هلاك آنان داده شده (همسر و يكى از فرزندانت‌) و همچنين مؤمنان را»! امّا جز عدّه‌ی كمى همراه او ايمان نياوردند!

Until when Our command came and water came forth from the valley, We said: Carry in it two of all things, a pair, and your own family-- except those against whom the word has already gone forth, and those who believe. And there believed not with him but a few.

ત્યાં સુધી કે અમારો હુકમ આવી પહોંચ્યો અને તંદુરમાંથી (પાણી) ઊભરાવા લાગ્યુ, ત્યારે અમોએ કહ્યું કે તેમાં દરેક (જાનવરની) જાતીનું એક એક જોડું લઇ લે, અને તારા ખાનદાનને. સિવાય તેમના કે જેમની (હલાકત) વિશે પહેલેથી જ અમારો વાયદો થઇ ચૂક્યો છે, અને જેઓ ઇમાન લાવ્યા છે તેમને સાથે લઇ લો; જો કે તેની સાથે થોડા લોકો સિવાય (બીજા) કોઇ ઇમાન લાવ્યા ન હતા.

← Surah 10 Surah 12 →