Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 12

سورة يوسف

Yusuf

સુરએ યુસુફ
111 verses Makki Verses 91–100 of 111
12:91
قالُوا تَاللهِ لَقَدْ آثَرَكَ اللهُ عَلَيْنا وَ إِنْ كُنَّا لَخاطِئينَ

گفتند: «به خدا سوگند، خداوند تو را بر ما برترى بخشيد؛ و ما خطاكار بوديم».

They said: By Allah! now has Allah certainly chosen you over us, and we were certainly sinners.

તેઓએ કહ્યું: અલ્લાહની કસમ! અલ્લાહે તને અમારી ઉપર ફઝીલત આપી અને ખરેજ અમે ખતાકાર હતા.

12:92
قالَ لا تَثْريبَ عَلَيْكُمُ الْيَوْمَ يَغْفِرُ اللهُ لَكُمْ وَ هُوَ أَرْحَمُ الرَّاحِمينَ

[يوسف] گفت: «امروز ملامت و توبيخى بر شما نيست؛ خداوند شما را مى‌آمرزد؛ و او مهربان‌ترين مهربانان است».

He said: (There shall be) no reproof against you this day; Allah may forgive you, and He is the most Merciful of the merciful.

તેણે કહ્યું : હવે તમારા પર કોઇ મલામત નથી; અલ્લાહ તમને માફ કરશે, અને તે રહેમ કરવાવાળાઓમાંથી બહેતર રહેમ કરનાર છે.

12:93
اذْهَبُوا بِقَميصي هذا فَأَلْقُوهُ عَلى وَجْهِ أَبي يَأْتِ بَصيراً وَ أْتُوني بِأَهْلِكُمْ أَجْمَعينَ

اين پيراهن مرا ببريد، و بر صورت پدرم بيندازيد تا بينا شود؛ و همه‌ی خانواده‌ی خود را نزد من بياوريد».

Take this my shirt and cast it on my father's face, he will (again) be able to see, and come to me with all your families.

લ્યો, મારૂં આ પહેરણ લઇ જાઓ અને તે મારા વાલિદના ચહેરા પર નાખી દેજો જેથી તે દેખતા થઇ જશે, અને (પછી) તમારા તમામ ખાનદાનને મારી પાસે લાવજો.

12:94
وَ لَمَّا فَصَلَتِ الْعيرُ قالَ أَبُوهُمْ إِنِّي لَأَجِدُ ريحَ يُوسُفَ لَوْ لا أَنْ تُفَنِّدُونِ

هنگامى‌كه كاروان [از سرزمين مصر] جدا شد، پدرشان (يعقوب) گفت: «من بوى يوسف را احساس مى‌كنم، اگر مرا به نادانى و كم عقلى نسبت ندهيد».

And when the caravan had departed, their father said: Most surely I perceive the greatness of Yusuf, unless you pronounce me to be weak in Judgement.

અને જે વેળા આ કાફલો (મિસ્રથી) રવાના થયો ત્યારે તેમના વાલિદે (તેના વતનમાં) કહ્યું કે જો તમે મને બેવકુફ ગણી ન કાઢો તો (જાણી લો કે) બેશક મને યુસુફની સુગંધ આવે છે.

12:95
قالُوا تَاللهِ إِنَّكَ لَفي ضَلالِكَ الْقَديمِ

گفتند: «به خدا تو در همان گمراهى سابقت هستى»!

They said: By Allah, you are most surely in your old error.

તેઓએ (યાકૂબના ખાનદાનવાળાએ) કહ્યું અલ્લાહની કસમ! બેશક તું તો તારી જૂની ગુમરાહીમાં છે. (જૂની યાદોમાં ખોવાયેલા છે)

12:96
فَلَمَّا أَنْ جاءَ الْبَشيرُ أَلْقاهُ عَلى وَجْهِهِ فَارْتَدَّ بَصيراً قالَ أَ لَمْ أَقُلْ لَكُمْ إِنِّي أَعْلَمُ مِنَ اللهِ ما لا تَعْلَمُونَ

امّا هنگامى‌‌كه بشارت دهنده آمد، آن [پيراهن] را بر صورت او افكند؛ ناگهان بينا شد؛ گفت: «آيا به شما نگفتم من از خدا چيزهايى مى‌دانم كه شما نمى‌دانيد»؟!

So when the bearer of good news came he cast it on his face, so forthwith he regained his sight. He said: Did I not say to you that I know from Allah what you do not know?

પછી જ્યારે ખુશખબર લાવનાર આવ્યો અને તેણે તે (પહેરણ) તેના મોંઢા પર નાખ્યું ત્યારે તરત જ યાકૂબ અ.સ. દેખતા થઇ ગયા; તેણે કહ્યું શું હું તમને કહેતો ન હતો કે બેશક અલ્લાહના તરફથી જે કાંઇ હું જાણું છું તે તમે નથી જાણતા?

12:97
قَالُوا يَا أَبَانَا اسْتَغْفِرْ لَنَا ذُنُوبَنَا إِنَّا كُنَّا خَاطِئِينَ

گفتند: «پدر! از خدا آمرزش گناهان ما را بخواه، كه ما خطاكار بوديم».

They said: O our father! ask forgiveness of our faults for us, surely we were sinners.

તેમણે કહ્યું : અય અમારા વાલિદ! અમારા માટે (અલ્લાહ પાસે) ઇસ્તગફાર કર; બેશક અમે ખતાકાર હતા.

12:98
قالَ سَوْفَ أَسْتَغْفِرُ لَكُمْ رَبِّي إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحيمُ

گفت: «به‌زودى براى شما از پروردگارم آمرزش مى‌طلبم، كه او آمرزنده و مهربان است».

He said: I will ask for you forgiveness from my Lord; surely He is the Forgiving, the Merciful.

તેણે કહ્યું જલ્દી હું મારા પરવરદિગાર પાસે તમારા માટે ઇસ્તગફાર કરીશ; બેશક તે ગફુરૂર રહીમ છે.

12:99
فَلَمَّا دَخَلُوا عَلى يُوسُفَ آوى إِلَيْهِ أَبَوَيْهِ وَ قالَ ادْخُلُوا مِصْرَ إِنْ شاءَ اللهُ آمِنينَ

و هنگامى‌‌كه بر يوسف وارد شدند، او پدر و مادر خود را [در آغوش گرفت و] نزديك خود جاى داد و گفت: «همگى وارد مصر شويد، كه ان‌شاءالله در امنيت خواهيد بود».

Then when they came in to Yusuf, he took his parents to lodge with him and said: Enter safe into Egypt, if Allah please.

પછી જ્યારે તેઓ યુસુફ પાસે પહોંચ્યા ત્યારે તેણે પોતાના વાલેદૈનને પોતાની બાજુમાં જગ્યા આપી અને કહ્યું, ઇન્શાલ્લાહ મિસરમાં ઇત્મીનાન સાથે દાખલ થાઓ.

12:100
وَ رَفَعَ أَبَوَيْهِ عَلَى الْعَرْشِ وَ خَرُّوا لَهُ سُجَّداً وَ قالَ يا أَبَتِ هذا تَأْويلُ رُءْيايَ مِنْ قَبْلُ قَدْ جَعَلَها رَبِّي حَقًّا وَ قَدْ أَحْسَنَ بي إِذْ أَخْرَجَني مِنَ السِّجْنِ وَ جاءَ بِكُمْ مِنَ الْبَدْوِ مِنْ بَعْدِ أَنْ نَزَغَ الشَّيْطانُ بَيْني وَ بَيْنَ إِخْوَتي إِنَّ رَبِّي لَطيفٌ لِما يَشاءُ إِنَّهُ هُوَ الْعَليمُ الْحَكيمُ

و پدر و مادر خود را بر تخت نشاند و همگى براى او [در پيشگاه خداوند] به سجده افتادند و گفت: «پدر! اين تعبير همان خوابى است كه پيش از اين ديدم؛ پروردگارم آن را تحقّق بخشيد؛ و او به من نيكى كرد آنگاه كه مرا از زندان بيرون آورد، و شما را نيز از آن بيابان [به اينجا] آورد بعد از آنکه شيطان، ميان من و برادرانم فتنه كرد. پروردگارم نسبت به آنچه مى‌خواهد [و شايسته مى‌بيند]، صاحب لطف است؛ چراكه او دانا و حكيم است.

And he raised his parents upon the throne and they fell down in prostration before him, and he said: O my father! this is the significance of my vision of old; my Lord has indeed made it to be true; and He was indeed kind to me when He brought me forth from the prison and brought you from the desert after the Shaitan had sown dissensions between me and my brothers, surely my Lord is benignant to whom He pleases; surely He is the Knowing, the Wise.

અને તેણે પોતાના વાલેદૈનને તખ્ત ઊપર બેસાડયા અને બધા લોકો તેની સામે (શુક્રના) સિજદામાં ચાલ્યા ગયા; અને તેણે કહ્યું: અય મારા વાલિદ ! આ મારા આગલા ખ્વાબની તાબીર છે : મારા પરવરદિગારે ખરેજ તેને સાચું કરી દેખાડયું છે; અને શૈતાને મારા અને મારા ભાઇઓ વચ્ચે ફિત્નો કર્યા બાદ ખરેખર તેણે મારી ઉપર અહેસાન કર્યો જયારે તેણે મને કૈદખાનામાંથી છોડાવ્યો અને આપ સર્વોને રણ (ગામડા)થી કાઢી મિસ્ર સુધી પહોંચાડયા, બેશક મારો પરવરદિગાર જે ઇરાદો કરે તેમાં (તેની) મહેરબાની હોય છે, બેશક તે જાણવાવાળો, હિકમતવાળો છે.

← Surah 11 Surah 13 →